Main Menu

Thursday, December 12th, 2019

 

બગસરા તાલુકાના શીલાણા ગામે દેવીપૂજક ખેડૂત સાથે છેતરપિંડી કરતો વેપારી રંગે હાથે ઝડપાયો

બગસરા, બગસરા તાલુકાના શીલાણા ગામે દેવીપૂજક ખેડૂત દ્વારા પોતાના ઘરેથી વેપારીને કપાસનું વેચાણ કરેલ હતું. કપાસનો તોલ કરતા કપાસ 107 મણ જેવો થયો હતો અને ખેડૂતએ ખેતર માંથી મણ વડીએ ઉતરાવેલ હોય. ત્યારે 130 મણ કપાસનો હિસાબ મજૂરોને ચુકવેલ વેપારીએ 107 મણના પૈસા પણ ખેડૂતને ચુકવીને જતો રહ્યો હતો .પૈસા હાથમાં આવતા ખેડૂતે શંકાપડતા દેવીપુજક ખેડૂત બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ફરી વજન કરાવતા કપાસ 127 મણ થયો હતો. આથી ખેડૂતને કપાસના વેપારી દ્વારા છેતરવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારોને આ બાબતે રજૂઆત કરી હતી આ બાબત ની જાણ બગસરા માર્કેટયાર્ડ ના ચેરમેન ને થતા બગસરા તથા બગસરા તાલુકા ના ખેડૂતભાઈઓ ને આવા લેભાગુ વેપારીઓ દ્વારા થતી છેતરપિંડી થી સજાગ રહેવા અનુરોધ કર્યો છે અને કપાસ જોખતી વખતે તોલમાપ ખેડૂતે પોતાના વાપરવા તેમજ તરફાળ પોતાનો વાપરવો, યોગ્ય લાગેતો બગસરા માર્કેટયાર્ડ માં જ કપાસ નું વેચાણ કરવું જેથી કોઈ ખેડૂત છેતરાય નહીં આમ બગસરા માર્કેટયાર્ડ ના ચેરમેન કાંતિભાઈ સતાસીયા દ્વારા ખેડૂત ને જાણ કરી છે. હાલ છેતરપિંડી કરનાર વેપારી વિરુદ્ધ ખેડૂત દ્વારા છેતરપિંડીની પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે


ટેસ્ટના રિપોર્ટ મુજબ નવો બનેલો જિલ્લા પંચાયત રોડ સંપૂર્ણપણે ગુણવત્તાસભર

અમરેલી, અમરેલી શહેરમાં આ વર્ષે ચોમાસામાં અતિ વરસાદથી રોડ-રસ્તાઓને અત્યંત નુકસાન થયું છે. જેનાથી શહેરની પ્રજાને ખુબ જ હાલાકી ભોગવવી પડી રહી હતી. જેના અનુસંધાને કેટલાક સમય પૂર્વે જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા તમામ રોડ-રસ્તાના કામો તાકીદે પૂર્ણ કરવા સબંધિત વિભાગોને જણાવવામાં આવતા શહેરમાં વિવિધ જગ્યાએ નવા માર્ગોનું કામ ચાલુ છે. આજ રોજ જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક દ્વારા બની રહેલા નવા માર્ગોનું નિરીક્ષણ કરી સમીક્ષા મુલાકાત લેવામાં આવી હતી. તાજેતરમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા ટેસ્ટ રિપોર્ટ મુજબ નવો બનેલો જિલ્લા પંચાયત રોડ સંપૂર્ણપણે ગુણવત્તાસભર બન્યો છે. બનેલા આ રોડનું આવતા અઠવાડિયે તમામ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મુખ્ય પરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર જનતા માટે પણ કોન્ક્રીટ સહિતના રો મટિરિયલનું પ્રદર્શન રાખવામાં આવશે. વધુમાં, સમગ્ર વહીવટ પારદર્શી બની રહે તે માટે જાહેર જનતા માટે નવા માર્ગો ઉપર કોન્ટ્રાક્ટરનું નામ અને રોડ બન્યાનું વર્ષ લખવામાં આવશે. આ સમીક્ષા મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટરશ્રીએ પૂર્ણતાના આરે છે એવા જિલ્લા પંચાયત રોડની મુલાકાત લઇ રોડ ગુણવત્તાસભર છે કે નહિ તેની તપાસ કરવામાં આવી હતી. આ વેળાએ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે સબંધિત વિભાગોના અધિકારીઓ નવા બની રહેલા માર્ગોનું નિયમિતપણે ખુબ ચોકસાઈભર્યું નિરીક્ષણ કરી રહ્યા છે અને જો કોઈ ગેરરીતિ ધ્યાને આવે તો તાત્કાલિક તંત્રને જાણ કરશે. આ ઉપરાંત શહેરનાં છેવાડાનાં વિસ્તાર કેરીયા રોડની હાલત બદતર થઇ ગઇ હોય આ રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પારાવાર મુશ્કેેલીનો સામનો કરવો પડી રહયો છે. અને આ રોડ બનાવવા માટે આરએનબી વિભા દ્વારા કોન્ટ્રાકટરને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યો હોવા છતા પણ આજદિન સુધી આ કામ શરૂ ન થતા જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક અને આરએનબી વિભાગનાં વડાને સાથે રાખીને કેરીયા રોડનું નિરિક્ષણ કર્યુ હતું અને કામ રાખનાર એજન્સીને દિવસ ચારમાં કામ શરૂ કરી દેવા માટે કડક સુચના આપવામાં આવી હતી.
વધુમાં જિલ્લા કલેક્ટરશ્રીએ અધિકારીઓને જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવતા ડ્રેનેજ લાઈન, ગેસ લાઈન તેમજ ખાનગી કંપનીની ઓપ્ટિકલ ફાઈબર લાઈન જેવા પ્રશ્નો માટેની વ્યવસ્થા ગોઠવવાની રહેશે. નવા માર્ગો બન્યા પછી કોઈપણ જાતનું ખોદાણકામ કરવામાં આવશે નહિ માટે બીજા વિભાગો સાથે સંકલનમાં રહીને માર્ગના કામો તાકીદે પૂર્ણ કરવા જણાવ્યું હતું.આ મુલાકાતમાં માર્ગ અને મકાન(સ્ટેટ)ના અધિકારીશ્રી સુમા, સરકારી પોલીટેકનીક કોલેજના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીશ્રી ખોરાસિયા તથા અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.


બગસરાની ગૌશાળામાં દિપડાએ ત્રણ વાછરડીઓનું મારણ કર્યું

બગસરા,બગસરા તાલુકામાં અલગ અલગ જગ્યાએ લોકો તથા પશુઓ પર હુમલો કર્યો બાદ આજે દીપડો બગસરા શહેરમાં આવી પહોંચ્યો હતો. શહેરમાં આવેલી ગૌશાળામાં હુમલો કરી વાછડીઓનું મારણ કર્યું હતું. જેને કારણે ગ્રામ્ય વિસ્તાર બાદ હવે શહેરમાં દીપડાની હાજરીથી લોકો વધુ ભયભીત બન્યા છે. વિગત અનુસાર બગસરા ના ગ્રામ્ય વિસ્તાર જેવા કે મોટા મુંજીયાસર સાપર સુડાવડ નવી હળીયાદ જુની હળિયાદ કડાયા સહિતના વિસ્તારમાં દિપડા દ્વારા હુમલો કરવાના બનાવો છેલ્લા છ દિવસથી બની રહ્યા છે આ દીપડાને પકડવા માટે તંત્ર દ્વારા પોતાની તમામ મહેનત લગાડી દેવામાં આવેલ છે તેમ છતાં આજે આ દીપડો વહેલી સવારે બગસરાના પાદરમાં આવી પહોંચ્યો હતો બગસરા ને પાદરમાં આવેલી સીયારામ ગૌશાળામાં આ દીપડાએ હુમલો કરી ત્યાં ત્રણ વાછડીઓ નું મારણ કર્યું હતું. આ બનાવને પગલે વન વિભાગ તુરંત સ્થળ પર આવી પહોંચ્યું હતું તેમજ વધુ વાત વેગના પકડે તે માટે તાત્કાલિક આ વાછડીઓને અહીંથી હટાવી દેવા માટે ની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી તંત્ર દ્વારા ગમે તેટલી તૈયારીઓ કરવામાં આવે પરંતુ દીપડો તેમનાથી પણ વધુ ચાલાકીથી છટકી જતો હોય તંત્રને હાથે ચડતો નથી બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં હુમલાઓ કર્યા બાદ આજે આ દીપડો બગસરા ના પાદર માં પહોંચી જતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ વિસ્તારની નજીક માં ઘણી સરકારી શાળાઓ પણ આવેલી છે જેથી હવે વાલીઓને બાળકોને શાળાએ મોકલતા પણ ડર લાગી રહ્યો છે.


લાઠીના પીપળવાથી દેરડી રોડનું ખાત મુર્હુત કરાયું

બાબરા, લાઠી તાલુકાના પીપળવા – દેરડી માર્ગનું આજે ખાત મુરત કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરની અથાગ મહેનતના કારણે અહીં રાજ્ય સરકાર દ્વારા આ 6 કિલોમીટરનો માર્ગ 72 લાખના ખર્ચે મંજુર કરાવ્યો છે ત્યારે ધારાસભ્ય વીરજીભાઈ ઠુમર વિધાનસભામાં સત્ર શરૂ હોય અને વ્યસ્તતાના કારણે નાની બાળાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે જિલ્લા પંચાયતના સભ્ય હેતલબેન વાળા,જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ જીતુભાઇ વાળા,ઝવેરભાઈ રંઘોળીયા,આંબાભાઈ કાકડીયા સહિતના સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પીપળવા દેરડી માર્ગ રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે રોડ ને જોડતો અને અતિ મહત્વનો રોડ છે ત્યારે અહીં પોણા કરોડના ખર્ચે ડામર થી પેવર કરવાની કામગીરીનો શુભારંભ ધારાસભ્ય દ્વારા કરવામાં આવતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી


ત્રણ વાછરડીઓને ખાવા દીપડો પરત આવ્યો અને…

બગસરા,બગસરા તાલુકામાં છેલ્લા છ દિવસથી હાહાકાર મચાવી ભયનો માહોલ સર્જનાર દીપડાને સાંજે સાત વાગ્યા આસપાસ વનવિભાગના શૂટર દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો આ દિપડાના મૃતદેહને પીએમ માટે મોકલવાની તજવીજ વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.વનતંત્ર દ્વારા અપાયેલી વિગતો અનુસાર બુધવારે વહેલી સવારે ગૌશાળામાં ત્રણ વાછડીઓ નું મારણ કરી નાસી છૂટેલા દીપડાને ફરીવાર ગૌશાળામાં પોતાનું મારણ મેળવવા માટે પરત ફરશે તેવી શંકાને આધારે વન વિભાગ દ્વારા શાર્પશૂટરને ટ્રેક કરવા ગૌશાળામાં ગોઠવવામાં આવ્યા હતું જેને પગલે આજે સાંજના સમયે 7 આસપાસ ખરેખર આ દીપડો પરત ફર્યો હતો જેને વન વિભાગનાં શાર્પશૂટર દ્વારા ઠાર કરી દેવામાં આવ્યો હતો જે બાદ દિપડાના મૃતદેહને નજીકમાં આવેલી મુંજીયાસર સિંચાઈ ડેમ ની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો જેને પછીથી પોસ્ટમોર્ટમ માટે જસાધાર મોકલી દેવામાં આવશે તેમ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું આ દીપડો માનવભક્ષી છે કે કેમ તેનો નિર્ણય પીએમ રિપોર્ટ આવ્યા બાદ થશે પરંતુ 24 કલાકની અંદર એક દીપડી અને અને એક દીપડા એમ બે જાનવરોથી આ વિસ્તારને વન વિભાગ દ્વારા મુક્તિ આપવામાં આવી છે તંત્રની કામગીરી દેખાતા લોકોમાં પણ હાશકારો થયો હતો.વનતંત્રના સીસીએફ શ્રી પરમારે જણાવેલ કે, આ ઠાર મરાયેલ દીપડો જ માનવભક્ષી હતો અને તેણે જ બે માનવીઓનો ભોગ લીધો હતો.


ડેડાણના ખેડુતે ઇયળોના ઉપદ્રવથી કંટાળી સાત વીઘા કપાસનાં પાકમાં ગૌશાળાનાં ઢોરને છુટા મુકી દીધા

ડેડાણ,ડેડાણના ખેડુત અશરફખા ઉમરખા પઠાણે પોતાના સાત વીઘા ખેતરમાં કપાસના પાકમાં ઇયળનો ઉપદ્રવ થતા. હવે કપાસનો પાક નહી આવે તેવુ ધારીને પોતાના સાત વીઘાના ખેતરમાં શ્યામજી મંદિરના ગૌશાળામાં રહેતા માલઢોરને ચરણ માટે સોપીને એક ઉમદા ઉદાહરણ પુરૂ પાડયુ હતુ.


અમરેલીમાં નગર પાલીકાનું ચાલુ વર્ષનું બજેટ 60 થી 80 કરોડની વચ્ચેનું હશે

અમરેલી,અમરેલી નગરપાલીકાનું વર્ષ 2020-21 નું બજેટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આ બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 15 થી 20 ટકાનો વધારો કરવામાં આવશે. તેમજ શહેરના વિવિધ વિકાસ કામો હાથ ધરવા માટે વિવિધ શાખાઓના અધિકારીઓની પ્રથમ બેઠક ફેબ્રુઆરી માસમાં બોલાવવામાં આવશે. તેમાં થનાર ખર્ચની વિગતો રજુ કરવામાં આવશે. આ બજેટને સંભવત તા. 1 થી 15 માર્ચની વચ્ચે નગરપાલીકાની સામાન્ય સભા બોલાવી તેમાં આ બજેટને નગરપાલીકાની આ બેઠકમાં બજેટને મંજુર કરવામાં આવશે તેમ નગરપાલીકાના સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરનો દિન પ્રતિદિન વિકાસ વધતો જાય છે. ત્યારે નગરજનોને પ્રાથમિક સુવિધા પુરી પાડવા માટે નગરપાલીકા દ્વારા દર વર્ષે થનારા ખર્ચની તેમજ આવક માટે બજેટ તૈયાર કરવામાં આવે છે. જેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. અને તમામ શાખાના ઉચ્ચ અધિકારીઓની પ્રથમ બેઠક ફેબ્રુઆરી માસમાં મળશે. જેમાં આ બજેટની ચર્ચા વિચારણા કરી અને સંભવત તા. 1 થી 15 માર્ચની વચ્ચે નગરપાલીકાની સામાન્ય સભા બોલાવવામાં આવશે. જેમાં આ બજેટને રજુ કરવામાં આવશે તેમ પાલીકાના સુત્રોમાંથી જાણવા મળે છે. પાલીકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગત વર્ષે 50 થી 60 કરોડ આસપાસનું બજેટ બનાવવામાં આવ્યુ હતુ. જેની સામે આ વખતે એટલે કે વર્ષ 2020-21 નું બજેટ સંભવત 60 થી 80 કરોડની વચ્ચે રહેશે. તેમ જાણવા મળેલ છે.


અમરેલી જિલ્લાના વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી મહાવીરબાપુએ જાતે સતત મોનીટરીંગ કરી વનતંત્રને સહયોગ આપ્યો

ચલાલા,વનતંત્રની કામગીરીને નિવિઘ્ને પાર પાડવામાં શ્રી મહાવીરબાપુના યોગદાનની સૌએ નોંધ લીધી છે.અમરેલી જિલ્લાના વાઇલ્ડ લાઇફ વોડર્ન શ્રી મહાવીરબાપુએ સતત મોનીટરીંગ કરી વનતંત્રને સહયોગ આપ્યો હતો અમરેલી જીલ્લાના વાઇલ્ડ લાઇફ વોર્ડન શ્રી મહાવીર બાપુ ભગતે જનતાને અપીલ કરી હતી કે, બગસરા વિસ્તારના ગામોમાં છેલ્લા ઘણા દિવસથી માનવભક્ષી દીપડાની રંજાડ ખુબ જ વધી ગયેલ છે. જેને પકડવા થતા જેર કરવા માટે ફોરેસ્ટ વિભાગ તથા પોલીસ તંત્ર દ્વારા સઘન પ્રયાસો થઇ રહયા છે. અને સરકારશ્રી દ્વારા બગસરા વિસ્તારના ગામોમાં રાત્રી દરમિયાન 144 મી કલમ લાગુ પાડવામાં આવેલ છે. તો ભાઇઓ તથા બહેનોને જણાવવાનું કે રાત્રી દરમિયાન દીપડાને પકડવા અથવા તો જેર કરવા જતા ફાયરીંગ કરવુ પડે. અને દીપડાના બદલે રાત્રીનાં સમયે કોઇ માણસને ઇજા ન થાય તે માટે વનવિભાગ દ્વારા ફાઇરીંગ કરવુ અનીવાર્ય હોય. તેટલા માટે વહિવટીતંત્ર દ્વારા 144મી કલમ લગાવવામાં આવી છે. ત્યારે ફરતા કોઇ માનવહાની ન થાય.તે માટે સરકારી વહીવટીતંત્રને સાથ સહકાર આપવો તેવી અપીલ કરી આ ઉપરાંત જ્યાં સુધી આ માનવભક્ષી દીપડાનો યોગ્ય નિકાલ ન થાય ત્યાં સુધી આ વિસ્તારમાં રાત્રી દરમિયાન અવર-જવર ન કરવા આ વિસ્તારના નાગરીકો તથા સરપંચશ્રીએ સહકાર આપવા તથા અફવાઓથી દુર રહેવા શ્રી મહાવીરબાપુ વલકુબાપુ ભગત દ્વારા લોકોને અપીલ કરી હતી જેની ગામડાઓમાં સારી અસર થતા વનતંત્રનું ઓપરેશન વહેલું પાર પડયું હતુ.


આદમખોર દીપડો ઠાર

બગસરા,બગસરા તાલુકામાં છેલ્લા છ દિવસથી હાહાકાર મચાવી ભયનો માહોલ સર્જનાર દીપડાને સાંજે સાત વાગ્યા આસપાસ વનવિભાગના શૂટર દ્વારા ઠાર મારવામાં આવ્યો હતો આ દિપડાના મૃતદેહને પીએમ માટે મોકલવાની તજવીજ વનવિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. વનતંત્ર દ્વારા અપાયેલી વિગતો અનુસાર બુધવારે વહેલી સવારે ગૌશાળામાં ત્રણ વાછડીઓ નું મારણ કરી નાસી છૂટેલા દીપડાને ફરીવાર ગૌશાળામાં પોતાનું મારણ મેળવવા માટે પરત ફરશે તેવી શંકાને આધારે વન વિભાગ દ્વારા શાર્પશૂટરને ટ્રેક કરવા ગૌશાળામાં ગોઠવવામાં આવ્યા હતું જેને પગલે આજે સાંજના સમયે 7 આસપાસ ખરેખર આ દીપડો પરત ફર્યો હતો જેને વન વિભાગનાં શાર્પશૂટર દ્વારા ઠાર કરી દેવામાં આવ્યો હતો જે બાદ દિપડાના મૃતદેહને નજીકમાં આવેલી મુંજીયાસર સિંચાઈ ડેમ ની નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો જેને પછીથી પોસ્ટમોર્ટમ માટે જસાધાર મોકલી દેવામાં આવશે તેમ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું આ દીપડો માનવભક્ષી છે કે કેમ તેનો નિર્ણય પીએમ રિપોર્ટ આવ્યા બાદ થશે પરંતુ 24 કલાકની અંદર એક દીપડી અને અને એક દીપડા એમ બે જાનવરોથી આ વિસ્તારને વન વિભાગ દ્વારા મુક્તિ આપવામાં આવી છે તંત્રની કામગીરી દેખાતા લોકોમાં પણ હાશકારો થયો હતો.વનતંત્રના સીસીએફ શ્રી પરમારે જણાવેલ કે, આ ઠાર મરાયેલ દીપડો જ માનવભક્ષી હતો અને તેણે જ બે માનવીઓનો ભોગ લીધો હતો.


12-12-2019-Marriage


error: Content is protected !!