Main Menu

Friday, December 13th, 2019

 

લાઠી પાલીકા કચેરીમાં ટોળા દ્વારા હલ્લાબોલ

લાઠી,લાઠી વોર્ડ નં.-3 સેતાપાટી વિસ્તારમાં લોકોને પ્રાથમીક સુવિધાઓ ન મળતા. આ વિસ્તારનાં લોકોનું ટોળુ નગરપાલીકાએ ઘસી જઇ હલ્લાબોલ મચાવ્યો હતો. 60 થી 70 માણસોનું ટોળુ પાલીકા કચેરીએ જતા અધિકારીઓ અને સભ્યો પાલીકામાંથી ફરાર બન્યાં હતાં. અને ટોળાએ હલ્લાબોલ મચાવતા બે કલાકે ચીફ ઓફિસર આવતા મામલો થાળે પડયો હતો. આ વિસ્તારમાં સમયસર પાણી મળતુ નથી. તેમજ છેલ્લા 50 વર્ષથી રોડ રસ્તા ન બનતા લોકો રોષીત બન્યા હતાં.


રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિવિધ ગામોના પ્રશ્ર્નોની પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીશ્રી રૂપાણીને રજુઆત કરાઇ

રાજુલા,રાજુલા તાલુકાના ચાંચ ખેર પતવા વિસ્તારમાં મજુર વર્ગ વસવાટ કકરે છે અહીં ઝુંપડાઓમાં લીધેલ વીજ કનેક્શનો પીજીવીસીએલ આપતા નથી આથી આવા નાના મજુર વર્ગો ને ભારે હાલાકી પડી રહી છે આથી આ તમામ લોકોને વીજ કનેક્શનો આપવા રજુઆત કરી હતી તો આ ચાંચ સહિતના ગામોમાં આસપાસ જમીનોમાં ખારાશ છે જેથી જમીન ખારાશવાળી છે આથી અહીં ડેમ કમ રોડ બનાવામાં આવે તો પાણીના પ્રશ્ન સાથે આ વિસ્તારની જમીનોમાંથી ખારાશ દૂર થાય આ બાબતે રજુઆત કરાઈ હતી રાજુલા તાલુકો 72 ગામ ધરાવે છે અહીં આવેલી તાલુકા પંચાયત કચેરી અતિ જર્જરિત હાલતાં છે પડું પડું થઇ રહી છે અરજદારો તેમજ કર્મચારીઓ પર ભય રહેલો છે અમરેલી જિલ્લામાં તમામ તાલુકા પંચાયત બની ગયેલ છે મમાત્ર રાજુલા તાલુકા પંચાયત બાકી છે આ બાબતે સત્વરે પગલાં ભરવા માંગણી ઉઠવા પામી છે રાજુલા ના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી હરસુરભાઈ લાખણોત્રા તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ જીલુભાઈ બારૈયા વિક્રમભાઈ શિયાળ ચેતનભાઈ ચીયલ સહિતના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતનાને રૂબરૂ રજુઆત કરી હતી


દીપડાઓને લઇને શ્રી રૂપાણી સરકારનાં નિર્ણયને વધાવતા ડો. કાનાબાર

અમરેલી,અમરેલી જીલ્લામાં દીપડાની રંજાડ વધતા હવે દીપડાઓને રેડીયો કોલર નાખવા નિર્ણય ઉપરાંત દીપડાઓની વસ્તી નિયંત્રીત કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મંજુરી માંગી છે. આ મહત્વના નિર્ણયોને ભાજપ અગ્રણી ડો. ભરતભાઇ કાનાબારે આવકારી મુખ્યમંત્રીશ્રી રૂપાણી સહિતને અભિનંદન પાઠવ્યા છે અને પ્રશંસા કરી છે.અમરેલી જીલ્લામાં ખાસ કરીને ધારી બગસરા પંથકમાં વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે. તાજેતરમાં દીપડાએ હાહાકાર મચાવેલો. અને તંત્રએ દોડધામ કરવી પડી હતી. અને હવે દીપડાઓને રેડીયો કોલર નાખવા લીધ્ોલા નિર્ણયને તેમજ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે દીપડાઓની વસ્તી નિયંત્રીત કરવા દીપડાઓની નશબંધી કરાવવા મંજુરી માંગી છે. આ મહત્વના મુદાઓને તેમજ નિર્ણયને અમરેલીના ભાજપ આગેવાન ડો. ભરતભાઇ કાનાબારે આવકારી મુખ્યમંત્રીશ્રી રૂપાણીને અભિનંદન પાઠવ્યા અને બિરદાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જીમ કોરબેટે અર્મોલામાં 400 લોકોને અને રૂદ્રપ્રયાગમાં 125 લોકોને ખાઇ જનાર દીપડાને ઠાર માર્યા હતા. સિંહો શાંત છે એટલે નહી માનવાનું કે તે માનવભક્ષી નહી થાય. 1000 જેટલા સિંહો અને 2000 દિપડા એ ખતરનાક પરિસ્થિતિનું એંધાણ છે. તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ છે.


ધારી બાર એસોસીએશનના પ્રમુખ તરીકે સાતમી વખત બીનહરીફ ચુટાતા શ્રી વનરાજભાઇ વાળા

ધારી,ધારી બાર એસોસીએશનની વર્ષ 2020 ની ચુટણીમાં એડવોકેટ વનરાજભાઇ વાળાની સાતમી વખત બીનહરીફ વરણી કરવામાં આવી છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે શેર મહમદભાઇ જામ બીનહરીફ વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત હોદેદારોમાં સેક્રેટરી રવીભાઇ જોષીની વરણી કરવામાં આવી છે.આ તકે ધારીના એડવોકેટ સલીમભાઇ જામ, રાહુલભાઇ જોષી, દીલીપભાઇ મુછાળા, આનંદભાઇ ચાવડા, ભાવીશાબેન મહેતા, બોરીચાભાઇ, દાફડાભાઇ, દીપકભાઇ શ્રીમાળી, ઇમરાનભાઇ ગગનીયા, ભંડેરીભાઇ, ચાવડાભાઇ, હીરપરાભાઇ, મેહુલભાઇ રાદડીયા, રવીભાઇ વાળા, સરોજબેન જોષી, ઉદયભાઇ બારોટ, રાજુભાઇ જોષી, કીરીટભાઇ મહેતા સહતિ એડવોકેટના તમામ સભ્યોએ વરણીને આવકારી અભિનંદન પાઠવ્યા હતા.


અમરેલીમાં ગૌમાસ અને હથિયારો સાથે ચાર ઝડપાયા

અમરેલી,અમરેલી મીની કસબાવાડ અલીફનગરમાં સાજીદ ઉર્ફે હાજી અલી તરકવાડીયા, હબીબ અલી તરકવાડીયા, આસીફ રજાક કાલવા, શોબેરાબેન સાજીદભાઇને હે.કોન્સ. યુવરાજસિંહ સરવૈયાએ હિંદુ ધર્મની લાગણી દુભાય તે રીતે ગૌવંશ કાપી લોહી તથા અન્ય કચરો પાલીકાની ગટરમાં નાખી. જાહેરમાં ઉપદ્રવ ફેલાવતા હોય. તેમજ બે વાછરડાઓને કાપવાનાં ઇરાદે ટુંકી દોરી વડે ઘાતકી રીતે બાંધી બોલેરો પીકઅપ એક, 30 કિલો ગૌમાંશ, કતલ કરવાનાં હથીયારો, વજન કાંટો, એકટીવા, સ્પ્લેન્ડર પ્લસ મળી કુલ રૂ.1,35,000 નો મુદામાલ સાથે ઝડપી પાડયા હતાં. જયારે સોહીલ યુનુસ કાલવા, અલ્ફેજ હબીબ કાલવા, રફીક ઉર્ફે શેેટ્ટી આદમ કાલવા નાસી છુટયા હતાં.


બગસરામાં ઠાર કરાયેલ દિપડો જ માનવભક્ષી નીકળ્યો

અમરેલી,બગસરા તાલુકામાં છેલ્લા એક અઠવાડીયાથી હાહાકાર મચાવી અને ભયનો માહોલ સર્જનાર દિપડાને ગઇકાલે સાંજનાં ગૌશાળા નજીક વનવિભાગનાં શુટરો દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો. વનખાતા દ્વારા આ દિપડાનું પોસમોટમ કરવામાં આવ્યું હતુ તે પહેલા વનવિભાગનાં અધિકારીઓ દ્વારા દિપડાનાં વાળનાં તેમજ પગનાં નિશાનનાં સેમપ્લ લેવામાં આવ્યા હતા. જે આજથી એક સપ્તાહ પહેલા મુંજીયાસરમાં ખેડુત ઉપર હુમલો કરી અને મૃત્યુ નીપજાવનાર આ માનવભક્ષી દિપડાનાં જ પંજાનાં નીશાન તેમજ વાળ મેચ થયા છે. તેમ અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યું હતું.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બગસરા પંથકમાં છેલ્લા એક અઠવાડીયાથી હાહાકાર મચાવનાર માનવભક્ષી દિપડાને ગઇકાલે ઠાર કરવામાં આવ્યો હતો. અને આ દિપડાનાં વાળનાં નમુના તથા પગનાં પંજાનાં નિશાન વનવિભાગ દ્વારા લેવામાં આવ્યા હતાં. અને આ નિશાનને મુંજીયાસરમાં એક સપ્તાહ પહેલા ખેડુત ઉપર હુમલો કરનાર દિપડાનાં પગનાં નીશાન સાથે ચકાસણી કરવામાં આવતા આ નિશાનો બગસરામાં ઠાર કરાયેલ દિપડાનાં નિશાન સાથે મેચ કરવામાં આવતા બંને નીશાનો મેચ થતા ખરેખર આ મનાવભક્ષીજ દિપડો હોવાનું અમરેલી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું.


વિસાવદર બગસરા વચ્ચે પાણીનાં ચાર કુદરતી પાણીનાં સ્તોત્ર વન્ય પ્રાણીઓનું રહેઠાણ બન્યાં

અમરેલી,બગસજીરા નજીક આવેલ મુંજીયાસર ગામ પાસે પાણીનાં ચાર કુદરતી સ્તોત્ર હોય આ વિસ્તારનાં સિંહ તેમજ દીપડાનું કાયમી રહેઠાંણ બની ગયું હોય ત્યારે વન વીભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ ચાર ચોકીઓ ઉભી કરવી અતીયંત જરૂરી છે. સાથો સાથ બીટ ગાર્ડને પણ કાયમી આ વિસ્તારમાં નજર રાખવા માટે મુકવા અતંય્ત જરૂરી બની ગયું છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ છેલ્લા 1 માસથી બગસરા, મુંજીયાસર સહિતનાં આસપાસનાં ગામોમાં દીપડા પશુઓ તેમજ માનવ ઉપત અવાર નવાર હુમલાઓ કરી અને ઇજા પહોંચાડયાનાં તેમજ મૃત્યુ કર્યાનાં પણ બનાવનો દિન પ્રતીદિન વધતા જાય છે. ત્યારે આનું મુખ્ય કારણે એ છે કે, મુુંજીયાસર ગામ નજીક પાણીનાં ચાર જેટલા કુદરતી સ્તોત્ર આવેલા હોવાનાં કારણે આ પંથકમાં સિંહ તેમજ દીપડાની સંખ્યા દિન પ્રતીદિન વધતી જાયછે અને આ રાનીપશુઓએ આ વિસ્તારને પોતાનો કાયમી રહેઠાંણ બનાવી લીધ્ાુ છે.જેનાં કારણે આ પંથકમાંથી અવાર નવાર દિપડાઓ બહાર નિકળી અને હુમલાઓ કરી રહયા છે ત્યારે વન વિભાગ દ્વારા આ ચાર કુદરતી પાણીનાં સ્તોત્ર નજીક ચાર જેટલી અલગ અલગ ચોકીઓ ઉભી કરવી જરૂરી બની છે. સાથો સાથ આ દીપડાઓ તેમજ સિંહો ઉપર નજર રાખી શકાય તે માટે બીટ ગાર્ડની કાયમી નિમણુંક કરી અને ત્યા મુકવા અતયંત જરૂરી બન્યા છે જેના કારણે સિંહ તેમજ દીપડા આ પાણીનાં સ્તોત્રની બહાર નિકળે કે તુરંત ચોકી હોય તો આ જંગલી પશુઓ કઇ બાજુ ગયા છે તેનું લોકેશન જાણી શકાય અને આસપાસનાં વિસ્તારનાં ગામ લોકોને અગાઉથી ચેતવી શકાઇ.


બગસરા તાલુકામાં 30 ગામોમાં “દીપડારાજ’ : 80 દીપડા

બગસરા,અમરેલી જિલ્લાનાં ગીરનાર જંગલને અડીને આવેલા ગામોમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સિંહ તેમજ દિપડાએ ડેરા તંબુ તાણ્યા છે. અને બગસરાનાં આસપાસનાં 30 ગામડાઓમાં આજની તારીખે 60 થી 80 જેટલા દિપડાઓ ભમી રહયા છે. સાથો સાથ ધારી હમાપુર,હમાપુર બગસરા પંથકમાં આજની તારીખે પણ ચાર સિંહો વસવાટ કરી રહયા છે. અગાઉ બગસરાની આથમણી દિશામાં દિપડાઓ વસવાટ કરી રહયા હતાં. આમ દિનપ્રતિદિન જંગલ કપાતુ જતુ હોવાનાં કારણે આ રાની પશુઓ હવે મેદાની ઇલાકામાં પોતાનાં ડેર તંબુ તાણ્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ બગસરા તેમજ આસપાસનાં ગામો જેવા કે નાના મુંજીયાસર, રફાળા, ઘંટીયાણ. હળીયાદ સહિત બગસરા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં આજની તારીખે 60થી 80 જેટલા દિપડાઓ વસવાટ કરી રહયા છે. અને આ તમામ દિપડાઓ હવે ખોરાકની શોધમાં પશુઓ તેમજ માનવ પર પણ હુમલા કરવાનાં બનાવો દિનપ્રતિદિન વધી રહયા છે. ત્યારે ગઇકાલે જ બગસરામાં એક દિપડાને વનખાતાનાં શુટરો દ્વારા ઠાર કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત એક ચર્ચાતી વિગતો મુજબ કુંકાવાવ સ્વામીનારાયણ મંદિર પાસે પણ દિપડો આટાફેરા મારતો હોવાનું લોકોએ જણાવ્યુું હતું. તેમજ બીજા દિવસે પણ બગસરા નજીક આવેલ એસઆરનાં પેટ્રોલપંપ પાસે પણ દિપડો જોવા મળ્યો હતો. ધારી હામાપુર, હામાપુર બગસરાનાં 17 કિ.મી.નાં વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ચાર સિંહો વસવાટ કરી રહયા છે. તેમજ બગસરાની આથમણી દિશામાં છેલ્લા કેટલાક મહિનાંથી દિપડાએ હાહાકાર મચાવી દેતા ખેડુતો તેમજ મજુરો ભારે મુશ્કેેલીમાં મુકાય ગયા છે. આ પંથકનાં ગ્રામજનોનાં કહેવા પ્રમાણે અગાઉ દિપડા ડેમનાં કાંઠે વસવાટ કરતા હતાં. તે સમયે વનખાતા દ્વારા દિપડાને પાણી પીવા માટેનાં કુંડીઓ બનાવી હતી. તેમાં મોટી માછલીઓ નાખી દેવામાં આવતી હતી. જેનાં કારણે દિપડાઓને પુરતો ખોરાક મળી રહેતો હતો. પરંતુ હવે વનખાતા દ્વારા આ માછલીઓ નાખવાનું બંધ કરી દેતા હવે દિપડાઓ શીકારની શોધમાં મેદાની ઇલાકામાં ઘુસી ગયા છે. અને તેમાય તે દિપડાને જે વાડી તથા ખેતર તરફથી મીટની દુર્ગંધ આવે તે તરફ આ દિપડાઓ પોતાનો શીકાર શોધવા નીકળી જાય છે. અને અવાર નવાર અત્યારે આ દિપડાઓ દ્વારા પશુઓ તેમજ લોકો ઉપર હુમલા કરવાનાં બનાવો દિનપ્રતિદિન વધતા જાય છે.


બાંધકામ શાખાની બેઠક યોજતા શ્રી વાઘેલા

અમરેલી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી 2વજીભાઈ વાધેલા,ઉપપ્રમુખશ્રી હાર્દીકભાઈ કાનાણી જિલ્લા પંચાયત દવા2ા જિલ્લા પંચાયત તળેની બાંધકામશાખા તથા તાલુકા પંચાયતમાં બાંધકામ સુપ2વાઇઝ2ોની આજ2ોજ બાંધકામના કામોના પ્રગતિ 2ીપોર્ટ અને લોકો ત2ફથી આવતા પ્રશ્નોનુ નિ2ાક2ણ લાવવા મીંટીગનુ આયોજન ક2ેલ હતુ આ મીટીંગમાં બાંધકામના નબળા કામો કોઈપણ સંજોગોમાં નહી ચલાવી લેવા તાકીદ આપવામાં આવેલછે.અને નબળા કામ ક2તી કોઈ એજન્સીની શેહ શ2મમાં નહી આવવા તાકીદ ક2ેલછે.અને આ બાબતે ચાલતા કામો તથા નવા મંજુ2 થયેલ કામો જિલ્લાના લોકહીતમાં સા2ા કામો ક2ે અને તાલુકા પંચાયતના સુપ2વાઈઝ2ને 14 માં નાંણા પંચના કામો ના એસ્ટીમેન્ટ બનાવવા સ્પષ્ટ કહેલ અને ગા્રમ્ય લેવલના માનવોને સુખાકા2ી મળી 2હે તેવા કામો ક2ી પક્ષા પક્ષી થી દુ2 2હી કામો ક2વાની તાકીદ ક2ેલછે.આમ છતાં કોઈ કર્મચા2ી/અધિકા2ી નબળુ કામ ચલાવી લેશે તો તેમની અંગત જવાબદા2ી 2હેશે.અને એજન્સીને બીલ નહી ચૂક્વવા જણાવેલછે.આમ છતાં કોઈ એજન્સી એસ્ટીમેન્ટ પ્રમાણે કામ ન ક2ેતો તેઓને બ્લેક લીસ્ટમાં મુક્વા પણ અમો અચકાશુ નહી.અને આ એજન્સીના અન્ય કામો ચાલતા હશેતો તેઓને ચૂક્વણુ નહી ક2વા તાકીદ ક2વામાં આવેલછે.અંતમાં કહુતો અમ2ેલી જિલ્લાના ગ્રામ્ય લોકોને સા2ા 2ોડ 2સ્તા અને બિલ્ડીંગનો લાભ મળી 2હે તેવી મા2ી નેમછે.અને મા2ી ભાવનાછે કે અમોલોકોને ગ્રામ્ય લોકોના જે મતદા2ોએ ચૂંટીને મોકલેલછે.અને અમા2ી પાસે તેઓની જે અપેક્ષા છે તેને પ2ીપૂર્ણ ક2વા અમો કટીબધ્ધ છીએ.


અમરેેલી પાલીકાએ પાણી પેટે રૂ. 40 કરોડની રકમ લાંબા સમયથી ચુકવવાની બાકી

અમરેલી,અમરેલી શહેરની જનતાને વિવિધ પાણીનાં સ્તોત્રમાંથી પાણી ઉપાડી અમરેલી નગરપાલીકા દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહયું છે. આ પેટે રાજયનાં પાણી પુરવઠા બોર્ડ તથા સિંચાઇ વિભાગને અંદાજે રૂપિયા 40 કરોડ જેવી રકમ લાંબા સમયથી ચુકવવામાં આવ્યુ ન હોવાનું નગરપાલીકાનાં સુત્રોએ જણાવ્યું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડવા માટે અગાઉ વસ્તી ઓછી હોવાનાં કારણે નગરપાલીકા હસ્તકનાં કુવાઓમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયું હતું. પરંતુ જેમ જેમ શહેરનો વિકાસ અને વસ્તી વધતાની સાથે રાજય સરકારનાં સિંચાઇ વિભાગ દ્વારા ઠેબી ડેમ બનાવી અને તેમાંથી અમરેલી શહેરની જનતાને ઘટતુ વધારાનું પાણી આપવા લાગ્યું આમ છતા શહેરની પીવાના પાણીની જરૂરીયાત દિન પ્રતિદિન વધતી જતી હોય. રાજય સરકાર દ્વારા અમરેલી જિલ્લાને પીવાનુ પાણી પુરૂ પાડવા માટે મહિપરીએજ યોજનાં અમલી બનાવી અને પાઇપ લાઇન દ્વારા પીવાનું પાણી પહોંચાડવાનું આયોજન હાથ ધર્યુ હતું. આ યોજના ર્પુણ થઇ જતા અમરેલી શહેરને મહિપરીએજ યોજના અંતર્ગત રાજયનાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા એક હજાર લીટરનાં ભાવે વેચાતુ પાણી અમરેલી નગરપાલીકા દ્વારા ઉપાડવાનું શરૂ કરવામાં આવ્યું. આમ આ પેટે અમરેલી નગરપાલીકાએ રાજયના પાણી પુરવઠા બોર્ડને લાંબા સમયથી રૂપિયા અંદાજે 30 કરોડ જેવી રકમ ચુકવવાની બાકી છે. આ ઉપરાંત શહેરની પીવાનાં પાણીની જરૂરીયાતમાં કોઇપણ ઘટાડો ન થયો અને ઉલ્ટાની પાણીની માંગ વધવા લાગતા અમરેલી પાલીકા દ્વારા ઠેબી, મહિપરીએજ યોજનાનું પાણી પુરતુ ન થતુ હોય. વધારાનું પાણી મેળવવા માટે રાજય સરકારમાં ખોડીયાર ડેમમાંથી પાણી ઉપાડવાની કેટલાક વર્ષો પહેલા માંગણી કરવામાં આવી હતી. જે મંજુર કરવામાં આવ્યાં બાદ અમરેલી પાલીકા દ્વારા ઠેબી ડેમ તેમજ ખોડીયાર ડેમમાંથી પાણી ઉપાડવામાં આવી રહયું છે. તે પેટે રાજયનાં સિંચાઇ વિભાગને અંદાજે રૂ. 10 કરોડ જેવી રકમ ચુકવવાની લાંબા સમયથી બાકી છે. આમ અમરેલી પાલીકાએ પાણી પુરવઠા બોર્ડ તેમજ સિંચાઇ વિભાગને અંદાજે રૂ.40 કરોડ જેવી રકમ લાંબા સમયથી ચુકવવાની બાકી છે.


error: Content is protected !!