Main Menu

Saturday, December 14th, 2019

 

14-12-2019


રાજુલામાં નેશનલ હાઇવે પ્રશ્ર્ને લોક આંદોલનનું રણશીંગુ ફુંકાશે

રાજુલા,સૌરાષ્ટ્ર માં આવેલ એક માત્ર એવો જીલો છે જ્યાં સુવિધા ના નામ ની એક પણ ચીજ વસ્તુ નથી ખાસ કરી સ્ટેટ હાઇવે નેશનલ હાઇવે મોટાભાગ ના માર્ગો નો સમાવેશ થાય છે પરંતુ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર માંથી કોઈ એ ઈરાદા પૂર્વક બ્રેક મારી હોય તેવા સંકેતો જોવા મળી રહ્યા છે જે છે આ અમરેલી જીલો અને તેમાં પણ અતિ મહત્વ નો વિસ્તાર રાજુલા જાફરાબાદ માં આવેલ છે ઔદ્યગિક એકમો જેમાં દેશ ની પ્રખ્યાત કંપની ઓ ધમધમી રહી છે અને રાજુલા જાફરાબાદ ને જોડતા નેશનલ હાઇવે અને ગ્રામ્ય વિસ્તાર ના માર્ગો ની ની જે સ્થિતિ છે તે લગભગ સૌરાષ્ટ્ર ના એક પણ જિલ્લા માં આ પ્રકાર ની દયનિય સ્થિતિ તો નહીં જ હોય તેવી સ્થિતિ આ વિસ્તાર ની ઉભી થઈ છે લોકો વાહન ચાલકો રીતસર સિંહો ની જેમ ત્રાડો પાડી ગયા છે પરંતુ આ વિસ્તાર નું અને જિલ્લા ના વહીવટી તંત્ર નેશનલ હાઇવે ઓથોરિટી રાજ્ય સરકાર ને પેટ નું પાણી હલતુ નથી ત્યારે હવે ગ્રામ્ય વિસ્તાર ના લોકો આંદોલન ના માર્ગે આવ્યા છે લોકો ની હવે ધીરજ આ વિસ્તાર માં ખૂટી છે સમગ્ર વિસ્તાર ના ખેડૂતો પણ રોષે ભરાયા છે ખેડૂતો ના પાક વરસાદ ના કારણે ઘણું નુકસાન ગયું છે તેવા સમયે પાક પર ધૂળ ઉડી ઉડી જાય છે તો ક્યાંક ફૂટ ફૂટ ના ખાડા ઓ પણ પડી રહ્યં છે જેના કારણે સતત અકસ્માત ની ઘટના ઓ પણ બની રહી છે અને વાહન ચાલકો ને ખુબ મોટું નુકસાન પણ જય રહ્યું છે નાના મોટા વાહનો ને સતત આ માર્ગ પર ચાલતા વાહન ચાલકો ને 10 દિવસ એ જ વાહનો સર્વિચ કરાવવા ની ના છૂટકે જરૂર પડે છે અહીં મહત્વ ની વાત તો એ છે તમામ માર્ગો પર રાજનેતા ઓ પણ વારંવાર પસાર થાય છે ગ્રાઉન્ડ ઉપર ની શું સ્થિતિ છે તે તમામ માહિતી થી વાકેફ હોવા છતાં કોઈ પરિણામ આવતું નથી ગઈ કાલે દાતરડી ગામ રોષે ભરાય ને અચાનક હાઇવે પર ટોળું આવી ને ચકાજામ કરતા વહીવટરી તંત્ર અને પોલીસ તંત્ર ણ અધિકારી ઓ દોડી ગયા હતા અને ખેડૂતો ને સમજાવટ નો પ્રયાસ કર્યો હતો જોકે થોડીવાર માટે અહીં અધિકારી ઓ ને પણ અફડા તફડી સર્જાય હતી જોકે ખાતરી આપ્યા બાદ હાલ પૂરતો મામલો થાળે પડ્યો છે ત્યારે આ વિસ્તાર માં આવેલ ચારનાળા થી હિંડોરણા, છતડીયા, વિક્ટર, દાતરડી, નિંગાળા, ખેરા, પીપાવાવ ધામ, મજાદર, સહીત ના ગામો ના લોકો માં આ નેશનલ હાઇવે ના કારણે લોકો માં વધુ પડતી નારાજગી જોવા મળી રહી છે સ્થાનિક સરપંચો થી લઇ ને ખેડૂતો વારંવાર રજૂઆતો કરે છે .પરંતુ આ બહેરું તંત્ર અને નેશનલ ઓથોરિટી ના અધિકારી ઓ આ વાત ની હજુ સુધી ગંભીરતા લેહતા નથી તે આશ્ર્જ્નક ઘટના ઉભી થઈ છે જયારે લોકો આગામી દિવસો માં સમગ્ર ગ્રમ્ય વિસ્તાર ના ખેડૂતો સરપંચો હાઇવે ઉપર આવી ઉગ્ર આંદોલન ની તૈયારી ઓ કરી રહ્યા ના પડઘમ વાગી રહ્યા છે અને સ્થિતિ વધુ ઉગ્ર થવા ની પુરી સંભવના જોવા મળી રહી છે અને મામલો દિવસે દિવસે વધુ ઉગ્ર બની રહ્યો છે


અમરેલીમાં 25 કરોડનાં ખર્ચે લાઠીરોડે ઓવરબ્રીજ બનશે

અમરેલી,અમરેલીનાં લાઠી રોડ ઉપર અંદાજે 40 થી વધ્ાુ સોસાયટીઓ આવેલી છે. અને આ સોસાયટીઓમાં અંદાજે 30 હજારની વસ્તી વસવાટ કરી રહી છે. તેમજ ભાવનગર, અમદાવાદ તેમજ બહારનાં વિસ્તારને સીટી સાથે જોડતો આ મુખ્ય માર્ગ છે. અને આ રોડ પરથી અંદાજે રોજનાં 300થી વધ્ાુ નાના મોટા વાહનોની અવર જવર થતી હોય છે. ત્યારે લાઠી રોડ પર આવેલ. રેલ્વે ફાટક બંધ હોય ત્યારે બંને તરફ ખાસો સમય વાહનોની કતાર લાગી જાય છે. આ સમસ્યા દુર કરવા આજરોજ ભાવનગર પ્રાદેશીક નીયામક કચેરીનાં બે ઇજનેરોએ રૂ. 25 કરોડથી વધ્ાુનાં ખર્ચે ઓવરબ્રીજ બનાવવા માટે આજરોજ સર્વે કર્યો હતો. અને આસપાસનાં રહેણાંક તેમજ દુકાનદારોનું રોજકામ પણ કરવામાં આવ્યું હતું. રેલ્વેતંત્રની મંજુરી મળ્યાબાદ આ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ટુંક સમયમાં હાથ ધરવામાં આવશે તેમ નગર નિયામક કચેરીનાં ઉચ્ચ સુત્રોએ જણાવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલીનાં લાઠી રોડ પર આવેલ રેલ્વે ફાટક બંધ હોય ત્યારે બંને તરફ લાંબી વાહનોની કતાર લાગી જતી હોય. રાજયનાં શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આ રસ્તા પર ઓવરબ્રીજ બનાવવા માટે ભાવનગર પ્રાદેશીક નીયામક કચેરીને સુચના આપેલ. જે અંતર્ગત આજરોજ ભાવનગર પ્રાદેશીક નીયામક કચેરીનાં ઇજનેર હિરેનભાઇ ચુડાસમા તથા તેમનાં સાથી ઇજનેરે આજરોજ લાઠી રોડ પર રૂ.25 કરોડથી વધ્ાુનાં ખર્ચે ઓવરબ્રીજ બનાવવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. અને આ બંને ઇજનેરોએ કોલેજ સર્કલથી મોહનનગર સુધી બંને તરફ 250થી 300 મીટરનાં શ્ર્લોબવાળો ઢાળ બનાવી અને ઓવરબ્રીજ બનાવવા માટે સર્વે કરી આસપાસનાં રહીશોનું પંચનામુ પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજ રેલ્વે ફાટક પાસે નવ મીટર એટલે કે 27 ફુડ ઉંચો બ્રીજ રહેશે. તદઉપરાંત આ પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરી અને રાજય સરકારને મોકલી આપવામાં આવશે. સાથો સાથ રેલ્વેમંત્રાલયની મંજુરી મળ્યા બાદ આગામી છ માસથી વધ્ાુ સમયમાં અમરેલીની જનતાને ઓવરબ્રીજ રૂપે નવી ભેટ મળશે. અને આ રોડ પર ટ્રાફિક સમસ્યા પણ હલ થશે.


રાજુલાનાં ગામોમાં ભર શિયાળે વરસાદ

રાજુલા,રાજુલા જાફરાબાદ ના કેટલાક ગામો મા આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો વાદળ છાયુ વાતાવરણ અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમીધારે વરસાદ નુ આગમન થયુ હતુ જેમા જાફરાબાદ તાલુકા ના સરોવડા,કાગવદર અને રાજુલા ના કાતર,કોવાયા,લોઠપુર સહીત ના દરિયા કાંઠા ના ગ્રામ્ય વિસ્તાર મા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા જોકે આ પ્રકાર ના વાતાવરણ થી લોકો અને ખેડૂતો ની ચિંતા વધી ગઈ હતી જોકે વરસાદ કેટલાક અમુક ગામો પૂરતો ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો જેને લઈ ને ખેડુતો ઉપર ફરી ચિંતા વધી છે


અમરેલીમાં કોંગ્રેસ દ્વારા સ્વચ્છતા રથના તાયફા સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરાયો

અમરેલી,અમરેલી નગરપાલિકા વિસ્તાર માં તૂટેલા રોડ રસ્તા,ધૂળ ની ડમરી અને ગંદકી ની ભરમાર વચ્ચે પણ ગુજરાત સરકાર દ્વારા પ્રજા ના પૈસા થી તાયફા કરવા માટે આજે અમરેલી માં સ્વચ્છતા રથ ફેરવવા માં આવેલ હતો. અમરેલી શહેર ધૂળ ની ડમરીઓ અને ગંદકી ના લીધે રોગચાળા ના ખપ્પર મ હોમાયેલ હોય ત્યારે પ્રજા ને પડતી મુશ્કેલી નો સાચા રસ્તે નિકાલ કરવાને બદલે ભોળી પ્રજા ને ગુમરાહ કરવા ના હેતુ થી આવેલ સ્વચ્છતા રથ ને અમરેલી કોંગ્રેસ પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કરી પ્રજા ને પડતી મુશ્કેલી ને વાચા આપવા વિરોધ પ્રદર્શન કરવા માં આવેલ હતું.આ કાર્યક્રમ માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી અર્જુનભાઇ સોસા,નગરપાલિકા નેતા વિપક્ષ સંદીપભાઈ ધાનાણી,નગર સેવક શ્રી બી.કે.સોલિયા,હંસાબેન જોષી, હિરેન ટીમણિયા,જિલ્લા કોંગ્રેસ ના લલિત ઠુમર,જનકભાઈ પંડયા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી મનીષભાઈ ભંડેરી,વિપુલભાઈ પોકિયા સહિત ના લોકો જોડાયા હતા


વંડા પોલીસ સ્ટેશનના હથીયારના કેસમાં મુન્નાભાઇ વિછીયા સહિત બેનો કબજો લેતી અમરેલી પોલીસ

અમરેલી,અમરેલી જિલાના વંડા પોલીસ સ્ટેશનના છ હથીયારોના ગુનામાં ફરાર રબારીકાના શીવરાજભાઇ (મુન્નાભાઇ)વીછીયા તથા ગૌતમભાઇ ખુમાણ નામના બે આરોપીઓનો કબજો લઇ અને પોલીસ દ્વારા સાવરકુંડલામાં પુરાવાઓની શોધખોળ કરાતા કોઇ પુરાવા હાથ ન લાગતા તેને રીમાન્ડ ઉપર લેવા કોર્ટ સમક્ષ રજુ કરાયા હતા આ બન્નેને પોલીસે કોર્ટ સમક્ષ રજુ કરતા તેમણે પોલીસે માર માર્યાની ફરિયાદ આપી કરી હતી આથી કોર્ટે તેને સારવાર અપાવવાનો હુકમ કરતા બન્નેને દવાખાને ખસેડાયા હતા જયાં રાત્રે હોસ્પિટલમાંથી રજા અપાતા બન્નેને ફરી કોર્ટ સમક્ષ લઇ જવાયા હોવાનું જાણવા મળેલ છે.


ચોમાસુ વિદાય લેવાનું નામ લેતુ નથી:જિલ્લાના ખાંભામાં બપોરના સમયે માવઠાથી અફડાતફડી

ખાંભા,ખાંભા તાલુકા ભરમાં છેલ્લા ચાર દિવસથી વાદળ છાયુ વાતાવરણ રહેવાથી ખેડુતોમાં ઉચાટ ફેલાયો છે.તેમાં બપોરે વરસાદી છાંટા પડતા ખેડુતો અને ગૃહીણીઓમાં અફડા તફડીનો માહોલ સર્જાયો છે.ચારેક દિવસથી ખાંભા તાલુકા ભરમાં ઠંડી ગરમી અને વાદળ છાયુ વાતાવરણ રહેવાથી અને તા.13 ના રોજ બપોરે વરસાદી છાંટા પડવાથી ઘઉ,જીરૂ, બાજરી, ચણા અને ઉભા કપાસને ભારે નુકશાન પહોંચવા પામેલ છે. વરસાદી છાંટા પડવાથી ખેડુતો તથા ગૃહીણીઓમાં ભારે અફડા તફડીનો માહોલ સર્જાવા પામેલ છે.4 દિવસથી 24 કલાકમાં ત્રણ રૂતુઓનાં કારણે વાયરલ ઇન્ફેક્શનના કવરણે શરદી, ઉધરસ અને ગળામાં બળતરા અને સાદ બેસી જવાના રોગ અળાયે માથુ ઉચકતા દર્દીઓથી ખાનગી અને સરકારી દવાખાનાઓમાં ભીડ જોવા મળે છે.


ઉડતા અમરેલી : જિલ્લામાં 24 કલાકમાં 153 દારૂડીયા લોકઅપમાં પુરાયા

અમરેલી,અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા રેકર્ડબ્રેક કામગીરી કરાઇ હતી આજે છેલ્લા 24 કલાકમાં પોલીસ તંત્રએ પીધ્ોલા અને દારૂ વેંચવાવાળા મળીને કુલ 187 કેસો કરાયા હતા જે અમરેલી જિલ્લામાં પહેલી વખત જ કરાયા છે.અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં દારૂ પીને વાહન ચલાવતા દસ અને રસ્તા ઉપર ઝુમતા 143 તથા દેશી દારૂ વેંચતા 27, ઇંગ્લીશ દારૂ વેંચતા 7 અને બે દારૂ બનાવવાની ચાલુ ભઠી મળીને કુલ 187 સફળ કેસો કરાયા છે જે અમરેલી જિલ્લામાં વિક્રમજનક છે.ગુનેગારને 24 કલાક કલોઅપમાં રાખવાની એસપી શ્રી નિર્લિપ્ત રાયની કાર્ય પધ્ધતી છે અને તેમના દ્વારા અમરેલી જિલ્લામાં નશાખોરો સામે અવિરત લડાઇ ચાલી રહી છે. અને જાણવા મળતી માહીતી અનુસાર શરાબીઓેની આદતને કાયમી રીતે હળવી કરવા માટે અનોખી ઢબે હળવા કરવા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ગંભીરતાથી વિચારણા કરાઇ રહી હોવાથી ટુંક સમયમાં જ કાર્યવાહી થશે.


error: Content is protected !!