Main Menu

Monday, December 16th, 2019

 

ધરાઇમાં પીણાની બોટલમાંથી મળેલ લાળના DNAએ ચોરી સાબીત કરી

આજ સુધી અમરેલી જિલ્લાના ઇતિહાસમાં કયારેય કોઇ ચોરી કરનારા ચોરને સજા નથી પડી પણ હવે આ વાત ભુતકાળ બની જાય તેવું સીબીઆઇની કે પછી સીઆઇડી ની તપાસને પણ ટપી જાય તેવું ઇન્વેસ્ટીગેશન અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયે અમરેલીની ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ઓફીસર શ્રી વાઘેલા પાસે કરાવ્યું હતુ અને તેમા કોઇ કલ્પી ન શકે તેવી જગ્યાએથી પોલીસે ચોરના સામે સજજડ પુરાવો શોધ્યો હતો જેનાથી ચોરની સજા પાકી બની જશે.
આજ સુધી ચોર ચોરી કરે ત્યારે તેને જોવા વાળું કોઇ ન હોય અને પોલીસે પકડેલા ચોર જે તે વખતે ચોરી કબુલે એટલે પોલીસનું ગુનો ઉકેલવાનું કામ પુરુ થતું અને આ કેસ જયારે કોર્ટમાં જાય ત્યારે ચોરના કબુલાતનામા અને મુદામાલની રીકવરીના પુરાવા સીવાય કોઇ સાંયોગીક પુરાવા ન ન હોવાને કારણે લગભગ ચોર છુટી જતા હોય છે તે જેટલો સમય ટ્રાયલ ચાલે અને જેલમાં રહે એ જ તેની સજા છુટીને ફરી એના એજ ધંધ્ો લાગી જતા પણ આ વખતે અમરેલી જિલ્લામાં પ્રસિધ્ધ યાત્રાધામ બાબરાના ધરાઇ ખાતે ચોર ઠાકોરજીના ઘેર ચોરી કરવા ગયા હતા ધરાઇની ગીરીરાજજીની હવેલીમાં ખાબકીે ચોર શ્રાવણ માસ આસપાસ હવેલીમાંથી દાનપેટીની રોકડ રકમ, સોના ચાંદીની વસ્તુ્ઓ, ચાંદીની આરતી વિ. મળી કુલ કિં.રૂ.1,80,000/- ની ચોરી કરી ગયેલ પોલીસે તપકાસ શરૂ કરી બે લાખ જેવી મોટી રકમ ગઇ હતી અને શ્રધ્ધ્ોય ધાર્મિક સ્થળ હતુ જેથી આ ચોરીની તપાસ એસપીશ્રી નિર્લિપ્ત રાયે અમરેલી ક્રાઇમ બ્રાંચના બાહોશ અધિકારી શ્રી ડી.કે. વાઘેલાને સોંપી એસપીશ્રી દ્વારા પોલીસની ભાષામાં જેને સીન ઓફ ક્રાઇમ કહે છે તે એટલે કે ગુનો બનેલ જગ્યાનું નિરીક્ષણ કે અપરાધીએ શુ કર્યુ છે અને કેટલા પુરાવા છોડયા છે તેનું સચોટ નિરીક્ષણ કરાયું ચોરી હવેલીમાં ચોરી કરી ગામના પાદરમાં આવેલી પાનબીડીની કેબીનમાં ચોરી કરી હોવાનું જણાયું અને કેબીનમાંથી ચોર ઠંડાપીણાની બોટલ લઇ ગયા હતા અને નજીકની એક વાડીએ બેસીને પાન-માવા ખાઇ ઠંડાપીણાની બોટલમાંથી ઠંડુ પીધ્ાું હતુ તે દેખાઇ આવતા એસપીશ્રી નિર્લિપ્ત રાયના માર્ગદશર્ન હેઠળ પોલસેે એ બોટલમાં વધ્ોલ પીણાને કબજે લીધ્ાુ હતુ બીજી તરફ પોલીસે બીછાવેલી જાળમાં એક મહીને ચોર ગેંગ સપડાઇ અને પકડાઇ ગઇ પણ તેની સામે સાંયીગીક પુરાવા શુ શોધવા તે પ્રશ્ર્ન હતો હવેલીમાં સીસીટીવી કેમેરાના ફુટેજમાં ચોરોએ બુકાની બાંધી હોય તે ઓળખાય તેમ નહતા આવા સમયે પોલીસે કબજે કરેલી પેલી ઠંડાપીણાની બોટલને અને આરોપીઓની લાળને મેળવવા એસપીએ ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને અમરેલીનો વતની કાળુ વેરશીભાઇ વાઘેલા કે જે રીઢો ગુનેગાર છે તેના ડીએનએ મેચ થયા અને તેણે જ ચોરી કરી બોટલ ત્યા રેઢી મુકી હોવાનો જોરદાર સાયન્ટીફીક પુરાવો પોલીસે મેળવ્યો.
મંદિરની ગ્રીલ ઉપરથી એક આરોપીના ફીંગરપ્રીન્ટ મેચ થયા જેના કારણે આ ચોર ગેંગને સજા થાય તેવા પુરતા પુરાવાઓ પોલીસે ભેગા કર્યા અને હવે જયારે આ કેસ કોર્ટમાં ચાલશે ત્યારે ચોરોને અચુક સજા થવાની તેમા કોઇ શંકા નથી.


ગીરના જંગલમાં મે 2020 થી સિંહની વસ્તી ગણતરી હાથ ધરાશે

અમરેલી,
સમગ્ર દેશમાં એક માત્ર સિંહોનો વસવાટ છે તેવા ગીર તેમજ બૃહદ ગીરમાં સિંહો વસવાટ કરી રહયા છે. અને આ સિંહોની વસ્તી ગણતરી રાજ્યના વન સામાજીક વનીકરણ વિભાગ દ્વારા દર પાંચ વર્ષે હાથ ધરવામાં આવે છે.
આગામી મે 2020 ના રોજ સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી કરવા માટે જુનાગઢ, અમરેલી ઉપરાંત સૌરાષ્ટ્રમાં આવેલ નવ વિભાગની કચેરીના કર્મચારીઓને આ કામગીરીમાં જોતરી દેવામાં આવશે. આજથી પાંચ વર્ષ પહેલા સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે 522 જેટલા સિંહો નોંધાયા હતા. તેમ વન ભિાગના સુત્રોએ જણાવ્યુ હતુ.
સમગ્ર દેશમાં સૌથી વધ્ાુમાં વધ્ાુ જો સિંહોનો વસવાટ હોય તો તે જુનાગઢ જીલ્લામાં આવેલ ગીરનું જંગલ તેમજ સાવરકુંડલા આસપાસના વિસ્તારને બૃહદ ગીર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં પણ મોટી સંખ્યામાં સિંહો વસવાટ કરી રહયા છે. રાજ્યના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે છે. આ વખતે મે 2020 ના રોજ ફરીથી સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આ કામગીરી માટે અમરેલી, જામનગર, જુનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતની કચેરીઓના આ કામગીરી કરતા નિષ્ણાંત કર્મચારીઓને આ કામગીરીમાં જોડવામાં આવશે. વન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંહોના આશ્રેય સ્થાન તેમજ પીવાના પાણીના અવેડા, જરણા, નદીની આસપાસના વિસ્તારોમાં આ કર્મચારીઓની ટીમો બનાવી અને ત્રણ દિવસ સુધી સિંહોની થતી અવર જવર ઉપર બાજ નજર રાખી અને સિંહોન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. આજથી પાંચ વર્ષ પહેલા એટલે કે 2015 માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે 522 જેટલા સિંહો જોવા મળ્યા હતા. આમ પાંચ વર્ષ બાદ ફરી વખત સિંહોની વસ્તી ગણતરી હાથ ધરવામાં આવનાર છે ત્યારે સંભવત 1000 ના આંકડાને આંબી જાય તેવી સંભાવના છે. તેમ વન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.


error: Content is protected !!