Main Menu

Thursday, December 19th, 2019

 

19-12-2019-2


કિસાન સહાય યોજના રજીસ્ટ્રેશનમાં અમરેલી જીલ્લો રાજ્યમાં પ્રથમ

અમરેલી,સમગ્ર રાજ્યમાં છેલ્લે સારો એવો વરસાદ પડવાના કારણે ખેડુતોને આર્થિક નુકશાની ભોગવવી પડતા તેઓની સ્થિતિ દયનીય અને કફોડી બની જતા ખેડુતોને કિસાન સહાય યોજના હેઠળ વળતર ચુકવવાની રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત સમગ્ર રાજ્યમાં આજ સુધીમાં 1 લાખ 20 હજાર જેટલા ખેડુતોએ વળતર મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી લીધ્ાુ છે. અને બાકી રહેતા ખેડુતોએ તા. 31/12 સુધીમાં ગમે ત્યારે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ કામગીરીને ઝડપી અને સુદ્રઢ બનાવવા માટે અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓએ રાત દિવસ જોયા વિના મહેનત કરતા તેના ફળ સ્વરૂપે અમરેલી જીલ્લાએ સમગ્ર રાજ્યમાં ગૌરવ વંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. તેમજ જીલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યુ હતુ કે આગામી દિવસોમાં આવેલી અરજીઓ પરથી ખેડુતોને વળતર ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
અમરેલી જીલ્લામાં છેલ્લે સારો એવો વરસાદ પડવાના કારણે ખેડુતોના ઉભા પાક જેવા કે સીમમાં પડેલ મગફળીના પાથરા, કપાસ તેમજ કઠોળના પાકને અતિવૃષ્ટિના કારણે ખેડુતોને ભારે નુકશાન થયુ હતુ. અમરેલી જીલ્લામાં કુલ 2 લાખ 65 હજાર ખાતેદાર ખેડુતોમાંથી 1 લાખ 20 હજાર જેટલા ખેડુતોએ વળતર મેળવવા માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લીધ્ાુ છે. જ્યારે બાકી રહેતા ખેડુતોએ પોતાનું રજીસ્ટ્રેશન તા. 31/12 સુધીમાં ગમે ત્યારે કરાવી શકશે. જીલ્લામાં કુલ 625 ગામડાઓ પૈકી 256 ગામડાઓમાં રજીસ્ટ્રેશન કરવાની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. અને બાકીના ગામોમાં રહેતા ખેડુતો તા. 31/12 સુધીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી લે તે માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમજ ખેતીવાડી ખાતાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ જહેમત ઉઠાવી રહયા છે. સાથો સાથ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં 45 ટકા જેવી કામગીરી પુર્ણ કરીને અમરેલી જીલ્લાએ પ્રથમ નંબર મેળવી ગૌરવ વંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ કામગીરી ઝડપી અને ઉતકૃષ્ટ થાય તે માટે અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક સતત આ બાબતે ધ્યાન આપી રહયા છે. આ ઉપરાંત અમરેલી જીલ્લામાં વળતર મેળવવા માટે અરજી કરનાર ખાતેદાર ખેડુતોને ટુંક સમયમાં વળતરની રકમ ચુકવવાનું શરૂ કરવામાં આવશે તેમ અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓકે જણાવ્યુ હતુ.
અમરેલી જીલ્લામાં અત્યાર સુધીમાં 45 ટકા કરતા વધ્ાુ કામગીરી પુર્ણ થઇ ગઇ છે. અને બાકીનાનું રજીસ્ટ્રેશન 31/12 સુધીમાં ખેડુતો પોતાની અરજીઓ કરી શકશે. આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા માટે અમરેલી જીલ્લા કલેકટર આયુષ ઓક ખેડુતોના પ્રશ્ર્ન માટે સતત ચિંતીત બની અને વહીવટી તંત્રને આ કામગીરી માટે જોતરી દેવામાં આવ્યુ છે. આમ અત્યાર સુધીમાં સમગ્ર રાજ્યમાં સૌથી વધ્ાુમાં વધ્ાુ પ્રથમ નંબરે 42.90 ટકા જેટલુ રજીસ્ટ્રેશન કરાવી અને સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર કામગીરી બની રહી છે. જ્યારે બીજા નંબરે બોટાદ જીલ્લામાં આ કામગીરી 42.23 ટકા થઇ છે. ભાવનગર જીલ્લામાં 35.81 ટકા,રાજકોટ જીલ્લામાં 33.46 ટકા , જામનગર જીલ્લામાં 32.08, જુનાગઢ 37.36 ટકા, પોરબંદર 20.33 ટકા, મોરબી 27.42 ટકા, કચ્છ 20.11 ટકા, જ્યારે સૌથી ઓછી કામગીરી ભરૂચમાં 8.18 ટકા જેવી કામગીરી ( રજીસ્ટ્રેશન) કરવાની કામગીરી પુર્ણ થઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલી જીલ્લાના બાહોશ અને હોનહાર જીલ્લા કલેકટર આયુષ ઓક દ્વારા આ રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેતીવાડી ખાતાના તેમજ અન્ય અધિકારીઓને સતત સુચનાઓ અને માર્ગદર્શન આપી રહયા હોય. જેના કારણે સમગ્ર રાજ્યમાં અમરેલી જીલ્લાએ ગૌરવ વંતુ સ્થાન પ્રાપ્ત કર્યુ છે.


રાજુલામાં દારૂબંધીના ધજાગરા ઉડાવનાર પોલીસ કોન્સટેબલ સસ્પેન્ડ

અમરેલી,દારૂના વેપારીને ત્યા જાહેરમાં મે દારૂના સ્ટેન્ડ આપ્યા છે તેવું કહેનાર પોલીસમેન ખાનગી રીતે લેવાયેલ કલીપમાં કેદ થઇ જતા હરપાલસિંહ ગજરાજસિંહ જાડેજા નામના પોલીસમેન સસ્પેન્ડ થયેલ છે.
રાજુલા સૌશ્યલ મીડીયામાં કલીપ વાયરલ થઇ હતી જેના કારણે આ પોલીસમેનને એસપી શ્રી નિર્લિપ્ત રાયે તેની ગેરકાયદેસરની પ્રવૃતિઓ બદલ તેને તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કરેલ છે.


19-12-2019


error: Content is protected !!