Main Menu

Tuesday, December 24th, 2019

 

બગસરાના લુંઘીયા ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભારે ફફડાટ

બગસરા,
બગસરા પંથકમાં માનવભક્ષી દીપડાને ઠાર મરાયા બાદ પણ હજુ દીપડાએ દેખા દીધી હતી. આ વિસ્તારમાં અખબારોમાં વધ્ાુ દીપડા હોવાની વિગતો પ્રસિધ્ધ થયેલ. બગસરાના લુંઘીયા ગામમાં દીપડો દેખાતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ અંગે
દીપડો દેખાતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા મનસુખભાઇ ગોંડલીયાના ખેતરમાં પાંજરૂ મુકાયું છે.અને દીપડાને ગમે તેમ કરીને ઝડપી પાડવા ચાપતી નજર રાખવામાં આવી રહી છે. હાલ ખેતીની સીઝન હોવાથી ફરી દીપડો દેખાતા ખેડુતો મુંજાયા છે. આ અંગે લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે બગસરા પંથકમાં કેટલા દીપડા હશે? આ અંગે વન વિભાગ પણ વહેલી તકે તપાસ કરીને દીપડાઓને પાંજરે પુરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે.


અમરેલી સારહી યુથ કલબનાં સ્થાપક પ્રમુખ શ્રી મુકેશભાઇ સંઘાણીનો આજે જન્મ દિવસ

અમરેલી,સારહી યુથ કલબના સ્થાપક પ્રમુખ, અમરલી જીલ્લાના યુવાનો જેમની હાકલની રાહ જોતા હોય તેવા સાલસ સ્વભાવના અને યુવાનોના ર હબ2-માર્ગદર્શક મુકેશ સંઘાણી ના 48 મા જન્મ દિવસે તેમના વિશાળ મીત્ર સમુદાય, રાજકીય-સામાજીક-શૈક્ષણિક અગ્રણીઓ, શુભેચ્છકો દ્વારા  અભિનંદન વર્ષા કરવામા આવી રહી છે. અત્રે એ નોંધનીય છે કે, અમરેલી જીલ્લા યુવા ભાજપના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમ્યાન વન બુથ ટેન યુથનો નવતર પ્રયોગ સંગઠન કાર્યમા મૂકીને તે અંગેની પ્રસ્તુતી તે સમયના મુખ્યમંત્રી-વર્તમાન વડાપ્રધાન માન.શ્રી નરેન્ભાઈ મોદી સમક્ષ કરતા તેઓએ સરાહના સાથે સમગ્ર રાજયમા આ પ્રણાલીકાને સંગઠનાત્મક કાર્યમા આવરીલેવામા આવેલ જેનો શ્રેય મુકેશ સંઘાણીના ફાળે જાય છે. સામાજીક પ્રવૃતિમા પણ મુકેશ સંઘાણી સક્રિય છે જેમા સારહી સંસ્થાના માધ્યમથી હોસ્પિટલમા દર્દીના2ાયણને ફ્રુટ વિતરણ, સર્વ2ોગ નિદાન કેમ્પ, જન્માષ્ટમી લોક મેળો, ગણેશ ઉત્સવ, સામાજીક પ્રવૃતિઓ અને કુદરતી આફતોમા યુવાફોજ સાથે અડીખમ સેવા પુ2ી પાડતી માનવસેવા પ્રવૃતિ એ સંઘાણીનો સેવા મંત્ર છે. મુકેશ સંઘાણી અનેક સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ખાસ કરીને યુવાનો માટે અડધી રાતનો હોકારો કહી શકાય તેવા મુકેશ સંઘાણીને લોકો દ્વારા તેમના મો. નં. 94269 14666 ઉપર અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવાઈ 2હી છે.


ધારીનાં ડાભાળીમાં સિંહે શ્રમીકને મોતને ઘાટ ઉતાર્યો :સિંહ પાંજરે પુરાયો

ડાભાળી,ગુજરાતના સૌરાષ્ટ્રમાં એશીયાટીક સિંહ નવલુ નજરાણુ છે. સૌરાષ્ટ્રના આભુષણરૂપ સિંહ સહિતના અનેક વન્ય પ્રાણીઓ ગીર જંગલ છોડી રેવન્યુ વિસ્તારમાં પરિભ્રમણ કરી અવાર નવાર માનવીઓ પર હિંસક હુમલાઓ કરી રહયા છે. જેમાં ખાસ કરીને દીપડાએ તાજેતરમાં જ બગસરા પંથકમાં ત્રણ વ્યક્તિઓને ફાડી ખાધા બાદ વન વિભાગની ગોળીએ ઠાર માર્યાના બનાવ બાદ ભાગ્યે જ હુમલો કરતા સિંહે વહેલી પરોઢે ડાભાળી(જીરા) ગામે સીમ વિસ્તારમાં પરપ્રાંતિય મજુર પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યાના બનાવના પગલે અમરેલી જીલ્લા સહિત સૌરાષ્ટ્ર ભરમાં ખળભળાટ મચી ગયો છે.
પરપ્રાંતિય મજુરને મોતને ઘાટ ઉતારનાર હિંસક સિંહને વન વિભાગે ગનથી બેભાન બનાવી પાંજરે પુરી આજીવન કારાવાસ માટે ઝુ માં ખસેડેલ છે.
આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ધારી તાલુકાના ડાભાળી(જીરા)ની સીમમાં રસીકભાઇ બાંભરોલીયાની વાડીમાં ખેતર ભાગવુ રાખેલ મજુર કાળુભાઇ મોતીભાઇ બીલવાલ (રહે.મધ્યપ્રદેશ) વહેલી સવારના 6 કલાક આસપાસ કુદરતી હાજતે ગયેલ ત્યારે અચાનક આવી ચડેલા સિંહે તેની ઉપર હુમલો કરી ગંભીર ઇજા સાથે અંદાજે 1 કિ.મી. સુધી ઢસડી લઇ જતા કાળુભાઇનું મોત થયુ હતુ દરમ્યાન આ ઘટનાની જાણ વાડી માલીકને થતા તેમણે ગામના સરપંચ ચંદ્રેશભાઇ ભાભલુભાઇ વાળાને જાણ કરતા તેઓએ તુરંત જ વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટર જાડેજા તથા વન વિભાગના સ્ટાફે ઘટના સ્થળે દોડી આવી કાળુભાઇની માથે પંજો રાખી બેઠેલા સિંહને દુર ખસેડવા પ્રયાસો હાથ ધરી મહામહેનતે સિંહના કબ્જામાંથી મૃતદેહ છોડાવી અન્ય મારણ મુકીને સિંહને લલચાવતા ફરી સિંહ ત્યાં આવી ચડતા ગનથી બેભાન કરી સિંહને પાંજરે પુરી મૃતક કાળુભાઇની લાશને પીએમ માટે ધારી અને સિંહને પ્રાણી સંગ્રહાલય જુનાગઢ મોકલી આપેલ. સૌરાષ્ટ્રમાં ભાગ્યે જ સિંહ માનવ પર હુમલો કરતો હોય આજે હિંસક બનેલા સિંહે સીમ વિસ્તારમાં શ્રમીકને મોતને ઘાટ ઉતારતા વન વિભાગમાં પણ નવાઇ ફેલાઇ છે. સાથો સાથ સીમ વિસ્તારમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતા ગ્રામજનો અને ફોરેસ્ટ અધિકારીઓ ધારાસભ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, મીડીયાના પત્રકારો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ બનાવના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો બીજી તરફ વન વિભાગે તાત્કાલીક પગલા લઇ સિંહને પાંજરે પુરતા હાશકારો પણ અનુભવ્યો હતો.


જાફરાબાદમાં આગ : શ્રી હિરાભાઇ દોડી ગયાં

જાફરાબાદ, જાફરાબાદના આજે મોડીસાંજે આગ લાગી હતી અને મહોલ્લામાં અફડાતફડી મચી જવા પામી હતી સેવાભાવીઓ અને ખુદ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આગ બુજાવવા કુદ્યા હતા અને આગ કાબુમાં લીધી હતી જોકે સ્થાનિક સામાજિક અગ્રણી ઓ અને સેવાભાવી લોકો પણ અહીં મદદ એ દોડી આવ્યા હતા અને આગ પર પાણી નો મારો મારતા આગ કંટ્રોલ મા લીધી હતી જોકે ઘર ની મોટાભાગ ની ચીજ વસ્તુ બળી ને ખાખ થવા પામી છે જાણવા મળતી વિગત મુજબ જાફરાબાદના તુર્કી મહોલ્લામા મોડીસાંજે આગ લાગી હતી ત્યારે આ રહેણાંકી વિસ્તારમાં આગ લગતા અફડાતફડી મચી જતા આગ બુજાવવા ફાયર ફાયટર ઉપરાંત સેવાભાવીઓ દ્વારા પાણીનો મારો ચલાવ્યો હતો ઘટનાની જાણ થતા ખુદ પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આ આગમાં કુદ્યા હતા અને આગ બુજાવવા મથામણ કર્યા બાદ આગ કાબુમાં આવી હતી જોકે હીરાભાઇ સોલંકી થોડા દિવસો પહેલા ગીર સોમનાથ મા આવેલી હોટલ મ આગ લાગતા ત્યા પણ પોહચીયા હતા વારંવાર અકઅસ્મિત ઘટના મા જીવ ના જોખમે પોહચે છે


24-12-2019


error: Content is protected !!