Main Menu

Thursday, December 26th, 2019

 

26-12-2019


અમરેલીમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજનો જ્ઞાતિગૌરવ દિવસ ઉજવાયો

અમરેલી, અમરેલી તુલસી પાર્ટી પ્લોટમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જ્ઞાતિના ભગીરથ મહાસંમેલનને એક વર્ષ પૂર્ણ થતાં કુ. પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા જ્ઞાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમરેલી શહેર, જીલ્લો તેમજ સૌરાષ્ટ્ર , ગુજરાત તેમજ અન્ય રાજયોમાંથી જ્ઞાતિના આગેવાનો અને લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે સંતો મહંતોમાં બગસરા આપાગીગાની જગ્યાના મહંત પૂ. જેરામબાપુ, ચલાલા દાનબાપુની જગ્યાના લઘુમહંત મહાવિરબાપુ, ખોડિયાર મંદિરના લવજીબાપુ તેમજ વાપીના સ્વામીનારાયણ સંતો અને મહા મંડલેશ્ર્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી, સાંસદ નારણભાઇ કાછડિયા, ધારાસભ્ય અંબરીશભાઇ ડેર, અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયા, પૂર્વ મંત્રી બાબુભાઇ મેઘજીભાઇ શાહ, ગુજરાત કડિયા સમાજના પ્રમુખ અશોકભાઇ રાઠોડ, જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહિલ, મીનાબેન ગોહિલ, નારણબાપા, નાથાબાપા, મહુવાના લાલજીભાઇ મકવાણા, મુંબઇથી દિલીપભાઇ કાચા, અમદાવાદના વિનુભાઇ ચૌહાણ, સાવરકુંડલાના ગોવિંદભાઇ પરમાર, રાજકોટ જ્ઞાતિ મહિલા મંડળના ઇંદુબેન ગોહિલ, અમરેલી જ્ઞાતિના ઉપપ્રમુખ હરજીવનભાઇ ટાંક, મનસુખભાઇ ગેડીયા, ગોરઘનભાઇ ચોટલીયા, મહેશભાઇ જાદવ, સુરતના જયસુખભાઇ, રાજકોટ ચંદુભાઇ ગરનારા, અમરેલી જયેશભાઇ ટાંક, પ્રકાશભાઇ ટાંક, પ્રકાશભાઇ મોરી, જગદીશભાઇ પોરીયા, દિનેશભાઇ પોરીયા, ગોંડલના અવિંદભાઇ ટાંક, કાતરના દાદબાપુ કાઠી ક્ષત્રિય અગ્રણી, હસમુખભાઇ કાચા, વેરાવળથી ધીરૂભાઇ, રાજકોટથી જીતુભાઇ સોલંકી, વડોદરાથી દિપકભાઇ ગોહિલ, સુરતથી લક્ષ્મણભાઇ ગોહિલ, પીઠુભાઇ બોરીચા, ભાવનાબેન કાચા, મહેશભાઇ કાચા, પ્રવિણભાઇ રાઠોડ, બાબુભાઇ ભાલીયા સહિત સૌરાષ્ટ્ર , ગુજરાત અને બિજા રાજયો માંથી જ્ઞાતિના આગેવાનો અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ઉર્વીબેન ભરતભાઇ ટાંકે સતાધારના આપાગીગા, શામજીબાપુ, જીવરાજબાપુ, વિજયબાપુના આર્શીવાદ લઇ ને સૌને આવકાર્યા હતા. સેવા – સમર્પણ – સંગઠનનું બીજ આપણે રોપેલ છે. અમરેલીના યજમાન પદે આપણે જ્ઞાતિજનો વચ્ચે વિચારોની આપલે કરી. સમાજના યુવાધનને આગળ વધારવા તેમજ નારી શકિત સંગઠનને મજબુત બનાવવા હાંકલ કરી હતી. જ્ઞાતિએ પ્રગતિ કરવી હોય તો સમાજે આગળ આવવું જરૂરી છે. આ પ્રસંગે સુરતના નાથાબાપાએ જણાવેલ કે અમરેલીમાં ભરતભાઇ ટાંક દ્વારા જ્ઞાતિ સંમેલનને એક વર્ષ પૂર્ણ થતાં આપણે જ્ઞાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવી રહયા છીએ. ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ભકિતને વરેલો સમાજ છે. આપણા સમાજને અલખના ઓટલાની ભેટ મળી છે. આ પ્રસંગે અમરેલી જ્ઞાતિના ઉપપ્રમુખ હરજીવનભાઇ ટાંકે જણાવેલ કે, જ્ઞાતિના ભગીરથ સંમેલનમાં 1લાખ માણસો ભેગા થયા હતા. બીજા સમાજ કરતા આપણે આગળ આવું હોય તો સંગઠન જરૂરી છે. જુનાગઢના મેયર ધીરૂભાઇ ગોહિલે જણાવેલ કે , મુંબઇ માં મળેલ જ્ઞાતિ સંમેલનમાં પૂ. જીવરાજબાપુને હાથીની અંબાડી પર બેસાડીને સન્માન કર્યુ હતું. ભરત ટાંક નામના વિરલાએ ન ભુતો ન ભવિષ્યતી જ્ઞાતિ સંમેલન બોલાવેલ. જેને વર્ષ પૂર્ણ થતાં આજે ગૌરવ દિવસ તરીકે ઉજવેલ છે. બક્ષીપંચના કારણે આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓ એન્જીનિયર અને ડોકટર બની શકયા છે. આપણી જ્ઞાતિના વિદ્યાર્થીઓને કલાસવન અધિકારી બનાવવા માટે જી.પી.એસ.સી. અને આઇ.એ.એસ. ના કલાસ ચલાવવાના છે. તેમજ જ્ઞાતિ માટે આરોગ્ય અંગે પણ કામ કરવાનું છે. રાજકીય રીતે આગળ આવવા ભાજપની સભ્ય જુંબેશમાં સમાજના લોકોને જોડાવા આહવાન કર્યુ હતુ. રાજકારણ માં હશુતો જ્ઞાતિનો વિકાસ થશે સમાજને સાચી દિશા તરફ લઇ જવા માટે એકત્ર થયા છીએ. આપણા સમાજની આસ્થાનું કેન્દ્ર સતાધાર આપાગીગાની જગ્યા છે. ભરત ટાંક દ્વારા યુવાનોમાં જોશ રેડી રહયા છે. આપણા સમાજમાં છુટાછેડા એક કલક રૂપ છે. જેના માટે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા જુદી – જુદી સમિતીઓની રચના કરવામાં આવી હતી.
લાલજીભાઇ મકવાણાએ જ્ઞાતિ સંગઠન અને શિક્ષણ પર ભાર મુકયો હતો. ભરતભાઇ ટાંક દ્વારા અમરેલી શહેરમાં 75 હજાર વૃક્ષોવાવવા સંકલ્પ કરીને અમરેલી શહેર ને લીલીછમ વેલી બનાવવા સંકલ્પ કરેલ છે. આ કાર્યક્રમમાં કોફી ટેબલ બુક ગેલોપીંગ ગુજરાત 2018 ભગીરથ મહાસંમેલન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આજે દેશની દિશા બદલાઇ રહી છે. ત્યારે સમાજના ઉત્થાન માટે યુવાનોને આગળ આવવા ભરતભાઇ ટાંકે અપીલ કરી હતી. રાષ્ટ્રધ્વજ સાથે સન્માન પુર્વક જ્ઞાતિના લોકો , આગેવાનો, મંચસ્થ મહાનુભાઓએ રાષ્ટ્રધ્વજ લહેરાવી ગૌરવ દિવસ ઉજવ્યો હતો. ગેલોપીંગ ગુજરાતનો વિડીયો બતાવવામાં આવેલ.
ધારાસભ્ય અંબરીશભાઇ ડેરે જણાવેલ કે , જન્મ આપનાર માતા અને માતૃ ભૂમિના આપણે રૂણી છીએ. હું ટાંક પરિવારને અભિનંદન પાઠવુ છું કે આજના સમયમાં કોઇ વંચીત કે પીંડીત ન રહે તે માટે સમાજને આગળ ધપાવવાનો સરાહનીય પ્રયાસ છે. આજના સમયમાં બાહુબળ , ધનબળ અને સંગઠન જરૂરી છે.
સાંસદ નારણભાઇ કાછડીયાએ જણાવેલ કે 23/12/2018 ના ભગીરથ મહાસંમેલન બાદ જ્ઞાતિ ગૌરવ દિવસ ઉજવી રહયા છીએ. 25 હજાર કરતા વધારે લોકોને અમરેલી અમરડેરી દ્વારા રોજગારી પુરી પાડે છે. સંતો , રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, સમાજરક્ષા હશે તો જ બધ્ાુ બરોબર ચાલશે. મારા 32 વર્ષના કાર્યક્ષેત્રમાં ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા કયાંય પણ ફરિયાદ નથી આવી. આજે સમાજને ટેકાની જરૂર છે માટે ગોવાળીયા બની ભરતભાઇ અને ઉર્વીબેનને સમાજ ટેકો કરે. શિક્ષણ એક એવી ચીંજ છે જેમાં કોઇનો ભાગ લાગતો નથી. જે કન્યાદાન કરતા પણ વિદ્યાદાન મહાન છે.
મહામંડલેશ્ર્વર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજીએ જણાવેલ કે આ ગુજરાત મારૂ પિયર છે. અને માં બહુચર ને હુ વંદન કરુ છું. સમાજ માટે ટાંક પરિવારે મોટો ભગીરથ પ્રયાસ કર્યો છે. પૂ. મોરારીબાપુએ કિન્નર સમાજ માટે કથા યોજીને બહુ મોટું કામ કરેલ. હુ વિશ્ર્વ એડવાઇઝરી માં રહી છું. માતાનું ૠણ ચુકવવા કંઇક કરી છુટવાની ભાવના રાખો. સમાજે પોતાના હકકો માટે અવાજ ઉઠાવવો જરૂરી છે.
આ પ્રસંગે ભરતભાઇ ટાંકે જણાવેલ કે ભગીરથ મહાસંમેલન સુવર્ણ અક્ષરોમાં લખાય ગયેલ હોય. અમરેલીની ધરતી પર જ્ઞાતિ ગૌરવ દિવસ ઉજવી રહયા છીએ. ગુજરાત ભરમાં 15 થી 17 લાખ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ છે. ભગીરથ મહાસંમેલન યોજાયેલ ત્યારે પૂ. વિજયબાપુએ જણાવેલ કે, આવા સંમેલનો દર ત્રણ વર્ષ થવા જોઇએ. યુવાનોને એક પ્લેટફોર્મ પુરુ પાડવા આજે જ્ઞાતિ ગૌરવ દિવસ ઉજવેલ છે. અને ભવિષ્યમાં એક નામ અને એક ઓળખ સાથે આપણો સમાજ આગળ વધ્ો ઓલ ઇન્ડિયા માટે કમિટી બનાવાઇ રહી છે.
પૂર્વ મંત્રી બાબુભાઇ શાહે જણાવેલ કે, મહેનત વગર કંઇ મળતું નથી. ભરતભાઇ ટાંકને ગુરુકૃપાથી સમાજનો આવકાર મળ્યો છે. જ્ઞાતિએ ગંગા છે જેનું આચમન પણ પર્વીત્ર છે. ઉર્વીબેનને પાયાના સંસ્કાર મળ્યા છે.


રેન્જ આઈ જી શ્રી અશોકકુમાર યાદવ અમરેલીની મુલાકાતે

અમરેલી,પોલીસ એ પ્રજા નો મિત્ર છે અને લોકો ની સુખાકારી માટે પોલીસ દિનરાત મહેનતકરી લોકો ની સુરક્ષા માટે તત્પર છે ત્યારે રેન્જ આઈજી દ્વારા હાલ 20 વર્ષ બાદ શેરી મહોલ્લા માં લોકો સુધી પહોંચી લોકો ની ફરિયાદ સાંભળવા નો નવતર અભિગમ સામે આવ્યો છે જે અંતર્ગત સાવરકુંડલા માં આજ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા રાજુલા તથા સાવરકુંડલા ની મુલાકાતે હતા અને સાવરકુંડલા માં દલિત મહોલ્લા માં લોકો ના પ્રશ્ર્નો સાંભળ્યા હતા અને તેનું નિરાકરણ કર્યું હતું . આજ રોજ રેન્જ આઈ જી અમરેલી જિલ્લા માં પોલીસ ઇન્સ્પેકશન માં છે જે સંદર્ભે રાજુલા પોલીસ સ્ટેશન ની મુલાકાતે હતા તેમજ પોલીસ અધિકારી શ્રી ઓ દ્વારા શેરી મહોલ્લા માં પહોંચી લોકો ને સાંભળવાનો નવતર અભિગમ સાથે આજ રોજ સાવરકુંડલા ના ખોડિયાર સોસાયટી વિસ્તાર માં રૂબરૂ પહોંચ્યા હતા અહીં દલિત સમાજ ની વસ્તી છે જેથી તમામ દલિત અગ્રણી ઓ નાં પ્રશ્ર્નો સાંભળ્યા હતા અને નિરાકરણ કર્યું હતું ત્યારે પોલીસ દ્વારા લોકો ની સુખાકારી માટે શેરી મહોલ્લા માં પહોંચી લોકો ના પ્રશ્નો નું નિરાકરણ કરવાની પહેલ થી લોકો એ રાજીપો વ્યક્ત કર્યો હતો ત્યારે અહીં અમરેલી એસપી નિર્લિપ્ત રાયની ભારો ભાર લોકોએ પ્રશંસા કરી હતી અને તેમની કામગીરી ને ખૂબ બિરદાવી હતી. ખાસ કરી અમરેલીમાં અનેક મોટા ગુન્હાહિત પ્રવૃત્તિ ધરાવનારા ભૂ માફિયા ઓ બુટલેગરો સામે કાયદા નું શસ્ત્ર ઉઠાવી અનેક ને જેલ ભેગા કરી અમરેલી જિલ્લા ને ક્રાઇમ મુક્ત કર્યો છે અને લોકો ની સુખાકારી વધી છે ત્યારે અમરેલી પોલીસ હવે શેરી માહોલા માં પહોંચી ને લોકો ની ફરિયાદ નું નિરાકરણ કરવાની મહેનત રંગ લાવી રહી છે અને લોકો અમરેલી પોલીસ અધિકારી રેન્જ આઈજીની ભારોભાર પ્રશંસા કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલા માં આજ રોજ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ એસપી અમરેલી નિર્લિપ્ત રાયએ એસપી પ્રેમસુખ ડેલું, એ.એસ.પી.અગ્રવાલ, ડી વાઇએસપી ચૌધરી સાવરકુંડલા ટાઉન પી આઈ મકવાણા, એલ.સી.બી.પી.આઈ કરમટા, એસ ઓજી અમરેલી તથા સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ તેમજ એડવોકેટ હિંમતભાઈ બગડા, 1008 ગોવિંદરામ બાપુ, ભાજપ અગ્રણી ઘનશ્યામભાઈ ડોબરીયા, પત્રકાર મિત્રો સહિત અનેક એડ્વોકેટ યુવાન મિત્રો આ કાર્યક્રમ માં જોડાયા હતા.


વડિયાનાં તોરી ગામે દીપડાને કારણે ફફડાટ : ધરતીપુત્રોમાં ભારે આક્રોશ

તોરી,બગસરામાં દીપડાએ હાહાકાર મચાવ્યાં બાદ તેનો ઉપદ્રવ યથાવત છે. હવે તે બગસરા ઉપરાંત કુંકાવાવ તરફ દેખાવા લાગ્યા છે.
વડીયા તાલુકાના તોરી ગામે લીમડેશ્ર્વર મહાદેવના મંદિર અને જુના નાજાપુર રસ્તા પર આવેલ ખેતરોમાં અશોકભાઇ ધીરૂભાઇ વેકરીયા અને મનસુખભાઇ કેશુભાઇ હીરપરાના ખેતરમાં વાવેલ એરડીમાં દીપડો જોવા મળતા ખેતીકામ કરતા મજુરો અને ખેડુતોની નજરે ચડતા ઝુપડા તરફ દોટ મુકી હતી. આ અંગે કુંકાવાવ વન વિભાગને અને અમરેલી વન વિભાગને જાણ કરવા પ્રબંધ કરાયો હતો અને ઇમરજન્સી 100 નંબરની મદદ માંગેલ હોય પણ કોઇ મદદ નહી મળતા ખેત મજુરો અને ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા. તુરંત મદદ કરવા લોક માંગણી ઉઠી છે.


રાજુલા માર્કેટયાર્ડમાં મગફળી રિજેક્ટ થતાં મામલો વણસ્યો

રાજુલા, રાજુલા માર્કેટીંગ યાર્ડ ખાતે આજે 9 જેટલા ખેડૂતો ની મગફળી રિજેક કરતા રોષ જપવા મળ્યો હતો અહીં અલગ અલગ ગામો ના ખેડૂતો મોટી સંખ્યા માં એકઠા થયા હતા અને મગફળી રિજેક કેમ કરી તેવા સવાલો ઉઠાવ્યા હતા અને લોકો ના ટોળા એકઠા થયા હતા સાથે સાથે ખેડૂતો એ અહીં લગાવેલ ઇલોક્ટ્રિક કાંટા સામે પણ સવાલો ઉઠાવી શંકા દર્શવાઈ હતી જોકે અહીં લગાવેલ કાંટા માં સિલ્ડ તૂટેલું હોવાને કારણે ખડૂતો એ શંકાસ્પદ હોવાનો આક્ષેપ કરાયો છે સાથે સાથે અહીં ખરીદી અધિકારી માલકિયા પણ દોડી આવ્યા હતા અને જે સડેલી મગફળી છે તેને રિજેક કરી હોવાનું કહ્યું હતું સાથે સાથે અહીં ના ખેડૂતો ને સમજાવટ નો પ્રયાસ પણ કર્યો હતો જોકે અહીં આવેલા ખેડૂતો મોટી સંખ્યા માં એકઠા થતા અને કાટો બદલવવા ની ઉગ્ર માંગ કરી આ કાંટા નું શિલ્ડ કોને તોડ્યું અને શા માટે તોડ્યું કોણ જવાબદાર આ પ્રકાર ની અનેક શંકા દર્શવવા માં આવી હતી.
જોકે થોડીવાર માટે અહીં મગફળી ખરીદી અટકી પડી હતી જોકે ત્યાર બાદ ફરી રાબેદમુજબ ખરીદી શરૂ કરાય હતી જોકે સમગ્ર મામલા ની જાણ થતા ડિરેક્ટર રમેશભાઈ કાતરીયા અહીં દોડી આવ્યા હતા અને ખેડૂતો ની મામલે અહીં આગેવાની લીધી હતી.


error: Content is protected !!