Main Menu

Saturday, December 28th, 2019

 

દાતરડીમાં બંધારા યોજના ફરી શરૂ ન થાય તો આંદોલન

દાતરડી, સરકારે દાતરડીમાં ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે બંધારા યોજના બનાવી પંરતુ પાછળથી ફાઇલ કાંધીએ ચડાવી દેતા હાલ ખારા પાણીનો વિસ્તાર વધ્યો છે. હવે જો બંધાયા યોજના શરૂ ન થાય તો સમસ્ત ગ્રામજનોએ આંદોલનની ચિમકી આપી છે. દાતરડી ગામ ના પ્રજાજનો જણાવવી એ છીએ કે દાતરડી ગામે 1994 માં ક્ષાર અંકુશ નીયન્ત્ર્ણ નીચે બંધારા યોજના મંજુર થયેલ હતી. જે અગરવાળા તથા જિંગાફાર્મ વાળા ના રાજકીય કાવા દાવા ના હિસાબો રદ થયેલ છે. તેના થી જમીન માં ક્ષાર નું પ્રમાણ બોહુંજ વધી ગયેલ છે. તેમજ દસ કિલોમીટર સુધી તળમાં ખારાશ આવી ગયેલ છે. તો આ બાબતે બંધારો થાય તો આ વિસ્તાર ના 10 જેટલા ગામોને ખુબ જ ફાયદો થાય એમ છે. તેમજ તળમાં મીઠા પાણી થાય એમ છે તો આપને નમ્ર અરજ છે કે, ઉપર પ્રમાણે બંધારો મંજુર કરાવી યોગ્ય કાર્યવાહી કરવા સમસ્ત ગ્રામ જનો અપીલ કરીએ છીએ. ઉપરોકત પ્રમાણે કાર્યવાહી નહી કરવા માં આવે તો દાતરડી ગ્રામ રક્ષક સમિતિ તેમજ સમસ્ત ગ્રામજનો ના છુટકે ઉપવાસ આંદોલન કરવા મજબુર રહેશે અને ત્યારબાદ સમગ્ર જવાબદારી તંત્રની રહેશે.


અમરેલી શહેરની પ્રજા માથે 10 ટકાથી વધ્ાુ તોળાતો પાણી વેરાનો વધારો

અમરેલી, અમરેલી નગરપાલીકા દ્વારા શહેરની પ્રજાને જુદા જુદા પાણીના સ્ત્રોતમાંથી પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયુ છે. જેમાં ઠેબી ડેમ, તેમજ મહીપરીયેજ યોજના અંતર્ગત શહેરીજનોને પાણી વિતરણ દર 3 દિવસે કરવામાં આવી રહયુ છે. પાલીકા દ્વારા શહેરીજનો પાસેથી દર વર્ષે પાણી વેરા પેટે રૂા. 600 જેવો ચાર્જ વસુલ કરવામાં આવતો હતો. પરંતુ નગરપાલીકાને રાજ્યના પાણી પુરવઠા બોર્ડ તેમજ સિંચાઇ વિભાગને પાણી વેચાતુ લેવા માટેના નાણા ચુકવવાના હોય છે. પરંતુ પાણી વેરા પેટે જોઇએ તેટલી દર વર્ષે આવક થતી ન હોય. નગરપાલીકા દ્વારા પાણી વેરો બમણો કરવા માટે અગાઉ એક જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરી હતી. જેના સંદર્ભમાં 28 જેટલા અરજદારોએ પાણી વેરો નહી વધારવા માટે વાંધા સુચનો રજુ કર્યા હતા. આ તમામ વાંધા સુચનોને સાંભળ્યા બાદ અમરેલી પાલીકા દ્વારા પાણી વેરો વધારવાની દરખાસ્ત ભાવનગર ખાતે આવેલી નગરપાલીકા નિયામકની કચેરીને પાણી વેરો બમણો કરવાની દરખાસ્ત મોકલી આપવામાં આવશેે. પાલીકાના સુત્રોના જણાવ્યા પ્રમાણે સંભવત 10 ટકાથી વધ્ાુ પાણી વેરો વધવાની શક્યતા રહેલી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરની પ્રજાને હાલમાં ઠેબી ડેમ,મહીપરીયેજ તથા તારવાડી તથા કોમલીપાટ કુવામાંથી પાણી ઉલેચીને શહેરની પ્રજાને હાલમાં દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે. જેમાં ઠેબી ડેમ તથા મહીપરીયેજ યોજનામાંથી નર્મદાનું પાણી વેચાતુ લેવુ પડતુ હોય છે. જે ખુબજ ખર્ચાળ છે સાથો સાથ નગરપાલીકાની વોટર શાખામાં કામ કરતા કર્મચારીઓ તથા પાણીના વાલ ખોલતા વાલમેનોના પગાર પણ માંડ માંડ નીકળે તેટલો ઘર દીઠ વર્ષે રૂા. 600 જેવો પાણી વેરો વસુલ કરવામાં આવી રહયો છે.
આમ પાલીકા દ્વારા હાલમાં કરાતું પાણી વિતરણ ખુબજ ખર્ચાળ હોવાના લીધ્ો રૂા. 600 ના બદલે રૂા. 1200 પાણી વેરો કરવા માટે તાજેતરમાં પાલીકા દ્વારા જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેના સંદર્ભે 28 જેટલા જાગૃત નાગરીકો દ્વારા પાણી વેરો નહી વધારવા માટે પોતાના વાંધા સુચનો રજુ કર્યા હતા. આ તમામ અરજદારોના વાંધા સુચનો સાંભળ્યા બાદ અમરેલી નગરપાલીકા દ્વારા પાણી વેરો વધારવાની દરખાસ્ત ભાવનગર ખાતે આવેલી પ્રાદેશીક નગરપાલીકા નિયામકના કમિશ્નરને મોકલી આપવામાં આવશે. આમ આ દરખાસ્ત ઉપર નગરપાલીકાના નિયામક દ્વારા સંભવત 10 ટકાથી વધ્ાુ પાણી વેરો વધારવાની મોહોર લગાવશે. તેમ નગરપાલીકાના ઉચ્ચ સુત્રો માની રહયા છે.


પાસપોર્ટ,લાયસન્સ માટે માત્ર બેથીસાત દિવસમાં પોલીસ દાખલા અપાશે

અમરેલી,એક સમયે રાજયભરમાં મોરલ ગુમાવી ચુકેલી અમરેલી પોલીસનો પાછો સુવર્ણ યુગ આવ્યો હોય તેમ અત્યારે એસપીશ્રી નિર્લિપ્ત રાયની કામગીરીને કારણે અમરેલી પોલીસે લોકોનો વિશ્ર્વાસ જીત્યો છે ત્યારે પોલીસ દ્વારા કરાઇ રહેલી કામગીરીની સમીક્ષા કરવા માટે અમરેલીે આવેલ ભાવનગર રેન્જના આઇજી શ્રી અશોકકુમાર યાદવે આમ લોકોને સુરક્ષા આપવામાં સફળ થયેલ પોલીસ તંત્ર દ્વારા લોકોની સેવા કરવાના વધ્ાુ ઉમદા નિર્ણયો લીધા છે જેમા પોલીસના દાખલા માટે માત્ર બે જ દિવસમાં અને પાસપોર્ટ ની વિધિ માત્ર સાત દિવસમાં જ પુર્ણ કરાનાર હોવાનું જણાવીને આજે પત્રકારોને સંબોધતા જણાવેલ કે, અકાગામી જાન્યુઆરીમાં જિલ્લાના વ્યાજખોરો, ખંડણીખોરો અને ભુમાફીયાઓ સામે વિશેષ ઝુંબેશ શરૂ કરાશે અને તેના માટે પોલીસને માહીતી આપવા તથા ફરિયાદ કરવા લોકોને અનુરોધ કર્યો હતો.
અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા એએસપીશ્રી પ્રેમસુખ ડેલુ તથા શ્રી સુશીલ અગ્રવાલ તથા એલસીબીના શ્રી આરકે કરમટા સહિતના પોલીસ અધિકાારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં શ્રી અશોકકુમાર યાદવે પત્રકારોને જણાવેલ કે, સૌશ્યલ મીડિયામાં ખોટા વિડીયો કે કોમેન્ટ ફેલાવનારા સામે પણ પોલીસ આઇટી એકટ હેઠળ કડક પગલાઓ ભરશે આખા રાજયમાં સર્વ પ્રથમ અમરેલી પોલીસે તપાસ કરતા બેનામી સંપતી મળી હોય તેવુ બન્યુ છે અને કુખ્યાત મહીલા દ્વારા પોલીસને ધમકકી અપાતા માત્ર 48 કલાકમાં તેને પકડી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. અને પોલીેસ તંત્ર જેલમાં પણ ગુનેગારો ઉપર નજર રાખીે રહયુ છે અને ઘણા ગુનેગારોને જેલમાંથી પણ સાબરમતી કે ભુજ સહિત રાજયભરની જુદી જુદી જેલોમાં મોકલી કાયદાનો અહેસાસ કરાવાઇ રહયો છે.
ઇ-ગુજકોપમાં કરાતા કરાતી સમીક્ષામાં પણ ડીટેકશનમાં અમરેલી જિલ્લો ગુજરાતના ટોપ ત્રણ જિલ્લામાં છે.અમરેલી શહેરમાં થયેલા ગેંગરેપના કેસમાં પોલીસે અસરકારક કામગીરીકરી છે અને સરકારે તેના માટે સ્પેશ્યલ કોર્ટની રચના કરી છે જેમા આ કેસ ચાલવાનો છે.
અમરેલી પોલીસે કરેલી કામગીરીને બીરદાવીને આઇજી શ્રી અશોકકુમાર યાદવે સીરીયલ કીલર પકડી એક વષર્માં ગેંગકેસો કરી અમરેલી પોલીસે ગુનેગારોને જેલમાં મોકલી અને તે જામીન ઉપર પણ ન છુટે તેવી કામગીરી કરતા આજે આસપાસના જિલ્લા પણ સલામતી અનુભવી રહયા હોવાનું જણાવીને અમરેલી પોલીસને અભિનંદન આપ્યા હતા.અને દિલ્હી રાષ્ટ્રપતિ સમક્ષ પરેડનું પ્રતિનીધીત્વ કરી અને છવાઇ જનારા અમરેલીના પ્રામાણીક એએસપી શ્રી પ્રેમસુખ ડેલુનું રાજયના ડીજીપી દ્વારા સન્માન કરવામાં આવશે તેમ જણાવેલ ગુજરાત પોલીસ બેડામાં અમરેલીના અધિકારી શ્રી પ્રેમસુખ ડેલુએ ગૌરવ વધારેલ છે. જીલ્લામાં એક પીઆઇ તેમજ પાંચ પીએસઆઇ સહિત 16 પોલીસ કર્મચારીઓનું સન્માન કરાશે. સુંદર કામગીરી બદલ પોલીસ કર્મીઓનું સન્માન થતા જીલ્લાના પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઇ છે. જાફરાબાદ પોલીસ સ્ટેશનના પીઆઇ ડો. એલ.કે.જેઠવા, પી.એસ.આઇ. જે.એમ.કડછા પોલીસ અધિક્ષક શ્રીની કચેરી અમરેલી, એન.સી.ઝાલા રી.પી.એસ.આઇ. પોલીસ હેડ ક્વાર્ટર અમરેલી, જી.ડી. આહીર પી.એસ.આઇ. દામનગર, એ.પી. ડોડીયા પી.એસ.આઇ. સાવરકુંડલા રૂરલ, પી.એન.મોરી પ.એસ.આઇ. એલસીબી. શાખા તેમજ એન.એ.વાઘેલા વંડા, શૈલેષ વિનોદરાય રાવલ અનાર્મ એ.એસ.આઇ. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અમરેલી, પરેશભાઇ સુરેશભાઇ ચૌહાણ ડ્રાઇવર લોક રક્ષક દામનગર, જાવેદભાઇ કાદરભાઇ ચૌહાણ હેડ કોન્સ રાજુલા, યુવરાજસિંહ જશવંતસિંહ રાજુલા, પ્રિયંકાબેન મનસુખભાઇ જાની રાજુલા, બીનાબેન બળવંતરાય માંડાણી રાજુલા, અવનીબેન વરજાંગભાઇ મકવાણા પોલીસ હેડ ક્વાર્ટર અમરેલી, મુકેશભાઇ શામજીભાઇ ચૌધરી પોલીસ હેડ ક્વાર્ટર અમરેલી, ઇલાબેન બાબુભાઇ રાધનપરા બગસરાનું સન્માન કરવામાં આવશે.તેમ જણાવેલ.


અમરેલી શહેરમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સેરીમોનીયલ પરેડ યોજાઇ : સલામી અપાઇ

અમરેલીમાં હાલમાં પોલીસ તંત્રનો સુર્વણ યુગ ચાલી રહયો છે તેમ કહી શકાય છે આજે શુક્રવારે સવારે અમરેલીના પોલીસ હેડ કર્વાટરના પરેડ ગ્રાઉન્ડમાં ભાવનગર રેન્જ આઇજી શ્રી અશોકકુમાર યાદવે એસપીશ્રી નિર્લિપ્ત રાય તથા શ્રી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ યોજાયેલ સેરેમોનીયલ પરેડને સલામી આપી હતી તે નજરે પડે છે.


અધધ 35 કરોડનું લેણુ વસુલવા કુંડલા પાલિકાને વીજતંત્રની નોટીસ

અમરેલી,સાવરકુંડલા નગરપાલીકા દ્વારા કુલ રૂા. 35 કરોડ 45 લાખ જેવી રકમ છેલ્લા કેટલાય વર્ષોથી અમરેલી વિજ વર્તુળ કચેરીને ભરપાઇ નથી તેમજ આ બાકી લેણાની રકમ વસુલવા માટે દર મહિને નોટીસો ફટકારવામાં આવતી હોવા છતા પણ હજુ સુધી માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ રકમ માત્ર હપ્તા પેટે ચુકવવામાં આવે છે તેમ અમરેલી વિજ કંપનીના સુત્રોએ જણાવ્યુ હતુ.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જીલ્લામાં કુલ 7 જેટલી નગરપાલીકાઓ આવેલી છે. જેમાં અમરેલી, બાબરા, દામનગર, ચલાલા, બગસરા, સાવરકુંડલા તથા રાજુલા નગરપાલીકા પાસે છેલ્લા કેટલાય વર્ષોથી પાણી પુરવઠા તેમજ સ્ટ્રીટ લાઇટ પેટેની કુલ 64 કરોડ 92 લાખ જેવી રકમ છેલ્લા કેટલાય વર્ષોથી બાકી નીકળે છે. આ તમામ નગરપાલીકાઓમાં જો સૌથી વધ્ાુ વધારે સ્ટ્રીટ લાઇટ તથા વોટર વર્કસના નાણા જો બાકી નીકળતા હોય તો તે માત્ર સાવરકુંડલા નગરપાલીકા પાસે સૌથી વધ્ાુ રૂા. 35 કરોડ 45 લાખ જેવી રકમ વસુલવાની બાકી નીકળે છે. આમ આ બાકી રકમના નાણા તાત્કાલીક ભરપાઇ કરી જવા માટે અમરેલી વિજ વર્તુળ કચેરી દ્વારા આ તમામ નગરપાલીકાઓને દર મહિને બાકી રકમના નાણા ભરપાઇ કરી જવા માટે નોટીસો ફટકારવામાં આવે છે. તેમ છતા પણ નગરપાલીકાનું વહીવટી તંત્ર આ નાણા ભરવામાં ઢીલાશ રાખી રહયુ છે. અમરેલી વિજ વર્તુળ કચેરી દ્વારા સાવરકુંડલા નગરપાલીકા પાસે વોટર વર્કસની લાઇટ પેટેના રૂા. 35.42 કરોડ અને સ્ટ્રીટ લાઇટના બીલના માત્ર રૂા. 3 લાખ જેવી રકમ છેલ્લા કેટલાય વર્ષોથી ભરવાની બાકી છે. આવી જ રીતે જો સૌથી સારો અને સુંદર વહીવટ કરતી નગરપાલીકાની ગણના કરવામાં આવે તો તેમાં દામનગર નગરપાલીકાનો નંબર પ્રથમ આવે છે. કારણકે દામનગર પાલીકાને વોટર વર્કસના લાઇટ પેટેના રૂા. 23 લાખ તથા સ્ટ્રીટ લાઇટના બીલ પેટેની રકમ માત્ર રૂા. 5 લાખ જેવી જ નજીવી અને મામુલી કહી શકાય તેવી રકમ ભરવાની બાકી છે. આમ સાવરકુંડલા નગરપાલીકાના વહીવટી તંત્ર કરતા દામનગર નગરપાલીકાનું વહીવટી તંત્ર નંબર અવ્વલ ગણી શકાય તેમ છે. અમરેલી વિજ વર્તુળ કચેરીના સુત્રોના જણાવ્યા પ્રમાણે સાવરકુંડલા નગરપાલીકાને વિજ બીલ પેટેની રકમ ભરી જવા માટે દર મહિને નોટીસો આપવામાં આવતી હોવા છતા પણ પાલીકાના તંત્ર દ્વારા માત્ર હપ્તાની રકમ ભરી શકાય તેટલી જ રકમનું ચુકવણુ કરી દે છે. પણ હવે આ નહી ચાલે અને કડક પગલા લેવાશે કારણ કે તંત્રએ બીએસએનએલના કનેકશનો પણ કાપી નાખ્યા હતા.


error: Content is protected !!