Main Menu

Monday, December 30th, 2019

 

કોવાયા અલ્ટ્રાટેક સિમેન્ટમાં ખાણ સુરક્ષા સપ્તાહની ઉજવણી

રાજુલા,રાજુલા તાલુકાના કોવાયામાં આવેલા અલ્ટ્રાટેક સિમેન્ટની કોવાયા લાઇમસ્ટોન માઇન્સમાં કારીગરોની સુરક્ષા અંગે જાગૃતી વધારવા તેમજ પર્યાવરણની જાળવણી અને ખનીજ સંરક્ષણ અંગેની જાગૃતી વધારવા તા. 23 અને 24 ડિસેમ્બરના ખાણ સુરક્ષા સપ્તાહ અને ખાણ પર્યાવરણ અને ખનીજ સંરક્ષણ સપ્તાહ ઉજવાયું હતુ. ડાયરેકટર જનરલ માઇન્સ ઓફ સેફટી અમદાવાદ તથા ઇન્ડિયન બ્યુરો ઓફ માઇન્સ ગાંધીનગરના તત્વાવધાનમાં કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો જેવા કે વક્તૃત્વ સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા, કવીઝ કોમ્પીટીશન, વૃક્ષારોપણ, ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ. કોવાયા લાઇમ્સ સ્ટોન માઇન્સના પદાધિકારી વિવેક ઉપલંચીવારના માર્ગદર્શન હેઠળ થયેલ હતુ. જેમાંકંપનીના કારીગરો તેમજ આજુ બાજુના સ્થાનિક લોકોએ પણ હોંશથી ભાગ લીધો હતો. અને કાર્યક્રમને સફળ બનાવેલ હતો. 10 મા ખાણ સુરક્ષા સપ્તાહ અને 27 માં ખનીજ સંરક્ષણ સપ્તાહ અંતર્ગત યોજાયેલ આ કાર્યક્રમમાં ખાણના ઇન્સપેકશન માટે રાજેશ તિવારી, આર.એન.સોંડાગર, મેહુલ શર્મા, રાકેશ પટેલ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે કંપનીના સીનીયર અધિકારીઓ કલસ્ટર હેડ ગોપીકા તિવારી, એફએચઆર ભાનુકુમાર પરમાર, એફએચ એફએન્ડસી એસ.ચક્રવર્તી, એફએચ ટીપીપી મયુર ખખ્ખરે વિશેષ મનોબળલ પુરૂ પાડયુ હતુ. માઇન્સ મેનેજર ઓમપ્રકાશ ખેલકર, એમ.પ્રમોદરમ, વિકાસ જાંગીર, મુરલીધર પાંડે, મૌલીક ભટ્ટ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.


ભગવાન શ્યામના દર્શન કરી આશીર્વાદ મેળવતા ઉર્વીબેન ભરતભાઇ ટાંક

ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજના અગ્રણી અને ઉદ્યોગપતીશ્રી ભરતભાઇટાંક તથા શ્રીમતી ઉર્વીબેન ટાંક અને કુ.પ્રેક્ષા ટાંકે કાતર સ્ટેટનાં દરબારશ્રી દાદબાપુનાં નિવાસ સ્થાને દરબાર ગઢ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમજ તુલસી શ્યામમાં ભગવાન શ્યામના શરણે શીશ નમાવી આર્શીવચન મેળવ્યા હતા. કાતર દરબારશ્રી દાદભાઇ વરૂ અને પુર્વ ધારાસભ્ય તથા તુલસીશ્યામ ટ્રસ્ટના પ્રમુખ પ્રતાપભાઇ વરૂ, શ્રી પીઠુભાઇ બોરીચા, જિલ્લા પંચાયત સદસ્ય ભુપતભાઇ માલસીકાવાળા, સહિતના આગેવાનોએ કુ. પ્રેક્ષા ઉર્વી ભરત ટાંક પરિવારનું સન્મા કર્યુ હતુ અને મંદિરના મહંતશ્રી દ્વારા આર્શીવચન પાઠવાયા હતા. ટાંક પરિવાર દ્વારા આગેવાનોનું પણ શાલ ઓઢાડીને સન્માન કર્યુ હતુ.


અમરેલીના વેપારીઓએ નાથદ્વારામાં શ્રીનાથજીની ઝાંખી કરી

અમરેલી, અમરેલીના ટાવર બજાર વેપારી એસોસીએશન દ્વારા દર વર્ષે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. અગાઉ સોમનાથ, દ્વારકામાં ધ્વજારોહણ બાદ આ વર્ષે નાથદ્વારાનું આયોજન થતા શ્રીનાથજીના દર્શન કર્યા હતા. શહેરના વિવિધ વેપારીઓએ અને આગેવાનોએ સહયોગ આપતા અમરેલી મુકબધીર શાળા અને અંધશાળાના અંધજનોને પણ નાથદ્વારા ખાસ વાહનમાં લઇ જઇ દર્શન કરાવ્યા હતા. અમરેલીના વેપારીઓએ પણ નાથદ્વારામાં ધાર્મિક કાર્યક્રમો સાથે શ્રીનાથજીની ઝાંખીનો લ્હાવો લીધો હતો. જેને પુષ્ટી સંપ્રદાય દ્વારા આર્શીવચન પાઠવવામાં આવ્યા હતા.

 


અમરેલીમાં રામ એન્ટરપ્રાઇઝના એક્ઝીબીશનમાં ભીડ જામી

અમરેલી,અમરેલીમાં ઇલેકટ્રોનીક ક્ષેત્રે અગ્રેસર રહેલ રામ એન્ટરપ્રાઇઝને 25 વર્ષ પુરા થતા 26 માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ક્રિસમસ પર્વને અનુુલક્ષીને અમરેલીના સીનીયર સીટીજન પાર્કમાં મેગા ક્રિસમસ કાર્નિવલ મહા એક્ઝીબીશનનું તા. 24 થી 31 ડિસેમ્બર સુધી આયોજન થયુ છે. સવારે 10 થી રાત્રીના 10:30 સુધી યોજાતા કાર્નિવલમાં 15 થી 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ ઉપરાંત 15 ટકા સુધીનું કેશબેક અને દરરોજ લક્કી ડ્રો ઉપરાંત છેલ્લા દિવસે મેગા લક્કી ડ્રોના આયોજન સાથે બાળકો માટે બપોરના 3 થી 6 ડ્રોઇંગ કોમ્પીટીશનનું પણ આયોજન કરવામાં આવતા લોકોનો આભુતપુર્વ સહયોગ સાંપડી રહયો છે.શહેરના સીનીયર સીટીજન પાર્ક ખાતે મેગા ક્રિસમસ કાર્નિવલ મહા એક્ઝીબીશનમાં નામાંકીત કંપનીઓ જેવી કે એલજી, ગોદરેજ, સોની, સેમસંગ, હાયર, આઇએફબી, હીટાચી, મિત્સુબીસી ઇલેકટ્રોનીક, બોસ, વર્લપુલ, લોયડ, નટરાજ,ટીસીએલ, કેન્ટ મીનરલ આરઓ, ઓપો, વિવો કંપનીના અનેક રેન્જમાં ઇલેકટ્રોનીકસ ઉપકરણો જેવા કે ટીવી,ફ્રીજ, વોશીંગમશીન, ઘરઘંટી, એસી, કોમ્યુટર સહિત અનેક આઇટમો ઉપલબ્ધ છે. ઇલેકટ્રોનીક ઉપકરણોની સાથે સાથે ફાઇનાન્સની પણ વ્યવસ્થા હોવાથી લોકોને ખરીદીમાં રાહત રહેતી હોવાથી લોકોનો ભારે સહયોગ મળી રહયો છે. લોકોની પડખે રહેવા અને ગ્રાહક વર્ગને પ્રોત્સાહીત કરવાની સાથે અનેક ફાયદાઓ આપવાના હેતુથી રામ એન્ટરપ્રાઇઝ દ્વારા યોજાઇ રહેલા મહા એક્ઝીબીશનને લોકોનો ભરપુર સહયોગ સાંપડી રહયો છે. સવારથી સાંજ સુધી અનેક લોકો એક્ઝીબીશનની મુલાકાત માટે ઉમટી પડે છે. અને હોશે હોશે ખરીદી પણ કરે છેે. લોકોનો 25 વર્ષથી જાળવી રાખેલા વિશ્ર્વાસ અને સ્ટાનર્ડ કવોલટીને કારણે લોકો ખરીદી માટે રામ એન્ટરપ્રાઇઝને યાદ કરે છે. આમ આજ સુધી લોકોનો ભરપુર સહયોગ મળ્યો છે.
તેમ જણાવી રામ એન્ટરપ્રાઇઝના સુત્રોએ ગ્રાહકો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. અમરેલી જીલ્લામાં દોઢ લાખથી વધ્ાુ સંતુષ્ટ ગ્રાહક ધરાવતા એક માત્ર શો રૂમ રામ એન્ટરપ્રાઇઝમાં બાળકો ઉપરાંત બહેનો માટે પણ બપોરના 3 થી 6 સુધી ફ્રી મહેંદી મુકવાની વ્યવસ્થા રાખી છે. જેનો લાભ લેવા પણ અનેક બહેનો ઉમટી પડે છે. અભુતપુર્વ સહયોગ સાથે લોકોની એક્ઝીબીશનમાં ભીડ જામે છે.


શરાબીઓ સાવધાન : શ્રી નિર્લિપ્ત રાયએ ગોઠવ્યો ત્રિપાંખીયો વ્યુહ

અમરેલી,ચાલુ વર્ષને હવે પુરા થવામાં માત્ર ગણતરીના જ કલાકો બાકી રહયા છે ત્યારે નવા વર્ષને વધાવવા માટે જુવાનીયાઓ તેમજ મોટેરા પણ જુદા જુદા સ્થળોએ નવા વર્ષને વેલકમ કરવા માટે ઉજવણી કરતા હોય છે. જેમાં અમરેલી જીલ્લામાં આસપાસના ગામોમાં આવેલા ફાર્મ હાઉસોમાં પણ પાર્ટીઓ થતી હોય છે. ત્યારે આ વખતે અમરેલી જીલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય દ્વારા ત્રિપાંખીયો વ્યુહ ગોઠવાયો છે. તા. 31 ડિસેમ્બરના રોજ શહેરના મુખ્ય જાહેર સ્થળો તેમજ આસપાસમાં આવેલા ફાર્મ હાઉસોમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવશે આ માટે 50 જેટલી ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. તેમ અમરેલી એસપી નિર્લીપ્ત રાય અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે, ધારીના વિસ્તારમાં તમામ ફાર્મ હાઉસો તથા રિસોર્ટ અને હોટલોનું ચેકીંગ કરશે અને તેની જવાબદારી આઇપીએસ શ્રી પ્રેમસુખ ડેલુને સોપાઇ છે જયારે રાજુલાના દરિયાકાંઠાઓની કંપનીઓ તથા કોસ્ટલ બેલ્ટમાં નવનિયુકત આઇપીએસ શ્રી સુશીલ અગ્રવાલને જવાબદારી સોંપાઇ છે અને જિલ્લાના તેજ અધિકાારીઓને દીવની બોર્ડર ઉપર મુકવામાં આવ્યા છે. કોઇ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ ચાલશે નહી પોલીસ કડક પગલાઓ લેશે.2019 નું વર્ષ હવે પુરૂ થવામાં માત્ર 72 કલાક જ બાકી રહયા છે. ત્યારે નવા વર્ષને વધાવવા માટે જુવાનીયા તેમજ મોટેરાઓ અત્યારથી ઉજવણી કરવા માટે પાર્ટીઓના આયોજનો કરી રહી છે. પરંતુ આ વખતે આવી પાર્ટીઓ કરતા પહેલા 100 વખત વિચાર કરવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે. જેમાં અમરેલી જીલ્લા પોલીસ વડા દ્વારા આ વખતે ધારીની આસપાસ આવેલા ફાર્મ હાઉસોમાં તથા ચલાલા તેમજ આસપાસના વિસ્તારોમાં બંધ વાડીઓમાં પણ નવા વર્ષને વધાવવા માટે અલગ અલગ પ્રકારની પાર્ટીઓના આયોજકો દ્વારા આયોજન કરવામાં આવી રહયા છે. પરંતુ આ વખતે આવા ફાર્મ હાઉસોમાં થનારી થર્ટી ફસ્ટની ઉજવણીમાં કેટલાય છેલબટાવ દ્વારા ડમડમ થઇને નાચગાન કરતા હોય છે. તેવા લોકોએ અત્યારથી જ ચેતી જવું જરૂરી બન્યુ છે. કારણકે અમરેલી એસપી દ્વારા આવી પાર્ટીઓ ઉપર બાજ નજર રાખવા માટે 50 જેટલી ચુનંદા પોલીસ કર્મચારી અને અધિકારીઓની ખાસ ટીમો બનાવી છે અને આ તમામ ટીમો દ્વારા અલગ અલગ ફાર્મ હાઉસોમાં જઇને ગમે ત્યારે ત્રાટકી અને ચેકીંગ કરશે. આ ઉપરાંત દીવ તરફથી આવતા તમામ વાહન ચાલકોને તેમજ વાહનોનું સઘન ચેકીંગ હાથ કરવામાં આવશે તેમજ કોઇ પણપ્રકારની પોલીસની મંજુરી વગર જો આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તો તેવા સામે આકરા પગલા લેવામાં આવશે તેમ અમરેલી એસપી નિર્લિપ્ત રાયે અવધ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ.


error: Content is protected !!