Main Menu

Thursday, January 9th, 2020

 

અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ડો.તોગડીયાની રવિવારે ધર્મસભા

અમરેલી, હિન્દુ સમાજને સંગઠીત કરવાનાં મુખ્ય ઉદેશ્યથી અમરેલીમાં દત મંદિર હોલ ચિત્તલ રોડ ખાતે તા.12-1-2020 રવિવાર રાત્રીના 8 કલાકે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદનાં ડો.પ્રવિણભાઇ તોગડીયાની ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે.
આ પ્રસંગે ધર્મસભામાં હિન્દુ સમાજના લોકોને ઉપસ્થિત રહેવા સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ડો.જી.જે.ગજેરા, બજરંગ દળનાં નિતીનભાઇ વાડદોરીયા તથા હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.


ખુદા જબ દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ… કુંડલાના કેરાળાનું કિસ્મત ચમકી ઉઠયું

અમરેલી,અમરેલી જિલ્લામાં આજે પણ ઘણા ગામો એવા છે કે જયા આજે પણ એસટીે બસો પહોંચતી નથી અને ખરાબ હાલતમાં છે પણ કયારે કોઇ વિસ્તારનુ ભાગ્ય જાગે ત્યારે તેનો સીતારો કેવો ચમકે છે તે બાબત સાવરકુંડલાના કેરાળા ગામે દેખાઇ આવી હતી.
બે દિવસ પહેલા જ સાવરકુંડલાના કેરાળા ગામે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે સાડાસાત કરોડ જેવી રકમ કેરાળા ગામથી નિકળતા ચાર રસ્તાઓ માટે મંજુર કરી છે જેમા કેરાળાથી અમૃતવેલ, કેરાળાથીથી જુના સાવર, કેરાળાથી ક્રાંકચ, કેરાળાથી હઠીલાવાવનો સમાવેશ થાય છે.
એક માર્ગ માટે વલખતા ગામડાને જયારે ચાર ચાર નવાનકોર રોડ મળે ત્યારે તેનીે ખુશી પણ અનોખી હોય છે. આમ આ ચાર માર્ગ મંજુર થતા કેરાળા કોઇ મોટા વિકસીત દેશમાં હોય તેમ ત્યાના લોકોને લાગી રહયું છે અને તેમા પણ વિશેષ નોંધપાત્ર બાબત એ પણ છે કે, ક્રાંકચ નજીક ત્રણ હજાર વીઘા જેટલી ખેતીની જમીન રસ્તાના અભાવે લોકો વાવવા જઇ શકતા નહી ચોમાસામાં શેત્રુજી નદીમાં પુર આવે એટલે સીઝનના ટાણે રોડ બંધ થઇ જાય જેના કારણે ત્યા જમીનોના ભાવન પણ પાણીને પાડ હતા પણ હવે નવા માર્ગ મંજુર થતા જમીનોના ભાવો પણ ઉચકાશે અને લોકો ખેતી કરતા પણ થશે આ માટે ભાજપના પીેઢ આગેવાન શ્રી મનજીબાપા તળાવિયા સતત મહેનત કરતા હતા અનેતેમની મહેનત ફળી પણ હોય લોકો શ્રી મનજીબાપાને અભિનંદન પાઠવી રહયા છે.
માર્ગોના અભાવે શેત્રુજી કાંઠાના જીરા, આંબા ખાલપર, બવાડી, કેરાળા,ક્રાંકચ, મેકડા, ઇંગોરાળા, ઘોબા, ઠાસા જેવા અનેક ખારાપાટના ગામોના ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા સૌરાષ્ટ્રની સાથી મોટી શેત્રુજી નદી કાંઠાના ખેડુતોની મુશ્કેલી હલ કરવા બદલ શ્રી મનજીબાપાએ શ્રી નીતીનભાઇનો આભાર માન્યો હતો.


વિવિધ સળગતા પ્રશ્ર્ને રાજ્યપાલને આવેદન આપતા શ્રી ધાનાણી

ગાંધીનગર, દેશમાં અર્થવ્યવસ્થા કથળી ગઈ છે. આપણો દેશ દુનિયાની પાંચ ઉત્તમ અર્થવ્યવસ્થા વાળા દેશોમાં સ્થાન ધરાવતો હતો તે સ્થાન ભારત ગુમાવી ચૂકેલ છે. દેશમાં બેરોજગારી અત્યંત વધી રહી છે. બેરોજગારીનો દર 45 વર્ષમાં ટોચ પર છે. ખેડૂતોની હાલત કફોડી છે, નાના ઉદ્યોગકારો અને નાના વેપારી પારાવાર પરેશાની ભોગવે છે, નવજાત શિશુના મોત આપણા સૌના માટે ચિંતાનો વિષય છે, ત્યારે કથળી ગયેલી આરોગ્ય સેવા, કુપોષણ, નવજાત શિશુના મોત, પાક વિમો, અતિવૃષ્ટિી, કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે પાક નુકશાની સહાય, બેરોજગારી, મોંઘવારી, ઔદ્યોગિક એકમોની ખરાબ સ્થિતિ, તીડનો પ્રકોપતથા સરકારના મળતીયા મારફતે ગુંડાગીરી સહિતના મુદ્દાઓ મહામહિમ રાજ્યપાલશ્રીનું ધ્યાન દોરી આ અંગે જરૂરી કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવ્યું હતું.


અમરેલીમાં 70 ગરીબ લાભાર્થીઓને મકાનનો કબ્જો સોપાશે

અમરેલી,અમરેલી નગરપાલીકા દ્વારા શહેરમાં વસવાટ કરતા આર્થિક અને નબળા વર્ગના લોકો માટે આજથી 10 વર્ષ પહેલા 281 જેટલા ક્વાર્ટરો અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ ક્વાર્ટરની ફાળવણી થાય તે પહેલા જ કેટલાક તત્વોએ આ ક્વાર્ટર ઉપર પોતાનો કબ્જો જમાવી દીધો હતો. અને છેલ્લા એક દસકાથી આવા લોકો આ ક્વાર્ટરમાં અનઅધિકૃત રીતે વસવાટ કરી રહયા હતા. જ્યારે હકીકતમાં જે લોકોએ રૂા. 5 હજાર નગરપાલીકામાં જમા કરાવ્યા હતા તેવા લોકોને ક્વાર્ટર નહી મળતા આવા લાભાર્થીઓમાં રોષ ફેલાયો હતો. દરમિયાનમાં આ લાભાર્થીઓ પોતાના ઘરના રહેણાંકમાં વસવાટ કરી શકે તે માટે આજરોજ નગરપાલીકાની કચેરી ખાતે આવાસ કમીટીની એક બેઠક નગરપાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાના અધ્યક્ષ સ્થાને અને કમીટીના ચેરમેન ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
જેમાં 70 જેટલા લાભાર્થીઓએ ક્વાર્ટર મેળવવા માટે અગાઉ રૂા. 5 હજાર ભર્યા હતા તેવાને તા. 26 જાન્યુઆરીના રોજ મકાનનો કબ્જો સોપવામાં આવશે તેમ નગરપાલીકાના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી નગરપાલીકા દ્વારા રાજ્ય સરકારની આઇએચએસડીપી યોજના અંતર્ગત ફતેપુરના રસ્તે 209 મકાનો અને ભાવકા ભવાની મંદિર પાસે 62 જેટલા આવાસો આજથી 2008/9 ની સાલમાં બનાવવામાં આવ્યા હતા. પરંતુ તે વખતે માત્ર ગણ્યા ગાઠયા લોકોએ જ ક્વાર્ટર મેળવવા માટે અરજીઓ કરી હતી. અને તે પેટે રૂા. 5 હજાર જમા પણ કરાવ્યા હતા. આ ક્વાર્ટર બની ગયા બાદ કેટલાક લોકો અનઅધિકૃત રીતે આ ક્વાર્ટરમાં કબ્જો જમાવી અને વસવાટ કરી રહયા છે. આ તમામ લોકો મકાનની કિંમત જો પુરેપુરી ભરપાઇ કરી દે અને પુરેપુરા ડોક્યુમેન્ટ (પુરાવા) રજુ કરશે તો તેઓને પણ આ ક્વાર્ટરની સોપણી કરવામાં આવશે. આમ છતા આવા અનઅધિકૃત રીતે વસવાટ કરતા લોકો જો ક્વાર્ટર ખાલી નહી કરે તો તેઓના ક્વાર્ટર તાત્કાલીક ખાલી કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 70 જેટલા લાભાર્થીઓએ આવાસ મેળવવા માટે ફોર્મની સાથે રૂા. 5 હજાર ભરપાઇ કર્યા હતા તેવા તમામ લાભાર્થીઓને તા. 26 જાન્યુઆરી સુધીમાં આ આવાસનો કબ્જો સુપ્રત કરી દેવા માટે નગરપાલીકાના વહીવટી તંત્ર દ્વારા ચક્રોગતીમાન કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા 95 જેટલા આવાસનો કબ્જો સોપવા માટેની કાર્યવાહી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આમ અમરેલી નગરપાલીકા દ્વારા આજથી એક દસકા પહેલા બનાવવામાં આવેલ ક્વાર્ટરનો કબ્જો મુળ લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવશે. આજે નગરપાલીકાની કચેરી ખાતે આવાસ કમીટીની મળેલી બેઠક નગરપાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ચીફ ઓફીસર, બાંધકામ કમીટીના ચેરમેન, ટાઉન પ્લાનીંગ શાખાના ચેરમેન તેમજ નગરપાલીકાના એન્જીનીયર અને પ્રાદેશીક નિયામક કચેરીના એક ઇજનેરની ઉપસ્થિતિમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


અમરેલી જિલ્લામાં જુદા જુદા સંગઠનો સરકારી કર્મચારીઓ ખેડુતોની હડતાલ

અમરેલી, (ડેસ્ક રિપોર્ટર)
સરકાર સામે શાસકોની લોક વિરોધી નિતિઓ સામે જુદા જુદા સંગઠનો, સરકારી કર્મચારીઓ અને ખેડુતોએ દેશભરમાં આજે હડતાલ રાખી હતી. અમરેલી જિલ્લામાં આજે એસબીઆઇ સીવાયની તમામ રાષ્ટ્રીયકૃત બેંકો અને આંગણવાડીનાં મહિલા કર્મચારીઓ પોતાની માંગણી અનુસંધાને હડતાલ પર ઉતર્યા હતાં. ગુજરાત રાજ્ય આંગણવાડીનાં કર્મચારીને બીજા રાજ્યો કરતા વર્કર અને હેલ્પરોને પગાર ઓછો ચુકવવામાં આવે છે. જેની સામે કામ વધ્ાુ લેવામાં આવે છે. તે મજાક સમાન છે. વર્કરો અન હેલ્પરોનું શોષણ થઇ રહ્યું છે. વય મર્યાદા દુર કરવા, સીન્યોરિટી પ્રમાણે તેડાગરમાંથી વર્કર, વર્કરમાંથી સુપરવાઇઝરમાં પ્રમોશન આપવાની માંગ સહિત જુદા જુદા પ્રશ્ર્નોની માંગ અમરેલી જિલ્લાનાં આંગણવાડીનાં આઇસીડીએસ ઘટક વિભાગનાં આંગણવાડીના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતર્યા હતાં અને પોતાની માંગણીઓના મુદ્દે સુત્રોચ્ચાર કર્યા હતાં.
ટીએચઆર પોષણ આપવામાં આવે છે તે વાલીઓ સુધી પહોંચાડાય છે. અને લાભર્થીઓ ભંગારવાળાને રૂા.10માં વેંચી નાખે છે. કુપોષણ હટાવવા માટે સરકારની ઝુંબેશ હોવા છતાયે કુપોષણ હટવાને બદલે વધ્ો તેવી શક્યતાઓ દેખાઇ રહી છે. મોબાઇલ અને રજીસ્ટર બંનેમાં માહિતી પુર્વી શક્ય નથી. વિશ્ર્વમાં ક્યાય ન ચાલે તેવો નબલો માલ સરકાર દ્વારા આંગણવાડીમાં આપવામાં આવે છે. અમરેલી જિલ્લામાં ગુજરાત બેંક વર્કસ યુનિયનનાં અનુસંધાને અમરેલી જિલ્લામાં રાષ્ટ્રિયકૃત બેંકોનાં કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓ અનુસંધાને હડતાલ ઉપર ઉતર્યા હતાં. જેના કારણે જિલ્લામાં કરોડો રૂપિયાનું ટર્નઓવર ઠપ થયું હતું. કેન્દ્ર સરકારનાં હાલનાં મજુર કાયદાઓનું ફક્ત ચાર કાયદાનું રૂપ આપવા કોડીથી ઝડપથી આગળ વધી રહેલ છે. ભારતનાં મજુર સંગઠનોએ જે કાયદાનું રૂપાંતર કરવામાં આવી રહેલ છે તે કાયદાનાં ભયસ્થાનો બરાબર સમજી લીધા છે. જ્યારે આ રૂપાંતર થયેલ કોડીથી કાયદાઓ અમલમાં આવશે ત્યારે મજુરો અને ખાસ કરીને બીનસંગઠીત કામદારો છે તેઓના શોષણ સામે કોઇ પ્રકારનું રક્ષણ નહી મળી શકે. આ કાયદાઓના અમલથી વેઠ્યા મજુરો ની ફોજ ઉભી થશે. જાહેર ક્ષેત્રની બેંકોનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે. દસ બેંકોની સંખ્યા ઘટાડી ચાર બેંકો બનાવવાની વાતુ થઇ રહી છે.
દેશની બેંકોમાં છેતરપીંડી અને બીનઉત્પાદક અસ્કયામતો એનપીએ સતત વધી રહેલ છે. બેંકોમાં 2019થી સપ્ટેમ્બર 2019 સુધી રૂપીયા 95 હજાર કરોડની છેતરપીંડી એટલે કે ફ્રોડ થયેલ છે. આ એનપીએમાં ખેતી ધિરાણનાં ફક્ત રૂપીયા એક લાખ કરોડ છે. બાકીની રકમ ઉદ્યોગપતિઓ પાસેથી લેણી છે. સરકાર હવેની નિતી બાંધ્યા પગારની નોકરી આપવાની અમલમાં મુકવા જઇ રહી છે. આ નિતીનો અમલ જાહેર ક્ષેત્રની બેંકોમાં પણ કરવામાં આવશે. 


09-01-2020


error: Content is protected !!