Main Menu

Saturday, January 11th, 2020

 

12-01-2020


અમરેલીમાં જેટકો દ્વારા જનજાગૃતી રેલી યોજાઇ

અમરેલી, ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લી. સર્કલ ઓફિસ અમરેલી દ્વારા રેલી સ્વરૂપે સલામતી પૂર્વક પતંગ ઉડાડવા જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો પર બેનરો સાથે રેલી યોજાય હતી. મેગ્નેેટીસ ટેપ વીજ વાહક હોવાથી વીજ વાયરને અડકે તો અકસ્માત થાય. પતંગ ચગાવતી વખતે બાળકો મેગ્નેેટીક ટેપનો ઉપયોગ પુછડી કે દોરીમાં બીલકુલ ન કરે તેનું ધ્યાન રાખીએ. પતંગના દોરા વીજ વાયરમાં ભરાય ત્યારે તેને બાળકો ખેંચે નહિં તેનું ધ્યાન રાખીએ. વીજ વાયરમાં ફસાયેલ પતંગને બાળકો વાંદ ના બંબુ કે લોખંડના સળીયા અથવા કોઇપણ પ્રકારના સાધન દ્વારા કાઢવાનો પ્રયત્ન ન કરે તેનું ધ્યાન રાખીએ. વીજ વાયરમાં ફસાયેલ પતંગને કાઢવા માટે બાળકો તાર, વાયર કે મેગ્નેેટીક ટેપ કે દોરા નો ઉપયોગ ન કરે તેની તકેદારી રાખીએ. ડટ્ર ગન, ફસ જેવી ચાઇનીઝ મેઇકના દોરાના મેગ્નેેટીક – વીજવાહક પદાર્થવપરાયેલો હોય છે. તો આવા દોરા બાળકો બીલકુલ ન વાપરે તેની ખાસ તકેદારી રાખીએ. બાળકો રાત્રીના અંધારામાં વીજ વાયરો જોયા સીવાય તુકકલ (ફાનસ) ન ચડાવે તેનું ધ્યાન રાખીએ. અગાસી ઉપર પતંગ ચગાવતી વખતે બે ધ્યાન પણે બાળકો નજીકમાં પસાર થતી લાઇનના વાયરના સંપર્કમાં નઆવી જાય તેની તકેદારી રાખીએ.


વસતી ઓછી હોવાને કારણે બગસરાને પ્રાંત કચેરી નહી મળે

અમરેલી, બગસરાને પ્રાંત કચેરી આપવા માંગણી થતા રાજ્ય સરકારમાં દરખાસ્ત થયેલી પણ ઓછી વસ્તીને કારણે બગસરાને પ્રાંત કચેરી આપી શકાત તેમ ન હોય એવો જવાબ નિવાસી અધિક કલેકટરે સેક્શન અધિકારી ગાંધીનગરને આપેલ છે.તેથી હવે પ્રાંત કચેરીની લોકોની આશાઓ ઉપર પાણી ફરી વળ્યુ છે.અમરેલી જિલ્લાનાં બગસરા ખાતે નવી પ્રાંત કચેરી શરૂ કરવા દરખાસ્ત મુકાઇ હતી. આ અંગે અહેવાલ મુજબ બગસરા તાલુકો હાલ ધારી પ્રાંત કચેરીમાં કાર્યરત છે.
બગસરા તાલુકામાં 34 ગામ અને એક નગરપાલીકા આવેલ છે. બગસરા તાલુકાની વસ્તી સેશન્સ કોર્ટ અને પ્રાંત કચેરી કાર્યરત કરવા ઓછી હોવાનું જણાવેલ છે. તેથી પ્રાંત કચેરી આપી શકાય તેમ ન હોય તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી પાંડોરે સેક્શન અધિકારી ગાંધીનગરને પત્ર પાઠવી દિશા નિર્દેષ કર્યો છે. તેથી પ્રાંત કચેરી મળવી અશક્ય હોવાનું પણ જાણવા મળ્યું છે.


error: Content is protected !!