Main Menu

Friday, January 31st, 2020

 

રાજુલાના ઘાંચીવાડમાં સામાન્ય બાબતમાં યુવાનની ઘાતકી હત્યા : એકને ગંભીર ઇજા

રાજુલા,રાજુલા શહેર ના ઘાસીવાડા વિસ્તાર આજે ભર બપોરે ઘટના બની હતી અહીં ઈરફાન ઇનુસભાઈ વારીયા અને આલ્ફાક બને ઉપર વસીમ વારીયાએ છરી વડે હુમલો કરતા ઈરફાન ઇનુસભાઇ વારીયા નામના યુવક નુ મોત થતા મામલો હત્યા મા પલટાયો અને આલ્ફાક ને વધુ સારવાર માટે મહુવા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હતો ઘટના ને લઈ ને મુસ્લિમ સમાજ ના ટોળે ટોળા હોસ્પિટલ દોડી આવ્યા હતા જોકે ઘટના ની જાણ થતા રાજુલા પી.આઈ.જે.ડી.જાલા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને અલગ અલગ દિશા મા તપાસ હાથ ધરી છે જોકે પોલીસ ની પ્રાથમિક તપાસ મા હત્યા પાછળ અગાવ મનદુ:ખ થયા નુ કારણ જાણવા મળી રહ્યુ છે અગાવ ઘર પરિવાર ના મનદુ:ખ ના કારણે ઘટના બની હોવાનુ મનાય રહ્યું છે હાલ મૃતક ની લાશ પી.એમ.માટે રાજુલા હોસ્પિટલ ખસેડાય છે અને હત્યા નો ગુન્હો નોંધવા ની તજવીજ હાથ ધરી છે અને આરોપી પણ મૃતક ના કુટુંબીજન ભાઈ હોવાનુ જાણવા મળી રહ્યુ છે અને આરોપી ઝડપી પાડવા માટે પોલીસ એ ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર મામલે રાજુલા પી.આઈ.તપાસ ચલાવી રહ્યા છે


અમરેલીમાં દબાણની ખાલી કરાવાયેલ જગ્યાએ ફેન્સીંગ કરી ટેન્ટ ઉભો કરાયો

અમરેલી,ગઇ કાલે અમરેલીની કોર્ટ માં આવેલા ચુકાદા બાદ અમરેલીની જિલ્લા બેન્કની પાછળ આવેલી કીંમતી જગ્યા પોલીસ બંદોબસ્ત હેઠળ ખુલ્લી કરાવાઇ હતી અને આ જગ્યા ખુલ્લી કરાવીને આ દબાણની ખાલી કરાવાયેલ જગ્યાએ ફેન્સીંગ કરી ટેન્ટ ઉભો કરાયો હતો અહી રાતભર પોલીસના બંદોબસ્ત હેઠળ જમીન સાફ કરી કોડર્ન કરી લેવામાં આવી હતી અને આ જમીનમાં કોઇએ ગેરકાયદેસર પ્રવેશવુ નહી તેવા કોર્ટ હુકમનું બોર્ડ મારી દેવામાં આવ્યું હતુ.


બાબરાના ખંભાળા પાસે પંમ્પીંગ સ્ટેશનમાં 12500 કે.વી.એ.નું વિજ જોડાણ અપાયું

અમરેલી,અમરેલી શહેર તેમજ જીલ્લાના કેટલાક તાલુકાઓને સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી પુરૂ પાડવા માટેની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે. જેમાં બાબરા તાલુકાના ખંભાળા નજીક રાજકોટ ડીવીઝન તેમજ અમરેલી ડીવીઝનને નર્મદાનું પાણી આપવા માટે પંમ્પીંગ સ્ટેશન બનાવવામાં આવ્યુ છે. જેમાં પંમ્પીંગ સ્ટેશનમાં 2000 કેવીએની 6 જેટલી મોટરો ફીટ કરી દેવામાં આવી છે. અને આ કામગીરી પુર્ણ થઇ જતા અગાઉ 7500 કેવીએનું તેમજ આજરોજ 12500 કેવીએનું વિજ જોડાણ આપી અને મોટરોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. વિજ કંપનીના સુત્રોના જણાવ્યા પ્રમાણે એક નાના રૂમ જેવડી એક મોટર મુકવામાં આવી છે. અમરેલી સિંચાઇ ડીવીઝન માટે વિજ જોડાણ મેળવવા માટે અંદાજે રૂા. 20 કરોડનો ખર્ચ થયો છે તેમ અમરેલી સિંચાઇ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.
અમરેલી સિંચાઇ ખાતાના સુત્રોના જણાવ્યા પ્રમાણે બાબરાના ખંભાળાથી અમરેલી સુધીની 47 કિ.મી.સુધીની પાઇપલાઇન બીછાવવાની અલગ અલગ સેકશનમાં કામગીરી ચાલી રહી છે. જેમાં ચિતલથી અમરેલી સુધીની 15 કિ.મી.ની પાઇપલાઇન નાખવાની થાય છે તેમાંથી હાલમાં 6 કિ.મી.ની પાઇપલાઇન નાખવાની કામગીરી પુર્ણ થઇ ચુકી છે. અને બાકીની પાઇપલાઇન નાખવાનું કામ યુધ્ધના ધોરણે ચાલી રહયુ છે. અને આ કામ સંભવત જુન સુધીમાં પુર્ણ કરી દેવામાં આવશે તેમ અમરેલી સિંચાઇ ખાતાના સુત્રોએ જણાવ્યુ હતુ.


રાજુલામાં બાયોડિઝલના 2 અલગ અલગ પંપ પર તંત્રએ ત્રાટકી 12 લાખથી વધુનો જથ્થો સીઝ કર્યો

અમરેલી, રાજુલા ના હિંડોરણા ચોકડી ની આગળ જાફરાબાદ રોડ પર બાયો ડીઝલ નો મોટા પ્રમાણ મા જથો સીઝ કરાયો છે અહીં મોડી સાંજે પ્રાંત અધિકારી કે.એસ.ડાભી,મામલતદાર ગઢીયા સહિત નાયબ મામલતદારો સહિત ની તંત્ર ની ટીમો અહીં એક સાથે 2 અલગ અલગ આ પ્રકાર ના પંપ પર પોહચી કાર્યવાહી હાથ ધરી હતી જોકે તંત્ર ના દરોડા મા વિનાયક બાયોડિઝલ 6 લાખ નો જથો સીઝ કરી દેવાયો છે ઉપરાંત અહીં આગળ એ.જે.બાયોડીઝલ 6 લાખ 5 હજાર ઉપરાંત નો જથો સીઝ કર્યો કુલ 12 લાખ કરતા વધુ નો જથો સીઝ કરી લેવાયો છે જ્યારે અહીં સ્ટોક રજીસ્ટર તેમજ લાયસન્સ ન હોય મંજૂરી પણ ન હતી તેવુ મામલતદાર ગઢીયા એ ટેલિફોનિક વાત ચીત મા કહ્યુ હતુ જોકે મોડી સાંજે આ જથો સીઝ કરતા વાહન ચાલકો મા ફફડાટ વ્યાપી ગયો હતો


અમરેલી જીલ્લાની બેંકોના 1200 કર્મચારીઓ આજે હડતાલમાં જોડાશે

અમરેલી,પગાર વધારા સાથેની વિવિધ માંગણીઓ અંગેની વાટાઘાટો પડી ભાંગતા દેશભારની રાષ્ટ્રીકૃત બેંકોના કર્મચારીઓ અને અધિકારીઓના 9 યુનિયનો દ્વારા આગામી તા. 31 જાન્યુુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસ માટે બેંક હડતાલનું દેશ વ્યાપી એલાન કરવામાં આવ્યું છે. આ બે દિવસની હડતાલના પગલે બેંકો ત્રણ દિવસ બંધ રહેશે. કારણ કે 2જી ફેબ્રુઆરીએ રવિવાર છે. હડતાલ નિવારવા દિલ્હી ખાતે ચીફ લેબર કમિશ્નર રાજન વર્માએ પ્રયાસો કર્યા હતા. પરંતુ બેંક સંચાલકોએ કોઇ નકકર દરખાસ્ત યુનિયનો સમક્ષ ન કરતા.
આ વાટાઘાટો ચીફ લેબર કમિશ્નરની મધ્યસ્થી છતાં પડી ભાંગી હતી. આ વાટાઘાટોમાં કર્મચારી – અધિકારીઓના નવ સંગઠનના બનેલા યુનાઇટેડ ફોરમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. આ વાટાઘાટો અને હડતાલ અંગે જણાવવાનું કે બેંકોમાં પગાર તથા નોકરીની અન્ય શરતો દર પાંચ વર્ષે બેંક સંચાલકો અને યુનિયનો વચ્ચે દ્વિ – પક્ષી વાટાઘાટો દ્વારા રીવાઇઝ થાય છે. છેલ્લે 2012 માં પાંચ વર્ષે માટે પગાર ધોરણો નકકી થયા હતા. જેની મુદત નવેમ્બર – 2017 માં પુરી થઇ છે. સરકારે બેંક સંચાલકોને 2016 માં સ્પષ્ટ જણાવ્યું હતું. કે મુદત પુરી થાય તે પહેલા વાટાઘાટો પુરી કરી નવા પગાર ધોરણો નકકી કરી લેવા. આ અન્વયે યુનિયનોએ પોતાની માંગણી સમયસર રજુ કરી હતી. દર વખતે ઢીલમાં જ બધ્ાુ ધકેેલી દેવાની વૃતી ધરાવતા બેંક સંચાલકોએ મે – 2018 સુધી કેટલો પગાર વધારો આપવા માંગે છે. તે વાત જ ન ઉચ્ચારી પરીણામે દ્વિ – પક્ષ વાટાઘાટો કઇ રીતે શકય બને ? મે – 2018 માં કારમી મોંઘવારીમાં પીસાતા કર્મચારીઓની મશ્કરી કરતા હોય તેમ પાંચ વર્ષે માત્ર 2 ટકા પગાર વધારો આપવા તૈયારી બતાવી હતી. છેલ્લે 2012 માં જે કરારો થયા તેમાં પણ 15 ટકા વધારો અપાયો હતો. છેલ્લા પાંચ વર્ષેમાં મોંઘવારી સ્થિતિ જોતા યુનિયનોએ 20 ટકા વધારો માંગયો છે. પરંતુ વર્ષે 4 ટકા લેખે પાંચ વર્ષે 20 ટકા જેટલો વાજબી વધારો પણ ન આપવાના બેંક સંચાલકોના જીદિ અમાનવીય વલણના પરિણામે બેંક કામદારો અને અધિકારીઓ પાસે હડતાલ સિવાય કોઇ વિકલ્પ રહયો નથી.


બાબરા લાઠી લીલીયામાંથી 18 લાખની વિજચોરી પકડતી વિજીલન્સ

અમરેલી,અમરેલી જીલ્લામાં વધ્ાુ વિજ લોસ ધરાવતા ફીડરોમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા માટે છેલ્લા બે દિવસથી વડોદરાની વડી કચેરીની વીજીલન્સ ટીમ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહયુ છે જેમાં ગઇ કાલે ધારી કુંકાવાવ,વડીયામાંથી 15 લાખની વિજ ચોરી ઝડપી લીધા બાદ આજ સવારથી બાબરા, લાઠી, લીલીયા તાલુકાના ગામોમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લેવા 47 ટીમ દ્વારા સવારથી વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ જેમાં કુલ 684 જેટલા કનેકશનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 130 કેસો વિજ ચોરીના ઝડપાતા રૂા. 18.20 લાખના વિજ બીલો બનાવવામાં આવ્યા હતા. આમ વિજીલન્સની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા વિજ ચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. અમરેલી વિજ વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી જાડેજાના માર્ગદર્શન હેઠળ અને વીજીલન્સ ટીમના અધિકારી શ્રી ચૌધરીની આગેવાની હેઠળ છેલ્લા બે દિવસથી વિજ દરોડા પાડવામાં આવી રહયા છે. જેમાં ગઇ કાલે ધારી, ચલાલા, લીલીયા પંથકમાંથી વિજ ચોરીના કેસ ઝડપી લીધા બાદ આજ સવારથી બાબરા, લાઠી, લીલીયા તાલુકાના ખારા, ભોરીંગળા, નાના લીલીયા, સનાળીયા, નીલવડા, ખંભાળા, લાલકા, વાંકીયા, વાવડી, ચાવંડ, હીરાણા, મતીરાળા તેમજ બાબરા શહેરમાં 47 ટીમ દ્વારા વિજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ. આ ચેકીંગ દરમ્યાન કુલ 684 જેટલા વિજ જોડાણો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી 130 કેસમાં ગેર રીતી ઝડપાતા રૂા. 18.20 લાખના વિજ બીલ ફટકારવામાં આવ્યા હતા. આમ અમરેલી વિજ વર્તુળ કચેરી હેઠળના ગામોમાં વિજ ચેકીંગ હાથ ધરાતા વિજ ચોરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. અને હજુ પણ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં વિજ ચેકીંગ ચાલુ રાખવામાં આવશે તેમ વિજ વર્તુળ કચેરીના સુત્રોએ જણાવ્યુ હતુ.


અમરેલીના મુખ્યમાર્ગો ઉપર એકસો દબાણો : નોટીસો અપાઇ

અમરેલી,અમરેલી શહેરનો વિસ્તાર ચારેય દિશામાં વધી રહયો છે સાથોસાથ શહેરની જનસંખ્યામાં પણ ઉતરોઉતર વધારો થઈ રહયો છે સાથોસાથ વાહનોની સંખ્યા પણ સતત વધતી જતી હોય શહેરના તમામ રસ્તાઓ સાકડા બની ગયા છે તેમજ મુખ્યમાર્ગ ઉપર અને અનીય વિસ્તારોમાં સૌ જેટલા ગેરકાયદે દબાણો દુર કરવા માટે નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા નોટીસ ફટકારવાનુ શરૂ કરવા આવ્યુ છે જેમાં આજરોજ જેંશીગપરા શીવાજી ચોકમાં રસ્તાને નડતર રૂપ 23 જેટલા દબાણો દુર કરવા નોટીસ ફટકારી છે. તથા રસ્તાાની વચ્ચે આવેલ હનુનામદાદા ના મંદિરનું સ્થળતર કરવામાં આવશે નગરપાલીકા ની ટીપી. શાખા એ નોટીસો ફટકારતા દબાણ કરતા ખળભળાટ મચી જવા પામ્યોે છે
અંગેની પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં 100 વધ્ાુ જેટલા રસ્તો ઉપર ગેરકાયદેસર લોકો દ્વારા છેલ્લા 40વર્ષ થી દબાણો રસ્તાઓ ઉપર કરવામાં આવ્યા હોવાના કારણે રસ્તાઓ દિનપ્રતીદિન સાકડા બનતા જતા હોવાના કારણે ટ્રાફિક સમસ્યા વધ્ાુ ઘેરી બનતી જતી હોય નગરપાલિકા ટીપી શાખા દ્વારા આવા રસ્તો નડતર રૂપ રહેલ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં જેંશીગપરામાં શીવાજી ચોક પાસેનો રસ્તો દબાણ કરતાઓએ દબાવી લીધો હોય 23 જેટલાને દબાણ દિવસ 7માં દુર કરવાની નોટીસ ફટકારવામાં આવતા લોકોમાં દોડધામ મચી જવા પામી છે સાથોસાથ આ રસ્તાની વચોવચ વરસો જુનુ હનુમાનનુ મંદિર આવેલુ છે તે નગરપાલિકા અને આ વિસ્તારના રહેવાશીઓ સાથ સહકારથી આ મંદિરનુ સ્થળાતર કરવામાં આવશે ઉપરાંત શહેરના અનેક રસ્તા ઉપરના દબાણો પણ તબકકાવાર દુર કરવામાં આવશે તેમ નગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખાના સુત્રોએ જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે, અગાઉ જયાથી આખી એસટી બસો પસાર થતી હતી તેવા અમરેલીના અનેક રાજમાર્ગો નગરપાલિકાના નકશામાંથી ગુમ થઇ ગયા હોય ત્યા દબાણો હટાવવાની કોઇ કાર્યવાહી થતી નથી આવા માર્ગ તે પાલિકાને ન દેખાતા હોય તો તેને કોણ દેખાડશે ? એકાદ જગ્યાએ થયેલા દબાણની ખુબ કાળજી રાખનારા જાગૃત આગેવાનો આ માટે કેમ મૌન છે ? શુ તે આ ગંભીર મુદે કોઇથી ડરે છે ? તેવો સવાલ શહેરમાં ઉઠવા પામેલ છે.


31-01-2020


error: Content is protected !!