Main Menu

Tuesday, February 4th, 2020

 

રાજુલા જાફરાબાદમાં મીઠાનાં અગરની લીઝો રીન્યુ ન થતા હજારો લોકો બેરોજગાર થશે

અમરેલી જીલ્લા દરીયાકિનારે સોલ્ટ જમીન રીન્યુ કરવા એસોસિએશન એ માંગ ઉઠાવી છે ગૂજરાત ના દરીયાકિનારે 1600/કીમી દરીયાકિનારો છે મચ્છ ઉધોગ મીઠું ઉધોગ જેમાં અમરેલી જીલ્લા મા રાજુલા જાફરાબાદ વિસ્તાર મા ચાંચબદર,ખેરગામ,પટવા,સમઢીયાળા કથીવદર,પીપાવાવ ધામ, નિંગાળ, ભેરાઇ, કડીયાળી,જાફરાબાદ, સહિત દરિયા કાંઠા ના ગામો નજીક અનેક ગામો મીઠું અગીયાર મંડલી ઓ સોલ્ટ મોટા નાના નિમ્મક ઉધોગ એકમો આવેલ છે જેમા દસ થી વીસ હજાર લોકો ગૂજરાન સૂવીધા હોયછે પરંતુ સોલ્ટ જમીન સરકાર લીઝ ઉપર હોય ત્યારે જ્યારે કોઈ યોજના લાભો માટે રિન્યુ લીઝની અધિકારી ઓ આગ્રહ રાખતા હોય છે કંપની ઓ મીઠુ ખરીદી લીઝની મૂદતો કેટલી છે તે ધ્યાન લેતા હોય ત્યારે નાની બાબતોને લય લીઝો રીન્યુ વિલંબ વનવિભાગ ખાતૂ ના નામે લીઝ ધારકો હેરાન ગતિ ભોગવી પડે છે લીઝો ની કલેકટર મંજૂરી આપે ત્યારે ખૂબ ચકાસણી કરીને જમીન અપાઈ છે ચાલુ હોય અનેક પરિવાર દહેજ સૂરતમા ભાવનગર મીઠુ મજૂર કરવા પંદર હજાર લોકો જતા રહે છે વહાણ હોડી માછીમારી હજારો સંખ્યા રોજીરોટી ઉપર છે ખૂબ લોકો પોરબંદર સલાયા વેરાવળ વહાણો કામ કરેછે મૂખ્ય મંત્રી દ્વારા અગરીયા પણ મનની મોકળાશ કાર્યક્રમ થયલો સરકાર ધણી વખતે કિટ્સ વિતરણ કરે છે સાગર ખેડૂત શાળા કોલેજ પણ સરકાર ચાલૂ કર્યાં છે પરંતુ કિસાનો વિમા લોનછતા લીઝો રીન્યુ વિલંબ થી સાગર ખેડૂત પરેશાન સોલ્ટ એસોસિએશન દ્વારા માંગ ઉઠવા પામી છે મૂખ્યમંત્રી નવી લેન્ડ શોધવા સરકાર મદદ કરવા વાતોકરે છે પરંતુ અપાઈ ગયેલી જમીન રીન્યુ કરવા મા વિલંબ કરી રોજગાર છીનવી લેવા ભીતી સેવાઇ રહી છે ત્યારે વહીવટી તંત્ર જાગૃત બન્ને અને માંગ ઉઠવા પામી છે મોટી કંપની કે વધારે ભાગે મોટા યંત્રો ઉપયોગ કરે છે લોકો રોજગાર છે જે રિન્યુ નથી થતી કંપની લીઝો મીલીભગત થી રીન્યુ થતી હોવાની સર્ચા ભારે સર્ચા નુ વિષય બન્યુ છે ત્યારે તાકીદે મીઠા ના અગરો ની લિજો ને રીન્યુ કરી દેવા મા આવે તેવી લોક માંગ ઉઠી છે.


રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં તમામ રસ્તાઓ બનાવવા રૂપીયા 36 કરોડ મંજુર

રાજુલા,રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તાર ના નીચે મુજબ ના જુદાજુદા કેટેગરી ના રસ્તા ઓ તમારા બધા ની રજુઆત સતત અમારા સુધી પહોંચી હતી જેની રજુઆત અમારા દ્વારા સરકાર સમક્ષ કરવા માં આવેલ જેને લીધે સરકાર શ્રી દ્વારા છત્રીસ કરોડ ના ખર્ચે આ બધાજ રોડ પાસ કરવા માં આવ્યા તે ખુબજ આવકાર્ય છે.કાચા થી ડામર (નોન પ્લાન) રસ્તાઆ (11 કરોડ 60 લાખ)1. ડુંગર – કથીવદર રોડ,2. બબેટાણા – કુંડલીયાણા રોડ,3. ભાડા – વડલી રોડ,4. જોલાપર – વિક્ટર રોડ,5. દેવકા – કડિયાળી રોડ ,7 વર્ષ રિસરફેસિંગ(10 કરોડ 95 લાખ) ,1. – વડલી – ચારોડીયા રોડ,2. – જાપોદર વાવડી રોડ,3. – વાવડી નેસડી રોડ,4. – ચોત્રા કંથારીયા સરોવડા રોડ,5. – આગરિયા – ભાક્ષી રોડ,6. – ચીત્રાસર – વડલી રોડ,7. – ભચાદર – ઉચ્ચૈયા રોડ8. – વાવેરા – ખારી – બાબરીયાધાર રોડ 9. – ડુંગર – વિજપડી રોડ,10 વર્ષ રિસરફેસિંગ,(4 કરોડ 20 લાખ),1. – હેમાળ – માણસા રોડ,2. – મોટા રીંગણીયાણા – રાજપરડા રોડ ,3. – ઉટિયા એપ્રોચ,4. – ચાંચ – મચ્છીપરા રોડ,5. – કથીવદરપરા – એપ્રોચ,6. – નાગેશ્રી જુના પાદરપરા એપ્રોચ,7. – ડેડાણ – માલકનેશ રોડ,8. – ખેરા એપ્રોચ રોડ,કોઝવે થી પુલ,( 8 કરોડ 40 લાખ),1. – ડુંગર રાભડા રોડ ઉપર,2. – ડુંગર દાંતરડી રોડ ઉપર,3. – રાજુલા વડલી ડુંગર રોડ ઉપર,4. – દાંતરડી રાભડા વાંગરરોડ ઉપર,5. – ઘેસપુર સોખડા રોડ ઉપર,6. – ભાડા સાકરીયા કડીયાળી રોડ ઉપર,7. – ડેડાણ જીવાપર કાતર રોડ ઉપર,8. – જામકા આંબલિયાળા રોડ ઉપર,9. – પીપરિયા બેડિયા રોડ ઉપર


અમરેલીમાં ઇસરો લાઇવ મોડેલથી મીશન માર્શનું પ્રદર્શન કરશે

અમરેલી,ભારતને વિશ્ર્વકક્ષાએ વૈજ્ઞાનીક હરોળમાં મુકનાર ડો.વિક્રમ સારાભાઈની 100 વર્ષની ઉજવણીના ભાગ રૂપે ઈસરોના વૈજ્ઞાનીકો, લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવનનાં સયુક્ત ઉપક્રમે તા.11 થી 19 સુધી તાલુકા કક્ષાએ તેમજ અમરેલી ખાતે વિજ્ઞાનને લગતા વિવિધ ચિત્રો નું ઈસરો તથા સાયન્સ સીટી ટેકનોલોજી, લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલભવનનાં સયુક્ત ઉપક્રમે પ્રચાર અને પ્રશાર કરવા માટે તા.11 થી 19 દરમ્યાન જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ કેમ્પો યોજવામાં આવશે. આ અંગેની ચરચા વિચારણા કરવા માટે અમરેલી જીલ્લા કલેક્ટર આયુષ ઓક સાથે ઈસરોના વૈજ્ઞાનીકોની એક બેઠક યોજાઈ હતી જેમાં આ કાર્યક્રમને વધ્ાુમાં વધ્ાુ લોકો સુધી પહોંચાડો અને લોકો આ પ્રદર્શન નીહાળવા આવે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યુ હતું.
ભારત તેમજ વિશ્ર્વમાં વિજ્ઞાન ક્ષેત્રે ભારતનો ડંકો વગાડનાર એવા ડો.વિક્રમ સારાભાઈની 100 વર્ષની ઉજવણીનાં ભાગ રૂપે અમરેલી શહેરમાં તેમજ તાલુકા કક્ષાએ વિવિધ કેમ્પો યોજવામાં આવનાર છે.
જેમાં ભારતનાં વૈજ્ઞાનીકો દ્વારાઅઉકાશ ક્ષેત્રે જે હરણ ફાળ ભરી છે. અને વૈજ્ઞાનીકો દ્વારા વિશ્ર્વનાં અન્ય દેશો પણ અચંબીક થઈજાય તેવી સિધ્ધીઓ પ્રાપ્ત કરી છે તેના વિવિધ મોડેલ અને ચિત્રોનું એક એકઝીબીશન તા.11 થી 15 દરમ્યાન તાલુકા કક્ષાએ તેમજ 15 થી 19 દરમ્યાન અમરેલી ખાતે આવેલ બાલભવનમાં આ પ્રદર્શન યોજાનાર છે. આ કાર્યક્રમને વધ્ાુમાં વધ્ાુ લોકો સુધી પહોંચાડવા માટે અમરેલી જીલ્લા કલેક્ટર અને ઈસરોના વૈજ્ઞાનીકોની એક બેઠક યોજાઈ હતી.


અમરેલીમાં સીવીલમાં ઇમરજન્સીમાં આવતા દર્દી ખરાબ માર્ગથી ઠેબા ખાય છે

અમરેલી, જનરલ હોસ્પિટલ અમરેલી કેમ્પસમાં આવેલ એસ.ટી.બસ સ્ટેેન્ડ થી લાઠી રોડ સુધીનો જોડતો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. ડિલેવરીના દર્દીઓને ખુબ જ મુશ્કેેલીઓ પડે છે. તથા અકસ્માતના દર્દીઓને પણ મુશ્કેેલીઓ થતી હોય માટે લાઠી રોડ થી એસ.ટી.બસ સ્ટેેન્ડ રોડ ભુગર્ભ ગટરના કારણે ખાડા ખુબડ વાળો હોય તો સત્વરે આપના દ્વારા નવો સીસી રોડ બનાવી આપવા માટે અમરેલીના સિવિલ સર્જને સરકારના પીઆઇયુ વિભાગને રજુઆત કરી છે. જયા રેડક્રોસ સોસાયટીની બ્લડ બેન્ક આવેલી અને જનઔષધી ભંડાર છે.તેવો આ માર્ગ માર્ગ અને મકાન કે પાલિકાને બદલે પીઆઇયુ નામના કોઇને ખબર ન હોય તેવા વિભાગના હવાલે છે .જેના કારણે લોકોેને રજુઆત કરવી હોય તો કોને કરવી ? તેની મુંજવણ સાથે રોષ ભભુકી રહયો છે.


જિલ્લામાં પરપ્રાંતિઓની નોંધણી ન કરાવનાર ઉપર ગુનો દાખલ થશે

અમરેલી,અમરેલી જિલ્લામાં હાલમાં લાખોની સંખ્યામાં જિલ્લા અને રાજયબહારથી આવેલા શ્રમીકો કામ કરી રહયા છે અને આ લોકો જો કોઇ ગુનો કરે તો તેને પકડવા એટલે ઘાસમાંથી સોય શોધવા જેવુ અઘરુ કામ હોય છે તેથી આવા બનાવો બનતા અટકાવવા અને જો બહારથી આવેલ લોકો ગંભીર ગુનાઓ કરે તો તેને પકડવા માટે સાવચેતીના પગલા સ્વરૂપે એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં પરપ્રાંતિઓની નોંધણી ન કરાવનાર ખેડુતો અને કારખાનેદારો તથા વેપારીઓ ઉપર ગુનો દાખલ કરવાની તૈયારીઓ થઇ હોવાનું જાણવા મળેલ છે.
અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં એસપી શ્રી નિર્લિપ્ત રાયે જણાવેલ કે, એકાદ માસમાં જિલ્લામાં બનેલી ચોરી, હત્યા, લૂંટ, એમપીના બે ગુનેગારો દ્વારા થયેલ ગેંગરેપ સહિતની ગંભીર ઘટનાઓની નોંધ લઇને ઝુંબેશ શરૂ કરાઇ છે.
જિલ્લા તથા રાજય બહારના ખેત મજુરો અને કારખાનાઓ તથા દુકાનોમાં કામ કરનારાઓની નોંધણી નહી કરાવનારા ખેડુત કે કારખાનેદાર સામે કડક પગલા લેવાનો એકશન પ્લાન તૈયાર થઇ ગયો છે.
અમરેલી જિલ્લાના લોકોના હિત માટે પોલીસ તંત્ર દ્વારા કરાઇ રહેલી આ ઝુંબેશમાં લોકો સહકાર આપે તો તે તેના માટે જ ફાયદાકારક સાબીત થશે.


04-02-2020


error: Content is protected !!