Main Menu

Wednesday, February 12th, 2020

 

ખેડૂતોના પ્રશ્ર્નોનું નિરાકરણ કરતા શ્રી દુધાત

સાવરકુંડલા,સાવરકુંડલા વોર્ડ નં:3 માં આવેલ ગટર ડ્રેનેઝ પંપિંગ સ્ટેશન બંધ છે તેનું પાણી ઓવરફ્લો થઈ ને જે ખેડૂતો નો અમૃતવેલ કાયમી ગાડા કેડો અને રસ્તો છે ત્યાં ઘણા સમયથી લોકો ને ગટર ના પાણી ઓવરફ્લો થતા વાહનો ચલાવવામાં તેમજ ચાલી ને જવામાં ઘણી મુશ્કેલીઓ પડતી જેને લઈને તે વિસ્તાર ના ખેડૂત અગ્રણી બટુકભાઈ વિરાણી એ રજુઆત કરી અને ધારાસભ્ય પોતાના કાફલા સાથે રમેશભાઈ જયાણી તેમજ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા, સાવરકુંડલા નગરપાલિકા ના ચીફ ફિસર ને સ્થળ ઉપર બોલાવી અને તાત્કાલિક યુદ્ધના ધોરણે બંધ પંપિંગ સ્ટેશનની જે ત્રણ મોટરો હતી તેને બહાર કાઢી રીપેરીંગ કરાવવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી અને ત્યાં જે મોટરો બંધ હોય ત્યારે જે દૂષિત પાણી જે ગાડા કેડા માં જતું તે ફરી વખત ના જાય તે માટે 15 દિવસ માં બંધારો બાંધવાની સૂચના આપવામાં આવી અને સાથે બધાજ ખેડૂતો ને રાખીને તેમની રજુઆત સાંભળી અને 15 દિવસ માં આ પ્રશ્નનું યોગ્ય નિરાકરણ કરી આપવા ચીફ ઓફિસર સાહેબ ને સૂચન કરી ખેડૂતો ના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું અને આ જોઈ ખેડૂતો ધારાસભ્ય શ્રી નો આભાર માન્યો હતો.


પીપાવાવ પોર્ટ હવે સિંહો માટે કાયમી નિવાસસ્થાન બન્યું

રાજુલા,ગુજરાત ની આનબાન અને શાન સમા સિંહો એક સમયે જંગલ વિસ્તાર તરફ રહેતા હતા અને ત્યાર બાદ ગ્રામ્ય વિસ્તાર તરફ વળ્યા હતા ત્યારે હવે રાજુલા પંથક માં આવેલ પીપાવાવ પોર્ટ નિવાસ સ્થાન બનાવ્યુ છે ત્યારે તેમની સુરક્ષા કરવી તે રાજય સરકાર અને વનવિભાગ ની જવાબદારી છે કેમ કે જોખમી કન્ટેનરો અને ઉધોગો મા ધમધમતા વાહનો વચ્ચે સિંહો એ કેમ્પ બનાવ્યો છે ત્યારે સુરક્ષા ને લય ને ગંભીર ચિતા કરવા ની જરૂર છે આ ઘટના ને રાજુલા વનવિભાગ ના અધિકારી ઓ ગંભીરતા દાખવા નથી ત્યારે કોઈ મોટો અકસ્માત સર્જાય શકે તેવી ભીતિ સેવાય રહી છે જોકે સમગ્ર મામલે વનવિભાગ દ્વારા તાકીદે ગંભીરતા પૂર્વક વિચારણા કરી સિંહો ની સુરક્ષા મા કોઈ પગલા નહીં ભરાય તો પીપાવાવ પોર્ટ પર મોટો અકસ્માત થવા ની પુરી શકયતા જોવા મળી રહી છે જે ગ્રુપ સિંહણ સિંહબાળ સાથે પોર્ટ ની જેટી પોહચ્યુ હતુ એજ ગ્રુપ આજે વહેલી સવારે પીપાવાવ પોર્ટ ના રેલવે યાર્ડ જયા કન્ટેનરો ના ખડકલા પડ્યા છે અને સતત કન્ટેનરો લોડ અંડલોડ થતા હોય છે મહાકાય વાહનો ધસમસતા હોય છે તેવા સમયે સિંહબાળ 4 સિંહણ સહિત ઘુસી જતા ભારે અફડા તફડી સર્જાય જાય છે જોકે અહીં ના પરપ્રાંતી મજૂરો માણસો તાકીદે ઓફિસો મા ઘુસી જાય છે પરંતુ આવી ઘટના દીનપ્રતિદિન વધતી જાય છે તે વન્યપ્રાણી ઉપર ખૂબ મોટી જોખમ જોવા મળી રહી છે આજ ના આ દ્રશ્યો કેમેરા મા કેદ થયા છે જોકે સમગ્ર ઘટના ને વનવિભાગ એ રેગ્યુલર બતાવી છે અહીં આવેલા ફોરવે માર્ગો પર ભૂતકાળ મા સિંહો ના અકસ્માત એ કમકમાટી ભર્યા મોત પણ નિપજેલ છે ત્યારે વન વિભાગ ના ઉચ્ચ અધિકારીઓ તાકીદે સિંહો ની સુરક્ષા મા કોઈ એક્સન પ્લાન નહિ બનાવે તો મોટો અકસ્માત થવા ની પુરી શકયતા જોવા મળી રહી છે સાથે સાથે આ રાજુલા રેન્જ મા વાઈલ્ડ લાઈફ મા અનુભવી આર.એફ.ઓ અધિકારી મુકવા પણ લોકો ની માંગ છે સિંહો અને વન્યપ્રાણી ની મુમેન્ટ થી જાણકાર રેવન્યુ વિસ્તાર અને ગીર મા કામ કરી ચૂકેલા આર.એફ.ઓ ની નિમણૂક કરવા માંગ ઉઠી છે


અમરેલીમાં અકસ્માત : બે સગા સાઢુભાઈનાં મોત

અમરેલી,અમરેલી શહેરનાં સાવરકુંડલા બાયપાસ રોડ ઉપર માતેલા સાંઢની જેમ પુરપાટ ઝડપે દોડી રહેલા ભારે વાહનો તેમજ કાર ચાલકો દ્વારા બે ફામ ગતીએ વાહનો ચલાવવામાં આવતા હોવાના કારણે અવાર નવાર અકસ્માતના બનાવો દિન પ્રતીદિન વધતા જાય છે. ત્યારે આજે સાંજનાં 5:30 વાગ્યા આસ પાસે કૈલાશ મુક્તિધ્ધામ નજીક સાવરકુંડલા તરફથી લાકડાભરી અને અને રાજકોટ તરફ જઈ રહેલ આઈશર અને સામેથી બાઈક ઉપર આવી રહેલ બે વ્યકિત સાથે ધડાકાભેર અથડાતા બન્ને બાઈક ચાલકો જે સાઢુભાઈ થતા હતા તેમનાં લાકડા નીચે દબાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજતા તુરંત તાલુકા પોલીસ દોડી ગય હતી. અને બંન્ને મૄતદેહોને બહાર કાઢી અને પી.એમ.માટે સીવીલ હોસ્પિટલ ખાતે મોકલી આમવામાં આવેલ. આ અંગેની વિગત એવા પ્રકારની છે સાવરકુંડલાથી લાકડા ભરી અને જી.જે.ઓ.03. એ.ઝેડ.3994. નંબરનું આઈસર આવી રહેલુ હતુ ત્યારે કૈલાશ મુક્તિધધામ પાસે આ આઈસર પહોંચ્યુ ત્યારે સામેથી બાઈક નંબર જી.જે.14.8481 ઉપર આવી રહેલ સાઢુભાઈ બાલુભાઈ બાબરીયા તથા કાળુભાઈ અકબરી આવી રહયા હતા ત્યારે ધડાકાભેર અથડાતા બંન્નેેનાં ઘટના સ્થળે બંન્નેેનાં મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતા લોકોનાં ટોળા એકત્ર થઈ ગયા હતા લોકોમાં ચર્ચાથી વિગતો મુજબ દ્વારકેશ નગરમાં રહેતા બાલુભાઈ બાબરીયા (ઉ.વ.68)ડાયમંડ તથા કન્ટ્રકશનનાં ધંધા સાથે સંકળાયેલ હતા જ્યારે શક્તિનગરમાં રહેતા કાળુભાઈ અકબરી (ઉ.વ.65) બંન્ને હનુમાન પરામાં ચાલી રહેલી સાઈટનું કામ ચાલતુ હોય તે જોવા જતા હતા ત્યારે બંન્ને સાઢુભાઈને કાળ ભરખી ગયો હતો.આમ આ બનાવ બનતા દ્વારકેશનગર તથા શક્તિનગરમાં ગમગીનનું મોજુ ફરી વળ્યુ હતુ.આ બનાવની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગય હતી. આ બનાવની તપાસ એ.કે.સરવૈયા તથા એ.એસ.આઈ., ડી.બી.સોલંકી તથા જી.એમ.જોષી વધ્ાુ તપાસ ચલાવી રહયા છે.


પાલિકાના સફાઇ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરો:37 સભ્યોની માંગણી

અમરેલી,
અમરેલી નગરપાલીકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં સફાઇની કામગીરી સુદ્રઢ અને નિયમીત થાય તે માટે કોન્ટ્રકટરો પાસે આ કામગીરી કરાવવામાં આવે છે. જેમાં મોટા ભાગના વિસ્તારોમાંથી સફાઇની કામીગીર નહી થતી હોવાની રહેવાસીઓ તેમજ નગરપાલીકાના સભ્યો દ્વારા અવાર નવાર કરવામાં આવી રહી છે. તેમજ કોઇ પણ કર્મચારી સરકારી કોઇ પણ પ્રકારના કોન્ટ્રાકટ રાખી શકતા ન હોવા છતા પણ કેટલાક કર્મચારીઓ દ્વારા આવા કોન્ટ્રાકટ રાખવામાં આવી રહયા છે સાથો સાથ 300 જેટલી સાયકલો સપ્લાય કરવામાં આવી છે તેવો હરીઓમ કન્ટ્રકશન દ્વારા ચીફ ઓફીસરની ખોટી સહી કરીને રાજ્ય સરકારના શહેરી વિકાસ સતા મંડળને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યુ છે. અને આ કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટમાં મુકવા માટે નગરપાલીકાની આરોગ્ય સમિતિના ચેરમેન સહિત 37 સભ્યોએ નગરપાલીકાના ચીફ ઓફીસરને ધગધગતો પત્ર પાઠવ્યો છે. તેમ અમરેલી શહેર વિકાસ સમિતિના ચેરમેન શ્રી પી.પી.સોજીત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતુ.
પત્રકાર પરિષદમાં જણાવતા પી.પી.સોજીત્રાએ જણાવ્યુ હતુ કે શહેરના વોર્ડ નં. 1,2,3,4,5 તેમજ 11 મળીને કુલ 6 વોર્ડમાં સફાઇની કામગીરી કરાવવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે. પરંતુ હરીઓમ કન્ટ્રકશન એજન્સી દ્વારા આ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે શહેરમાં કચરાના ઢગલા તેમજ જાહેર માર્ગો ઉપર ગંદકીના થર જોવા મળી રહયા છે અને નગરજનોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભી થવાની સંભાવના હોવાને ધ્યાને લઇને નગરપાલીકાના 37 સભ્યોએ ચીફ ઓફીસરને આ એજન્સીને બ્લેકલીસ્ટમાં મુકવી તેમજ ડિસેમ્બર તથા જાન્યુઆરી માસમાં વોર્ડ સફાઇ તથા સ્પોર્ટ સફાઇના કોઇ પણ પ્રકારના બીલ રજુ કરવામાં આવે તો તે ચુકવવા નહી.
આ ઉપરાંત આ એજન્સીને કચરો ઉપાડવા માટે ટ્રેકટર લોરી સાથે પાંચ, ઘન કચરો એકત્ર કરવા માટે ચાર રીક્ષા એજન્સીને નગરપાલીકા દ્વારા આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ એજન્સી દ્વારા નગરપાલીકાને ઉપરોક્ત વાહનો સુપ્રત કરવામાં આવ્યા નથી. તેમજ આ એજન્સી પાસેથી જ્યારે વાહનનો કબ્જો લેવામાં આવે ત્યારે એજન્સીના ખર્ચે મરામત કરાવી અને વાહનો લેવા તેવી રજુઆત સભ્ય દ્વારા ચીફ ઓફીસરને કરવામાં આવી છે.
આમ અમરેલી નગરપાલીકામાં સફાઇના મુદે હવે ધમાસણ મચવાનું લોકોમાં ચર્ચાઇ રહયુ છે. આ અંગે શહેર વિકાસ સમિતિના ચેરમેન પી.પી.સોજીત્રાએ અમરેલી જીલ્લા કલેકટર, કમિશ્નર ભાવનગર, ચેરમેન શ્રી ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડ ગાંધીનગર, શહેરી વિકાસ મંત્રી ગાંધીનગરને પત્ર પાઠવી વિસ્તૃત જાણ કરવામાં આવી છે.ઉપરોક્ત પત્રકાર પરિષદમાં નગરપાલીકાના સભ્ય પંકજભાઇ રોકડ, જયશ્રીબેન ડાબસરા, હીરેનભાઇ સોજીત્રા, નટુભાઇ સોજીત્રા, પ્રકાશભાઇ કાબરીયા તેમજ સમાજના અગ્રણી સંજયભાઇ રામાણી ઉપસ્થિત રહયા હતા.


1993ના મુંબઇ બ્લાસ્ટનું પગેરૂ અમરેલી સુધી પહોંચતા ખળભળાટ

અમરેલી,1993ની સાલમાં મુંબઇની ઝવેરી બજારમાં થયેલા શ્રેણીબધ્ધ બોમ્બ ધડાકાના સુત્રધાર ટાઇગર મેમણનો સાથીદાર ગણાતો મુનાફ હલારી ગયા રવીવારની રાત્રે મુંબઇ એરપોર્ટ ઉપર ગુજરાત એટીએસના પંજામાં સપડાઇ ગયો હતો અને આ મુનાફનો જન્મ અમરેલીમાં થયો હોવાના સમાચારે જિલ્લાભરમાં આજે દિવસભર પત્રકારોને દોડતા કરી દીધા હતા.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે, મુંબઇ બ્લાસ્ટ વખતે ટાઇગર મેમણને ત્રણ નવા સ્કુટર લાવી આપી અને ધડાકા બાદ ફરાર થઇ ગયેલા મુનાફ હલારીને રવીવારે રાત્રે પાકીસ્તાની પાસપોર્ટ ઉપર દુબઇ જતા ગુજરાત એટીએસે પકડી પાડયો હતો એટીએસે પકડેલ મુનાફનો જન્મ અમરેલી થયો હોવાનું અને તેણે શિક્ષણ ઔરંગાબાદ લીધ્ાુ હોવાનું ખુલ્યું હતુ. મુનાફનો જન્મ અમરેલીમાં થયો હોવાની માહીતીથી જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો હતો પરંતુ આધારભુત વર્તુળોમાંથી જાણવા મળતી માહીતી અનુસાર મુનાફની માતા અમરેલીની હતી અને તે પોતાના પીયર આવી ત્યારે મુનાફનો જન્મ અમરેલીમાં થયો હોવાનું બહાર આવ્યુ છે જોકે મુનાફના મોસાળ સાથે પરિવાર પણ અમરેલીનો હોવાની શકયતા નકારાતી નથી મુનાફનું ઇન્ટ્રોગેશન શરૂ થાય ત્યારે તેની સાચી જનમકુંડળીે અને અમરેલી સાથેના કનેકશનની વિગતો બહાર આવે તેવી પુરી શકયતાઓ રહેલી છે.


12-02-2020


error: Content is protected !!