Main Menu

Thursday, February 13th, 2020

 

અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી

અમરેલી,નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જે.પી સોજીત્રા તથા વાઈસ ચેરમેન એડવોકેટ સંદીપ પંડ્યાના નેતૃત્વ તમામ સરકારી શાળાઓનું આધુનિકરણ ગતિએ હાથ ધરવામાં આવ્યુ છે.અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા સમિતિના સભાખંડમાં ચેરમેન જે. પી. સોજીત્રાના અધ્યક્ષ સ્થાને અને શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન એડવોકેટ સંદીપ પંડ્યાની ઉપસ્થિતિમાં મળેલ. આ બેઠકમાં ગત સભાની થયેલ કાર્યવાહી વંચાણે લેવામાં આવેલ ત્યારબાદ એજેન્ડા મુજબ ગત સભાના ઠરાવ નું વંચાણ બહાલી સાવર કુંડલા રોડ ( લીલાં નગરમાં) નવી શાળા શરૂ કરવા અંગે થયેલ કાર્યવાહી અંગે અહેવાલ ચર્ચા કરવામાં આવી. નગર શિક્ષણ સમિતિ સંચાલિત તમામ પ્રાથમીક શાળા નો વાર્ષિક ઉત્સવ સંઘાણી હોલ માં ઉજવવા બાબત ચર્ચા સરકાર શ્રી ની સૂચના અનુસાર એકજ કેમ્પમાં ચાલતી બે શાળા (કન્યા -1 કન્યા -2) ને એકજ શાળા (કન્યા-2) માં મર્જ કરવા બાબત ગત સામાન્ય સભામાં ચેરમેન જે. પી. સોજીત્રાના અને શિક્ષણ સમિતિના વાઈસ ચેરમેન એડવોકેટ સંદીપ પંડ્યા એ કીધું તું કે નીચેના કામો થશે ને આ સભામાં અમે નીચે મુજબના કામો પૂર્ણ કર્યા તેની યાદી તમામ શાળા ઓ માં થયેલ કામો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ની તમામ શાળાની સુરક્ષા હેતુ અને નિરીક્ષણ માટે સી.સી. ટી.વી. કેમેરા લગાવાયા તથા દરેક શાળાઓમાં આધુનિક ગ્રીન બોર્ડ લગાડાયાં હનુમાન પરા પ્રાથમીક શાળામાં પાણી નો દાર કર્યો બહારપરા કન્યા શાળા જેસીંગ પરા શાળા અને રોકડીયા પરા શાળા માં પેવિંગ બ્લોક બેસાડી આધુનિક કમ્પાઉન્ડ બનાવાયું સાથો સાથ તમામ શાળા ઓ માં જુરીયાત મુજબનું રંગરોગાન અને જરૂરીયાત મુજબ નું સ્ટાઇલ્સ લગાડી આધુનિક શાળા ઓ બનાવાય આવતા દિવસો માં અમરેલી ના વિધાર્થીઓ ને વિજ્ઞાનિક શેત્રે આગળ વધે તે માટે આગામી દિવસોમાં અમરેલી માંથી સાયન્ટિસ બનવા બળ પૂરું પાડવા અમરેલી શહેર માં આધુનિક ગણિત વિજ્ઞાન પ્રયોગ શાળા નું નિર્માણ થશે આ પ્રયોગ શાળાએ પીજે અબ્દુલ કલામ નેશનલ યંગ સાયન્ટિસ સેન્ટર અને ડોક્ટર રામાનુજ મેન્થસ કલબ નું નિર્માણ થશે આ બેઠકમાં ઈન્ચાર્જ શાશનાધિકારી સોલંકી શિક્ષણ સમિતિના સભ્યો અરવિંદભાઈ કાબરીયા, લલિતભાઈ ઠુમ્મર , સમીર કુરેશી, , સરકારી સદસ્ય વિપુલ ભટ્ટી તથા હેડ ક્લાર્ક તેલીભાઈ ઉપસ્થિત રહયા હતાં તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અખબારી યાદીમાં જણાવેલ છે.


અમરેલી પાલીકાની ટેક્સ શાખા મિલ્કત જપ્તીમા લે તે પહેલા બાકીદારોએ વેરાની રકમ ભરપાઈ કરી

અમરેલી,અમરેલી નગરપાલીકાની મુખ્ય આવકના સ્ત્રોત્ર સમાન વેરા વસુલાત શાખાનો બાકી વેરો નહી ભરપાઈ કરનાર બાકીદારોને બાકી રકમ ભરી જવા માટે માંગણા નોટીસો ફટકારવામાં આવી હોવા છતા પણ વેરાની રકમ નહી ભરનાર આસામીઓની મિલ્કત જપ્તીમાં લેવાની કામગીરીનો પ્રારંભ આજથી શરૂ કરવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નં.11માં બે આસામી પાસે રૂ.40 હજારથી વધ્ાુ રકમની વેરાની રકમ બાકી હોય તે મિલ્કતને જપ્તીમા લેવાની કામગીરી હાથ ધરવામાં આવે તે પહેલા જ બન્ને બાકી વેરાની રકમના ચેક નગરપાલીકાની વેરા વસુલાત શાખાના અધિકાારીઓને આપી દેતા આ કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી.હજુ પણ આવી મિલ્કતોને જપ્તીમા લેવાની કામગીરી અવિરત પણે ચાલુ રહેશે.
નગરપાલીકાની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.11માં વઢવાળા બીપીનભાઈ(ગીગેવ એન્જીનેરીંગ)નો છેલ્લા 4 વર્ષથી રૂ.49 હજાર જેવો વેરો બાકી નીકળતો હતો.આવીજ રીતે ભોજલરામ વાડીમાં રહેતા તળાવીયા મનજીભાઈ ભીમજીભાઈએ છેલ્લા 4 વર્ષથી બાકી નીકળતા રૂ.66 હજાર જેવી રકમ લાંબા સમયથી ભરી ન હોય તે રકમ ભરી જવા માટે પાલીકાની વેરા વસુલાત શાખાએ માંગણા નોટીસો ફટકારી હોવા છતા પણ વેરાની રકમ નહી ભરતા અંતે આજ રોજ ઉપરોક્ત બન્ને મિલ્કતો જપ્તીમાં લેવાની કાર્યવાહી હાથ ધરવવામાં આવે તે પહેલા ઉપરોક્ત બન્ને આસામીઓએ સ્થળ ઉપર બાકી રકમના ચેક આપી દેતા ઉપરોક્ત કાર્યવાહી મુલત્વી રાખવામાં આવી હતી.હજુ પણ આવી મિલ્કતોને જપ્તીમાં લેવાની કાર્યવાહી કડક હાથે ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે.ઉપરોક્ત કામગીરી વેરા વસુલાત શાખાના અધિકારી નિતિનભાઈ કારીયાની આગેવાની હેઠળ અતુલભાઈ,દિલીપભાઈ વઘાસીયા,ભરતભાઈ ધાનાણી,જી.કે.ઝાલાવડીયા,અશોકભાઈ મેશુરીયા,રીયાજભાઈ નેવીવાલા,કિશોરભાઈ પટેલ,કિરિટભાઈ કાબરીયા સહિતના કર્મચારીઓએ ફરજ બજાવી હતી.


અમરેલીમાં મંગલ ઉદઘાટન અને પ્રભુ સમર્પણ સમારોહ યોજાશે

અમરેલી,અમરેલીમાં પ્રજાપિતા બ્રહ્મકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વવિદ્યાલય દ્વારા દિવ્ય અનુભુતી ભવનનુ નિર્માણ થતા ભવ્ય ઉદધાટન અને પ્રભુ સમર્પણ સમારહો તા. 23-2-20ના રોજ 10:15 કલાકે નવા ખેડુત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ બાઈપાસ ખાતે યોજાશે.સાથો સાથ 8 કુમારીકા ઓ સંસાર છોડીને સ્વ અને સર્વેના કલ્યાણ અર્થે પોતાના જીવન રૂપી પુષ્પને શીવ સાજન પર અર્પણ કરવા જઈ રહી છે. આ પ્રશંગે સંસ્થાના મુખ્ય પ્રસાસિકા 104 વર્ષીય ડૉ દાદી જાનકીજીના હસ્તે ઉદધાટન થશે અને 8 કન્યાઓ પ્રભુ સમર્પણ થશે.જેને દાદી જાનકીજી આર્શીવચન પાઠવશે. મુખ્ય મહેમાન તરીકે શ્રી પરષોતમભાઈ રૂપાલા અને અધ્યક્ષ પદે ભારતીદીદીજી બ્રહ્મકુમારી સરલાબેન,બ્રહ્મકુમારી તૃપ્તીબેન,બ્રહ્મકુમાર લલીતભાઈ અને અતિથિ વિશેશ સાસંદ નારણભાઈ કાછડીયા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાાણી અને ઉદ્યોગપતિ કાળુભાઈ ભંડેરી ઉપસ્થિત રહેશે.તેમ બ્રહ્મકુમારી તૃપ્તીબેન અને સંચાલીકા ગીતાબેનએ જણાવ્યુ છે.


અમરેલીનાં વોર્ડ .પાંચમાં રૂ.60 લાખના ખર્ચે બનનાર માર્ગોનું ખાતમૂહુર્ત કરાયું

અમરેલી,અમરેલી શહેરમાં વોર્ડ નં. 5 માં માંદલીયા મંડળ થી બાયપાસ સુધીનો મુખ્ય માર્ગ અંદાજે 25 થી 30 સોસાયટીઓને જોડતાં મુખ્ય માર્ગનું ખાતમુર્હુત તા. 11/02/2020 નાં રોજ કરવામાં આવ્યું.
આ ખાતમુર્હુત પ્રસંગે ઉપસ્થિત અમરેલી શહેર વિકાસ સમિતિનાં ચેરમેન પી.પી.સોજીત્રા, બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામાણી, અમરેલી શહેર યુવા ભાજપ પૂર્વ મહામંત્રી સંજયભાઇ બી. રામાણી, ભગીરથભાઇ ત્રિવેદી, સુરેશભાઇ વાળા, દિલાભાઇ વાળા, ચિરાગભાઇ ચાવડા તેમજ આ વિસ્તારનાં તમામ આગેવાનો ઉપસ્થિત રહયા હતા. છેલ્લા 10 – વર્ષથી આ રોડની પરિસ્થિતીનાં કારણે લોકોને પડતી મુશ્કેેલીને ધ્યાનમાં લઇને નગરપાલિકાનાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ દ્વારા મંજુરી આપવામાં આવી અને કામગીરી શરૂ કરવામાં આવી.
તો આ વોર્ડ નં. 5 નાં નગરપાલિકાનાં સદસ્ય તરીકે અમરેલી નગરપાલિકા તરફથી અંદાજે 60.00 લાખ જેવી રકમ ફાળવવામાં આવેલ છે, જે બદલ અમરેલી નગરપાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન કોમલબેન રામણી શહેરના તમામ રસ્તાઓ નવા બને તે માટે સતત જાગૃત રહી અને લોકોને પડતી મુશ્કેલીઓ દુર કરવા માટે નગરપાલીકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને અવાર નવાર રજુઆતો કરી તેના ફળ સ્વરૂપે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં રસ્તા સહિતના વિકાસના વિવિધ કામો ચાલી રહ્યા છે


બાબરા પાલિકાનું સ્ટ્રીટલાઇટનું જોડાણ કપાતા રાત્રે રેઢીયાળ ઢોરનો ત્રાસ

બાબરા,બાબરા નગરપાલિકા પાસે સ્ટ્રીટલાઇટ કનેક્શન ના પીજીવીસીએલ ના ત્રણ કરોડ ઉપરાંત પૈસા બાકી છે જેને લય શહેર ના તમામ વોર્ડની સ્ટ્રીટ લાઈટ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે સમગ્ર શહેરમાં રાત્રે અંધારા પટ છવાયા છે જેને લય શહેર ની જનતા પીસાઇ રહી છે નગરપાલિકા ના પાપે લોકો ને ધર ની બહાર નીકળવાનું મુસીબત થયુ છે બીજી બાજુ નાકા ગલીયો મા રેઢીયાળ ઢોર નો ત્રાસ વધીયો માતેલ સાંઢ ની જેમ ખુંટીયાઓ શહેર મા રખડી રહીયા છે ગઇકાલે રાત્રે શિવજી ચોક મા ખુંટીયા એ મહીલા ને હડફેટે લીધી હતી નગરપાલિકા ની સ્ટ્રીટલાઇટ નુ કનેક્શન કપાતા અનેક ચચોઓ ઉઠવા પામી છે બાબરા શહેર ભાજપ ના પ્રમુખ મુકેશભાઈ ખોખરીયા અને તાલુકા ભાજપ ના પ્રમુખ નિતીનભાઇ રાઠોડ ના જણાવ્યા મુજબ કે જયારે બાબરા મા ભાજપ સાશીત નગરપાલિકા હતી ત્યારે તમામ બીલ રેગ્યુલર હતા ગત ચુંટણી મા ભાજપ પાસે થી કોગ્રેસ ના હાથ મા નગરપાલિકા નુ સુકાન આવ્યું હતું એ પહેલાં પીજીવીસીએલ ના તમામ પૈસા ભાજપ સાશીત નગરપાલિકા એ ચુકવી આપ્યા હતા કોગ્રેસ ના નગરપાલિકા ના પદ અધિકારીઓ ની અણ આવળદ ના કારણે અને ભ્રષ્ટાચાર ના કારણે વારેવારે લોકો ને હેરાન ગતી રહેશે


ધોરણ 3 થી 12 સુધી પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે

ગાંધીનગર,રાજયના ગુજરાતના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લઇ અને ધો. 3થી 12ની પરીક્ષા માધ્યમિક શિક્ષણ બોર્ડ લેશે તેવો પરીપત્ર જારી કર્યો છે.
અત્યાર સુધી જે તે શાળા પરીક્ષા લેતી હતી અને હવે વાર્ષિક અને છ માસિક પરીક્ષા પણ બોર્ડ લેશે જેમા ખાનગી પ્રકાશનના પુસ્તકોનો ઉપયોગ નહીં કરી શકાય અને નબળા વિદ્યાર્થી માટે અલગ શિક્ષણ પદ્ધતિ અપનાવાશે તેવો નિર્ણય લેવાયો છે.
રાજયમાં શિક્ષણ સુધારણા માટે સરકારે અસરકારક નિર્ણય લીધો છે યબીિા પણ પરિક્ષા માં સાથે રહેશે અને 15 દિવસ અને માસિક પરીક્ષા માં પણ બોર્ડ મદદ કરશે
સમાન પરીક્ષા લેવાનો નિર્ણય રાજ્યની તમામ સ્કૂલોમાં 2020-21ના શૈક્ષણિક વર્ષથી લાગુ કરી દેવામાં આવશે.


13-02-2020


error: Content is protected !!