Main Menu

Friday, February 14th, 2020

 

15-02-2020


દિલ્હી વિધાનસભા ચુંટણી પરિણામો પછી સોસ્યલ મીડીયામાં ટીપ્પણીઓ વહેતી થઇ

બગસરા,
દિલ્હી વિધાનસભામાં ચુંટણી પરિણામો પછી છેલ્લા બે દિવસમાં સોસ્યલ મીડીયામાં સ્વનિમુક્ત નિક્ષ્ણાતોના અભિપ્રાયો અને ટીપણીઓનો જે ધોધ અછુટ્યો છે.ત્યારે મને પણ આ વહેતી ગંગામાં ડીબકી લગાવવાનુ મન થઈ આવ્યુ એટલે આ પીષ્ટપીઝંણ કરવા બેઠો છુ. આપણા સૌથી મોટી મુશ્કેલી એ છે કે આપણને કોઈપણ પ્રકારની માહિતી હોય કે ન હોય સૌને તુરંત જજમેન્ટ થઈ જવુ છે.દિલ્હી ચુંટણીના પરિણામો અપેક્ષિત જ આવ્યા છે.એમાં આટલો બધો દેકારો કરવાની કોઈ જ જરૂર નથી. સૌથી પહેલા તો એ સમજી લેવાની જરૂર છે.કે દિલ્હીની ચુંટણી એ વિધનસભાની ચુંટણી છે.મારા મતે એનુ મહત્વ કોઈ મહાનગરપાલીકાની ચુંટણીથી વિશેષ નથી.મહાનગરપાલીકા કે વિધાનસભાની ચુંટણીઓ સ્થાનીક પ્રશ્ર્નોના આધારે લડાવી અને જીતાતી હોય છે.રાષ્ટ્રીય પ્રશ્ર્નો કે સમસ્યાઓ ની અસર એના ઉપર બહુ ઓછી થતી હોય છે. ચુંટણી પરિણામોનું બારીકાઈથી વિશ્ર્લેશણ કરવાથી બે ત્રણ બાબતો સ્પષ્ટ થાય છે.એક તો દિલ્હીમાં ભાજપા નબબી નથી પડી પરંતુ કેજરીવાલ સરકાર વધારે મજબુત પુરવાર થઈ છે.ભાજપાનો વોટ શેર તો ઉલ્ટાનો ગત ટર્મ કરતા વધ્યો છે.અને પાંચ સીટોમાં પણ વધારો થયો છે.કેજરીવાલ આણી મંડળીના અડધો અડધ સભ્યો બહુ પાતળી સરસાથથી જીત્યા છે.એનો સ્પષ્ટ મતલબ એ થાય છે કે બુદ્ધિજીવી અને સુશિન્વીત હિન્દુઓ હજુ સુષુપ્ન અવસ્થામાં છે.ફક્ત 10થી 12 ટકા નુ વધારે મતલબ ભાજપાને ઓછામાં ઓછી 10 થી 15 સીટીનો ફાયદો કરાવી શકે એમ હતી.ખેર લોકશાહીનાં ચુંટણી-યુદ્ધમાં જે જીતે તે સીકંદર હોય છે.મોદી સરકારનાં છ વર્ષના રાષ્ટ્રવાદી શાસન વિચે કોઈ બેમરનથી.શાહિત બાગ,જીમીયા-મીલીયા કે જે એન માં થતી રાષ્ટ્રવિરોધી પ્રવૃતિઓનો બચાવ હરગીજ ન થઈ શકે પરંતુ એનો મતલબ એ નથી કે આપણે કેજરીવાલનાં શાસન ને નઝરઅંદાજ કરીએ.આજે કેજરીવાલે ભાજપની લીટી નાભી કરવાને બદલે પોતાની લીટી મોટી કરી બતાવી એ હકીકત સ્વીકારવી રહી.બાકી ભારતની જનતાએ અલ્પશિક્ષીત-અશિક્ષીત નેતાઓની એક આખી જમાત જોઈ છે.ત્યારે આઈઆઈટી જેવી ખ્યાતનામ સંસ્થાનો એક તેજસ્વી વિદ્યાર્થી મુખ્યમંત્રીનુ પદ શોભાવતા હોય તો ભારતની લોકશાહીએ હરખાવુ જોઈએ .


ચીતલના રેલ્વે સ્ટેશન પર બ્રોડગેજની કામગીરીનો પ્રારંભ

અમરેલી,
અગાઉના જમાનામાં કોલસાથી ચાલતી ટ્રેનો દોડાવામાં આવતી હતી. જે ટ્રેનો બાબાગાડીની ગતીએ દોડતી હોવાના કારણે એક ગામથી બીજે ગામે જવા માટે ખાસો એવો સમય ટ્રેનમાં લાગતો હતો. જેના કારણે તે સમયે મુસાફરો ઝડપી મુસાફરી કરવા માટે ટ્રેનના બદલે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાનું વધ્ાુ પસંદ કરતા હતા. જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ રેલ્વેમાં પણ આધ્ાુનિકરણ આવવા લાગ્યું. જેમાં અગાઉ ટ્રેનમાં સ્ટીમ એન્જીન (કોલસાથી દોડતા એન્જીન)નો ઉપયોગ કરવાના બદલે ડીઝલ આધારીત એન્જીનો પાટા ઉપર દોડવા લાગ્યા. સાથો સાથ મીટરગેજના પાટાની જગ્યાએ બ્રોડગેજના પાટાઓએ સ્થાન લીધ્ાુ. જેના કારણે ટ્રેનની સ્પીડમાં (ઝડપમાં ) વધારો થવા લાગ્યો. દરમિયાન જેતલસરથી ચિતલ વચ્ચે બ્રોડગેજના પાટા નાખવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ચિતલ રેલ્વે સ્ટેશન ઉપર બ્રોડગેજના પાટા બીછાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ ઉપરાંત રેલ્વે તંત્ર દ્વારા જે જગ્યા એ માટી કામ તથા નાના-મોટા પુલ બનાવવાનીકામગીરી પુર્ણ થઈચુકી છે.ત્યા બ્રોડગેજના પાટા પાથરવાનું શરૂ કરી દેવામા આવ્યુ છે.જેમાં અત્યાર સુધીમા 25 કી.મીના પાટાઓ પાથરી દેવામાં આવ્યા છે.જેતલસરથી ઢસા વચ્ચે 104 કી.મીની મીટરગેજ લાઈનને બ્રોડગેજમાં રૂપાંતર કરવાની કામગીરી છેલ્લા 3 વર્ષથી ચાલી રહી છે. જેમાં નદી,નાળા ઉપર આવતા બ્રીજને મોટા કરવાની કામગીરી પુર્ણ થઈ ગય છે.સાથો સાથ રેલ્વે સ્ટેશનના પ્લેટર્ફોમને ઉંચા કરવાની કામગીરી પુર્ણ થવાની તૈયારીમાં છે.જે રેલ્વે સ્ટેશનો પર ઉપરોક્ત તમામ કામગીરી પુર્ણ થઈ ચુકી છે.તેવા સ્ટેશનો પર પાટા બીચાવવાની કામગીરી યુધ્ધના ધોરણે ચાલી રહી છે.જેમા હાલમાં ચિત્તલ રેલ્વે સ્ટેશન પર આ કામગીરી ચાલી રહી છે.જ્યારે લાઠી સ્ટેશન પર આ કામગીરી પુર્ણ થવાની તૈયારીમાં છે.તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.આ ઉપરાંત ઢસા જેતલસર વચ્ચે ઈલેક્ટ્રીક લાઈન નાખવા માટે દિલ્હી ખાતે આવેલ રેલ્વે બોર્ડને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે.


અમરેલી માર્કેટ યાર્ડના વાઈસ ચેરમેન પદે શૈલેષભાઈ સંઘાણીની વરણી

અમરેલી,
અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સચાંલીત માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેનની વરણી કરવા માટે જુના માર્કેટીંગ યાર્ડ ખાતે આજે સવારે માર્કેટયાર્ડના ચેરમેન મોહનભાઇ નાકરાણીના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં 17 ડિરેકટરોએ મત આપવાનો હોય છે.
જેમાં વાઇસ ચેરમેન તરીકે શૈલેષભાઇ સંઘાણીની દરખાસ્ત શ્રી પીપી સોજીત્રાએ મુકેલ.
જેને જયેશભાઇ નાકરાણીએ ટેકો આપ્યો હતો. આ ઉપરાંત બીજા કોઇ ડિરેકટરોનું વાઇસ ચેરમેન તરીકે ફોર્મ ભરાયેલ ન હોય માત્ર એક જ વાઇસ ચેરમેન તરીકે શ્રી શૈલેષભાઇ સંઘાણીનું ફોર્મ આવતા ચુંટણી અધ્યક્ષ શ્રી મોહનભાઇ નાકરાણીએ શ્રી શૈલેષભાઇ સંઘાણીને બીનહરીફ ચુંટાયેલ જાહેર કરેલ હતા. વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાતા શ્રી શૈલેષભાઇ સંઘાણીને તેમના સમર્થકો અને ચાહકોએ ફુલહારથી વધાવ્યા હતા.
જેમાં બજાર સમિતિના ડીરેકટરશ્રીઓ શ્રી પીપી સોજીત્રા, ધીરૂભાઇ ગઢીયા, કૌશીકભાઇ વેકરીયા, ચતુરભાઇ ખુંટ, વીનુભાઇ નાકરાણી, જયેશભાઇ નાકરાણી, રમેશભાઇ કોટડીયા, કાળુભાઇ ભંડેરી, ભુપતભાઇ મેતલીયા, ગીરીશભાઇ ગઢીયા, અને પ્રકાશભાઇ કાબરીયાએ ફુલહાર કરી અને શુભેચ્છાઓ પાઠવી હતી.
ચેરમેન શ્રી મોહનભાઇ નાકરાણીએ વાઇસ ચેરમેન તરીકે આરૂઢ થયેલા શ્રી શૈલેષભાઇ સંઘાણીને શુભેચ્છા પાઠવી અને જણાવેલ કે ગુજરાત ભરમાં માર્કેટયાર્ડ અમરેલી મોખરાનું સ્થાન હાસલ કરે અને માર્કેટયાર્ડના વિકાસના કાર્યોમાં સહયોગ આપે તેવી અપેક્ષાઓ રાખી છે. વાઇસ ચેરમેન તરીકે બીન હરીફ ચુંટાયેલા શ્રી સંઘાણીએ જણાવેલ કે ચેરમેનશ્રી મોહનભાઇ નાકરાણી તથા સાથીમીત્રોએ મારા પર જે વિશ્ર્વાસ મુકી મને બીનહરીફ તરીકે ચુંટાવાનું બહુમાન આપેલ છે. તેઓનો આભાર વ્યક્ત કરૂ છુ અને યાર્ડના વિકાસમાં સહયોગ અને સહકાર આપીશ તેવી ખાતરી આપી હતી.


અમરેલીના સિવિલ સર્જન પાસેથી તાકિદની અસરથી ચાર્જ લઇ લેવાયો

અમરેલી,
અમરેલી સીવીલ હોસ્પિટલમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ અને સંસ્થાનું સંચાલન કરનાર વહીવટદારો વચ્ચે અહમ ટકરાવાના કારણે અગાઉ પણ એક ઉચ્ચ હોદા ઉપર ડોકટર ફરજ બજાવતા હતા. તેઓ પણ કંટાળીને પોતાએ સ્વૈચ્છીક બદલી માંગી લીધી હતી. હજી આ શાહી સુકાય નથી ત્યાં જ સીવીલ હોસ્પિટલમાં સીવીલ સર્જન તરીકે ફરજ બજાવતા ડોકટર કે.વી.રાઠોડને પણ વધારાના હવાલામાંથી મુક્ત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સીવીલ સર્જનના વધારાના હવાલામાંથી મુક્ત કરવાનો હુકમ કરાતા તબીબી આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઇ હેન્ડીકેપ (અપંગ) દર્દીને પોતાની ફીટનેસ કેટલી છે તે માટેનું સર્ટીફીકેટ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે તે સીવીલ હોસ્પિટલના સીવીલ સર્જન જ આપી શકે છે. ત્યારે હવે એ પ્રશ્ર્ન ઉભો થયો છે કે હેન્ડીકેપને પોતાનુ ફીટનેસનું સર્ટીફીકેટ લેવા માટે હવે કોની પાસે જવાનું તે નક્કી થઇ શકતુ નથી. આમ અમરેલી સીવીલ હોસ્પિટલમાં ફરજ બજાવતા જીલ્લા તબીબી અધિકારી ડો. કે.વી.રાઠોડને વધારાના હવાલામાંથી મુક્ત કરવામાં આવ્યા છે ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડો.કે.વી.રાઠોડ ફીઝીશિયન,વર્ગ-1ને જનરલ હોસ્પિટલ અમરેલીના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન વર્ગ-1નાવધારાના હાવાલામાંથી તાત્કાલિક અસથી મુકત કરવામાં આવેલ છે.ડો.કે.વી. રાઠોડને ચાર્જમાંથી મુકત કરતાં ડો.એચ.ડી.વાળા. ફુલ ટાઈમ સર્જન વર્ગ-1 જનરલ હોસ્પિટલ અમરેલીને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી-સહ-સિવિલ સર્જન વર્ગ-1 જનરલ હોસ્પિટલ અમરેલીનો વધારાનો હવાલો સરકારશ્રીના અન્ય હુકમો ન થાય ત્યાં સુધી સોંપવામાં આવેલ છે. તેમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઉપસચિવ આઇડી ચૌધરીએ જણાવ્યુ છે.


14-02-2020


error: Content is protected !!