Main Menu

Wednesday, February 19th, 2020

 

અમરેલીમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી ઉજવાશે

અમરેલી,(ડેસ્ક રીપોર્ટર)અમરેલીમા સ્વાામિ વિવેકાનંદ ગુજરાત રાજય યુવક બોર્ડ દ્વરવ આજે છત્રપતી શિવાજી મહારાજની જન્મ જયંતી ઉજવવા આયોજન થયુ છે તે માટે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાય રહયો છે હિન્દુ રદય સમ્રાટ શીવાજી મહારાજની તીથી નીમીતે પુજન મહા આરતી સહીતના અનેક ધાર્મીક કાર્યક્રમો યોજાનાર છે.
અમરેલીમાં આજે તા.19/2 બુધવાર સાંજના 5:00કલાકે સિનિયર સિટીઝન પાર્કમાં છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી ઉજવાશે.સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અમરેલી દ્વારા આયોજન કરાર્યુ છે.આ પ્રસંગે પૂજન અને મહા આરતીનું આયોજન કરવામાં આવેલ છે.


કુંડલા-રાજુલાના રોડનો વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા શ્રી અંબરીષ ડેર

અમરેલી,અમરેલી જિલ્લાના ઉદ્યોગો માટે ઘોરી નસ જેવા રાજુલા અમરેલી હાઇવેની બીસ્માર હાલતથી દરરોજ લાખોના ઇંધણનો બગાડથઇ રહયો છે ત્યારે કુંડલા-રાજુલાના આ રોડનો વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા શ્રી અંબરીષ ડેરે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલને વિધાનસભામાં રજુઆત કરી હતી કે શુ સરકારને જાણ છે કે રાજુલાથી બાઢડા અને રાજુલાથી જાફરાબાદનો રસ્તો ખરાબ છે ? અને હોય તો શા માટે ખરાબ છે ? સરકારે તેના માટે શુ પગલા લીધા છે ?નવો માર્ગ કે સમારકામ કયારે થશે ? તેવો રાજુલાના ધારાસભ્યએ વેધક સવાલ પુછતા માર્ગ અને મકાન વિભાગનો સરકારમાંથી જવાબ પુછવામાં આવ્યો છે અને આ વિકાસશીલ સરકાર માટે શરમજનક બાબત એ પણ છે કે ધારાસભ્યએ વિધાનસભા માં આ પ્રશ્ર્ન મુકયો હોવા છતા તંત્રએ આ માર્ગ ઉપર થીગડા પણ માર્યા નથી.
લોકોના સેવક ગણાતા સરકારી અધિકારીઓને ઉપર સરકારનો કોઇ અંકુશ જ નહોય તેમ લોકો માટે ગંભીર અને સરકાર માટે આ સાવ સામાન્ય સમસ્યા માટે છેક વિધાનસભા સુધી સવાલો ઉઠાવવા પડે છે. હકીકતમાં વિધાનસભામાં આવ્યા પહેલા જ જો આવા પ્રશ્ર્નો જિલ્લા કક્ષાએ ઉકેલાઇ જતા હોય તો વિધાનસભામાં રાજયના વિકાસની બીજી ચર્ચા-વિચારણા થઇ શકે છે.


રાજુલામાં પીજીવીસીએલ કચેરીએ સમગ્ર શહેરને બાનમાં લીધ્ાુ ં: રોષ

રાજુલા,
અમરેલી જિલ્લા માં આવેલ રાજુલા પંથક ના ઉધોગો પીપાવાવ પોર્ટ,અલ્ટ્રાટેક જેવી અનેક નાની મોટી કંપની ઓ ધમધમી રહી છે ત્યારે તેમને રાજ્ય સરકાર અને પીજીવીસીએલ તંત્ર નિયમિત સુવિધા અને અને વીજળી પુરી પાડે છે ઉદ્યોગો ને વીજળી ગુલ ન થાય તેની પુરી તકેદારી રાખવા માં આવે છે અને ગ્રામીણ શહેરીજનો કરતા વધુ ઉદ્યોગ ગૃહો ને સુવિધા આપી વીજળી પુરી પાડવા માં આવે છે પરંતુ અહીં નજીક આવેલ રાજુલા શહેર માં વાંરવાર વીજળી ના ધાંધિયા થી લોકો ત્રહિમામ પોકારી ઉઠ્યા છે રાજુલા શહેર માં ગત રાતે વીજળી ગુલ થઈ જતા લોકો માં ભારે કસવાટ ફેલાયો છે સાથે સાથે 3 કલાક સુધી વીજળી નહીં આવતા લોકો માં ભારો ભાર રોષ જોવા મળ્યો હતો બીજી તરફ સમગ્ર શહેરીજનો દ્વારા ફરિયાદ અને રજૂઆતો કરવા માટે કોલ સેન્ટર માં કોલ કરતા હોય છે પરંતુ ત્યાં કોલ સેન્ટર તરફ થી કોઈ ફોન નહીં ઉપાડતા લોકો અને આમ નાગરિકો પીજીવીસીએલ કચેરી માં પોંહચીયા પરંતુ અહીં પોહ્ચ્તા રાજુલા ના નગરજનો ચોકી ઉઠ્યા અહીં માત્ર કોલ સેન્ટર માં ખાલી ખુડસી અને 2 ફોન રેઢા રણકતા દર્શ્યો સામે આવ્યા અહીં લેન લાયન ફોન અને અન્ય એક સરકારી ફોન આ બેન સતત આખી રાત સુધી રણક્યા હતા અને કોઈ રિસીવ કરવા વાળા કર્મચારી હાજર હતા નહીં જયારે અહીં ના મુખ્ય નાયબ ઇજનર ને પણ શહેર ના પ્રતિષ્ઠિત લોકો ફોન કરી રહ્યા હતા તેમનો ફોન પણ નહીં ઉપાડતા લોકો ની મુશ્કેલી ગત રાતે ખુબ વધી હતી જેના કારણે પીજીવીસીએલ સામે સમગ્ર રાજુલા ના નગરજનો માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો બીજી તરફ રાજુલા શહેર ના અનેક નાગરિકો દ્વારા ટ્વીટર મારફતે ઉર્જા મંત્રી સૌરભ પટેલ,કલ્કેટર સુધી રજૂઆતો કરાય હતી અને સમગ્ર મામલે પીજીવીસીએલ કચેરી ના અધિકારી સામે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા નારાજગી દર્શવિ હતી મોડી રાતે કોલ સિનેટર ના ફોટા વિડ્યો પણ શોશ્યલ મીડિયા પર રાતે ખુબ વાયરલ થયા હતા અને ત્યારે અગાવ અહીં ફરજ બજાવી ચૂકેલા નાયબ ઇજનર ને ફરી રાજુલા માં મુકવા માં આવે તેવી પણ શહેરીજનો દ્વારા માંગ કરાય છે હાલ માં નાયબ ઇજનર સતત ગેર હાજર રહેતા હોવાને કારણે સતત ફોલ્ટ રહેતો હોવાનું જાણવા મળી રહ્યું છે.


આરોપીને વાપી ગામેથી દબોચી લેતી અમરેલીની પેરોલ ફર્લો સ્ક્વોર્ડ

અમરેલી,અમરેલીના પોલીસ અધિક્ષકશ્રી શ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી અમરેલની ચુનંદી પેરોલ ફર્લો સ્ક્વોર્ડના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટાના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બી.વી. પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીગ્જ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલની ટીમે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.61/2017 ૈંઁભ ક.363,366,376,114 પોકસો ક.18 મુજબ છેલ્લાં ત્રણેક વર્ષથી અપહરણના ગુન્હામાં મદદગારી કરનાર મધ્યપ્રદેશના રહેવાસી નાસતાં ફરતા આરોપી ઠાકોર નંદુભાઇ ભાભર ઉ.વ.-24 ધંધો-મજુરી મુળ-ગામ-રોજા (વિરપુર) તા.ગંધવાણી જી.-ધાર (એમ.પી.) હાલ-રહે.-વાપી ઠે.જી.આઇ.ડી.સી. વિસ્તારમાં ડી-માર્ટ મોલની સામેલ પદમ પ્લાસ્ટીક કારખાનામાં તા.વાપી જી.વલસાડવાળાને વલસાડ જીલ્લાનાં વાપી ગામે થી પકડી પાડેલ હતો.
આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવા તજવીજ કરેલ હતી.


ગૃહ મંત્રી અમીત શાહ-દિલીપ સંઘાણીની શુભેચ્છા મૂલાકાત યોજાઈ

અમરેલી,
કલોલ ખાતે ઈફકો ા2ા નેનો ટેકનોલોજી પ્લાન્ટના ખાતમૂહર્ત મે-2020 ના અવસ2ે ઉપસ્થિત 2હેવા ગુજકોમાસોલના ચે2મેન દિલીપ સંઘાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહને નિમંત્રણ આપવામા આવતા તેના સ્વિકા2 સાથે શાહ-સંઘાણીની શુભેચ્છા મૂલાકાત યોજાઈ હતી.
ઈફકો દ્વા2ા તૈયા2 થના2 નેનો ટેકનોલોજી પ્લાન્ટ નિર્માણ અંગેની માહિતી તદ્ઉપ2ાંત સાંપ્રત પ્રવાહો-પ્રવૃતિઓ અને યોજનાઓ અંગેની બાબતોને શુભેચ્છા મુલાકાતમા આવ2ી લેવામા આવેલ હતી.
દિલ્હી ખાતે શુભેચ્છા મૂલાકાત સમયે પૂર્વ ધા2ાસભ્ય બાવકુભાઈ ઉંધાડ ખાસ ઉપસ્થિત 2હયા હતા.


અમરેલી પંથકમાં હાહાકાર મચાવતી બાળ બાઇકચોર ગેંગ પકડાઇ

અમરેલી,અમરેલી શહેર તથા અમરેલી તાલુકા વિસ્તારમાં ચોરાયેલી 12 બાઇક સાથે બે ટેણીયાઓ પકડાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આ અંગેની વિગતો એવી છે કે, અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લીપ્તરાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહાવીરસિંહ એસ.રાણાના સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ.વી.આર.ખેર તથા પો.સ.ઇ.એમ.એચ.પરાડીયા તથા ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હરેશસિંહ દાનસિંહ પરમાર તથા રાધેશ્યામભાઇ મંછારામભાઇ દુધરેજીયા તથા ધર્મરાજસિંહ હરીસિંહ વાળા તથા પૃથ્વીરાજસિંહ કનુભાઇ પરમાર તથા હિરેનસિંહ લાલજીભાઇ ખેર તથા અંકુરભાઇ ભીખાભાઇ સોલંકી અને ઉદયભાઇ ગોપાલભાઇ મેણીયાએ પેટ્રોલીંગ દરમ્યાન અમરેલી લીલીયા રોડ રેલ્વે ફાટક પાસેથી કાયદાના સંધષેમાં આવેલ બે બાળ કિશોરના કબ્જામાંથી એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર મોટર સાયકલ ય્વ-01-મ્ભ-2890 નુ મળી આવેલ અને તેની પુછપુરછ દરમ્યાન અમરેલી શહેર તથા અમરેલી તાલુકા પો.સ્ટેના હદ વિસ્તારમાંથી અલગ અલગ સ્થળોએથી મોટર સાયકલોની ચોરી કરેલાની કબુલાત કરી હતી.
1એક હિરો હોન્ડા મો.સા જેના ય્વ-01-મ્ભ-2890 ,એક હિરો કંપનીનું આગળ પાછળ નંબર પ્લેટ વગરનું મો.સા,એક હિરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ ય્વ-14-છસ્-2906,એક સ્પ્લેન્ડર ય્વ-07-ઊ-0707, એક સ્પ્લેન્ડર જેના ય્વ-14-છખ-7764 ,એક સ્પ્લેન્ડર પ્લસ નંબર પ્લેટ વગરનું,એક હિરો કંપનીનું મો.સા જેના રજી નંબર ય્વ-14-છઈ-5320, એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હિરો હોન્ડા કંપનીનું આગળ પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું જેના ચેસીસ નંબરમાં હાથેથી ફેરફાર કરેલ ,એક કાળા કલરનું વાદળી પટ્ટા વાળુ હિરો હોન્ડા કંપનીનું આગળ પાછળના ભાગે નંબર પ્લેટ વગરનું, એક હિરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મો.સા જેના રજી નંબર ય્વ-01-વઘ-1901 એક સ્પ્લેન્ડર મો.સા આગળ પાછળ નંબર પ્લેટ વગરનું હાલ અમરેલી જીલ્લાના લાઠી પો.સ્ટે.માં એમ.વી.એકટ 207 મુજબ ડીટેઇન કરેલ છે.


19-02-2020


error: Content is protected !!