Main Menu

Thursday, March 12th, 2020

 

અમરેલીમાં શ્રી ઉભડા પરિવાર દ્વારા શ્રી ઉમીયા રથનું ભવ્ય સ્વાગત

અમરેલી,પરંપરાગત ઘોડાઓ તથા બેનરો અને શણગારેલ ઓપન જીપ સાથે અમરેલીના આંગણે પધારેલા મોંઘેરા શ્રી ઉમીયા રથનું ઉમળકાભેર શ્રી ઉભડા પરિવારે અનોખુ સ્વાગત કર્યુ શ્રી ઉભડા પરિવારના પી.સી. ઉભડા, શ્રી જેનીલ ઉભડા, શ્રી જયેશ ઉભડા, શ્રી ભાવેશ ઉભડા, શ્રી શૈલેષ ઉભડા, શ્રી સંદીપ ઉભડા અમરેલીમાં પધારેેલી રથયાત્રામાં જોડાયા અમરેલી,
અમરેલીના કન્સ્ટ્રકશન ક્ષેત્રના અગ્રણી અને લીલીયાના શ્રી ઉમીયા માતાજી મંદિરના ટ્રસ્ટી શ્રી ચંદુભાઇ વલ્લભભાઇ ઉભડા તથા તેમના વડીલ બંધ્ાુ અને ટ્રસ્ટી શ્રી દેવશીભાઇ ઉભડા અને શ્રી જયેશ ઉભડા તથા ગુજરાતભરમાં છવાયેલ ઉભડા પબ્લીસીટીના શ્રી પી.સી. ઉભડાના પરિવાર દ્વારા અમરેલીમાં પધારેેલા ઉમીયા માતાજીના રથના સ્વાગત માટે અનોખુ પ્રેરક આયોજન કરવામાં આવ્યું હતુ.
શ્રી ઉભડા પરિવાર દ્વારા અમરેલીમાં પધારેેલા શ્રી ઉમીયા રથનું ભવ્ય સ્વાગત પરંપરાગત શણગારેલા ઘોડાઓ તથા બેનરો અને શણગારેલ ઓપન જીપ સાથે મોંઘેરા શ્રી ઉમીયા રથનું ઉમળકાભેર કરવામાં આવ્યું હતુ.
અમરેલીના આંગણે પધારેલા શ્રી ઉમીયા માતાજીના રથનું રથયાત્રા દરમિયાન શ્રી ઉભડા પરિવારે અનોખુ સ્વાગત કર્યુ હતુ અમરેલીના શ્રી ઉભડા પરિવારના પી.સી. ઉભડા, શ્રી જેનીલ ઉભડા, શ્રી જયેશ ઉભડા, શ્રી ભાવેશ ઉભડા, શ્રી શૈલેષ ઉભડા, શ્રી સંદીપ ઉભડા અને તેમનો સમસ્ત પરિવાર તથા સ્નેહીઓ દ્વારા અમરેલીમાં પધારેેલ ઉમીેયા માતાજીની રથયાત્રાનું પુજનથી સ્વાગત કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને તેમાં જોડાયા હતા.


અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજ દ્વારા અવધ ટાઇમ્સનું સન્માન

સમુહલગ્નોત્સવને સફળ બનાવનાર લેઉવા પટેલ સમાજના મોભીઓ શ્રી ડી.કે. રૈયાણી તથા શ્રી ભીખુભાઇ કાબરીયા, શ્રી કાંતિભાઇ વઘાસીયા અને શ્રી ભરતભાઇ સાવલીયા અવધ ટાઇમ્સની મુલાકાતે
અમરેલી,
અવધ ટાઇમ્સની શુભેચ્છા મુલાકાત દરમિયાન અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજના આગેવાનોએ અમરેલી જિલ્લા લેઉવા પટેલ સમાજ દ્વારા અવધ ટાઇમ્સનું સમાજીક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સન્માન કર્યુ હતુ.
અમરેલીના આંગણે યોજાયેલા લેઉવા પટેલ સમાજના ભવ્ય સમુહલગ્નોત્સવને સફળ બનાવનાર લેઉવા પટેલ સમાજના મોભીઓ શ્રી ડી.કે. રૈયાણી તથા શ્રી ભીખુભાઇ કાબરીયા, શ્રી કાંતિભાઇ વઘાસિયા અને શ્રી ભરતભાઇ સાવલીયા અવધ ટાઇમ્સની મુલાકાતે પધાર્યા હતા.
લેઉવા પટેલ સમાજના મોભીઓએ આ મુલાકાત દરમિયાન દરેક સમાજની સામાજીક અને રચનાત્મક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપનારા અમરેલી જિલ્લામાંથી પ્રસિધ્ધ થતા દક્ષીણ સૌરાષ્ટ્રના નંબર વન દૈનિક અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણનું સન્માન કર્યુ હતુ.


લાઠી ખાતે પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભીયાન કેમ્પ નુ આયોજન

તાલુકા આરોગ્ય કચેરી લાઠી ખાતે લાઠી તેમજ લીલીયા તાલુકાના સગર્ભા માતાઓ માટે સી.એચ. સી લાઠી ખાતે. “ પ્રધાનમંત્રી સુરક્ષીત માતૃત્વ અભીયાન કેમ્પ” નુ આયોજન કરવામા આવેલ . જેમા બન્ને તાલુકા ના કુલ ૨૪૩ સગર્ભા બહેનોની તપાસ બાબરા ના સ્ત્રી રોગ નીશ્ણાત ડો. ચોથાણી સાહેબ દ્વારા કરવામા આવેલ . તમામ સગર્ભા બહેનો ને વિનામુલ્યે લેબોરેટરી કરી જરુરી દવાઓ ત્યાજ આપવામા આવેલ તેમજ ૯૪ જોખમી સગર્ભા બહેનોને સોનોગ્રાફી પણ વિનામુલ્યે કરી આપવામા આવેલ અને ૧૬ સગર્ભા બહેનોને સ્થળ પરજ આર્યન શુક્રોજ દ્વારા સારવાર આપવામા આવેલ તમામ સગર્ભા બહેનો માટે ચા નાસ્તા ની પણ વ્યવસ્થા કરવામા આવેલ . આ કાર્યક્રમ દરમયાન માજી .આરોગ્ય સમીતી ના ચેરમેન વિજયભાઇ યાદવ (નવરંગ હોટલ) ભાજ૫ના ભરતભાઇ પાડા,અનીલભાઇ નાંઢા , મુન્ના ભાઇ નગરપાલીકા ઉપ પ્રમુખ દીનેશભાઇ મકવાણા દ્વારા દી૫ પ્રાગટય કરી કાયકમને ખુલ્લો મુકાયો હતો જેમાં ,સી.એચ સી અધીક્ષક ડો.સિન્હા સાહેબ ઉપસ્થીત રહેલ . આ કાર્યક્રમ નુ સમગ્ર આયોજન ડો.મુકેશસીંગસાહેબ ના માર્ગદર્શન નિચે લાઠી તેમજ લીલીયા ના આરોગ્ય સ્ટાફ જેમા તમામ પ્રા.આ કેન્દ્ર ના મેડિકલ ઓફીસર એફે.એચ ડબલ્યુ એમ્ પી ડબલ્યુ મેલ ફીમેલ સુપર વાઇજર લેબ ટેક
ફાર્માસીસ્ટ તથા તાલુકા સુપર વાઇજર તેમજ કોમ્પ્યુટર ઓપરેટર અને આશાબહેનો દ્વારા કરવામા આવેલ .આ કાર્યક્રમ ને સફળ બનાવવા તેમજ સગર્ભાબહેનો ને લાવવા તથા લઇ જવા માટે ખીલખીલાટ ની ટીમ દ્વારા ખુબજ સારો સહકાર આપવામા આવેલ.


રાજ્યમાંથી રાજયસભાના સભ્ય તરીકે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી

રાજ્યમાંથી રાજયસભાના સભ્ય તરીકે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી કરવામાં આવેલ છે. તેને આવકારતા અને ભારતના પ્રધાનમંત્રી તેમજ પાર્ટીના મવડીમંડળનો આભાર વ્યક્ત કરતા મેયર બિનાબેન આચાર્ય.

 


12-03-2020


error: Content is protected !!