Main Menu

Friday, March 13th, 2020

 

અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ સેન્ટર ખુલ્લુ મુકાયું

રોજનાં નવા 20 થી 25 કાર્ડ નીકળે છે અને 10 થી 15 કાર્ડ રીન્યુ થાય છે, અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસે માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતોે, જરૂરિયાત મંદ લાભાર્થી દર્દીઓને માત્ર 10 મિનીટમાં કાર્ડ સુપ્રત કરી દેવામાં આવે છે
અમરેલી,
અમરેલી શહેર તેમજ તાલુકાનાં મુખ્ય મથકો ઉપર છેલ્લા 10 વર્ષથી રાજ્ય સરકાર દ્વારા માં અમૃતમ કાર્ડ કાઢી આપવાની કામગીરી ચાલી રહી છે.
પરંતુ આ કાર્ડ કઢાવવા માટે હજુ જોઇએ તેટલી લોકોમાં જાગૃતતા નથી તેમજ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પાસે જો માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. દરમિયાનમાં રાજ્ય સરકાર દ્વારા અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં આ સેન્ટરનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.તેનું ઉદ્દઘાટન અવધ ટાઇમ્સનાં તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણનાં શુભહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં આગેવાનો તેમજ પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતાં.આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શાંતાબા જનરલ હોસ્પિટલમાં બહાર ગામથી આવતા દર્દીઓ પાસે માં અમૃતમ કાર્ડ ન હોવાનાં કારણે સરકાર દ્વારા આપવામાં આવતી રૂા.4 લાખ જેવી સહાય ન મળવાનાં કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ સમસ્યા હલ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડ સેન્ટર આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્ડ કઢાવનાર દર્દીઓને માત્ર 10 મિનીટમાં કાર્ડ સુપ્રત કરી દેવામાં આવે છે. આ પ્રસંગે બાબુભાઇ હિરપરા, પીન્ટુભાઇ ધાનાણી, ડો.સતાણી, ડો.શોભનાબેન, મેડીકલ કોલેજનાં ડીન વિઠ્ઠલાણીભાઇ, સિવિલ સર્જન હરેશભાઇ વાળા તથા ડો.પટેલ સહિતનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.


અમદાવાદમાં એસ.જી.વી.પી. સ્વામીનારાયણ ગુરૂકુલમાં રૂષીકુમારોનું સન્માન 

અમદાવાદ, એસ.જી.વી.પી. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંચાલિત દર્શનમ્સંસ્કૃત મહાવિદ્યાલયમાં વેદથી માંડીને આચાર્ય કક્ષામાં 200 રૂષિકુમારો અભ્યાસ કરી રહ્યા છે.
વર્ષ દરમ્યાન વિવિધ સાંસ્કૃતિક, શૈક્ષણિક અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનારા તેમજ ધાર્મિક પરીક્ષામાં અગ્રેસર રહેનાર રૂષિકુમારોને પૂ.બાલકૃષ્ણદાસજી સ્વામીના હસ્તે શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી.
રૂષિકુમારોમાં — વિભાગ:1 શાસ્ત્રી કક્ષા(1) દવે તેજસ (2) પંડ્યા પ્રતિક (3) દવે લખન ( 4 ) પાઠક મીત (5) જોષી હર્ષ
વિભાગ.2 ધો.11-12 (1)જોષી યશ (2).મહેતા હર્ષ (3)પંડ્યા કેયુર (4)પંડયા શિવમ
વિભાગ 3 ધો.10(1) જોષી સુજન (2) જોષી કુલદિપ (3) મહેતા કશ્યપ
વિભાગ 4 ધો.9(1) બારૈયા સત્યમ (2) ત્રિવેદી ધૈર્ય (3)પનોત પાર્થ
વર્ષ દરમ્યાન માર્ગદર્શન આપનાર સ્વામી યજ્ઞવલ્લભદાસજી, શુકવલ્લભદાસજી સ્વામી અને ઉદય ભગતનું પણ સન્મા્ન કરવામાં આવેલ.


સાવરકુંડલા ટાઉનમાંથી દારૂની હેરફેર કરતા ઇસમને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટાની રાહબરી નીચે પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા અમરેલી એલ.સી.બી. ટીમે સાવરકુંડલા ટાઉનમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરફેર કરતા એક ઇસમને પકડી પકડી પાડેલ છે.
આ બનાવની વિગતો એવી છે કે, સાવરકુંડલાના કાપેલીધારે રહેતો શિલ્પેશ બાલુભાઇ વાળા ઉં.વ.39 પોતાનાં સફેદ કલરની મોટર સાયકલમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનાં વિદેશી દારૂની બોટલોની હેરફેર કરે છે તેવી ચોક્કસ બાતમી અંગે વોચમાં હોય દરમ્યાન મજકુર શિલ્પેશ બાલુભાઇ વાળા રહે.સાવરકુંડલા વાળો પોતાનાં હવાલા વાળી મોટર સાયકલમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ કુલ કિં.રૂ.35,850/- નો મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.


અમરેલીમાં ગણતરી ના દિવસો મા સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપી ને પકડી પાડતી તાલુકા પોલીસ

અમરેલી, સણોસરા ગામે ખુની હુમલો કરી નાસી ગયેલ આરોપી ને ભાવનગર રેન્જના મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ તથા અમરેલી ના મે.પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમએસ.રાણા ની ખાસ મળેલ સૂચના તથા માર્ગદર્શન મુજબ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનને ગુ.ર.નં.11193004200254/2020 આઇ.પી.સી.કલમ 307,452,120(બી),34 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ નો ગુન્હો તા 09/03/2020 ના ક.20/30 વાગ્યે રજી થયેલ જે ગુન્હાના આરોપી રાજુ ભાલાળા રહે.સુરત જયંતી ઝાલાવડીયા રહે.ક્રાંકચ તા.લીલીયા જી અમરેલી વાળાઓ ફરીયાદીના ઘરે ઘુસી ફરી.ના વયોવૃધ્ધ પીતાને મારી જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ છરીના ઘા મારી ત્યાથી નાસી જઇ પોતાની અટકાયત ટાળવા નાસતા ફરતા હોય જેઓને પકડી પાડવા અમરેલી તાલુકા પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ કરી અગાઉ આરોપી રાજુ ભાલાળા ને ગણતરીના કલાકોમાં પકડી પાડી રીમાન્ડ મેળવી મુદામાલ મેળવી જેલ હવાલે કરેલ છે.તથા હાલ પકડવાનો બીજો આરોપી જયંતી ઝાલાવડીયા રહે.ક્રાંકચ વાળને ગણતરીના દિવસોમાં આજરોજ પકડી પાડી પાડેલ જેની આગળની તપાસ શરૂ છે. ઉપરોકત કામગીરી અમરેલી તાલુકા પો.સ્ટે.ના તથા પો.સ.ઇ.શ્રી. એ.વી.સરવૈયા તથા પો.સ.ઇ. શ્રી ટી.એસ.રીઝવી તથા અમરેલી તાલુકા પો.સ્ટેના પો.સ્ટાફે ઘોરણસરની કાયર્વાહી હાથ ધરી છે.


દીવ પ્રસાશન દ્વારા દીવ ની હોટલો માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તપાસ હાથ ધરવામાં આવી

દીવ, દીવ પ્રસાશન દ્વારા દીવ ની હોટલો માં દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તપાસ હાથ ધરવામાં આવીજે અંતર્ગત ખાસ હોટલો ના લાઇસન્સ, ફાયર સેફ્ટી ના સાધનો, સાફ સફાઈ તેમજ બાંધકામ જેવી બાબતો પર ખાસ તપાસ હાથ ધરવામાં આવી
દીવ મા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ રેગ્યુલર ચેકીંગ હાથ ધરવામાં આવી. જે અંતર્ગત ખાસ હોટેલો ના લાઇસન્સ, ફાયર સેફ્ટી ના સાધનો, સાફ સફાઈ તેમજ બાંધકામો જેવી બાબતો પર ખાસ ધ્યાન આપવામા આવ્યુ હતુ. ચેકીંગ દરમ્યાન દીવ ના ડેપ્યુટી કલેક્ટર કમ ડાયરેક્ટર ઓફ ટુરીઝમ હરમીન્દર સિંહ, દીવ ફાયર સ્ટેશન ઓફિસર કિશોર પટેલ, દીવ ટુરિઝમ ઓફિસર હિતેન્દ્ર બામણીયા, જે.ટી.પી ના ઓફિસર જીગ્નેશ મકવાણા તેમજ નગરપાલિકા ના કર્મચારીઓ, ટુરીઝમ ના કર્મચારીઓ વગેરે દ્વારા આજ રોજ દીવ ની કુલ દશ હોટલો માં રેગ્યુલર ચેકીંગ હાથ ધરવામાં આવી. આ દશ હોટલો ની તપાસ દરમિયાન હોટલો માં ખામી ને લઈ જરુરી સૂચનો આપવામાં આવ્યા અને સુવિધાઓ ની તપાસ કરાઈ.


ચલાલામાં માર્ગ પહોળો બનાવવા તંત્ર દ્વારા ડીમોલેશન થશે

ચલાલા પાલીકા અને આરએન્ડબી વિભાગ દ્વારા સંયુક્ત આયોજન, અનેક વિજપોલ અને ટ્રાન્સફોર્મરો હટાવીને ચલાલાની શકલ બદલાશે
ચલાલા,
ચલાલા શહેરમાં આવેલ મુખ્યમાર્ગ પહોળો કરવા માટે અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષ ઓકે આ રોડ ઉપર થયેલા દબાણો દુર કરવા આર.એન્ડ.બી. વિભાગનાં અધિકારીઓ સાથે બેઠક યોજી સુચના આપી હતી અને આ દબાણો દુર કરવા માટે જે તે દબાણ કર્તાઓને અગાઉથી જ ગેરકાયદેસર દબાણો હટાવી લેવા માટે મૌખિક સુચનાઓ આપવામાં આવી હતી. જે અંતર્ગત કેટલાક દબાણ કર્તાઓએ પોતાનાં હાથે જ દબાણો દુર કર્યા હતાં. જ્યારે બાકીનાં દબાણકર્તાઓએ દબાણ દુર નહી કરતા વહીવટી તંત્ર દ્વારા આવા દબાણો આજે અને આવતી કાલે બે દિવસ સુધીમાં આ દબાણો દુર કરી અને રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લા કલેક્ટરનાં આદેશ અનુસાર ધારી તાલુકા આર.એન્ડ.બી વિભાગ અને ચલાલા પાલીકા તંત્ર દ્વારા આજે તા.13-3 શુક્રવારનાં ડીમોલેશન હાથ ધરાશે. ચલાલાનાં મુખ્ય પ્રવેશ દ્વારથી ધારી રોડ, રેલ્વે ફાટક સુધી નવો સીસી રોડ બનાવવાનું કામ શરૂ છે.


જાફરાબાદમાં બે હજાર તોફાનીઓ સામે ગુનો દાખલ : 59ની ધરપકડ

અમરેલી,
તા.11/03/2020 ના રોજ રાત્રીના અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આવેલ નેસડી વિસ્તારમાં હિન્દુ- મુસ્લીમના વચ્ચે અશાંતિનો માહોલ સર્જાયો હતો.
આ બનાવનું કારણ એવું છે કે, મુસ્લીમ સમાજના ઇમરાન ઉસ્માન મન્સુરીના મોટર સાયકલ સાથે સંદીપ ભીમજીભાઇ શિયાળ તથા તેની સાથેના માણસોની મોટર કારના અકસ્માતના કારણે બંને સમાજના આગેવાનોએ કાવત્રું રચી, સામાન્ય પ્રજાને ઉશ્કેરી ટોળા ભેગા કરતાં આ ટોળાઓ સામ-સામે આવી ગયેલ અને એક બીજાના ધાર્મિક લાગણી દુભાય તેવા સુત્રોચ્ચારો કરી, એક બીજાને ગાળો આપી, સામ-સામે પથ્થરમારો કરેલ હતો.
ઉપરોક્ત બનાવની પોલીસને જાણ થતાં જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી. એચ.એચ. સેગલીયા તથા અન્ય પોલીસ સ્ટાફ બનાવ સ્થળે દોડી ગયેલ અને પરિસ્થિતી કાબુમાં લેવાનો પ્રયત્ન કરેલ અને પથ્થર મારો કરી રહેલ આશરે 2000 માણસોના ટોળાને વિખેરાઇ જવા આદેશ આપેલ પરંતુ ટોળાએ વિખેરાઇ જવાને બદલે પોલીસ ઉપર પણ પથ્થરમારો શરૂ કરેલ અને મહિલા પો.સ.ઇ.શ્રી.સેગલીયાને અપમાનિત કરી, બિભત્સ વર્તન કરવા લાગેલ. અને પથ્થરમારો કરીને પો.સ.ઇ.શ્રી સેગલીયાનું હેલમેટ તોડી નાંખેલ અને ટોળાએ પોલીસ હેડ કોન્સ. પી.ડી.કલસરીયાનું પાકીટ પણ ઝુંટવી લીધેલ.
આ દરમ્યાનમાં જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ના પોલીસ ઇન્સ. ડો.એલ.કે.જેઠવા તથા આજુ બાજુના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ પોત પોતાના પોલીસ સ્ટાફ સાથે બનાવ સ્થળે પહોંચી ગયેલ અને પરિસ્થિતીને કાબુમાં લેવા પ્રયત્ન કરતાં ટોળાએ તેમના ઉપર પણ પથ્થરમારો કરી સરકારી વાહનોને નુકશાન કરેલ અને પોલીસ ઇન્સ.શ્રી.જેઠવાને પગે ગંભીર ઇજા કરેલ અને બીટ હેડ કોન્સ. કલસરીયાને ઇજા કરી, યુનિફોર્મનો શર્ટ ફાડી નાંખેલ. અને બાદમાં એકઝીક્યુટીમ મેજીસ્ટ્રેટશ્રીની પરવાનગી મેળવી, હળવો બળ પ્રયોગ કરી, ટોળું વિખેરી નાંખેલ અને પથ્થરમારો કરી રહેલ કુલ 59 માણસોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને બંને કોમના લોકો વચ્ચે વૈમનસ્ય પેદા કરી, ટોળાને ઉશ્કેરણી કરી રહેલ 6 જેટલા આગેવાનો નાસી ગયેલ હતાં.
ઉપરોક્ત કોમી અશાંતિના બનાવને પગલે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ જાતેથી તાત્કાલીક બનાવ સ્થળે દોડી જઇ, ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધેલ હતો. અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી કાબુમાં લીધેલ હતી.
વાહન અકસ્માત જેવા સામાન્ય બનાવમાં બંને પક્ષના આગેવાનોએ લોકોને ઉશ્કેરણી કરી, લોકોમાં કોમી વૈમનસ્ય પેદા કરેલ હોય, જેથી આશરે 2000 જેટલા માણસો આમને સામને થઇ એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હોય, અને હાલમાં અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા સી.આર.પી.સી. કલમ 144 અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવેલ હોય, જે જાહેરનામાનો ભંગ કરેલ હોય, પોલીસ દ્વારા આ ટોળાને વિખેરાઇ જવાનો આદેશ આપતાં આ આદેશની અવગણના કરી, મહિલા પો.સ.ઇ.શ્રી. સાથે અડપલા કરી, અપમાનિત કરી, પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરેલ હોય તેમજ સરકારી મિલ્કતને નુકશાન કરેલ હોય, જાફરાબાદ ટાઉન પો.સ્ટે.ના પો.સ.ઇ.શ્રી.એચ.એચ. સેગલીયાએ પકડાયેલ 59 માણસો તથા ઉશ્કેરણી કરતાં બંને પક્ષના 6 જેટલા આગેવાનો તથા અન્ય અજાણ્યા 2000 માણસોના ટોળા વિરૂધ્ધ શ્રી.સ.ત. ફરિયાદ આપી *જાફરાબાદ ટાઉન પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં. 11193024200167, ઇ.પી.કો. કલમ 395, 397, 353, 354, 332, 333, 186, 323, 324, 325, 326, 337, 338, 143, 145, 153(એ), 117, 114, 149, 151, 152, 153, 504, 506(ર), 341, 509, 120(બી), 34, 188 તથા જી.પી.એક્ટ કલમ 135 તથા ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એક્ટની કલમ 3, 4* મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.
પકડાયેલ 59 ઇસમોને નામ.કોર્ટમાં રજુ કરી, આ બનાવમાં સંડોવાયેલ અજાણ્યા 2000 માણસોના ટોળામાં અન્ય કોણ કોણ ઇસમો હતા ? આ બનાવના મુખ્ય સુત્રધાર કોણ છે ? તે અંગે પુછપરછ કરવા નામ.કોર્ટમાંથી રીમાન્ડ મેળવવા તેમજ નાસી ગયેલ બંને કોમના ઉશ્કેરણી કરનાર આગેવાનોને હસ્તગત કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે.


ખાંભાનાં અંતરિયાળ ગામડામાં 108માં જોડિયા બાળકનો જન્મ

108 સેવા સગર્ભા માટે આશીર્વાદ સાબીત થઈ રાજુલા, (જયદેવ વરૂ)
રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના નેજા હેઠળ ચાલતી 108 સેવા સગર્ભા માતા માટે આશીર્વાદરૂપ થઈ રહી છે.ખાંભા તાલુકાના અંતરિયાળ અને દુર્ગમ ગીર વિસ્તારના વાગધ્રા ગામની સગર્ભા માતાને અચાનક જ મધરાત્રીએ 02:46 કલાકે પ્રસુતિની પીડા ઉપડતાં 108 ને કોલ કરતા જ ગણતરીની મિનિટમાં જ 108 એમ્બ્યુલન્સ વાગધ્રા ગામ પહોંચી સગર્ભાની પ્રાથમિક તપાસ કરતા અસહનીય પીડા હોવાથી 108 ના ફરજ પરના ઈ એમ ટી દિલીપ પંડ્યા અને પાઇલોટ રાજુભાઈ બોરીસાગર પલ ભરનો પણ વિલંબ કર્યા વગર સગર્ભા ને એમ્બ્યુલન્સ મા લઇ જરૂરી પ્રાથમિક સારવાર આપી જઈ રહ્યા હતા તે દરમિયાન 108 કર્મચારીને પસુતી કરાવવાની ફરજ પડતા જ અમદાવાદ ખાતે બેઠેલા 108 ના ફિજીશિયન ડોકટર વિજય ની સુચના મુજબ જંગલ વિસ્તારમાં એમ્બ્યુલન્સ સાઈડમાં ઊભી રાખી ડોકટર ની ચૂસનાઓ મુજબ એમ્બ્યુલન્સ પરના કર્મચારીએ પ્રથમ એક બાળક નો જન્મ કરાવ્યો હતો. ત્યારબાદ વધુ તપાસ કરતા માલુમ પડ્યું કે ગર્ભમાં હજી પણ એક બાળક છે તો ત્યારબાદ મહામહેનતે ફરી કુશળતાપૂર્વક બીજા બાળકનો પણ સફળ જન્મ કરવા માં આવ્યું. ત્યારબાદ સગર્ભા માતા અને બંને બાળકોને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં સગર્ભા ના પરિવારજનો દ્વારા 108 ના કર્મચારીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના કુશળ આયોજનથી 108 સેવા થકી હજારો લોકોના જીવ બચી રહ્યા છે.અને ખરાઅર્થમાં માતા મરણ દર અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં 108 નો સિંહ ફાળો રહ્યો છે.


અમરેલીમાં ગાયકવાડના સમયમાં બનાવેલ ટાવરની દુર્દશા

અમરેલી,
અમરેલી શહેરમાં 100 વર્ષ પહેલા ગાયકવાડ સરકાર દ્વારા શહેરની મધ્યમાં ટાવર બનાવવામાં આવેલ. આ ઐતિહાસીક ઇમારત મરામતના અભાવે તેમને લુણો લાગ્યો હોય તેમ ખળભળી રહી છે.
ત્યારે આ ઐતિહાસીક ઇમારતને તંત્ર દ્વારા વહેલી તકે રીનોવેશન કરાવવુ જરૂરી છે. વર્ષો પહેલા મધ્યમ અને ગરીબ લોકો પાસે જ્યારે ઘડીયાળો અને મોબાઇલ ન હતા ત્યારે ટાવરના ડંકાઓ રણકતા હતા અને લોકોને સમયનો ખ્યાલ આપતા હતા. જે ટાવર આજે ઘણા સમયથી મુંગો બની ગયેલ છે. અને જર્મન મશીનરી જર્જરીત હાલતમાં હોવાથી કોઇ જુના કારીગર હોય તોજ તે રીપેર થઇ શકે તેમ છે. ટાવરના કાચ પણ તુટી ગયેલ છે. અને કાંગરાઓ પણ ખરી ગયેલ છે. તે રીપેરીંગ કરવા જરૂરી છે. અમરેલી શહેરમાં ટાવર એક ઐતિહાસીક ઇમારત છે. જેને સાચવવા માટે વહીવટી તંત્ર ઉણુ ઉતર્યુ હોય તેવુ જોવા મળી રહયુ છે.


લાઠીનાં પનોતા પુત્ર અને ગુજરાતનું ગૌરવ એરમાર્શલ સ્વ.શ્રી જનકકુમાર સિંહજીને શ્રધ્ધાંજલી અર્પણ કરાઇ

લાઠી,
લાઠીનાં રાજવી અને ગુજરાતનાં પ્રથમ એરમાર્શલ તથા ક્ષત્રીય સમાજનું ગૌરવ મેળવી પાકિસ્તાન સામેનાં યુધ્ધમાં પાકિસ્તાનનાં બે કટકા કરી સમગ્ર ભારતમાં ડંકો વગાડી મેડલો પ્રાપ્ત કર્યા છે તેવા ઝાંબાઝ સ્વ.જનકકુમાર સિંહજીનાં નિધનથી લાઠી પંથકમાં શોક છવાયો છે.
તા.12નાં બપોર પછી વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી શોક વ્યક્ત કરી શોક સભામાં સમગ્ર સમાજે શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતાં. ગઢડા સ્વામિનાથી કોઠારી સ્વામિ, વિષ્મુસ્વામિ સહિતે પોતાનાં અનુભવો વર્ણવી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.


error: Content is protected !!