Main Menu

Saturday, March 14th, 2020

 

જાફરાબાદનાં વાઢેરા રોડ ઉપર આવેલ બગીચામાં જુગાર રમતા પાંચ ઇસમોનેે પકડી પાડતી અમરેલી એલ.સી.બી

અમરેલી, અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય નાઓએ જીલ્લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ કાલ જાફરાબાદનાં વઢેરા રોડ ઉપર આવેલ બગીચામાં કેટલાક ઈસમો જાહેરમાં તીન પત્તીનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરી તથા એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા રાજુ ઉર્ફ શોભરાજ મુરાદભાઇ હસનાણી, રામુ નાગરભાઇ બારૈયા, જાવીદ ઉસ્માનભાઇ નરપાલી, જગદીશ નાનજીભાઇ બારૈયા, રામા સોમતભાઇ ભાલીયા ને રોકડા રૂા.51,020 તથા મોટર સાયકલ નંગ – 5 કિ.રૂા.1,30,000 તથા મોબાઇલ નંગ – 5 કિં.રૂા.2500 તથા ગંજીપત્તાના પાના નંગ-5, મળી કુલ કિં.રૂા.1,83,520 નો મુદ્દામાલ સાહિત્ય સાથે પકડી ધોરણસર કાર્યવાહી હાથધરી છે.


શ્રી સ્વામિનારાયણ મહિલા સંસ્કાર કેન્દ્ર દ્વારા બોટાદ શ્રી સ્વામિનારાયણ મંદિરના દેવોનો દશાબ્દિ પાટોત્સવ ઉજવાયો

બોટાદ, શ્રી સ્વામિનારાયણ મહિલા કેન્દ્ર અમરેલીની ત્રીજી શાખા બોટાદ શ્રી
સ્વામિનારાયણ મહિલા કેન્દ્રમાં બિરાજીત શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી
ગોપીનાથજી મહારાજ આદિ દેવોનો દશાબ્દિ મહોત્સવ તા.3 માર્ચથી 9 માર્ચ દરમ્યાન
સાંખ્યયોગી લીલાબાના સાનિધ્યમાં ખૂબજ ધામધૂમથી ઉજવાયો હતો.
આ પાવન પ્રસંગે બહેનો દિકરીઓને વિશેષ ભક્તિનું બળ મળે, જીવન ઘડતર થાય તથા શુભ
સંસ્કારોનું સિંચન થાય તેવા શુભ હેતુથી ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલાચરિત્રોથી ભરપુર અને
સંપ્રદાયનો શિરમોડ ગ્રન્થ, સત્સંગિજીવનની કથા પારાયણ રાખવામાં આવેલ. જેના વ્યાસ પદે સાં.યો.
નાના રેખાબેન રહેલ.
દશાબ્દિ મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણ, ભૂદેવોનું પૂજન, નિરાધાર ગરીબોને સહાય, રક્તદાન કેમ્પ,
સર્વરોગ નિદાન કેમ્પ, ફળ વિતરણ પણ રાખવામાં આવેલ.
સાથે સાથે ભગવાન શ્રી સ્વામિનારાયણે મંદિરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે
મળ-મુત્ર કે થુંકવું પણ નહી એવી આજ્ઞા આપી છે તે મુજબ લીલાબાની સુચના મુજબ
સાંખ્યયોગી બહેનો તથા અન્ય બહેનો જાતે સાવરણા લઇ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
જોત જોતામાં તો બોટાદની શેરીઓ સ્વચ્છ કરી નાંખી હતી
મહોત્સવ અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ, રંગોત્સવ, હિંડાળા ઉત્સવ, બાલિકા યુવતીઓનો
સંસ્કાર સભર સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રથમ દિવસે, બેન્ડની સુરાવલી અને વિવિધ વેશભૂષા સાથે પાળિયાદ રોડથી
કથાસ્થળ સુધી ભવ્ય પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા
હતા. કથાની પૂર્ણાહૂતિ પ્રસંગે ઉત્સવમાં આર્થિક યોગદાન આપેલ બહેનોનું સન્માન કરવામાં
આવેલ


ચલાલામાં તંત્રએ 130 જગ્યાએથી દબાણ હટાવ્યું

ચલાલા,
ચલાલામાં માર્ગ પહોળો બનાવવાની કામગીરી દરમિયાન માર્ગ મકાન વિભાગ અને પાલિકા તંત્રએ 130 જગ્યાએથી દબાણ હટાવ્યું હતુ. આ કામગીરીથી માર્ગ પહોળો થયો હતો પણ અનેક નાના ધંધાર્થીઓને ફટકો પણ પડયો હતો જોકે પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓ માટે વિચારણા કરવા હૈયાધારણા અપાઇ હતી.


અમરેલીમાં અશ્ર્વમેળા જેવુ વાતાવરણ :સરકારે પોલીસ માટે ઘોડાઓ ખરીદયા

શ્રી આર.ડી.ઝાલા માઉન્ટેડ યુનિટ દ્વારા આયોજન :અમરેલી જીલ્લા તેમજ આજુ – બાજુ માંથી 150 માલીકો અશ્ર્વોને લઇ આવ્યા
અમરેલી,
ગુજરાત રાજય માઉન્ટેડ પોલીસ દળ દ્વારા અમરેલી પોલીસ હેડકવાટરમાં આજ રોજ સવારથી સાંજ સુધીમાં ધોડાઓની ખરીદી રાખવામાં આવી હતી. અમરેલી જીલ્લા માંથી તેમજ આજુ – બાજુમાંથી 150 લોકો પોતાના અશ્ર્વો સાથે આવેલ હતા. જેની ખરીદ કમીટીના મેમ્બર એડિશ્નલ ડી. જી.પી. પિયુષ પટેલ, ભરૂચના એસ.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, એસ.પી. દુધાત, અમરેલીના એસ.પી. નિર્લિપ્ત રાય, ડી.વાય એસ.પી. શ્રી રાણા, પી.આઇ. શ્રી બારોટ, માઉન્ટેડ પી.એસ. આઇ. કે.એસ. ભેવલીયા, તેમજ વેટરનરી ડોકટરો ની ઉપસ્થિતિમાં અશ્ર્વોની ખરીદી કરવામાં આવી હતી. જેમાં ખોડાઓની ચાલ, લંબાઇ, દાંત, કાનસુરી વગેરે ચેક કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ઘણા સમય પહેલા ગુજરાત માઉન્ટેડ પોલીસ દળ દ્વારા ગુજરાતમાં ધોડાઓની ખરીદી કમીટીમાં અમરેલી જીલ્લાના પૂર્વ ડી.વાય.એસ.પી. શ્રી આર.ડી. ઝાલાને ખાસ આમંત્રણ પાઠવીને બોલાવવામાં આવતા હતા. તેઓએ પોલીસ વિભાગમાં નિવૃત થયા બાદ પણ કમીટીમાં સેવાઓ આપી હતી.


તરવડામાં સમાવર્તન સંસ્કાર સમારોહ યોજાયો

તરવડા,શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડા ખાતે તા. 09/03/2020 ના રોજ ધોરણ 10 – 12 (સાયન્સ, કામર્સ) ના કુલ 760 વિદ્યાર્થીઓનો સમાવર્તન સંસ્કાર યોજાયો હતો. આ પ્રસંગે પ.પૂ. ઘનશ્યામજીવનદાસજી સ્વામી, સંસ્થાના સંચાલન પ.પૂ. કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શિક્ષણ વિભાગ સંભાળતા પ.પૂ. રામકૃષ્ણદાસજી સ્વામી તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગુરુકુલ માંથી મેળવેલા સંસ્કારો જીવનમાં કાયમી ટકી રહે, વ્યસન અને ફેશનની દુનિયાથી દુર રહી ગુરુકુલ પરિવારનું નામ રોશન કરો એવા રૂડા આર્શીવાદ આપ્યા હતા. બધા વિદ્યાર્થીઓને ઘનશ્યામ મહારાજની મૂર્તિ ભેટમાં આપેલ. કાર્યક્રમનું સંચાલન વસંતભાઇ કોરાટ તેમજ પિયુષભાઇ સાવલીયાએ કરેલ છે.


અમ2ેલી જિલ્લા પંચાયતનું રૂા.896.92 લાખનું બજેટ મંજુર

જિલ્લા પંચાયતનાં બજેટમાં આ2ોગ્ય ક્ષેત્રે કેન્સ2ની સા2વા2માં પૂ2ક સહાયમાં વધુ 2ોગ અને વસ્તીને આવરી લેવાનાં હેતુથી મદદ માટે જોગવાઈ ક2વામાં આવી, જિલ્લા પંચાયત દ્વારા આગામી ડો.બી.આ2.આંબેડક2 જયંતિની ઉજવણી કરવા નાણાંની ફાળવણી કરાઇ : વિવિધ વિકાસ કામોની પણ જોગવાઇ કરાઇ
અમરેલી,
અમ2ેલી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી 2વજીભાઈ કે.વાધેલાના અધ્યક્ષ સ્થાને સામાન્યસભા આજરોજ મળેલ હતી આ બેઠકમાં જિલ્લા પંચાયતના સચિવ-વ-જિલ્લા વિકાસ અધિકા2ીશ્રી તેજસ પરમાર આઈ.એ.એસ.ઉપપ્રમુખશ્રી હાર્દીકભાઈ કાનાણી કા2ોબા2ી સમિતિનાં ચેરમેનશ્રીમતિ ઉમાબેન વી.શેલડીયા,તમામ સમિતિના ચેરમેનશ્રીઓ,ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શાખા અધિકા2ીશ્રીઓ હાજર રહેલ હતાં આ બેઠકમાં મુખ્ય મુદદો અંદાજપત્ર સને.2020-2021ની મંજુર કરવાની બાબત હતી જે નવી ચૂંટાયેલ 12 મી બોડીનું પાંચમુ બજેટ રજુ કરતા શ્રી રવજીભાઈ કે.વાધેલાએ હર્ષ અનુભવી આજ2ોજ ની બેઠકમાં જિલ્લા પંચાયત અમ2ેલીના સુશાસન અને અંદાજપત્રમાં સ્વભંડોળ બાજુ ગત વર્ષની ખુલતી સિલક સહ કુલ આવકરૂા. 896.92લાખના અંદાજ ક2ી સ્વભંડોળ ખર્ચનો અંદાજ રકમ રૂા.798.69 લાખના ખર્ચ કરવાનુ આયોજન ક2ેલ જયા2ે પંચાયતને તબદીલ પ્રવૃતિઓ(સ2કા2ી યોજનાઓ)માટે રકમ રૂા.716.6પ ક2ોડના અંદાજપત્ર 2જુ થવા દરખાસ્ત ક2ેલ હતી. અમ2ેલી જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા મળી હતી જેમાં જિલ્લા પંચાયત રૂા.896.92 લાખ ની આવક અંદાજ સાથે નું અંદાજપત્ર મંજુ2 ક2વામાં આવ્યુ હતું જેમા રૂા.798.69 લાખના ખર્ચ જોગવાઈ ક2વામાં આવેછે.જિલ્લા પંચાયત અમ2ેલી સ્વભંડોળ નું અંદાજપત્રમાં વર્ષ 2020-2021માટેે જોગવાઈઓ તથા યોજનાકીય પ્રવૃતિ હાથ ધરવામાટે માનવવેતન/ પગા2 ભથ્થા તથા આવશ્યક ખર્ચ માટે રૂા. 214.74 લાખ , પંચાયત ક્ષેત્રેરૂા.23.42 લાખ નીજોગવાઈ કરવામાં આવેલછે નોક2ીયાત ક્ષેત્રેરૂા..10.90લ ાખ, વિકાસક્ષેત્રેે રૂા.346.90 લાખ, શિક્ષણક્ષેત્રેરૂાુ.22.13લાખ આ2ોગ્યક્ષેત્રે રૂા.41.00 લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂા.પ.3પ લાખ , બાંધકામક્ષેત્રેેરૂા.9પ.40 લાખ,સમાજકલ્યાણ ક્ષેત્રે રૂા.30.99 લાખ, પ્રચા2 અને આંકડાક્ષેત્રે રૂા..1.00 લાખ, અને પશુપાલન ક્ષેત્રે રૂા..2.પ0 લાખ આર્યવેદ ક્ષેત્રે રૂા.3.8પ લાખ,આઈ.સી.ડી.એસ. ક્ષેત્રે રૂા.0.પ0 લાખ ની મળીને કુલ રૂા.798.69 લાખના ખર્ચની જોગવાઈઓ ક2વામાં આવેલછે.
આ2ોગ્ય ક્ષેત્રે કેન્સ2 ની સા2વા2માં પૂ2ક સહાયમાં વધુ 2ોગ વસ્તી લોકોને મદદ2ુપ થવાના હેતુથી કેસોમાં જોગવાઈઓમાં વધા2ો ક2વામાં આવેલછે.અને 14 મી એપ્રિલડો.બી.આ2.આંબેડક2 જયંતિની ઉજવણી ઉજવવા માટે જોગવાઈ ક2વામાં આવેલછે આમ અમ2ેલી જિલ્લા પંચાયતનુ રૂા.896.92 લાખનુ અંદાજપત્ર સ્વભંડોળ નુ રજુ ક2તા જિલ્લા પંચાયતના તમામ અધિકા2ીશ્રીઓ,ચેરમેનશ્રીઓ અને સદસ્યશ્રીઓમાં હર્ષની લાગની અનુભવી રહયાંછે. કુલ રૂા.896.92 લાખનુ અંદાજપત્ર રજુ ક2તા સામાન્ય સભા દવા2ા સર્વસંહમતિથી મંજુર કરવામાં આવ્યુ જે બદલ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી રવજીભાઈ વાધેલા એ તમામનો આભા2 માન્યો અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ, હાર્દીકભાઈ કાનાણી,કા2ોબા2ી સમિતિના ચેરમેન શ્રીમતિ ઉમાબેન વી.શેલડીયા તથા તમામ સદસ્યશ્રીઓએ હર્ષ સાથે અંદાજપત્રને આવકા2ીયુ હતુ. આ સામાન્ય સભામાં તમામ ઠરાવો સર્વાનુમતે પસાર થયા હતાં.


બગસરાના શાપરમાં પ્લોટ નહી અપાય તો ઉપવાસ આંદોલન

અમરેલી, (ડેસ્ક રીપોર્ટર)બગસરાના શાપર ગામના અનુ. જાતિના લોકોએ સરકારશ્રીની યોજનામાં મફત પ્લોટ ફાળવવા અંગે લેખીત અને મૌખિક રજુઆત કરી હતી. ગરીબી રેખા હેઠળ જીવતા હોવાના તમામ આધાર પુરાવાઓ આપવા છતાં આજ દિન સુધી અમોને ન્યાય મળેલ ન હોય. આ અંગે તમામ અરજી અહેવાલ કરવા છતાં અમારી માંગણીનો કોઇ પ્રત્યુતર અમોને પાઠવેલ ન હોય. તા. 03/03/2020 ના લેખીત રજુઆત અમો દ્વારા કરવામાં આવેલ. છતા આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ ન હોવાથી. લલીતભાઇ સોલંકી, હંસાબેન રાઠોડ સહિત અનુ. જાતિના લોકએ કલેકટરને આવેદન પત્ર પાઠવી ને રજુઆત કરી હતી. મફત પ્લોટ ફાળવવામાં નહિ આવે તો કલેકટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરાશે તેવી ચિમકી ઉચારી હતી.


14-03-2020


14-03-2020 Ramkatha


error: Content is protected !!