Main Menu

Tuesday, March 17th, 2020

 

રાજુલા આહીર સમાજ અગ્રણી ના નિવાસ સ્થાને શ્રી તોગડીયા ની મુલાકાત

રાજુલા શહેર મા આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડીયા એ વિવિધ મુદ્દે મુલાકાત આવતા 1 દિવસ નો પ્રવાસ કર્યો હતી અને રાત્રી ના ઉધોગપતિ બાબુભાઇ રામ ના ફાર્મ હાઉસે રાત નુ રોકાણ કરીયું હતું અને આહીર સમાજ અગ્રણી યુવા આગેવાન દેવાયતભાઈ સોરઠીયા (રાજમંદિર) ના નિવાસ સ્થાન તેમજ નીતિનભાઈ પંડિયા ના નિવાસસ્થાને *આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ તોગડીયા તેમજ ડો ગજેરા,નિર્મલભાઈ ખુમાણ, રણછોડભાઈ ભરવાડ  નું ભોજન સમારંભ રાખેલ હતું જેમાં બાબુભાઈ રામ નીતિનભાઈ પંડિયા મનુભાઈ ધાખડા,શરદભાઈ ,હમીરભાઈ રામ, કાળુભાઇ વણજર,ચંદુદાદા,જશુભાઈ પાટી હમીરભાઈ બાલાપર હાજાર રહિયા હતા અને કારીયકર્તા NSUI પ્રમુખ રવિરાજભાઈ ધાખડા કપુભાઈ કોટીલા રાજભાઈ નગરાજભાઈ કરણભાઈ  રાહુલભાઈ શરદબાપુ શક્તિભાઈ સહિત યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા

શ્રી ભરતસિંહ સોલંકીએ રાજીનામા માટે મજબુર કર્યા : શ્રીમતી કોકીલાબહેન કાકડીયા

કેવા સંજોગો ઉભા કરાયા કે જેવીને રાજીનામુ આપવુ પડયું ? ખતરનાક ખેલનો પર્દાફાસ કરતા ફાયરબાન્ડ આગેવાન શ્રીમતી કોકીલાબહેન કાકડીયા
શ્રી ભરતસિંહ સોલંકીએ રાજયસભાની પોતાની ટીકીટ પાકી કરવા જેવીના નામનો ઉપયોગ કર્યો
અમારી સાથે અમે ન કોંગ્રેસના રહીએ કે, ભાજપના તેવો ખેલ ખેલાયો : કોકીલાબહેન કાકડીયા, કોંગ્રેસના ફાયરબ્રાન્ડ મહીલા આગેવાન અને ધારાસભ્ય શ્રી જેવી કાકડીયાના ધર્મપત્ની શ્રી કોકીલાબહેન કાકડીયાએ કોંગ્રેસમાં રાજયસભાની ટીકીટ માટે ખેલાયેલ ખેલને ખુલ્લો પાડયો
અમરેલી,(પોલીટીકલ રિર્પોટર) અમરેલી જિલ્લાના ધારી-બગસરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામા અંગે શ્રી જે.વી. કાકડીયા (મો. 9426989611)નો સંપર્ક થતો ન હોય તેમના ધર્મપત્ની અને કોંગ્રસના તાલુકા પ્રમુખ શ્રીમતી કોકીલાબહેન કાકડીેયાએ કેવા સંજોગો ઉભા કરાયા કે જેવીને રાજીનામુ આપવુ પડયું ? તેના ખતરનાક ખેલનો પર્દાફાસ કરતા જણાવેલ કે, શ્રી ભરતસિંહ સોલંકીએ રાજયસભાની પોતાની ટીકીટ પાકી કરવા જેવીના નામનો ઉપયોગ કર્યો હતો અને અમારી સાથે અમે ન કોંગ્રેસના રહીએ કે, ભાજપના તેવો ખેલ ખેલાયો છે.
આ અંગે વિગતો આપતા શ્રી કોકીલાબહેન કાકડીયાએ જણાવેલ કે, ભરતસિંહ સોલંકીનો ફોન આવ્યો હતો કે રીાજયસભાની ટીકીટ કોને મળવી જોઇએ અને શકિતસિંહ અને મધ્ાુસુદન મીસ્ત્રીનું નામ આપતા અમે મધ્ાુસુદનભાઇના નામને બદલે પાટીદાર આગેવાનને પ્રતિનિધિત્વ મળવું જોઇએ તેમ કહેતા શુ કરવું જોઇએ તેમ મે પુછતા ભરતસિંહે જણાવેલ કે ભાજપમાં જવાય ? આથીે મે જો સરકારમાં રહી લોકોના કામ થતા હોય તો ત્યા જવાય આથી તેમણે હુ ભાજપમાં વાત કરુ છુ તેમ કહી શ્રી જેવી કાકડીયા સાથે વાત કરી અને કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં વાતચીત કરતા અમે કોંગ્રેસ કે ભાજપ કયાયં ન રહીએ આમ કોંગ્રેસમાં રાજયસભાની ટીકીટ માટે ખેલાયેલ ખેલને થી શ્રી જેવીએ માત્ર ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે, ભાજપમાં જોડાયા નથી અમારા કાર્યકર્તાઓ અને ટેકેદારોને વિશ્ર્વાસમાં લઇને આગળનો નિર્ણય લેશું અને કોંગ્રેસના આગેવાનો દ્વારા એવો પ્રચાર થાય છે કે, અમે રૂપિયા લીધા છે પણ હકીકતમાં અમે કયારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું લોકોના પૈસા છે તે લોકો માટે જ વપરાવા જોઇએ અમારા વિસ્તારમાં ચાલી આવતી ટકાવારીની પ્રથા પણ અમે તોડી છે.
જેવીએ માત્ર ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે, ભાજપમાં જોડાયા નથી અમારા કાર્યકર્તાઓ અને ટેકેદારોને વિશ્ર્વાસમાં લઇને આગળનો નિર્ણય લેશું : એવો પ્રચાર થાય છે કે, અમે રૂપિયા લીધા છે
પણ હકીકતમાં અમે કયારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું લોકોના પૈસા છે તે લોકો માટે જ વપરાવા જોઇએ, અમારા વિસ્તારમાં ચાલી આવતી ટકાવારીની પ્રથા પણ અમે તોડી છે


ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીના ભણકારા

શ્રી દિલીપ સંઘાણી, શ્રી મનસુખ ભુવા, શ્રી બાલુભાઇ તંતી,શ્રી હિરેન હિરપરા, શ્રી જીતુભાઇ જોષી, શ્રી પરેશ પટ્ટણી, શ્રી કાંતિભાઇ સતાસિયા બની શકે છે ભાજપમાં સબળ દાવેદારો ,
જો શ્રી જેવી ભાજપમાં ન ભળે તો કોંગ્રેસમાં શ્રીમતી કોકીલાબેન કાકડીયા અને શ્રી પ્રદિપ કોટડીયા,સુરેશ કોટડીયા અને શ્રી જયઓમ કૌશિકભાઇ કોટડીયા હોઇ શકે છે દાવેદાર
અમરેલી,ધારી-બગસરાના ધારાસભ્ય શ્રી જેવી કાકડીયાએ ધારાસભ્યપદેથી રાજીનામુ આપી દેતા શ્રી જે.વી. કાકડીયાના રાજીનામાથી વગર ચોમાસે કમોસમી માવઠું થાય તેવું રાજકીય માવઠું થયું છે અને ધારી-બગસરા વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણીના ભણકારા વાગી રહયા છે. ધારી-બગસરા બેઠક ઉપર જો ચૂંટણી આવે તો ભાજપના સીનીયર આગેવાન શ્રી દિલીપ સંઘાણી, પુર્વ ધારાસભ્ય શ્રી મનસુખ ભુવા અને શ્રી બાલુભાઇ તંતી તથા જિલ્લા ભાજપના પ્રમુખ અને ગયા વખતે જેમનું નામ ચર્ચાયું હતુ તેવા શ્રી હિરેન હિરપરા, ધારીના સરપંચ શ્રી જીતુભાઇ જોષી, ભાજપના આગેવાન શ્રી પરેશ પટ્ટણી (મુનાભાઇ), તથા બગસરા યાર્ડના પ્રમુખ શ્રી કાંતિભાઇ સતાસિયા ભાજપમાં સબળ દાવેદારો ના લીસ્ટમાં આવી શકે છે. અને રાજીનામુ આપી ચુકેલા શ્રી જેવી કાકડીયા જો ભાજપમાં ન ભળે તો કોંગ્રેસમાં શ્રીમતી કોકીલાબેન કાકડીયા અને શ્રી પ્રદિપ કોટડીયા,સુરેશ કોટડીયા અને શ્રી જયઓમ કૌશિકભાઇ કોટડીયા ના નામો પણ દાવેદાર તરીકે ચર્ચામાં આવી રહયા છે.


લોકશાહી ને મારોના આજે તોડોના ની તડજોડ અને “કોરોના’ નાં કહેરથી,સમગ્ર ગુજરાત ભયભીત છે.! : શ્રી પરેશ ધાનાણી

વર્તમાન સ્થિતિના સંદર્ભમાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીનું ટવીટ
ગાંધીનગર,(ડેસ્ક રિર્પોટર)કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને પગલે પગલે રાજયના વિરોધ પક્ષના નેતા શ્રી પરેશ ધાનાણીએ ટવીટ કરતા જણાવ્યું છે કે, રાજ્યસભાની રમખાણમાં “લોકશાહી’ ને “મારોના’ આજે “તોડોના’ ની તડજોડ અને “કોરોના’ નાં કહેરથી.., સમગ્ર ગુજરાત ભયભીત છે.!


અમરેલીમાં કાઠી સમાજના આગેવાનો શ્રી નિર્લિપ્ત રાયની મુલાકાતે

આજે અમરેલીમાં કાઠી સમાજના આગેવાનો એસપીશ્રી નિર્લિપ્ત રાયની મુલાકાતે આવ્યા હતા અને હાલની સ્થિતીની ચર્ચા કરી હતી જેમા કાઠી સમાજના મોભી શ્રી દાદબાપુ કાતર, શ્રી પ્રતાપભાઇ વરૂ, શ્રી રવુભાઇ ખુમાણ,શ્રી ભુપેન્દ્રભાઇ બસિયા, શ્રી જીતુભાઇ વાળા અડતાલા સહિતના આગેવાનો નજરે પડે છે.


બાબરાનાં પાનસડામાં 7.50 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરાયું

બાબરા,
બાબરા તાલુકાના પાનસડામાં સ્થાનિક ધારાસભ્યની ગ્રાન્ટ તેમજ એટીવીટી અને તાલુકાના આયોજનમાંથી રૂપિયા 7.50 લાખ મંજુર કરી ગામમાં સીસી રોડનું ખાત મુરત તેમજ લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તેમજ જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળના વરદ હસ્તે કરવામા આવ્યું હતું આ તકે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના સભ્યો સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા .બાબરા તાલુકાના પાનસડા ગામમાં વોર્ડ નંબર સાત માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા સીસી રોડ બનાવવા માટે રૂપિયા બે લાખની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી જેનું આજે ખાત મુરત ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ ગામના અન્ય એક વોર્ડ નંબર ત્રણ માં એટીવીટી અને તાલુકા આયોજનમાંથી 5.50 લાખના ખર્ચે સતાણી પરિવાર કુળદેવીના મંદિર તરફ જતા સીસી રોડ બનાવવામાં માટે ફાળવણી કરવામાં આવી હતી તે કામ પૂર્ણ થતાં તેનું લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને જિલ્લા પંચાયતના સભ્ય પ્રભાતભાઈ કોઠીવાળ દ્વારા કરવામાં આવ્યું હતું આમ તાલુકાના પંચાળ વિસ્તારમાં વિકાસના કાર્યો થતા ગામમા ખુશીની લાગણી પ્રસરી ગઈ હતી આ તકે ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઈ ઠુંમર, રવજીભાઈ ખોખરીયા, રવજીભાઈ રામાંણી, હરિભાઈ સતાણી,શંભુભાઈ લીંબાસિયા, કચરભાઈ ઠુંમર, કલ્પેશભાઈ કાચા, બાઘાભાઈ વઘાસિયા, છગનભાઇ વઘાસિયા સહિતના ગામના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.


ધારી ગીર વન વિભાગના આરતીબેન હીરપરાને ચેલેન્જીંગ કામગીરી બદલ બેસ્ટ વર્કીગ વુમન્સ તરીકે એવોર્ડ અપાયો

ધારી,
ગીર પૂર્વ વન વિભાગમાં ફરજ બજાવતા મહિલા ફોરેસ્ટ કર્મચારી શ્રી આરતીબેન હીરપરા ને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી સબબ રાજકોટ ના ગુજરાત મીરર દ્વારા બેસ્ટ વર્કિંગ વુમન ઇન ચેલેન્જિંગ જોબ – 2019-20 માટે નો એવોર્ડ આપવા માં આવ્યો.. જેમાં અલગ અલગ ક્ષેત્ર માં ફરજ બજાવતા મહિલા કર્મચારી ઓને પોતાની કામગીરી ને ધ્યાન માં રાખી પસંદ કરવામાં આવેલા.જેમાં સમગ્ર રાજ્ય માંથી અમરેલી જિલ્લા ના ધારી તાલુકા માંથી શ્રી આરતી બેન હીરપરા ની પસંદગી થતાં રાજકોટ કલેકટર ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવેલઅને અત્રે ઉલ્લેનીય છે કે 2017-18 ના વર્ષ માં અત્રે ની દલખાણીયા રેન્જ માં અચાનક આવી પડેલ વાઇરસ થી સિહો ના મૃત્યુ નો સિલસિલો ચાલુ થયેલો .. આવા કટોકટી ના સમય માં આરતીબેન પોતે િીયહચહા ર્રપચ છતાં પણ દિવસ રાત જોયા વગર ઉપરી અધિકારી ના માર્ગદર્શન મુજબ ઓફિસ અને ફિલ્ડ ના કામ માં જોડાય ગયા હતા અને સિંહો ની સુરક્ષા માટે ખુબજ મહત્વ ની ભૂમિકા ભજવી હતી.. અને પોતાની ગીર અને ગીરના ઘરેણાં સમાન સિંહો પ્રત્યે ની લાગણી ને ઉજાગર કરી હતી.


બગસરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોમિયોપેથીક દવા તેમજ આયુર્વેદિક દેશી ઉકાળાનું વિતરણ કરાયું

બગસરા ,
બગસરા સાર્વજનિક આરોગ્ય કેન્દ્ર ખાતે શ્રી ડી.ડી.ઓ અને આયુષ વિભાગ અને આયુર્વેદિક શાખા ના માર્ગદર્શન હેઠળ કોરોના વાયરસ પ્રતિરોધક હોમીઓપેથીક દવા અને આયુર્વેદિક ઉકાળાનુ સવારેથી વિતરણ શરૂ કરવામા આવ્યુ હતુ બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ડો.કાપડિયા સહિત ના સ્ટાફે સારી કામગીરી કરી હતી અને જણાવ્યું હતું કે આ કાર્યક્રમ બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે સવારના 9:00થી 11:00 ગુરુવાર સુધી નિયમિત વિતરણ કરવામા આવશે જેથી જન સમુદાય કોરોના વાયરસ સામે પ્રતિરોધ કરી શકે અને તેમને તેમણે વધુમા વધુ લોકો આ દવા નો લાભ લે તેવી વિનંતી કરેલ આ કાર્યક્રમમા આરોગ્યવિભાગના ડો.યાદવ સાહેબ ડો.એલવીસ દેત્રોજા સાહેબ અને બી.એસ.કે મેડિકલ ઓફિસર ડો.ગૌરવ કાપડિયા દ્વારા લોકોને જાગૃત કરવા માટે જણાવ્યું હતુંકે લોકોને કોરોના વાયરસથી ડરવાને બદલે વારંવાર સાબુથી હાથ ધોવા અંગે પાણી ઉકાળીને પીવું ખાંસી કે છીંક આવે ત્યારે આડો રૂમાલ રાખવો જેવી બાબત પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું


અમરેલીના કવયિત્રી કાલિન્દીબેન પરીખની કવિતાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે

અમરેલી,
વિશ્ર્વ ભારતી સંસ્થાન દ્વારા આયોજીત દિલ્હી મુકામે આંતરરાષ્ટ્રીય કવયિત્રી સમેલનમાં ડો. કાલિન્દી પરીખના કાવ્યસંગ્રહ શેતરંજીનું સુપ્રસિધ્ધ ચિત્રા મુણાલ અને વર્ષા રાકાના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. અમેરિકા, બંગાળ, આસામ, ઝારખંડ, કર્ણાટક, ઉત્તરાખંડ જેવા અન્ય પ્રદેશોમાંથી ઉપસ્થિત સાહિત્યકારો અને અગ્રણી કવિઓ તેમજ સદગૃહસ્થોની ઉપસ્થિતિમાં ડો. કાલિન્દી પરીખના આ સંગ્રહ શેતરંજીને આદર સાથે વધાવી લેવાયો હતો.
આ પૂર્વે પણ ડો. કાલિન્દી પરીખ દૂરદર્શન અમદાવાદ, આકાશવાણી રાજકોટ, પૂ. મોરારીબાપુ દ્વારા આયોજીત સંસ્કૃત સત્ર તથા વિવિધ કવિ સંમેલનોમાં તેમનો કાવ્યપાઠ રજુ કરી ચુકયા છે. આમ આંતરરાષ્ટ્રીય સ્તરે પોંખાતા આ ઘટના અત્યંત ગૌરવપ્રદ અને ખૂબ જ અભિનંદન તથા પ્રશસાને પાત્ર છ


અમદાવાદ સ્થિત ખાંભાનાં શ્રી ભનુભાઇનું અમરેલીમાં ચક્ષુદાન લેવાયું

અમરેલી,  અમદાવાદ સ્થાયી થયેલા જયમીનભાઈ કોઠિયાના પિતાજી ભનુભાઈ જીણાભાઈ કોઠિયા વ્યવહારિક કામ અંતર્ગત ખાંભા આવ્યા હતાં ત્યાં અચાનક હ્રદય રોગનો હુમલો આવતાં 58 વર્ષીય ભનુભાઈનું તા.15/03/2020 રવિવારના રોજ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની ઈચ્છા અનુસાર સ્નેહી-સ્વજનો દ્વારા નેત્રદાન પ્રવૃત્તિ કરતાં મેહુલભાઈ વ્યાસનો સંપર્ક કરેલ અને ભનુભાઈના મૃતદેહને તેમના નિવાસ સ્થાન અમદાવાદ લઈ જતાં પહેલાં નેત્રદાન માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવેલ. આ ચક્ષુદાન સ્વીકારવા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, યોગેશભાઈ ત્રિવેદી તથા મોહસીન બેલીમે સેવા આપી હતી તેમજ સંવેદન ગૃપ અમરેલીના પ્રમુખ વિપુલ ભટ્ટી, મેડિકલ કોલેજ બ્લડ બેંકના કાઉન્સેલર પૂર્વી ત્રિવેદી, નર્સિંગ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, આ નેત્રદાન બે અંધજનોના જીવનમાં રોશની લાવશે, કોઠિયા પરિવારના બટુકભાઈ મગનભાઈ તથા રાઘવભાઈ રાનાણીની સમયસરની જાગૃતિએ સમાજ માટે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું તેમ વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.


error: Content is protected !!