Main Menu

Saturday, March 21st, 2020

 

અમરેલી જીલ્લામાં કોરોના ભય વચ્ચે ધ્ાુપછાવ ભર્યુ વાતાવરણ

અમરેલી,અમરેલી જીલ્લામાં એક તરફ લોકોમાં કોરોના વાયરસનો ભય છે.જ્યારે હાલમાં ઉનાળો હોવા છતા મીશ્ર ૠતુનુ વાતાવરણ જોવા મળી રહયું છે. ખરાબ ૠતુ સર્જાવાના કારણે લોકોને શરદી અને ઉધરસ જેવો રોગચાળો ફેલાવાની વધ્ાુ શકયતાઓ રહે છે. આ સંજોગોમાં અમરેલી જીલ્લામાં આજે આકાશમાં વાદળ છાયુ વાતાવરણ સર્જાયું હતું. સાવરકુંડલા તાલુકાના વંડા, ભુવા અને ખડકાળામાં વરસાદના છાંટા પડયા હતા. અવાર – નવાર વાતાવરણ કરવટ બદલતા અને કમૌસમી હવામાન ઉભુ થવાના કારણે વરસાદ કે છાંટા પડવાથી ખેડૂતોને રવિ પાકમાં નુકશાન થઇ રહેલ છે.


બાબરા શહેરમાં ખાણી પીણીના સ્ટોલો ચાની લારીઓ સહિત દુકાનો તંત્ર દ્વારા બંધ કરાવાઇ

બાબરા,કોરોના રોગ ના મહા રોગચાળા ને લય સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાત મા સાત થી વધુ પોઝીટીવ કેસ નોંધયા છે ત્યારે અમરેલી જીલ્લા મા પણ સાવચેતી ના પગલા લેવા આવી રહીયા છે જીલ્લા કલેક્ટર અને એસ પી સાહેબ ની સુચના મુજબ બાબરા મામલતદાર અને ચિફઓફીર દ્વારા પોલીસ તંત્ર ને સાથે રાખીને બાબરા શહેર મા આવેલ તમામ હોટલો ખાણીપીણી ની દુકાનો ચાની લારી ઠંડા પાણી ની દુકાનો બંધ કરાવામા આવી હતી બાબરા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મુનાભાઇ મલકાણ સહીત હોદ્દેદારો અધીકારીઓ સાથે રહી તમામ હોટલ ધારકોને વિનંતી કરી સાથ સહકાર આપવા જણાવ્યું હતું તમામ હોટલ ધારકોએ સ્વસ્તિક પોતાના ધંધા-રોજગાર બંધ રાખી દીધા હતા ગુરૂકુપા હોટલ ના માલિક અને તાલુકા ભાજપ મહામંત્રી રાજુભાઇ વિરોજા એ જણાવ્યું કે અમને જ્યાં સુધી તંત્રની સુચના નો આવે ત્યાં સુધી તમામ પોતાના ધંધા-રોજગાર બંધ રાખશે બાહેધરી આપવામાં આવી હતી બાબરા પી આઇ વાધેલા એ કડક સુચના આપી શહેર ની જનતા ને જણાવ્યું કે ચારથી વધુ લોકો એ ભેગા થહુ નહી રાત્રે 10વાગે દુકાનો બંધ કરી દેવી સુચના નો અમલ નહી કરવામાં આવે તો તેમની સાથે તંત્ર દ્વારા પગલાં લેવામા આવશે.


અનિવાર્ય કારણો સિવાય લોકો ઘરની બહાર ન નીકળે અને વહીવટી તંત્રને સહયોગી બને તે જરૂરી : કલેકટરશ્રી આયુષ ઓક

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અપાયેલી સૂચનાનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવે છે. હું તમામ અમરેલી જિલ્લાના વાસીઓને વિનંતી કરું છું કે આ લડત સામે વહીવટી તંત્રને સહભાગી બને તેમજ અનિવાર્ય કારણ સિવાય ઘરની બહાર ન નીકળે. આ ઉપરાંત વિદેશ અને અન્ય રાજ્ય બહારથી પ્રવાસ કરીને આવેલા વ્યક્તિઓને વિનંતી છે કે એ પોતાના ઘરમાં 14 દિવસનું હોમ કોરન્ટાઇન પૂર્ણ કરે જેથી આ રોગનો ફેલાવો અટકાવી શકાય. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તમામ નાગરિકોને આવતીકાલે જનતા કર્ફ્યુની અપીલ કરી છે તો હું પણ મારા થકી તમામ અમરેલી જિલ્લાના નાગરિકોને વિનંતી કરું છું કે આવતીકાલે સવારે સાત થી સાંજના નવ વાગ્યા સુધી કોઈ પણ ઘરથી બહાર જવાનું ટાળીયે અને જનતા કર્ફ્યુમાં સહભાગી બનીએ.


અમરેલી જિલ્લામાં શનીવારથી જ કોરોના કર્ફયુ પાળતી જનતા

અમરેલી,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જનતા કર્ફયુનુ ફરમાન કર્યુ છે. તે પહેલા જ અમરેલી જીલ્લાએ સજ્જડ બંધ પાળી સમર્થન આપ્યુ હતુ. અને શહેર જીલ્લાભરની નાની મોટી દુકાનો ધંધા રોજગાર વેપારીઓ બંધ પાળ્યા હતા.
અમરેલીમાં શનીવારે કલેકટરે પાનગલ્લા ચાની લારી તથા ખાણીપીણીની જગ્યાઓ અને લાળ ફેલાય તેવી જગ્યા બંધ કરાવી હતી જયારે જયા ભીડ થતી હતી તેવી દુકાનો પણ વેપારીઓએ શનીવારથી જ સ્વયંભુ બંધ કરી અને અમરેલીમાં શનીવારથી જ કોરોના કર્ફયુ પાળવાની જનતાએ શરૂઆત કરી દીધી છે.
શનીવારે જિલ્લાભરમાં તમામ શહેરોમાં બપોરથી કર્ફયુ જેવું વાતાવરણ સર્જાયું છે અને તેમાય આજે તો જિલ્લામાં દુધ પણ ન આવે તે હદે કર્ફયું પાળવા જનતા તૈયાર થઇ છે આજે શનીવારે લોકોએ જીવનજરૂરી વસ્તુઓની ખરીદી કરી લીધી હતી અને શનીવારે સાંજથી એસટીના પૈડા પણ થંભી ગયા હતા. આજે આખો જિલ્લો શ્રી નરેન્દ્રભાઇ મોદીની અપીલને પગલે સ્વયંભુ કર્ફયું પાળવા સજજ થઇ ગયો છે.


આજે એક સાથે દેશમાં કરોડો ઝાલર, ઘંટડી, તાળી થાળી વાગવાથી ખરાબ વિષાણુઓનો નાશ થશે

અમરેલી,આજે સાંજે 5 વાગ્યે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને તાળી પાડી, શંખનાદ કરવા અનુરોધ કર્યો છે તેની પાછળ છે એક રહસ્ય એ પણ છે કે, જ્યારે 130 કરોડ લોકો સામુહિક રીતે તાળીઓના ગડગડાટ અને શંખનાદ અને વિવિધરીતે ઘંટારવ કરી તેનો પ્રચંડ કંપન હકારાત્મક વાયબ્રેશન ઉત્તપન્ન કરશે તેના કારણે ખરાબ વિષાણુઓનો નાશ થશે થશે જોકે કારણ સેવા આપનાર લોકોણે બીરદાવવા માટે છે પણ આ એક પગલુ અનેક ગર્ભીર્ત ઇશારા કરે છે આનાથી ભવિષ્યમાં અનેક ફાયદા થવાના છે.એક નિષ્ણાતના મત અનુસાર તેની વિજ્ઞાનીક અસર સમજવા જેવી છે. તે સમયે ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્રમા રેવતી નક્ષત્રમાં પ્રવેશે છે આ સમયે સૌ એક સાથે તાળી શંખનાદ કે બેલ વગાડે તેનાથી સામુહિક કંપન એટલેકે વાયબ્રેશન ઉપસ્થિત થવાથી દરેકના શરીરમાં રુધિરાભીષણ સહેજે વધશે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પડશે… પૌરાણિક માન્યતા મુજબ દરેક શક્તિપીઠો જે ઉચ્ચ આસને પહાડો પર બિરાજતા જગદંબા વિવિધ સ્વરૂપે બિરાજમાન હોય છે તેમની સંધ્યા આરતી સમયે મોટા અવાજે શંખનાદ અને ઘંટારવ કરવામાં આવતો હતો તેનું કારણ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે નું છે. તારીખ 22 માર્ચ તે અમાવાસ્યા ની રાત છે જે મહિનાનો છેલો અને અંધકારમય રાત હશે આ રાતે વિષાણુ, બેક્ટેરિયા અને દરેક આસુરીજીવો પ્રવૃતમાન થઈ તેનો પ્રભાવ વધારેમાં વધારે થશે. આ સાંજે જ્યારે 130 કરોડ લોકો સામુહિક રીતે તાળીઓના ગડગડાટ અને શંખનાદ અને વિવિધરીતે ઘંટારવ કરી તેનો પ્રચંડ કંપન વાયબ્રેશન ઉત્તપન્ન કરશે તેના થકી લોકોમાં રુધિરાભીષણ આપોઆપ વધતા દરેક જીવાણુ વિષાણુ કે રોગના બેકટેરિયાનો પ્રભાવ નહિવત રહેશે જે વૈજ્ઞાનીક સાબિત થશે.


1921/22માં પ્લેગે અમરેલી પંથકમાં 12 લોકોનો ભોગ લીધો હતો

આપણા દેશમાં અને આપણા અમરેલી વિસ્તારમાં જુના જમાનામાં કોરોના જેવી જ ભયાનક મહામારીઓ આવતી હતી અને વગર દવાએ લોકો મહામારીને પરાસ્ત કરતા હતા અને ત્યારે પણ રોગને કાઢવા માટે કારગત પધ્ધતી લોક ડાઉન જ હતી તેમ અમરેલી જિલ્લાના કેળવણીકાર શ્રી મનજીબાપા તળાવિયાએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.લોક ડાઉનની પધ્ધતી જુના જમાનામાં કેવી હતી ? તે જોતા પહેલા શુ બન્યુ હતુ તેની વિગતો જોઇએ.
અત્યારે કોરોનાએ વિશ્ર્વમાં દસ હજાર કરતા વધારે લોકોનો ભોગ લીધો છે અને આ આંકડો હજુ વધી રહયો છે જનપદો ધ્વંશ એટલે કે ગામના ગામ મારી નાખતી આ મહામારી 13 અને 14મી સદીમાં એવી વકરી હતી કે યુરોપમાં 200 મીલીયન જેટલા લોકોનો ભોગ લીધો હતો અને ત્યા ઘટી ગયેલી વસ્તી પુર્વવત થતા 200 વર્ષ લાગ્યા હતા. ત્યાર બાદ અઢારમી અને ઓગણીશમી સદીમાં મહામારી આવી હતી.
અઢારમી સદીમાં અમરેલી વડોદરા રાજયના તાબામાં હતુ અને અવધ ટાઇમ્સે વડોદરા રાજયના જુના રિર્પોટોમાં તપાસ કરતા તેમા મહામારી દરમિયાન અમરેલીની નોંધ પણ સામે આવી હતી.
1921/22માં પ્લેગે અમરેલી પંથકમાં 12 લોકોનો ભોગ લીધો હોવાની વિગતો સામે આવી હતી 1896ના નવેમ્બર માસમાં ગાયકવાડી તાબાના અમરેલી શહેર અને અમરેલીના તાબામાં આવતા ઓખા મંડળ એટલે કે દ્વારકા અને ઓખામાં પ્લેગ આવેલ હોવાની નોંધ છે.
1921/22માં ફાટી નિકળેલા પ્લેગના રોગચાળા દરમિયાન પ્લેગના કુલ 16 કેસો નોંધાયા હતા 1922માં અમરેલી વિસ્તારમાં નોંધાયેેલા 16 કેસોમાંથી અમરેલી પ્રાંતમાં 12 કેસો જીવલેણ સાબીત થયા હતા અને ત્યાર પછીના વર્ષ દરમિયાન પણ સવા બસો જેટલા કેસો નોંધાયા હતા આ સીલસીલો જયા અમરેલીવાસીઓ વસે છે તેવા સુરતમાં 25 વર્ષ પહેલા જોવા મળ્યો હતો અને ત્યારે ટેટ્રાસાયકલીન નામની પ્લેગ વિરોધી ગોળી સૌ એકત્ર કરતા હતા ત્યારે સુરતમાં 50 જેટલા મોત થયા હતા જો કે આ મહામારી તરત કાબુમાં આી ગઇ હતી. દેશની સાથે સાથે અમરેલીએ બે સદીમાં આવેલી અનેક મહામારીનો સામનો હીંમતભેર કર્યો છે ચાંચડ અને ઉંદરને કારણે આવેલા પ્લેગમાં દર્દીને ગાંઠ થતી અને ગાંઠ ફુટે ત્યારે દર્દીનંઉ મોત થતું હતુ આજે તો કોરોના સામે એઇડસ,મલેરીયા, સ્વાઇન ફલુની દવા અજમાવાય છે પણ એ જમાનામાં આવી કોઇ દવા ન હતી એટલે લોકો દરિયામાં પેદા થતી કોડીને બાળી અને તેની રાખનો દવા તરીકે ઉપયોગ કરતા હતા આ રોગને હરાવવા માટે ત્યારે પણ લોક ડાઉન સીસ્ટમ હતી કેવી હતી આ સીસ્ટમ તેની વિગતો આપતા શ્રી મનજીબાપા તળાવિયાએ જણાવેલ કે, ગામમાં રોગે હાહાકાર મચાવ્યો હોય અને રોગ કાબુમાં ન આવતો હોય ત્યારે અમરેલી પંથકના નાના ગામડાના લોકો ગામમાં આવેલા પોતાના મકાનો ધંધા મુકીઅ અને માલઢોર સાથે સીમમાં રહેવા ચાલ્યા જતા હતા સાથે દાણા લઇ જતા ચુલે રાંધી દુધ ઢોરને કારણે હોય લોકો પેટ ભરી લેતા પાણી પણ સીમમાં મળી જતું અને બે કે ચાર મહીને રોગચાળો શાંત થયે ગામમાં આવતા હતા.


અમરેલીની તમામ બજારો બપોર બાદ સજ્જડ બંધ

અમરેલી,ગુજરાત રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસ સામે આવતા વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાઓ લેવાય રહયા છે. જેના ભાગરૂપે આજે તા.21-3 શનિવારના બપોરના પોલીસ તંત્ર દ્વારા વેપારીઓને બંધ કરવાનો આદેશ થતા. ટપોટપ વેપારીઓએ શટરો ખેંચી પોતાના ધંધા રોજગાર બંધ કર્યા હતા. શાકમાર્કેટ અને ફ્રુટ માર્કેટમાં પણ લોકોએ બપોર સુધીમાં ખરીદી કરી ઘર ભેગા થયા હતા. અને બપોર બાદ અમરેલી શહેરમાં ચા પાણીના, પાન માવા તેમજ લારી ગલ્લા અને દુકાનો સદંતર સંપુર્ણપણે બંધ કરેલ છે. તા.22-3 રવિવારના સરકારશ્રીના સ્વયંભુ બંધના આદેશ મુજબ અમરેલી શહેરમાં સંપુર્ણપણે સ્વયંભુ કર્ફયુ રાખીને બજારો બંધ રહેશે.


ડૉ. ગોવિંદભાઇ ગજેરા કોરોના સામે બાથ ભીડવા સજજ જરૂર પડયે પોતાની હોસ્પિટલ પણ બંધ રાખી સેવામાં જોડાશે

અમરેલી,જેણે સ્વાઇન ફલુ વખતે અનુભવને કામે લગાડી અમરેલીમાં એક પણ દર્દીને મરવા નહોતા દીધા તેવા ડૉ. ગોવિંદભાઇ ગજેરા કોરોના સામે બાથ ભીડવા સજજ બન્યા છે તેમણે જરૂર પડયે પોતાની હોસ્પિટલ પણ બંધ રાખી સેવામાં જોડાશે તેવી જાહેરાત કરી છે રોગ સામે લડતા દર્દી અને તેના સ્વજનને માનસિક રીતે હળવા ફુલ કરી દેનારા ડૉ. ગજેરાની અનેક દંતકથાઓ સિવિલમાં ગુંજે છે જેમા સાહેબ મારા બાપા સાજા થઇજશેને ? તેવા સ્વજનના સવાલમાં જો તારા બાપાને કંઇ પણ થાય તો મારા બાપા લઇ જજે બસ ! કહી સૌને હસાવતા અને સ્વાઇન ફલુ સામે યાદગાર લડત આપનાર ડૉ.ગજેરા તથા ડૉ. યાદવ, ડૉ. સતાણી, ડૉ.કથીરીયાની ટીમ આજે પણ સજજ બની છે.


જનતા કર્ફયુમાં જોડાઇ કોરોનાને હરાવો : શ્રી રૂપાલા,શ્રી સંઘાણી,શ્રી સાવલીયા

અમરેલી,કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા તથા દેશના વરિષ્ઠ સહકારી આગેવાન શ્રીદિલીપ સંઘાણી અને અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા એ એક યાદીમાં જણાવ્યું છે કે, તાજેત2માં કો2ોના વાય2સનો ફેલાવો વધતો જતો હોય જેની સાવચેતી અંગે ભા2તના વડાપ્રધાન શ્રી ન2ેન્દ્રભાઈ મોદી દ્રા2ા તા2ીખ 22-03-2020 ના 2ોજ સવા2ના 7-00 થી સાંજના 9-00 વાગ્યા સુધી સ્વયં જનતા ક2ફયુમાં 2હવાની અપીલને જોરદાર પ્રતિસાદ આપીને દ2ેક પોતપોતાના ધ2ે 2હે અને સ2કા2શ્રી દ્વા2ા વખતો વખતની સૂચનાઓનુ સુપે2ે પાલન ક2ી આપણુ સ્વાસ્થ સલામત 2ાખવા સ2કા2ને મદદ ક2ીએ અને ભા2તના એક નાગ2ીક ત2ીકેની ફ2જ અને જવાબદા2ી અદા ક2ીએ.
અમ2ેલી જીલ્લા સહકા2ી દૂધ ઉત્પાદક સંઘ લી. અમ2 ડે2ીના તમામ બોર્ડ ઓફ ડી2ેકટ2શ્રીઓ, તથા દૂધ ઉત્પાદક સહકા2ી મંડળીઓના પ્રમુખ/મંત્રીશ્રીઓ તથા દૂધ ભ2તા તમામ સભાસદ પશુપાલક ભાઈઓ/બહેનો તથા ટીમ સહકા2, ટીમ જીલ્લા ભાજપના તમામ કાર્યક2શ્રીઓ જીલ્લા, શહે2, તથા ગ્રામ્ય વિસ્તા2માં કો2ોના વાયરસનો ફેલાવો અટકાવવા જાગૃતિ લાવે અને કો2ોના જેવા મહામા2ી વાય2સથી લોકોના સ્વાસ્થને બચાવવા વડાપ્રધાનશ્રી ન2ેન્દ્ર મોદી દ્વા2ા ક2વામાં આવેલ અપીલને આપણે સૌ સહીયા2ો પ્રયાસ ક2ીને આ સમર્થનમાં જોડાવવા અમ2 ડે2ીના ચે2મેનશ્રી અશ્ર્વિન સાવલીયાએ અનુ2ોધ ક2ેલ છે.


રવીવારે બધ્ાુ બંધ છે કે નહી એ જોવા ખાસ નિકળશે, આપડી નવરી બજાર નહી સુધરે…

અમરેલી,
દુનિયાભરને ધ્ાૃજાવી રહેલી મહમારી કોરોના વાયરસ પણ આપણી મજાક અને હળવાશની પરંપરાને તોડી નથી શકયો તેણે ભલે 10 હજાર લોકોને મોતને ઘાટ ઉતાર્યા પણ આપણી ફીકરની ફાકી કરવાની પરંપરા હજુ સુધી જળવાઇ રહી છે સાવચેતી માટે કોરોનાને લગતી અનેક કોમેન્ટોનો અને મજાકોનો સૌશ્યલ મીડીયામાં જોરદાર મારો ચાલી રહયો છે. જેમા “”22મીએ જનતા કર્ફયુંમાં રવીવારે બધ્ાુ બંધ છે કે નહી એ જોવા ખાસ નિકળશે… આપડી નવરી બજાર નહી સુધરે…’’તથા કોરોના પુરી દુનિયાકો નમસ્કાર કરવા રહા છે, કોરોના પુરી દુનિયા કે લોગોકો શાકાહારી બના રહા હૈ કોરોના, તુમને કો કર દિખાયા જો અચ્છે અચ્છે ના કર શકે અને પહેલા વિદેશથી આવતા લોકોને જોવા ગામ આખુ જતું અત્યારે સોસાયટી ખાલી થઇ જાય છે આવા સંદેશાઓ ઉપરાંત કોરોના વાયરસથી બચાવનો ઉપાય છેટેથી નમ્રતાથી નમસ્કાર જેવા સુત્રો પણ વહેતા થયા છે.


error: Content is protected !!