Main Menu

Tuesday, March 24th, 2020

 

વડિયામાં રશિયા થી આવેલા યુવાન નું ઘર તંત્ર દ્વારા કોરન્ટાઇન કરાયું

વડીયા,
કોરોના વાઇરસે આજે આખા વિશ્વ ને તેના અજગર ભરડા માં લીધું છે ત્યારે તંત્ર અને સરકાર દ્વવારા તેને ડામવા માટે પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં બીજા રાજ્ય અને વિદેશ થી આવતા લોકો ની મેડિકલ તપાસ અને તેની સંપૂર્ણ વિગત એકથી કરવામાં આવી રહી છે. ગઈ કાલે કોરોના કર્ફ્યુ ના દિવસે રાત્રે વડિયા ના એક શિક્ષક નો પુત્ર આદિ ગાંવિત રશિયા થી આવતા તેમના જાગૃત પિતા દ્વારા સામે થી આરોગ્ય વિભાગ ને અને તંત્ર ને જાણ કરી હતી એટલે તંત્ર પણ હરકત માં આવીને તરત જ એ યુવાન ની તપાસ અને પૂછપરછ કરી તેમના ઘર ને કોરન્ટાઇલ કરવામાં આવ્યું છે. અને તેમના પરિવાર ના લોકો ને પણ કામ સિવાય બહાર ના જવું અને લોકો ના સંપર્ક માં ના આવવા જણાવાયું છે. લોકો એ પણ આવી કોઈ વ્યક્તિ બહાર થી આવે તો સામે ચાલી ને તંત્ર નું ધ્યાન દોરવું જોઈ એ જેથી આ કોરોના વાઇરસ ને દેશ માં કંટ્રોલ કરી શકાય.


ઘરમાં જ રહો સુરક્ષિત રહો : અમરેલી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નહી

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને અંકુશમાં રાખવા જિલ્લા વહિવટીતંત્ર સહિત જિલ્લાના આરોગ્ય તંત્ર ખેડપગે સેવા આપી રહ્યું છે. વિશ્વના સૌથી વધુ દેશો સાથે ભારતના ઘણા રાજ્યો પણ કોનાથી પ્રભાવિત થયા છે ત્યારે હજુ અમરેલી જિલ્લામાં એક પણ કોરોના નો પોઝિટિવ પોઝિટિવ કેસ નોંધાયો નથી કોરોના વાયરસના સંક્રમણની અટકાવવા આ રોગને એપેડેમીક એક્ટ-1987 માં સમાવિષ્ટ કરી તારીખ 13 માર્ચથી નોટિફાઇડ કરેલ છે. કોરોના વાયરસ જાહેરમા થુંકવું વાથી તથા જાહેરમાં ખાવાથી ફેલાઈ શકે છે તેથી જાહેરમાં થૂંક થૂંક શકે છે તેથી જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આવ્યો છે જે અન્વયે તમામ નગરપાલિકા ગ્રામ પંચાયત તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂંકનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવે છે છે અમરેલી જિલ્લામાં તારીખ 24 માર્ચના કુલ 17 કેસ મળીને રૂ. 75,500 નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લામાં આરોગ્ય શાખાના કર્મચારીઓ, તમામ શિક્ષકો તેમજ આંગણવાડી વર્કર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી અન્વયે 91372 ઘરના કુલ 434249 વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાંથી 1178 વ્યક્તિઓને તાવ-શરદી તથા 10 વ્યક્તિઓને તાવ સાથે શ્વાસની તકલીફ જોવા મળી છે. જેને પ્રાથમિક સારવાર આપી સ્વેચ્છિક કોરેન્ટાઈન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે
ઉપરાંત જિલ્લામાં હોમ કોરેન્ટાઈન્ડ કુલ 224 વ્યક્તિઓને ગાઈડલાઈન અનુસાર સ્ટેમ્પ પણ લગાવવામાં આવ્યા છે. ઉપરાંત અમરેલી જિલ્લામાં હોમ કોરન્ટાઇનનો ભંગ કરવા બદલ 1 વ્યક્તિ સામે એફ.આર.આઇ. દાખલ થયેલ છે.લાઠી ગામમા એક વ્યક્તિ ધ્વારા 104 ને ફોન કરી સુરતથી આવ્યાની ખોટી ફરીયાદ કરેલ હોય તેની સામે જાણવાજોગ ફરીયાદ દાખલ કરવામા આવેલ છે. અમરેલી જિલ્લાના કુલ-8 વ્યક્તિઓએ હોમ કોરન્ટાઇન નો ભંગ કરતા તમામને જિલ્લા કક્ષાની કોરન્ટાઇનફેસીલીટીમા દાખલ કરવામાં આવ્યા છે.
હાલ કોરોનાની ગંભીર સ્થિતિથી બચવા અમરેલી જિલ્લાના દરેક વ્યક્તિઓ લોકડાઉન અન્વયે ફરજીયાત ઘરમા રહેવું અને હાથને વારંવાર સાબુ તથા પાણીથી ઘોવા, દરેક વ્યક્તિ સાથે એક મીટરનું અંતર બનાવી રાખવુ જરુરી છે. આમ છતા કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાય તો ટોલ ફ્રી નંબર- 104 નો અથવા જિલ્લા ના કન્ટ્રોલ રૂમ નંબર (0ર79ર) રર8212 અને મોબાઇલ નંબર 8238002240 નો સંપર્ક કરવા જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.


અમરેલી જીલ્લામાં જાહેર નામાનો ભંગ કરતા 6 સામે ગુન્હો દાખલ

અમરેલી, ગુજરાત રાજયમાં કોરોના વાયરસની મહામારી ઝડપ ભેર પ્રસરી રહી છે. ત્યારે અમરેલી જીલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આગમ ચેતીના પગલાઓ ભરવાનું શરૂ કરવામાં આવેલ છે. અમરેલી જીલ્લામાં જાહેર નામનો ભંગ કરતા સાવરકુંડલા પોલીસે શ્રી હરિ નામનું હિરાનું કારખાનું ખુલ્લુ રાખી વેપાર ધંધો કરતા હસમુખ નાનજી ભુંગળીયા, શિવ ડાયમંડ હિરાનું કારખાનું ખુલ્લુ રાખી વેપાર ધંધો કરતા જગદીશ મગનભાઇ ગોપાલકા, સોહમ ફનિચર દ્વારા પોતાની દુકાનની બહાર ફનિચરને કલારકરવાનો સામાન જાહેરમાં નાખી કલર કરતા રમેશ નારણભાઇ મકવાણા, આદિત્ય પાનની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરી દુકાનની બહાર ગંદકી કરતા કિશોર અનકભાઇ ખુમાણ સામે જીલ્લા કલેકટરના જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરતા તેમની સામે ગુન્હો નોનધી કાર્યવાહી હાથ ખરી છે. અમરેલી શહેરમાં નકળંગ ચાની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરી જાહેરમાં ગંદકી ફેલાવતા સામત અરજણભાઇ ચાચડા તેમજ રાજુલામાં પારસ ટી ની દુકાન ખુલ્લી રાખી વેપાર ધંધો કરી જાહેરમાં ગંદકી ફેલાવતા શાંતી મનસુખભાઇ ગોંડલીયા સામે પોલીસે જીલ્લા મેજી. ના જાહેર નામાનો ભંગ કરી ગુન્હો કરતા તેમની સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલીમાં સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ઉંધાડ તથા ડીવાયએસપી શ્રી રાણા ખડેપગે

અમરેલીમાં કોરોનાની સ્થિતિ સામે અમરેલીના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ શ્રી ઉધાડ તથા ડીવાયએસપી શ્રી મહાવીરસિંહ રાણા દ્વારા તકેદારીના તમામ પગલાઓ લેવાય રહયા છે. અમરેલીની ઇંન્દિરા શાકમાર્કેટમાં તેમના દ્વારા ચકાસણી કરી સુચનાઓ આપવામાં આવી હતી તે તસ્વીરમાં નજરે પડે છે.


બગસરા,લીલીયામાં વરસાદ : અમરેલીમાં છાંટા

અમરેલી,ગઇ કાલે ધારી, ખાંભા, સાવરકુંડલા દામનગર સહિતના વિસ્તારોમાં માવઠુ પડયા બાદ જાણે કે કુદરતે વરસાદનો રૂટ બદલ્યો હોય તેમ આજે બીજા દિવસે બગસરામાં સાંજના સમયે ધોધમાર વરસાદ પડયો હતો જ્યારે અમરેલી શહેરમાં વરસાદના છાંટા પડયા હતા.આજે સવારથી બગસરા અને અમરેલી પંથકમાં ગોરંભો છવાય જતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો એકાએક સાંજના સવા 6 વાગ્યા આસપાસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને બગસરા શહેરમાં ધોધમાર માવઠુ વરસ્યુ હતુ. જ્યારે બગસરા પંથકના ગામો જેવા કે નાના મોટા મુંજીયાસર, રફાળા સહિતના અનેક ગામોમાં માવઠુ પડયુ હતુ. અને અમરેલી શહેરમાં પણ સાંજના 6:16 મીનીટે વરસાદના છાંટા શરૂ થયા હતા અને આજુ બાજુના ગ્રામ્યો વિસ્તારોમાં પણ વરસાદ પડયાના સમાચારો મળ્યા છે. એકાએક માવઠુ પડતા ખેડુતોને કેરી, ચણા, જીરૂ સહિતના પાકને ભારે નુકશાન થયાનું જાણવા મળ્યુ છે. માવઠાથી મોએ આવેલો કોળીયો ઝુંટવાઇ જાય તેવી સ્થિતિ સર્જાતા જગતનો તાત ચિંતીત બન્યો છે. એક તરફ કોરોનાનો કહેર બીજી તરફ આર્થિક મંદી અને ત્રીજી તરફ માવઠાની મોકાણને કારણે લોકોએ ચારે બાજુથી સામનો કરવો પડે તેવી હાલત જોવા મળે છે.


કોરોનાના કહેર વચ્ચે પણ અવધ મંડળી સભાસદો માટે સજજ

અમરેલી,કોરોનાના કપરા સમયે પણ અમરેલીની અવધ નાગરિક શરાફી સહકારી મંડળીએ લોકોની જીવન જરુરીયાત માટે ખુબ મહત્વની નાણાકીય કામગીરી બજાવીને પ્રસંશનીય કાર્ય કર્યુ હતુ.બેન્કો બીજા અને ચોથા શનીવારે રજા રાખતી હોય છે પણ અવધ મંડળી માત્ર રવીવારે જ રજા રાખે છે. રૂપિયા 16,56,79,346/-00ની ડીપોઝીટ, 2,45,46,800/- 00નું શેર ભંડોળ અને રૂા. 15,46,07,662/-00નું ધિરાણ તથા 7261 સભાસદો અને ધારી તથા બાબરામાં પણ બ્રાંચ ધરાવતી અવધ મંડળી નું આ જમાપાસુ છે તેમના સભાસદના હીત માટે તત્પર આ મંડળી સવારે નવથી રાત્રે આઠ વાગ્યા સુધી કામ કરે છે.હાલના સંજોગોમાં પણ અવધ મંડળીમાં સભાસદોની એફડીની પાકતી રકમના વ્યાજનું ચુકવણા માટે ચેક કાઢી આપી અને સંકટના સમયે સાંકળની જેમ ઉમદા કામગીરી અવધ મંડળી દ્વારા કરાઇ રહી છે હાલના સંજોગોમાં સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ તકેદારી સાથે લોકો માટેની આવશ્યક નાણાકીય સગવડતા સુપેરે અવધ નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા કરાઇ રહી હોય સભાસદોમાં આનંદની લાગણી છવાઇ છે.


અમરેલી સિવિલમાં દાખલ થયેલા બાબરાના કોરોનાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો….

અમરેલી સિવિલમાં દાખલ થયેલા બાબરાના કોરોનાના શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો….


24-03-2020


error: Content is protected !!