Main Menu

Friday, March 27th, 2020

 

કોરોના સંકટ: 1.70 લાખ કરોડનું જંગી રાહત પેકેજ

ન્યુ દિલ્હી,
નાણાંમંત્રી નિર્મલા સીતારમણે કોરોનાવાયરસ સામેની લડાઇમાં રાહત માટે ૧.૭૦ લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. તેમણે કોરોના સામે લડાઇમાં મદૃદૃ કરી રહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના માટે ૫૦ લાખ રૂપિયાના મેડિકલ વીમાની જાહેરાત કરી છે. તેમાં આશા વર્કર, પેરામેડિકલ સ્ટાફ, ટેક્નિકલ સ્ટાફ, ડોક્ટર સહિતના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેનાથી ૨૦ લાખ જેટલા કર્મચારીઓને લાભ મળશે.
૧. ગરીબોને મફત અનાજ
અત્યાર સુધી દરેક ગરીબને દૃર મહિને ૫ કિલો ઘઉં અથવા ચોખા મળતા હતા. આગામી ત્રણ મહિના સુધી દરેક ગરીબને હવે ૫ કિલો વધારાના ઘઉં અને ચોખા મળશે. મતલબ કુલ ૧૦ કિલો ઘઉં અને ચોખા મળશે. તે સાથે ૧ કિલો દૃાળ પણ મળશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત આ રાહતનો ફાયદૃો ૮૦ કરોડ ગરીબ લોકોને મળશે. મતલબ કે દેશની બે તૃતિયાંશ વસતિ.
૨. હેલ્થ વર્કર્સને મેડિકલ ઇન્સ્યોરન્સ કવર
કોરોના વાયરસ સામે લડવામાં દેશના હેલ્થ વર્કર્સની ભૂમિકાનું મહત્વ સમજતા સરકારે તેમને આગામી ત્રણ મહિના માટે ૫૦ લાખ રૂપિયાનું મેડિકલ ઇન્સ્યોરન્સ કવર આપવાની જાહેરાત કરી છે. દૃેશભરમાં ૨૨ લાખ હેલ્થ વર્કર્સ છે. ૧૨ લાખ ડોક્ટર્સ છે.
૩. ખેડૂતો, મહિલાઓના ખાતામાં સીધા પૈસા
ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર અંતર્ગત ૮.૬૯ કરોડ રૂપિયાની મદૃદૃ કરવામાં આવશે. ખેડૂતોને તેનો પહેલો હપ્તો એપ્રિલના પહેલા અઠવાડિયામાં મળી જશે. તેનો ફાયદૃો ૮.૬૯ કરોડ ખેડૂતોને મળશે.
મહિલાઓ- મહિલા જનધન ખાતાધારકોને આગામી ત્રણ મહિના સુધી ૫૦૦ રૂપિયા પ્રતિ મહિનો આપવામાં આવશે. તેનો ફાયદૃો ૨૦ કરોડ મહિલાઓને થશે. વૃદ્ધ, દિૃવ્યાંગ અને વિધવા- આગામી ત્રણ મહિના માટે બે હપ્તામાં ૧૦૦૦ રૂપિયાની મદૃદૃ કરવામાં આવશે. ત્રણ કરોડ લોકોને તેનો ફાયદૃો થશે. મનરેગા- મજૂરીને ૧૮૨ રૂપિયાથી વધારીને ૨૦૨ રૂપિયા કરવામાં આવી છે. ૪. ઇપીએફમાં સરકાર યોગદૃાન કરશે, ૭૫ ટકા ફન્ડ ઉપાડી શકાશે. સરકાર ત્રણ મહિના સુધી પ્રોવિડન્ટ ફન્ડમાં કર્મચારીઓ અને કંપની બન્નેનું યોગદૃાન સ્વયં કરશે. મતલબ ઇપીએફમાં ૨૪ ટકા યોગદૃાન સરકાર આપશે. પીએફ ફન્ડ રેગ્યુલેશનમાં સંશોધન કરવામાં આવશે. જમા રકમના ૭૫ ટકા અથવા ત્રણ મહિનાના પગારમાંથી જે કંઇ પણ ઓછું હશે તે ઉપાડી શકાશે. ૧૦૦થી ઓછા કર્મચારીઓ વાળા સંસ્થાન અને ૧૫ હજારથી ઓછો પગાર મેળવતા કર્મચારીઓને આને લાભ મળશે. દૃેશભરમાં ૮૦ લાખથી વધુ કર્મચારીઓ અને ૪ લાખથી વધુ સંસ્થાનોને. ૫.મહિલાઓને મફત સિલિન્ડર જે ગરીબ મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન મળ્યા છે, તેમને આગામી ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર મળશે. ગરીબી રેખા નીચે આવતા ૮.૩૯ કરોડ પરિવારોને જેમના ઘરની મહિલાઓને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન મળ્યું છે. નિર્માણ ક્ષેત્ર સાથે સંકડાયેલા ૩.૫ કરોડ રજીસ્ટર્ડ વર્કર જેઓ લોકડાઉનના કારણે આર્થિક પરેશાનીઓને સામનો કરી રહૃાા છે તેમને મદૃદૃ કરવામાં આવશે. તેમના માટે ૩૧ હજાર કરોડ રૂપિયાનું ફન્ડ રાખવામાં આવ્યું છે. મહિલા સહાયતા સમુહ (સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ)ને પહેલા ૧૦ લાખ રૂપિયાની લોન મળતી હતી. હવે ૨૦ લાખ રૂપિયાની લોન મળશે. તેનાથી ૭ કરોડ પરિવારને ફાયદૃો થશે.


ધન્ય છે અમરેલી : 24 કલાકમાં 10 લાખનો લોકફાળો એકત્ર

અમરેલી,
21 દિવસના લોકડાઉન દરમિયાન રોજનું રોજ રળી ખાતા મજુર અને ગરીબ વર્ગના લોકોની હાલત ખુબ જ કફોડી બનશે. અમરેલી શહેરની 1 લાખની વસ્તીમાં ઓછામાં ઓછા આવા 10 હજાર લોકો હશે. 4 વ્યક્તિને 10-12 દિવસ ચાલે તેટલી 1 કીટ બનાવી 1000 કુટુંબોને કીટ વહેંચવાનો વિકલ્પ વિચાર્યો છે. 1 કીટનો અંદાજીત ખર્ચ રૂા. પ00/- નો આવે છે. 1 કીટના રૂા. પ00 થી લઈ, પોતાની અનુકુળતા મુજબ અનુદાન આપી શકો છો. તેમ જણાવી આર્થિક મદદ માટે ડો. ભરભાઇ કાનાબારે હાંકલ કરી છે.અને જણાવ્યુ છે કે સમય અને સંજોગો પ્રમાણે કાચી ભોજન સામગ્રી – લોટ4 શાકભાજી4 તેલ4 ની કીટ બનાવી વહેંચવાની વ્યવસ્થાનો વિકલ્પ વિચાર્યો છે. વધારે અનુદાન મળે વધારે લોકો માટે આ વ્યવસ્થા ઉભી કરીશુંઁ આપત્તિના આ સમયમાં આ વ્યસ્થા માટે આપણા ઉદાર આર્થિક સહયોગની અપેક્ષા છે.તેમ ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યુ છે. મદદ કરવા ઇચ્છુકોએ 94269 14677 અથવા 93282 56445 નો સંપર્ક કરવા અને આ મેસેજ મિત્રો સબંધીઓ પરિચિતોમાં મોકલી આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવવા પણ જણાવ્યુ છે.આ અપીલને માન આપી દાતાઓએ ઉદાર હાથે આર્થિક સહયોગ આપ્યો છે.
જેમાં ગઇ કાલે 2 લાખ 28 હજાર એકત્ર થયા બાદ માત્ર એક કલાકમાં જ વધ્ાુ 1 લાખ 57 હજાર 911નું અનુદાન મળ્યુ હતુ. અને ત્યાર પછી અવિરત લોકો આ અન્નયજ્ઞમાં જોડાતા ગયા અને ગુરૂવારે સાંજ સુધીમાં 24 કલાકમાં જ રૂા,10 લાખ પુરાની રકમનો લોકફાળો એકત્ર થઇ ગયો હતો.
ડો. ભરતભાઇ કાનાબાર,શ્રી સોજીત્રા, શ્રી ભુવા, અને કેતનભાઇ બાદ અવધ ટાઇમ્સે પણ સામાજીક રીતે પણ પોતાનું યોગદાન નોંધાવ્યુ હતુ અવધ ટાઇમ્સના માલીક અને તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણે પણ 25 હજાર આ યજ્ઞ માટે નોંધાવ્યા હતા.
ત્યાર બાદ અવિરત પ્રવાહ વહ્યો હતો જેમાં 51 હજાર અરવિંદભાઇ કુણાલ કંટ્રકશન, ધીરૂભાઇ ઉકાણી હાલ સુરત 75 હજાર વિમલભાઇ કથીરીય તથા 51 હજાર જીવણલાલ ભાણજી પરીખ જવેલર્સ હસ્તક શૈલેષભાઇ, 31 હજાર હસુભાઇ સતાણી તથા 25 હજાર ડો. દિલીપભાઇ ઉનડકટ, કાળુભાઇ તન્ના શુભ મીલન, જીતુભાઇ ગોળવાળા 21 હજાર રમેશભાઇ ગોજારીયા, એ વન વોટર ટેંક, ડી.એમ.ત્રિવેદી, હીમાંશુભાઇ ભાયાણી 11 હજાર તાપસભાઇ તળાવીયા, 1 લાખ 11 હજાર 111 લાલજીદાદાનો વડલો ગોવિંદભાઇ ધોળકીયા તથા 11 હજાર ડો. પીયુશભાઇ ગોસાઇ, કે.પી. ભડકોલીયા, જીતભાઇ દેસાઇ, કેરીપેકર નેટવર્ક ડો. વિપુલભાઇ અને વંદનાબેન મહેતા, પ્રકાશભાઇ પરીખ, 10 હજાર અજયભાઇ અગ્રાવત, 5100 ડો. ભાવેશભાઇ મહેતા, ડો. હિતેષભાઇ શાહ, અલ્પેશભાઇ વાજા, કાળુભાઇ તારપરા, પ્રફુલભાઇ ઉના, ધર્મેશભાઇ ગાંધી, હરેશભાઇ વેગડ લુણીધાર, બકુલભાઇ પંડયા, ડો. સ્નેહલ પંડયા,21 હજાર વનરાજભાઇ પટેલ આર્કીટેક 5100 રાહુલભાઇ ભુવા, ડો. કચ્છી સાહેબ ચેતનભાઇ ચૌહાણ અને 5000 રાજુભાઇ મીલન, તેજસભાઇ દેસાઇ તથા 2500, ડો. અમીશ્રી યાજ્ઞીક, ડો. ગોસ્વામી,2100 ચેતનભાઇ રાવળ, વિપુલભાઇ વોરા, નીલેશભાઇ જોષી, હરેશભાઇ ભાયાણી, મોટાભાઇ સંવટ, મુકેશભાઇ ખોખરીયા, વિક્રમભાઇ આહિર, અશ્ર્વિનભાઇ કામદાર, રોહીતભાઇ જીવાણી, હિતેશભાઇ કારીયા, રાજુભાઇ ભુતૈયા, અમીતભાઇ શીંગાળા, અમીતભાઇ કાકડીયા તથા 1100 મનીષભાઇ સીધ્ધપુરા, કિશોરભાઇ જાની, લીલાવતીબેન ભટ્ટી, મોહનભાઇ વરીયા, વિપુલભાઇ કાનાબાર, કપીલભાઇ જાની, મુકેશભાઇ ભટ્ટ, ચેતનભાઇ લીલીયા, તરૂણભાઇ પંડયા, રાજુભાઇ રાયપુર, સીકંદરખાન પઠાણ, ટોમભાઇ અગ્રાવત, ડી.જી. મહેતા, સંજયભાઇ પંડયા, રાજુભાઇ સોઢા, પ્રદિપભાઇ મહેતા, હિરેનભાઇ વીરળીયા, જાવેદખાન પઠાણ અને શૈલેષભાઇ નાંઢાનો સમાવેશ થાય છે. જયારે જેશીંપગરાનાં કર્મયોગી એવા યુવાનો સર્વશ્રી ભુપત સાવિલયા,પરેશ પોકળ,સંદીપ માગરોળિયા, સંજય પોકળ,જતીન સુખડીયા,ભરત કાબરીયા, વિમલભાઈ પંડયા,સીવલાલ હપાણી, રાજુ જાલાવાડિયા,મયુર કોઠારી,મહેશ સોહલીયા, સની માલાવીયા, ભાવિન આકોળિયા ડી. વિપુલ પટોળીયા,મહેશ નાકરાણી,રાજુ સુખડીયા,નિકુંજ માગરોળિયા,કૌશિક હપાણી, મનસુખભાઇ સુખડીયા,લાલો રાદિડયા, જીગ્નેશ કાથીરિયા, તૃપેશ લાખાણી, હાદિક દુઘાત,કલ્પેશ પોકળ, મધુભાઈ પદમાંણી, દકા ભાઈ સાવિલયા,ગિરીશ ત્રાપિસયા,કપેશ ધાનાણી,વિજય જોગાણી,ચેતન સાવિલયા, ભુપત ધાનાણી, સંજય સાવિલયાએ પણ આખી રાત શ્રમયજ્ઞ કરી પોતાનું યગોગદાન આપ્યું હતું.


અમરેલીમાં અતિ આવશ્યક ચીજવસ્તુઓ જરૂરી સારવાર માટે હેલ્પલાઈન સેવા શરૂ

અમરેલી,
અમરેલીમાં આવશ્યક ચીજવસ્તુ તેમજ અતિ જરૂરી સારવાર માટે વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે.
જેનો જરૂરીયાત મંદોએ લાભ લેવા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા જણાવાયુ છે.
અમરેલી જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુઓનો બિનજરૂરી સંગ્રહ ટાળવા તેમજ અતિ આવશ્યક ચીજવસ્તુઓની જરૂરિયાત માટે કોઈ મુશ્કેલી સર્જાય અથવા જે લોકોને અતિ જરૂરી સારવાર માટે બહાર જવામાં મુશ્કેલી જણાય તો હેલ્પ લાઇનના ટોલ ફ્રી નંબર 02792-1077 અથવા ટેલિફોન નંબર 02792-230735 ઉપર સંપર્ક કરવા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.તેમ યાદીમાં જણાવાયુ છે.


અમરેલીમાં લોકડાઉનના અમલ માટે ડ્રોનથી વોચ : પાંચ ગુના નોંધાયા

અમરેલી,
અમરેલીમાં લોકડાઉનનાં કડક અમલ માટે ડ્રોનથી વોચ રાખવા અમરેલીનાં એસપી શ્રી નિર્લિપ્ત રાય દ્વારા આયોજન થયું છે. હવે ડ્રોન આકાશમાંથી પહેરો ભરશે અને ગુન્હાઓ પણ દાખલ કરાશે.
કોરોના વાયરસના કારણે મહામારી થતી અટકાવવા અને કોરોના વાયરસનો ફેલાવો થતો અટકાવવા માટે તા.23/03/2020 નાં રાત્રીનાં 12/00 વાગ્યાથી રાજ્યભરમાં “”લોક ડાઉન’’ જાહેર કરવામાં આવેલ છે જે અનુસંધાને અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય દ્વારા “”લોક ડાઉન’’ નો ચુસ્ત પણે અમલ કરાવવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવેલ છે.
અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આધુનિક ટે્કનોલોજી નો ઉપયોગ કરીને જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં 20 (વીસ) જેટલા ડ્રોન ઉડાડી લોક ડાઉનનો ભંગ કરતા ઇસમો અંગે માહિતી મેળવી તેમની સામે કાયદાકીય જોગવાઇ મુજબ પાંચ જેટલા ગુન્હા રજી. કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી, લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવા સતત કાર્યશીલ છે. તેમ જણાવાયું છે.


અમરેલી જિલ્લામાં હોમટુહોમ 15 લાખ લોકોનો સર્વે કરાયો

અમરેલી,
હાલમાં વિશ્વનાં 100 થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-19) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લાયમા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ હોય તમામ નગરપાલિકા તેમજ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત દ્વારા જાહેરમાં થૂકનાર સામે દંડ ની કાયેવાહી કરવામાં આવે છે. અમરેલી જિલ્લામાં તા.ર6-3-ર0ર0 નાં કુલ-19 કેસ કરી રૂ. 2650 નો દંડ કરેલ છે આમ કુલ મળીને અત્યાર સુધીમા રુ.80150 નો દંડ વસુલવામાં આવેલ છે. અમરેલી જિલ્લામા તાલુકા કક્ષાએ સ્ક્રીનીંગ ચેકપોસ્ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્ટેામા પેસેન્જરોના સ્ક્રીનીંગ દરમ્યાન કુલ-1077 વાહનોના કુલ-9549 પેસેન્જુરોનુ સ્ક્રીનીંગ કરવામા આવ્યુે જેમાથી કુલ-155 ગુજરાત બહારના પેસેન્જકરો હતા એમાથી સામાન્ય શરદી-ઉઘરસની ફરીયાદવાળા કુલ-4 પેસેન્જર જોવા મળેલ.
જેથી આ દર્દીઓની મેડીકલ ઓફીસર ધ્વારા ચકાસણી કરી સ્વૈહચ્છિાક હોમ કોરેન્ટાકઇન્ડ7 રહેવા સૂચના આપવામા આવી.જિલ્લાની કુલ-61 સરકારી ફેસીલીટીમા ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ આ કાર્યરત ફલુ કોર્નરમા સામાન્ય શરદી ઉધરસવાળા કુલ-107 દર્દીઓને સારવાર આપી સ્વૈ ચ્છ્કિ હોમ કોરેન્ટાકઇન્ડ્ રહેવા સૂચના આપવામા આવી.અમરેલી જિલ્લાના તમામ આરોગ્યં કર્મચારીઓ તથા શિક્ષકો અને આગણવાડી વર્કર ધ્વારા ઘરે ઘરે ફરી ને કુલ-33073 ઘર ના કુલ-156529 વ્યીકિતઓની હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ ની કામગીરી કરવામા આવી રહી છે જેમાથી કુલ- 219 વ્યનકિતઓ તાવ, શરદી ની તકલીફ જોવા મળેલ જેને પ્રાથમિક સારવાર આપી તેઓને સ્વૈચ્છિક હોમ કોરેન્ટારઇન રહેવા સૂચના આપવામા આવી. આમ અત્યા ર સુધીમા અમરેલી જિલ્લામા કુલ- 1501524 નો હાઉસ ટુ હાઉસ સર્વે કરવામા આવેલ છે. અમરેલી જિલ્લાના કુલ-08 વ્યકિતઓને જિલ્લા કક્ષાની કોરન્ટાઇન ફેસીલીટી મા દાખલ કરેલ છે.
અમરેલી જિલ્લો આજદિન સુઘીમા કુલ-867 વ્યકતીઓને હોમ કોરન્ટાાઇન કરવામા આવેલ અને તમામ ને ગાઇડ લાઇન અનુસાર સ્ટેમ્પ લગાવવામા આવેલ છે.
જેમાથી 182-વિદેશ થી પરત આવેલ તેમજ 685- જિલ્લા તથા રાજયબહારની વ્યકિતઓ હતી જે તમામની ઓળખ માટે હાથ ઉપર સ્ટે મ્પ2 લગાવવામા આવેલ છે. અમરેલી જિલ્લાથમા અત્યા્ર સુઘીમા કુલ – 4 વ્યલકિતઓના શંકાસ્5દ કોરાના વાઇરસ કેસનાં સેમ્5લ લેવામા આવેલ જ તમામ ના રિપોર્ટ નેગેટીવ આવેલ છે.
કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાઇ તો ટોલ ફ્રી – 104 નો અથવા જિલ્લાના કન્ટ્રોલ રૂમ નં.(0ર79ર) રર8212 અને મોબાઇલ નંબર – 8238002240 નો સં5ર્ક કરવા અપીલ કરવામા આવે છે.


27-03-2020


28-03-2020


error: Content is protected !!