Main Menu

April, 2020

 

અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં કોરોનાના વધ્ાુ 6 શંકાસ્પદ દર્દીઓ દાખલ થયાં

અમરેલી,આજે બુધવારે અગાઉના લેવાયેલા તમામ કોરોના સેમ્પલમાંથી એક પેન્ડીંગને બાદ કરતા તમામ નેગેટીવ આવતા આજ સુધી અમરેલી જિલ્લો કોરોના સામે અભેદ કિલ્લો રહયો છે.બુધવારે અમરેલી જિલ્લા બહારથી 55 લોકો આવ્યાં હતા અને જિલ્લામાં હજુ પણ 3280 લોકો પોતાના ઘરમાં નજરકેદ છે જ્યારે 271 લોકો સરકારી ફેસેલીટીમાં મહેમાન છે.
દરમિયાન અમરેલીમાં કોરોનાના વધ્ાુ 6 શંકાસ્પદ દર્દીઓ આવ્યા છે અને તેમના સેમ્પલ ભાવનગર લેબોરેટરીમાં મોકલાયા છે.જેમાં અમરેલીના ગાવડકાનો 13 વર્ષનો દર્દી, સાવરકુંડલાના કાનાતળાવની 35 વર્ષની મહિલા, અમરેલીના એસટી ડેપોની બાજુમાં આવેલ હોલીવુડમાં રહેતો 7 વર્ષનો બાળક, ટાવર રોડ વિસ્તારની 1 વર્ષનો બાળક, અમરેલીના ખીજડીયાના 35 વર્ષના દર્દી અને બ્રાહ્મણ સોસાયટીના 23 વર્ષના દર્દીના સેમ્પલ લેવાયાં છે.
જ્યારે જિલ્લામાં શરદી તાવ ઉધરશની બિમારી વાળા અગાઉ 418 દર્દીઓના સેમ્પલ લેવાયા હતા જે નેગેટીવ આવ્યા છે અને બુધવારે વધ્ાુ 32 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે તે સહિત 33 નો રીર્પોટ પેન્ડીંગ છે જ્યારે આજે બુધવારે રેપીડ ટેસ્ટ કરાયો ન હતો.


ખાંભાનાં અનીડામાં પાકા મકાન ઉપર વૃક્ષ તુટી પડતા બે નાં મોત : એક ગંભીર

ખાંભા,ખાંભાના અનીડા ગામે આવેલી વાડીમાં ભારે પવનના કારણે પીપરનું વૃક્ષ તુટી મકાન ઉપર પડતા પાકુ મકાન ધરાશાયી થતા શ્રમિક પરિવારના બે બાળકોના મોત નિપજયા હતા જયારે એકને ગંભીર ઇજાઓ સાથે અમરેલી દવાખાને ખસેડાયા હતા આ બનાવની જાણ થતા પુર્વ ધારાસભ્યશ્રી જે.વી. કાકડીયાએ દોડી જઇ ઘટતી કાર્યવાહી કરાવી હતી.અનીડાના વિપુલભાઇ પરસોતમભાઇ વાડદોરીયાની વાડીમાં ભાગવું કામ રાખનારા મધ્યપ્રદેશનો પાંચ લોકોનો શ્રમિક પરિવાર વાડીમાં કામ કરી રહયાો હતો ત્યારે અચાનક પવનસાથે વરસાદ આવતા ગણપત મોહન ભીડે અને રાજન મુકેશ ભીડે નામના 10 અને 15 વર્ષના બન્ને બાળકો તથા 25 વર્ષ ના કલમશી શેખડાભાઇ ભીડે દોડીને પીપર નીચે આવેલા પાકા મકાનમાં ગયા હતા. અને મોત સાદ પાડતું હોય તેમ ત્રણેય ખેતરમાંથીે મકાનમાં આવ્યા અને મકાન માથેની પીપર તુટી પડતા બેલા વાળુ પાકા સ્લેબનું મકાન પડી ગયું હતુ અને અંદર દબાયેલાને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવાઇ હતી જેમા ગણપત અને રાજના નામના બન્ને બાળકોના મોત નિપજયા હતા તથા કલમશીને ગંભીર હાલતમાં અમદાવાદ ખસેડાયો હતો.


અમરેલી જિલ્લામાં વિનાશક વાવાઝોડું : મકાન પડતા બેના મોત

સાવરકુંડલા,અમરેલી જિલ્લામાં સાવરકુંડલા-ખાંભા -ધારી અને અમરેલી પંથકમાં બુધવારે બપોરના સમયે વિનાશક વાવાઝોડું ત્રાટકતા ખાંભાના અનીડા ગામે ભારે પવનથી તોતીંગ પીપરનું વૃક્ષ પાકા મકાન ઉપર પડતા શ્રમીકોના બે બાળકોના મોત નિપજયા હતા જયારે એકને ગંભીર ઇજા થઇ હતી આ બનાવની જાણ થતા સેવાભાવીઓ અનીડા દોડી ગયા હતા આ વાવાઝોડામાં સાવરકુંડલામાં સ્મશાન તુટી પડયું હતુ અને સૌથી મોટી નુકસાની કુંડલા માર્કેટ યાર્ડમાં થઇ હતી અહી યાર્ડમાં શેડમાં રાખેલ ચણા, કપાસ અને શીંગનો પાક પવન સાથેના વરસાદમાં પલળી જતા 45 લાખ જેવી નુકસાની થઇ છે તો 67 જેટલા મકાનોના નળીયા ઉડી જતા ઘરવખરી પલળી ગઇ છે હાથસણી રોડે સાત જટલા મળી દસ મોટા વૃક્ષો પડી ગયા પહેલા પાનાનું
હતા તથા અનેક જગ્યાએ વિજળીના પોલ પડી જતા વિજળી ગુલ થઇ ગઇ હતી અને ખાદી કાર્યાલય પાસે વિજળી પડતા એક બળદનું મોત નિપજયું હતુ તથા તાલુકાના ગામોમાં પણ કેરી,બાજરી,તલ,શીંગ અને ડુંગળીના પાકને મોટી નુકસાનીના સમાચારો મળી રહયા છે.સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ ઉનાવા એ તાત્કાલિક ધોરણેથી સ્મશાનનું રીપેરીંગ કામ શરૂ કર્યું છે અને તાત્કાલિક કુંડલા સ્મશાન કાર્યરત થાય તેવા પ્રયાસોની બાહેંધરી આપી હતી. જોકે આમાં વધારે માઠી ગરીબોની બેઠી છે એક તો રોજી હતી નહી અને તેમાય ઘરની છતમાં નુકસાન થયું હોવાનું પાલિકા સદસ્ય શ્રી ધર્મેન્દ્ર મહેતાએ જણાવેલ છે.
અમરેલી તાલુકાના લાલાવદર ઇશ્ર્વરીયા, કેરીયાનાગસ, મતીરાળા જેવા ગામોમાં બપોરના 3 વાગ્યા બાદ પવનની વાઝડી અને ગાજવીજ સાથે અડધા ઇંચ જેવો વરસાદ પડી જતાં પાણી વહેતા થયા હતા. અને વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી માંથી રાહત મેળવી હતી. જયારે ચકકરગઢ દેવળીયા, ફતેપુર, વિઠ્ઠલપુર, ચાપાથળમાં પવન સાથે વરસાદનું ઝાપટુ પડયાનું સતીષ રાઠોડ જણાવે છે. જયારે ખાંભા તાલુકાના ગીધરડી, ભાડ, વાંકીયા, ઇંગોરાળા, નાનુડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ અને પવનની વાઝડી સાથે વરસાદના ઝાપડા પડયાનું રૂચિત મહેતાએ જણાવેલ છે. ધારી તાલુકાના નાગ્રધા, વીરપુર, માધ્ાુપુર જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પવનની વાઝડી સાથે અડધો ઇંચ જેવો વરસાદ પડી જતાં ગામ બહાર પાણી વહેતા થયા હતા. તેમ રધ્ાુભાઇ ભડીંગજીની યાદીમાં જણાવાયું છે. પવનના કારણે વૃક્ષોની ડાળીઓ પણ ટુડી હતી. બાબરા શહેર અને તાલુકામાં બપોર બાદ વાદળો છવાતા પવન સાથે વરસાદના છાંટા પડયા હતા. જયારે જીલ્લામાં અમરેલી સહિત અન્ય તાલુકા અને ગામોમાં વાદળ છાયુ વાતાવરણ અને ઠંડો પવન ફુકાયો હતો.


અમરેલીમાં અવધ મંડળી દ્વારા કોરોના વોરીયર્સના હસ્તે કીટ વિતરણ

અમરેલી, અવધ મંડળી દ્વારા સભાસદોને કરાઇ રહેલ રાશન કીટ વિતરણ આજે કોરોના વોરીયર્સ એવા કોરોના સામેના યુધ્ધમાં મહત્વનો ભાગ ભજવતા યોધ્ધાઓના વરદ હસ્તે કરવામાં આવેલ હતું.લોકડાઉનના સમયે હજારો સભાસદોની ચિંતા કરી અને તેને મદદ પહોંચાડનાર અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા જે તે શાખાના સભાસદોને સમયસર અને સૌશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન થાય અને તેની ઉપર જોખમ ન રહે તે પ્રકારે કીટ અપાઇ હતી.
અમરેલી ખાતે લોકડાઉનના સૌ પહેલા લોકોને મદદ પહોંચાડનારા ડૉ. ભરતભાઇ કાનાબાર, અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી, સીવીલ સર્જન ડૉ. હરેશ વાળા , શાંતાબા ગજેરા હોસ્પિટલના સુપ્રિ.શ્રી શોભનાબહેન મહેતા, તથા કોવીડ-19ના ફરજ ઉપરના ડૉ. વિજય વાળા, જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડૉ.ધ્ાૃતિબા વાળા તથા રાત દિવસ રેવન્યું વિભાગમાં લોકોના કામો ઝડપભેર થાય તેના માટે પ્રયત્નશીલ શ્રી વિપુલભાઇ મહેતા, અમરેલીના સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ મહામંત્રીશ્રી કૌશિક વેકરીયા, સેવાભાવી વેપારી આગેવાન શ્રી ઘનશ્યામ રૈયાણી, અમરેલીના યુવા અગ્રણી શ્રી જગદીશભાઇ વઘાસિયાના હસ્તે કિટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, સીનીયર ડાયરેકટરશ્રી બી.એલ. હીરપરા ઉપસ્થિત રહયા હતા.
જયારે બાબરા ખાતે અવધ નાગરીક શરાફી સહકારી મંડળી શાખા દ્વારા જરૂરિયાતમંદ સભાસદો ને રેશનકીટ નું વિતરણ બાબરા સરકારી હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ડો સાકીર વોરા,બાબરા પોલિસ સ્ટેશન ના પી. આઈ. શ્રી પ્રદીપસિંહ વાઘેલા, બાબરા તાલુકા મેજીસ્ટ્રેટ ધર્મેશ બગસરિયા, બાબરા પી. એસ. આઈ. વી.વી. પંડ્યા અને બાબરા અવધ ટાઇમ્સ દૈનિક ના યુવા પત્રકાર શ્રી દિપકભાઇ કનૈયા, શ્યામભાઈ સેદાણી અને દિપકભાઇ સેદાણીના હસ્તે કરવામાં આવેલ.


30-04-2020


ધારીમાં ફરસાણની દુકાનોનું ચેકીંગ કરી ફરસાણનો નાશ કર્યો

ધારી, કોરોના વાઇરસ ના કારણોસર ધારી મા ફરસાણની દુકાનો મા પડેલ ફરસાણનો નાશ કરવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે ધારી ગામ પંચાયત ના એરિયા ધારી ગામ વિસ્તાર મા ફરસાણ ની દુકાનો મા સખ્ત કાર્યવાહી ધારી પ્રાંત અધિકારી, ધારી મામલતદાર, ધારી તાલુકા વિકાસ અધિકારી, ગામ પંચાયત સેક્રેટરી સિમાબેન વેગડા, નારણભાઈ વધાવા, વગેરે દ્વારા ફરસાણ નો પડતર જથ્થા નો નાશ કરવાની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે


ધારી ગીર પંથકમાં બાગાયતીઓની કફોડી હાલત

ધારી, કોરોના સંક્રમણમા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં કેરી પકવતા ખેડૂતોની હાલત કફોડી સાબીત થઈ રહી છે હાલ કેરીમાં આવરણ સારું આવ્યું છે પણ કેરીની સાઈઝ જે અત્યારે આવવી જોઈએ તેની જગ્યાએ ખાખડી ટાઈપની કેરીઓજ આંબા પર જોવા મળે છે તો કમોસમી વરસાદ ને આંબાને સાનુકૂળ વાતાવરણને અભાવે કેરીઓ ખરી પડતા કેરી પકવતા ખેડૂતો ને ઇજારદારોની આશાઓ પર પાણી ફરવળતું દેખાઈ રહ્યું છે.
અમરેલી જિલ્લાના ગીર પંથકના ધારી ગીરના આંબાના વૃક્ષો આંબા પર હાલ કેરીઓમાં આવરણ ખુબજ સારું જોવા મળી રહ્યું છે પણ કેરીની જે સાઈઝ અત્યારે હોવી જોઈએ તેની જગ્યાએ ખાખડી ટાઇપની કેરીઓજ આંબા પર જોવા મળી રહી છે ત્યારે છેલા 25 દિવસમાં ધારી ગીર પંથકના અનેક ગામડાઓમાં કમોસમી વરસાદ પણ પડ્યો છે જેથી આંબા પર કેરીઓ પણ ખરી પડી હોવાથી લોકડાઉનના સમયમાં ખેડૂતોની દશા પણ કફોડી બની છે 100 વિઘામાં કેરીની ખેતીનો પાક ધરાવતા ઇકબાલભાઈ ને લોકડાઉનમાં કેરીનું આવરણ સારું છે પણ કેરીઓ ખરી પડતી હોવાની હૈયાવરાળ ખેડૂત ઠાલવી રહયા છે તો કેરીનો ઇજારો રાખીને ગુજરાન ચલાવતા ખેડૂત પણ યાસીન લલીયા પણ 15 વિઘા નો ઇજારો રાખ્યો છે પણ કમોસમી વરસાદ અને કેરીને સાનુકૂળ વાતાવરણ ના અભાવે મોટાભાગની કેરીઓ ખરી પડી હોવાની ફરિયાદોથી ધારી ગીર પંથકના ખેડૂતો ચિંતામાં મુકાયા છે.


બગસરામાં જાહેરનામાનો ભંગ કરનાર સામે લાલ આંખ કરતુ તંત્ર

બગસરા, ધારી પ્રાંત અધિકારી નાયબ કલેક્ટરશ્રી જનકાટના માર્ગદર્શન હેઠળ બગસરા મામલતદાર શ્રીઆઈ.એસ. તલાટ સાહેબ તેમજ નાયબ મામલતદારશ્રી પ્રશાંતભાઈ ભીંડી બગસરા મામલતદાર ઓફીસ સ્ટાફ તેમજ બગસરા નગર પાલિકા ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી તેમજ હેડ ક્લાર્ક ભરતભાઇ ખીમસૂરિયા, ચેતનભાઈ દેવલૂક,ભીખુભાઇ બાબરીયા તેમજ નગરપાલિકા સ્ટાફ તેમજ બગસરા પી.આઈ. શ્રીમકવાણા તેમજ પી.એસ.આઈ. શ્રીરાઓલ તેમજ પોલીસ સ્ટેશન સ્ટાફ સંયુક્ત ટીમે આજરોજ ગુજરાત સરકારશ્રી દ્વારા અમરેલી કલેક્ટરશ્રી આયુષ કુમાર ઓક દ્વારા જારી કરેલ જાહેરનામાનો પરિપત્ર મુજબ બગસરામાં પાસ ઇસ્યુ કરેલ છે તેવા વેપારીઓ ફેરિયા શાકભાજી વિક્રેતાઓનું સઘન ચેકીંગ હાથધરી કોવિડ 19 જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર તેમજ સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવનાર માસ્ક ન પહેરનાર સેનેટાઇઝર નો ઉપયોગ ન કરનાર કે સ્વચ્છતા ન જાળવનાર તમામ ને સ્થળ પર સખ્તાઈ પૂર્વક અમલ કરવા તેમજ તેની વિસ્તૃત જાણકારી નાયબ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી દ્વારા આપવા માં આવી તેમજ આજ રોજ જે ફેરિયા વેપારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરેલ તેવા વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથધરી રૂ.3500નો દંડ વસુલ કરવા માં આવેલ તેમજ ફરીથી જો કોઈ ફેરિયા કે વેપારીઓ જાહેરનામાનો ભંગ કરતા જણાશે તો તેમની દુકાનો તેમજ ફેરી કરતા ફેરિયાઓ ના ઇસ્યુ થયેલ પાસ કેન્સલ કરી તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું નિયમનો ભંગ કરનારાને જણાવેલ હતું આ સંયુક્ત પણે કામગીરી હાથ ઘરવામાં આવેલ હતી તેમ નાયબ મામલતદાર પ્રશાંતભાઈ ભીંડી દ્વારા જણાવેલ.


એપીએમ ટર્મિનલ પિપાવાવે કોવિડ-19 લોકડાઉન વચ્ચે શિક્ષણ ક્યારેય અટકે નહીંએ સુનિશ્ર્ચિત કર્યું

પીપાવાવ, પિપાવાવ, ભારત – કોવિડ-19 રોગચાળો અને પછી લોકડાઉનની એપીએમ ટર્મિનલ્સ પિપાવાવ પોર્ટની આસપાસના ગામડાંઓમાં અસર થઈ છે, ખાસ કરીને શાલાએ જતાં વિદ્યાર્થીઓ પર. પોર્ટ સલામતીની વિવિધ સાવચેતીઓ પર વિદ્યાર્થીઓ અને માતાપિતાઓ સુધી પહોંચ્યું છે, જેને હાથ ધોવા દરમિયાન વ્યવહારિક પ્રદર્શન દ્વારા જાળવવાની જરૂર છે. વળી પોસ્ટરો અને મોબાઇલ આધારિત સંચાર અને સલાહ પણ આપવામાં આવી છે. આ તમામ એક્ટિવિટી પોર્ટની આસપાસનાં 70 ગામડાઓમાં હાથ ધરવામાં આવી હતી.શાળાઓમાં નિયમિતપણે ગેરહાજર રહેતા વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષણની સાતત્યતા જાળવવા શાળાના વિદ્યાર્થીઓને મોબાઇલ આધારિત શૈક્ષણિક સાથસહકાર આપવામાં આવ્યો હતો. મેન્ટલ મેથ્સ, નિબંધલેખન, વર્કશીટ પર લેખન, વાંચન, પ્રશ્ર પૂછવા, ડ્રોઇંગ, તમારા માતાપિતાને શીખવો વગેરે દ્વારા વિવિધ વિવિધ વિષયોની સુવિધા આપી હતી.મોબાઇલ ટેકનોલોજી દ્વારા વન-ઓન-વન ઇન્ટરેક્શન સેશનની સુવિધા 78 ગામડાઓમાં પૂરી પાડવામાં આવી હતી, જેથી માતાપિતાઓ સાથે લોકડાઉન દરમિયાન બાળકોને લોકડાઉન દરમિયાન એક્ટિવ, ખુશ અને હસતાં રહેવામાં મદદ મળશે.
પોર્ટ ધોરણ 1થી 8 તેમજ બાલવાડીના 1400થી વધારે વિદ્યાર્થીઓ અને આશરે 2000 પુખ્તો સાથે જોડાયું છે.
ફેસિલિટેટર્સ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો, જેઓ અપોલોમેડ દ્વારા ઓનલાઇન ટ્રેનિંગ અને સર્ટિફિકેશનમાંથી પસાર થયા હતા.


સાવરકુંડલા અને લીલીયાના ગામોમાં પાણીનાં પુરવઠામાં વધારો કરવા માંગ કરતા શ્રી પ્રતાપ દુધાત

અમરેલી,પોતાના મતવિસ્તાર સાવરકુંડલા-લીલીયા તાલુકાના ગામોમાં મહી પરિયોજના હેઠળ પાણી આપવામાં આવી રહ્યું છે તે અનિયમિત અને થોડા પ્રમાણ માં મળી રહ્યું છે. ત્યારે હાલ ઉનાળા ની સીઝન હોવાથી ગામના પાણી ના તળ નીચા ગયેલ છે, અને પાણીના સ્ત્રોત દિન-પ્રતિદિન ઘટી રહ્યા છે, જેમાં સાવરકુંડલા અને લીલીયા તાલુકા નાં ઘણા ગામડાઓ ખારાપાટ વિસ્તારમાં આવતા હોય અને ત્યાં પાણીની સ્થિતિ અંત્યત વિકટ બનતી હોય છે, ત્યારે લોકો હેરાનપરેશાન થતા હોય, તેમજ જેમાં વિરોધપક્ષ નાં નેતા થતા 50000 કુ.યો.પી વિસ્તારમાં આવેલ છે, ત્યારે પોતાના મતવિસ્તાર સાવરકુંડલા અને લીલીયા તાલુકાના ગામડાઓમાં પાણી નિયમિત અને પાણી નાં જથ્થા ને ડબલ કરવામાં આવેતો આવતા દિવસોમાં પાણીની સમસ્યાને ખાળી શકાય તેમ છે, જેમને ધ્યાને લઈને આ અંગે આગોતરું આયોજન નાં રૂપમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા પોતાના મતવિસ્તાર નાં ગામોમાં પાણીના પ્રશ્ને માન. પાણી પુરવઠા મંત્રી શ્રી કુવરજીભાઈ બાવળીયા ને પત્ર પાઠવી માંગણી અને લાગણી સાથેની રજૂઆત કરવામાં આવેલ છે જેમાં હકારત્મકતા દાખવીને તાત્કાલિક ધોરણે સાવરકુંડલા-લીલીયા તાલુકામાં પાણી નિયમિત અને પુરતા પ્રમાણ માં આપવા આવે તેવી ભલામણ કરવામાં આવેલ છે.


error: Content is protected !!