Main Menu

Thursday, April 2nd, 2020

 

અમરેલી જિલ્લામાં 24 કલાકમાં વધુ 172 લોકો ઉપર ગુના દાખલ

અમરેલી,
લોકડાઉનના અમલથી લોકોને બચાવવા જિલ્લા પોલીસ વડા શ્રી નિર્લિપ્ત રાય દ્વારા અવિરત કાર્યવાહી શરૂ છે છેલ્લા 24 કલાકમાં લોક ડાઉનનો ભંગ કરતાં કુલ 172 લોકો સામે 109 ગુન્હાઓ દાખલ કરી વાહનો કબ્જે કરવામાં આવેલ છે તથા 196 વાહનો ડીટેઇન કરવામાં આવેલ છે.
કોરોના મહામારીની ગંભીરતાને હળવાશથી લઇ કેટલાક શખ્સો દ્વારા ગઇ કાલ તા.31/03/2020 ના રોજ દુકાનો ખુલ્લી રાખી, ટોળા ભેગા કરી, દુકાનમાં સેનીટાઇઝર કે માસ્કની વ્યવસ્થા નહીં રાખી જાહેરનામાનો ભંગ કરતા 9 ઇસમો સામે સાવરકુંડલા શહેર, અમરેલી સીટી, ધારી તથા રાજુલા પોલીસ સ્ટેશનમાં 7 ગુન્હા દાખલ કરાવવામાં આવેલ છે. તેમજ વાહનો લઇને તેમજ વાહનો વગર બિનજરૂરી આંટા-ફેરા મારતા 57 જેટલા સમાજના દુશ્મનો સામે બગસરા, વડીયા, લાઠી, જાફરાબાદ, સાવરકુંડલા રૂરલ, ખાંભા, મરીન પીપાવાવ, અમરેલી તાલુકા તથા લીલીયા પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ મુજબ 55 ગુન્હાઓ રજી. કરાવવામાં આવેલ છે.
બિનજરૂરી કામ વગર ભેગા થઇ ટોળા વળી જાહેરનામાનો ભંગ કરતાં 69 લોકો સામે ચલાલા, બગસરા, લાઠી, જાફરાબાદ, સાવરકુંડલા ટાઉન, બાબરા, અમરેલી સીટી તથા ધારી પો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 ની કલમ 3 મુજબ તથા ઇ.પી.કો. કલમ 269, 270, 188 મુજબ 13 ગુન્હા રજી. થયેલ છે. અને માસ્ક પહેર્યા વગર તથા સેનીટાઇઝર સાથે નહીં રાખી જાહેરમાં મળી આવી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં 21 લોકો સામે ચલાલા, દામનગર, બગસરા, લાઠી, વંડા, બાબરા, ધારી તથા રાજુલા પો.સ્ટે.માં 19 ગુન્હાઓ રજી. કરવામાં આવેલ છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફથી બહાર પાડવામાં આવેલ જાહેર આરોગ્ય અંગેના જાહેરનામાનો ભંગ કરતા 8 શખ્સો સામે અમરેલી તાલુકા, ડુંગર તથા નાગેશ્રી પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 ની કલમ 3 મુજબ તથા ઇ.પી.કો. કલમ 269, 270, 188 મુજબ 7 ગુન્હા રજી. કરવામાં આવેલ છે.હોમ કોરેન્ટાઇનમાં રહેવા સુચના આપેલ હોવા છતાં ઘરમાં નહીં રહી બહાર આંટા ફેરા મારી જાહેર આરોગ્ય સાથે ચેડાં કરતાં એક શખ્સની સામે ચલાલા પો.સ્ટે.માં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 ની કલમ 3 મુજબ તથા ઇ.પી.કો. કલમ 269, 270, 188 મુજબ ગુન્હો નોંધાયો છે કોરોના વાયરસના ફેલાવાની પણ સંભાવના હોવાનું જાણતા હોવા છતાં પોતાની વાડીએ ખેત મજુરી અર્થે રહેતા મજુરોને કોરોના વાયરસથી સુરક્ષિત રાખવા માટેની કોઇ વ્યવસ્થા કર્યા વગર પોતાના વતનમાં પાછા જતા રહેવાનું કહી, તરછોડી દેતા આવા કુલ 7 વાડી માલિકો વિરૂધ્ધ દામનગર તથા ધારી પોલીસ સ્ટેશનમાં ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897 ની કલમ 3 મુજબ તથા ઇ.પી.કો. કલમ 269, 270, 188 મુજબ 7 ગુન્હા રજી. કરાવવામાં આવેલ છે. આમ, કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જિલ્લા પોલીસ કટિબધ્ધ અને સતત કાર્યશીલ છે.


રાજુલામાં પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારી ધમકી આપી

અમરેલી,
રાજુલામાં બળાત્કાર ગુજારી ધમકી આપ્યાની મહિલા પોલીસે સાથી પોલીસ સામે જ ફરિયાદ નોંધાવતતા ખળભળાટ મચી ગયો છે. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર બગસરા પોલીસ મથકમાં સાથે નોકરી કરતી મહિલા પોલીસ કર્મચારી સાથે પંકજ મધવજી રાઠોડ હાલ અમરેલી હેડક્રવાટર વાળા સાથે પ્રેમસબંધ બંધાયેલ. ત્યારબાદ મહિલા પોલીસ કર્મચારી ને પંકજ રાઠોડ પરણીત હોવા છતાં અપરણીત છે.
તેવુ જણાવી પ્રેમજાળમાં ફસાવી હોવાની ખબર પડતા પ્રેમસબંધ રાખવાની ના પાડતા પંકજ રાઠોડે રાજુલા પોલીસ લાઈનમા મહિલાને બદનામ કરવા ધમકી આપી મારમારી બળાત્કાર ગુજાર્યાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલી શહેરમાં રેશનીંગનો જથ્થો મેળવવા કતારો લાગી

અમરેલી, અમરેલી શહેર અને જીલ્લામાં લોક ડાઉનની સ્થિતિમાં ગરીબ લોકોને પુરવઠો મળી રહે તે માટે સરકારના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ દ્વારા જેતે વ્યાજબી ભાવની દુકાનો તા. 31 માર્ચના પુરવઠો પહોંચાડતા બી.પી.એલ., એન. એફ. એસ. એ. કાર્ડ ધારકો સસ્તા અનાજની દુકાનો પર અનાજનો જથ્થો મેળવવા માટે વહેલી સવારથી રેશનીગની દુકાનો પર કતારોમાં ઉભા રહયા હતા. પોલીસ અને હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.


અમરેલીની શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ કોરોના સામે લડવા સજ્જ

અમરેલી,
અમરેલીમાં કોરોના સામે લડવા માટે શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ દ્વારા અભુતપુર્વ તૈયારીઓ કરવામાં આવી છે.
હોસ્પિટલના ટ્રસ્ટી શ્રી વસંતભાઇ ગજેરાના માર્ગદર્શન હેઠળ કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણી દ્વારા કોરોના સામે લડવા હોસ્પિટલમાં વિશેષ પગલાઓ લેવામાં આવ્યા છે.
કોરોના વોર્ડમાં દર્દી અને તબીબી સ્ટાફ માટે વિશેષ ડીસ્પોઝેબલ કપડા બનાવાયા છે અને તેમા પણ શંકાસ્પદ અને પોઝીટીવ માટે અલગ વિભાગ રખાયા છે અને કોરોના માટેના વોર્ડમાં જ પોર્ટેબલ એકસે મશીન રખાયું છે જેને કારણે દર્દીને વોર્ડ બહાર કાઢવાની જરુર ન પડે. જયારે હોસ્પિટલમાં સાદા ફલુ માટે પણ અલગ સુવિધાઓ ઉભી કરાઇ છે તેના માટે અલગ ઓપીડી અને અલગ વોર્ડ રાખવામાં આવ્યો છે તથા તેની કેસબારી પણ અલગ રખાઇ છે અને દવાની બારી પણ અલગ રાખવામાં આવી છે. આખી હોસ્પિટલમાં અલગ ફલુ કોર્નર બનાવાયો છે.શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજના ચેરમેન શ્રી વસંતભાઇ ગજેરા સતત અમરેલી સંપર્ક માં છેેે અને તેમણે સ્ટાફને રહેવા તથા જમવા માટે વિનામુલ્યે હોસ્પિટલ તરફથી સુવિધાઓ ઉભી કરાવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બીપી.ડાયાબીટીસ,હદયરોગ જેવી કાયમી દવાઓ લેનારને પંદર દિવસને બદલે એક મહીનાની દવાઓ આપી દેવામાં આવી છે અને આવા દર્દીને બદલે હાલના સંજોગોમાં કેસ લઇને આવનારા તેના સબંધીને દવા આપી દેવામાં આવશે અને ગંભીર બીમારી ન હોય તેને રજા આપી દેવામાં આવી છે તેમ શ્રી ધાનાણીએ જણાવ્યું હતુ.


ભાડુઆતો પાસેથી મકાનમાલિકો એક મહિના સુધી ભાડું માંગી શકશે નહીં

અમરેલી,
હાલ સમગ્ર વિશ્વ કોરોના સામે જંગ ખેલી રહ્યું છે. ત્યારે અમરેલી કલેકટરશ્રી આયુષ ઓક દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે. જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવું કે જિલ્લાની સરહદ ક્રોસ કરવી નહીં તેમજ લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું. જિલ્લા વિસ્તારમાં કોઈ મકાન માલિક તેમના મકાનમાં ભાડે રહેતા કામદારો, શ્રમિકો અને વિદ્યાર્થીઓને તેમની ભાડાવાળી જગ્યા છોડવાનું કહી શકશે નહીં. તેમજ જિલ્લા વિસ્તારમાં મજૂરો, સ્થળાંતર થયેલ લોકો સહિત જે લોકો ભાડેથી રહે છે, તેમના મકાનમાલિકોએ એક મહિના સુધી ભાડું માંગવાનું રહેશે નહીં. ઉપરાંત કોઈપણ ઉદ્યોગ વ્યાપારિક કે વાણિજ્યિક સંસ્થા, દુકાન, કોન્ટ્રાક્ટર તેમના શ્રમિકોને બળજબરીપૂર્વક તેમના કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહીં, ઉપરાંત લોકડાઉન સમયે ઉદ્યોગ-ધંધા બંધ રહ્યા હોય તો પણ શ્રમિકોને કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું નિયત થયેલ તારીખે જ કોઈપણ પ્રકારના કપાત વગર પૂરેપૂરું ચૂકવવાનું રહેશે.


અમરેલીમાં શુક્રવારે કોરોના માટે 100 બેડ કાર્યરત થશે : શ્રી આયુષ ઓક

અમરેલી,
અમરેલીમાં આજ સુધી કોરોના પોઝીટીવ આવ્યો નથી પણ સાવચેતી માટે સરકાર દ્વારા તમામ તૈયારીઓ કરાઇ છે સરકારે કોરોના સામે લડવા માટે યુધ્ધના ધોરણે એકસો બેડ મંજુર કર્યા છે જેમા 50 બેડ શાંતાબા ગજેરા ટ્રસ્ટ તથા 50 બેડ સરકાર દ્વારા તૈયાર કરાનાર છે આ એકસો બેડ શુક્રવારે તૈયાર હશે તેમ અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓક એ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ.કલેકટરશ્રીએ જણાવેલ કે, શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ દ્વારા હાલના કોરોના સામે તૈયાર કરાયેલા આઇસોલેશનના 20 અને તેઓ નવા 30 મળી 50 બેડ ગ્રાઉન્ડ ફલોર ઉપર તૈયાર કરે છે જયારે હોસ્પિટલના પહેલા માળે સરકાર દ્વારા 50 બેડ તૈયાર કરાઇ રહયા છે સરકાર દ્વારા ત્રણ વેન્ટીલેટર સહિતની સુવિધા પણ ઉભી કરાનાર છે. આ એકસો બેડમાં હાલના આઇસોલેટેડ 20 બેડ છે તેને આઇસીયુમાં ફેરવી નાખવામાં આવનાર છે.આ ઉપરાંત શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં પ્રસુતી અને ટ્રોમા સેન્ટર સિવાયના તમામ દર્દીઓને નજીક જ આવેલ નવા બનેલા રૂક્ષમણીબહેન બાલમંદિરમાં હોસ્પિટલ ઉભી કરાઇ છે જેમા દાખલ કરાનાર છે અને શાંતાબા ગજેરા જનરલ હોસ્પિટલમાં માત્ર પ્રસુતી, અને ઇમરજન્સી કેસો જ રહેશે.


02-03-2020


error: Content is protected !!