Main Menu

Friday, May 1st, 2020

 

અમરેલીમાં કોરોનાના વધુ પાંચ શંકાસ્પદ કેસ આવ્યાં

અમરેલી,અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઉભી કરાયેલ કોવીડ-19 હોસ્પિટલમાં ગઇ કાલે દાખલ કરાયેલા અગાઉના તમામ દર્દીઓના રિર્પોટ નેગેટીવ આવ્યા છે અને આજે ગુરૂવારે શાંતાબા ગજેરા હોસ્પિટલમાં નવા કોરોનાના 5 શંકાસ્પદ દર્દીઓને દાખલ કરાયા છે અમરેલીની કોમર્સ કોલેજ પાસે રહેતી 18 વર્ષની દર્દી, જેશીંગપરામાં રહેતા 24 વર્ષના યુવાન તથા મીનીકસ્બાના 55 વર્ષના આધ્ોડ મહિલા દર્દી અને ધારીની પુરબીયા શેરીની 17 વર્ષની દર્દી સહિત કુલ 5 ને કોરોનાના લક્ષણ સાથે દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત ગુરૂવારે જિલ્લા બહારથી 42 લોકો પ્રવેશ્યા હતા જેનું સ્ક્રીનીંગ કરાયુ હતુ તથા ગેરકાયદેસર પ્રવેશેલા અને ક્વોરોન્ટાઇનનો ભંગ કરનાર 321 લોકોને સરકારી મહેમાન બનાવાયા છે જ્યારે જિલ્લામાં કુલ3185 લોકો નજરકેદ એટલે કે હોમ કવોરોન્ટાઇન છે. જિલ્લામાંથી આજ સુધીમાં 126 દર્દીઓને કોરોનાના લક્ષણ સાથે દાખલ કરાયા હતા પણ તેમાંથી 121ના રિર્પોટ નેગેટીવ આવ્યા છે આજના 5 પેન્ડીંગ છે. તથા ઓપીડીમાંથી 487 સેમ્પલ લેવાયા છે જેમાં 36ના રિર્પોટ પેન્ડીંગ છે અને રેપીડ ટેસ્ટ અટકાવી દેવામાં આવ્યો છે.


રાજુલા જાફરાબાદ વિસ્તારના 10 હજારથી વધુ લોકો અન્યત્ર જિલ્લાઓમાં ફસાયા છે તેને વતનમાં પહોંચાડો

રાજુલા, રાજુલા, જાફરાબાદ, ખાંભા તાલુકાઓમાંથી હિરાના કારીગરો, ખેતમજુરો, શ્રમિકો, નાની-મોટી નોકરીઓ કરી ગુજરાત ભરનાં 32 જિલ્લાઓમાં રોજગારી રળવા પરિવાર સાથે ગયેલા. 10 હજારથી વધ્ાુ વિવિધ સમાજના લોકો લોકડાઉન પછી જયા છે ત્યાં ફસાયેલા છે. હાલમાં કોઈ કામકાજ નથી અને આવક બંધ છે. ખાવાના પણ સાંસા છે કોઈ ભાવ પુછવા વાળુ પણ નથી. ફસાયેલા આવા નિર્દોષ શ્રમિકો પોતાના બાળકો અને પરિવારની જડરાગ્ની પણ ઠારી શકતા નથી. આવા કપરા સંજોગોની વ્યથા આ વિસ્તારના ધારાસભ્ય અંબરીષભાઈ ડેરને મોબાઈલ દ્વારા સંર્પક કરેલ. આવા પરિવારોની અશ્રુભીની આંખે રજુઆતો કરતા જેના લોહીમાંજ સમાજ સેવાનો ગુણ સમાયેલો છે.તેવા ધારાસભ્ય શ્રી ડેરે વિલંબ કર્યા વિના રાજ્ય ના મુખ્યમંત્રી વિજયભાઈરૂપાણીનો ટેલીફોનીક સંર્પક સાધી પોતાના મત વિસ્તારના રાજ્યભરનાં 32જિલ્લાઓમાં કોરોના લોકડાઉનમાં ફસાયેલા છે.
તેમને પોતાના ગામો કે શહેરો સુધી જિલ્લા કક્ષાએથી જરૂરી તમામ આરોગ્ય લક્ષી તપાસ કરાવીનેે મોકવાની વ્યવસ્થા કરવા અથવા રાજુલામાં 10 હજારથી વધ્ાુ લોકોને રાજુલા સુધી પહોચતા કરાવો તો તેમના માટે સ્યેેશિયલ શેલ્ટર હોમ બનાવડાવી તેમને ત્યાં સ્વચ્છ અને સુંદર વ્યવસ્થા સાથે ચા-નાસ્તો અને ભોજનની પુરી વ્યવસ્થા સાથે સાચવાની જવાદારી મારી.
મુખ્યમંત્રી શ્રી ડેરની સંપુર્ણ વાત સાંભળી અને પ્રશ્ર્ન કર્યો કે અંબરીષભાઈ તમારા મતક્ષંત્રના આટલા બધા લોકો ખરેખર ફસાયા છે. અને ફસાયા છે અને જો ફસાયેલા જ છે તો તમે મારા સચિવ મનોજદાસને જ્યાં જ્યાં આવા લોકો ફસાયેલા છે તેની જાણ કરો એટલે આગળની કાર્યવાહી યુધ્ધના ધોરણે શરૂ કરી શકીએ મુખ્યમંત્રી તરફથી સાનુકુળ પ્રતિસાદ મળતાની સાથે જ અંબરીષભાઇ ડેરે રાજુલા ખાતેના પોતાના કાર્યાલયે કન્ટ્રોલરૂમ શરૂ કરીને પાંચ અલગ અલગ ટીમો બનાવી પોતાને જે કોઇ નંબર ઉપરથી મદદ માટે મોબાઇલ ફોન આવેલા તેવા લોકોના મોબાઇલ નંબર આપી તેઓને સંપર્ક કરી તમે કયા છો કેટલા લોકો છે તે અંગેની માહિતી લેવાની સુચનાઓ આપતા આ ટીમે તા.28 એપ્રિલ અને 29 બે હજારથી વધ્ાુ ફસાયેલા લોકોનો સંપર્ક કરી સંબધી માહિતી અકત્રીત કરી આજે બપોરના 12:30 કલાકે અંબરીષ ડેરને સુપ્રત કરતા અંબરીષભાઇએ મુખ્યમંત્રી અને તેમના અગ્ર સચિવ મનોજદાસને મેઇલ કરી સંબધીત માહિતી પુરી પાડી હતી.


અફવાને કારણે સુરતથી કાઠીયાવાડીઓનો પ્રવાહ અમરેલી ભણી

અમરેલી,સુરતમાં લાખો લોકો સુરતથી વતન જવાની રાહમાં હોય આજે બહારના રાજયો માટે મળેલી છુટને સૌરાષ્ટ્રની છુટ ગણાવી અફવા ફેલાતા કોરોનાના કહેરમાં નવી ઉપાધી આવી છે અને ગુરુવારે સાંજે ગેરસમજનો ભોગ બનેલા સુરત રહેતા કાઠીયાવાડીઓનો અમરેલી ભણી પ્રવાહ શરૂ થયાના સમાચાર મળતા અમરેલી એસપીશ્રી શ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લાની બોર્ડરે મોટી પોલીસ ફોર્સ તૈનાત કરી છે અને સાથે સાથે સુરતથી અમરેલી સુધીમાં આવતા તમામ જિલ્લાના એસપી,કલેકટર સાથે શ્રી અમરેલીના કલેકટરશ્રી આયુષકુમાર ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાયે અમદાવાદ,સીટી, ગ્રામ્ય, બોટાદ,ભરુચ આણંદ વડોદરા અને ભાવનગર રેન્જ વડા સાથે ચર્ચા કરી જે નિકળી ગયા છે તેને પરત કરવા વ્યુહ ગોઠવાયો છે જેના કારણે ગેરસમજનો ભોગ બનેલા અમરેલી જિલ્લામાં આવે અને કાનુની કાયર્વાહીથી બચી શકે. સાથે સાથે સુરતથી અમરેલી આવવા નિકળી ગયેલા લોકોને શ્રી નિર્લિપ્ત રાયે અપીલ કરી છે કે, પરમીટ વગર પ્રવેશતા નહી જયા છો ત્યા સુરક્ષીત રહો.
બીજી તરફ જિલ્લાની તમામે ચેક પોસ્ટ ઉપર કડક ચેકિંગ કરવું અને પાસ વાળા તથા આવશ્યક ચીજવસ્તુમાં જે વાહનોની છુટછાટ મળેલ છે તે સિવાયના તમામને જિલ્લામાં પ્રવેશતા અટકાવવા, તમામે પોતપોતાના પો.સ્ટે. વિસ્તારના બહારથી જીલ્લામાં પ્રવેશવાના અંતરિયાળ રસ્તામાં આજ રાત્રે પેટ્રોલિંગ કરવું તેમજ એવા તમામ અંતરિયાળ રસ્તાઓને ગાંડા બાવળ કે અન્ય કોઈપણ રીતે બ્લોક કરી નાખવા,બોર્ડરના તમામ થાણા અધિકારીઓએ બોર્ડરને અડીને આવતા ગામોના સરપંચ સાથે વાત કરી જણાવવું કે બોર્ડર ઉપર કોઈપણ પ્રકારની હિલચાલ થાય તો તુરંત પોલીસ સ્ટેશને જાણ કરવી અને અંતરિયાળ પો.સ્ટે. જેમ કે, અમરેલી તાલુકા, સાવરકુંડલા, રાજુલાએ અંતરિયાળ ચેક પો.સ્ટ ઉભી કરવી અને અસરકારક વાહન ચેકિંગ કરવું તેવી સુચના જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને આપી છે.


અવધ મંડળી દ્વારા સહકારી ક્ષેત્રના આગેવાનોના હસ્તે કીટ વિતરણ

અમરેલી, લોકડાઉનના સમયે પોતાના હજારો સભાસદોની ચિંતા કરી અને તેને મદદ પહોંચાડનાર અવધ નાગરિક શરાફી સહકારી મંડળીના સ્થાપક ચેરમેનશ્રી ભરતભાઇ ચૌહાણ દ્વારા કોરોના વોરીયર્સના વરદ હસ્તે કીટ વિતરણ કરાયા બાદ આજે જિલ્લાના સહકારી આગેવાનોના હસ્તે કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. અમરેલી જિલ્લાના સહકારી આગેવાન શ્રી પી.પી.સોજીત્રા, સહકારી ક્ષેત્રના અગ્રણી અને અમુલ ડેરીના ઓડીટર તથા અગ્રણી સીએ અને સામાજીક અગ્રણી શ્રી એડી રૂપારેલ, અમરેલી માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી મોહનભાઇ નાકરાણી તથા અમરેલી નગર પ્રા. શિક્ષણ સમીતીના ચેરમેન અને કેળવણીકાર શ્રી જે.પી. સોજીત્રા, સૌરાષ્ટ્ર નોટરી એશો.ના પ્રેસીડેન્ટ અને એડવોકેટ શ્રી ઉદયનભાઇ ત્રિવેદીના હસ્તે અવધ મંડળીના સભાસદોને કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે અવધ મંડળીના સ્થાપક ચેરમેન શ્રી ભરતભાઇ ચૌહાણ, એમડી શ્રી કિશોરભાઇ જાની સીનીયર ડાયરેકટરશ્રી બી.એલ. હીરપરા ઉપસ્થિત રહયા હતા.


01-05-2020


error: Content is protected !!