Main Menu

Tuesday, May 5th, 2020

 

અમરેલી રેડ ઝોનમાં ફેરવાઇ શકે છે : તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ

અમરેલી,અત્યાર સુધી એક પણ પોઝીટીવ કેસ ન ધરાવનાર અને ગ્રીન ઝોનમાં રહેલા અમરેલીમાં આજ સુધીમાં 129 લોકોને કોરોનાના લક્ષણ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ દનનશીબે તમામના રિર્પોટ નેગેટીવ આવ્યા છે ત્યારે સોમવારે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં એક નાના બાળક સહિત કોરોનાના 4 શંકાસ્પદ દર્દી દાખલ કરાયા છે જેમાં બાબરાના નાની કુંડળ ગામના એક મહિલા દર્દીને ભાવનગર અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી સાથે દાખલ કરાતા ફફડાટ ફેલાયો છે અને બીજી તરફ અત્યાર સુધી ગ્રીન ઝોનમાં રહેલ અમરેલી જિલ્લામાં જે રીતે સુરત અને અમદાવાદથી સરકારી તંત્ર દ્વારા અમરેલી જિલ્લામાં પ્રવેશવાની મંજુરી અપાઇ રહી છે તે જોતા અને સુરત અમદવાદથી અહીં આવવા માંગતા લોકોની યાદીને લઇને અમરેલી જિલ્લો ગમે ત્યારે ઓરેન્જ અને રેડ ઝોનમાં ફેરવાઇ જાય તેવી શક્યતાને લઇને અમરેલીમાં 200 ઉપરાંતની વધ્ાુ 500 દર્દીઓને સાચવી શકાય તેવા કોવિડ કેર સેન્ટર બનાવવાનુ કામ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલુ કરાયુ છે. મંજુરી લઇ જિલ્લામાં આવી રહેલા સુરત અમદાવાદથી આવનાર લોકોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. આજે સોમવારે જ ચેકપોસ્ટ ઉપર જિલ્લા બહારના 75 પ્રવાસીઓ મંજુરી સાથેના મળ્યા હતા અને ગેરકાયદેસર રીતે મંજુરી વગર આવી જનારા લોકો અલગ લોકડાઉન પછી આજ સુધીમાં બહારથી આવ્યા હોય તેવા લોકોને ઘરમાં રહેવા માટે સુચના અપાઇ હોવા છતા 14 દિવસમાં જ સુચનાનો ભંગ કરી 607 લોકોએ બેદરકારી દાખવતા તેમને સરકારી ફેસેલીટીમાં મુકવામાં આવ્યા હતા તેમાં હજુ 281 છે. ત્યારે હજારોને લાખોની સંખ્યામાં બહારથી અમરેલી આવનાર લોકો ઉપર ભરોસો કેમ કરવો ? તેની પણ તંત્ર મુંજવણમાં છે કારણકે આ તો મંજુરી લઇને આવેલા લોકો હતા જ્યારે સરકારની પરવાનગી વગર 653 લોકો અમરેલી જિલ્લામાં ઘુસી ગયા હતા તેમને પણ સરકારી ફેસેલીટીમાં કવોરન્ટાઇન કરવામાં આવ્યા હતા આમા પણ હજુ 265 લોકો દાખલ છે અને હવે જો સુરત અમદાવાદથી લોકોને આવવાની મંજુરી મળે તો તેને કવોરન્ટાઇન કયાં અને કેવી રીતે કરવા તેની કોઇ સગવડતા કરવામાં સરકાર કે તંત્ર પહોંચી શકે તેમ નથી સાથે સાથે સુરત અને અમદાવાદથી અમરેલી આવવા માંગતા લોકોની ધિરજ પણ હવે ખુટી રહી છે તે પણ વાસ્તવીકતા છે પણ એ 2 લાખ લોકો સામે અમરેલી જિલ્લાની 16 લાખની જનતાના આરોગ્યનો પણ સવાલ છે તે પણ ન ભુલી શકાય.આજે સોમવારે બાબરાના મોટી કુંડળ ગામના 55 વર્ષના પેરાલીસીસના મહિલા દર્દી તા.24-4 ભાવનગર સારવાર માટે અને ત્યાંથી 27-4 ના અમદાવાદ અને ત્યાંથી 3 તારીખે અમરેલી આવ્યા હતા તેને દાખલ કરી સેમ્પલ લેવામાં આવ્યુ છે તથા ધારીના કરમદડીની 10 વર્ષની બાળાને જ્યારે લીલીયાના ક્રાંકચ ગામના એક માસના બાળકને અને ધારીની 15 વર્ષની બાળાને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા છે.દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી કુમારભાઇ કાનાણીએ વિડીયો મેસેજમાં જણાવ્યુ છે કે શ્રી વિજયભાઇ રૂપાણી અને શ્રી નીતીનભાઇ પટેલે સૌરાષ્ટ્રમાં પરત ફરવા માંગતા લોકોને તેમના વતનમાં પરત પહોંચાડવા નિર્ણય લીધો છે અને બે દિવસમાં જ વ્યવસ્થાઓ ગોઠવાતા લોકોને સુરતથી સૌરાષ્ટ્રમાં જે તે જિલ્લામાં મંજુરી સાથે જવાની વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.


અમરેલી જિલ્લામાં ખાનગી વાહનોને કામ સબબ 7 થી 4 વચ્ચે આવવા જવાની છુટ

અમરેલી,જિલ્લામાં સવારે 7 થી 4 વચ્ચે બજારો ખોલવાની છુટ આપવામાં આવી છે ત્યારે ગામડેથી તાલુકામાં અને તાલુકામાંથી જિલ્લા મથકે અવર જવર થઇ શકે કે કેમ તે અંગે સબંધીત તંત્રનો સંપર્ક કરાતા જિલ્લામાં સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી કારમાં ડ્રાઇવર સહિત 3 અને બાઇક ઉપર 1 ની અવર જવર થવા દેવામાં આવશે તેમ જણાવાયુ છે અને એ પણ સ્પષ્ટતા કરાઇ છે કે નોકરી, વેપાર ધંધા સહિતના અગત્યના કામ માટે જ આ છુટછાટ છે બિનજરૂરી અવર જવર જણાતા પગલા પણ લેવાઇ શકે છે.અમરેલી જિલ્લામાં ગ્રીન ઝોનને કારણે એસટીની સેવા આંતરીક રીતે ચાલુ કરવા સરકાર દ્વારા છુટ આપવામાં આવી છે પણ એસટીની વડી કચેરીમાંથી બસો શરૂ કરવાની એક પણ ગ્રીન ઝોનમાં સુચના ન અપાતા હજુ સુધી એસટી બસ શરૂ થઇ નથી અમરેલીમાં પણ વડી કચેરીના આદેશ ન મળતા એસટી સેવા શરૂ કરાઇ નથી પરંતુ ઉપરથી આદેશ આવે તો 24 કલાકમાં ગ્રામ્ય રૂટો ઉપર એસટી દોડવાની શરૂ થઇ જશે તેમ અમરેલીના ડીવીઝનલ કંટ્રોલર શ્રી ચારોલાએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.


પ્રથમ દિવસે રાજુલા, ખાંભા, ધારી, ચલાલા ખુલ્યાં

અમરેલી,આજે અમરેલી, લીલીયા, જાફરાબાદ, બાબરા, બગસરા, કુંકાવાવ, લાઠી, દામનગર અને ગામડાઓ સવારે 7 થી સાંજે 4 વાગ્યા સુધી કોરોનાને અટકાવવાની શરતો અનુસાર દુકાનો ખુલશે આજે સોમવારે પ્રથમ દિવસે ચલાલા, ખાંભા, ધારી, રાજુલા ખુલ્યાં હતા અને આજે મંગળવારથી બાબરામાં પ્રથમ દિવસે મંગળવારે ડાબી સાઇડની દુકાનો અને બીજા દિવસે જમણી સાઇડની દુકાનો તથા રાજુલામાં પણ ડાબી જમણી અને કોમ્પલેક્ષમાં એકી બેકી દુકાનો ખોલવાનો નિર્ણય કરાયો છે પરંતુ સંકલનના અભાવે સાવરકુંડલામાં વેપારીઓમાં હજુ પણ અવઢવમાં છે કારણકે અમરેલીથી સાવરકુંડલામાં જતા સાવર રોડથી નાવલીના રીધ્ધી સિધ્ધી ચોક સુધી જમણી બાજુ એકજ બજાર છે જ્યારે ડાબી બાજુ પાલાઓ એટલે કે કેબીનો છે તેને ખોલવાની મનાઇ કરાતા જમણી બાજુની દુકાનોમાં ડાબે જમણે કેમ કરવુ સહિતની અનેક ગુચવણોની સ્પષ્ટતા તંત્ર દ્વારા કરવામાં ન આવતા સાવરકુંડલાના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હોવાનું વેપારી મંડળના આગેવાનશ્રી મહેશભાઇ મશરૂએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ. અમરેલી જિલ્લામાં રાજુલા, અમરેલી, સાવરકુંડલા અને બાબરા એમ ચાર શહેરોમાં જ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટના માર્ગદર્શન મુજબ દુકાનો ખોલવાના હુકમો થયા છે સાવરકુંડલામાં મેઇન બજારથી હવેલી શેરીમાં તથા મહુવા તરફથી અમરેલી રોડે આવતી મેઇન બજારમાં નાવલીના પુલથી બજારમાં પ્રવેશતા સંઘેડીયા બજાર તથા કંસારા બજાર આઝાદ ચોક સુધી અને રિધ્ધી સીધ્ધી ચોકથી અમરેલી તરફ જતા પ્રથમ દિવસે ડાબી અને ત્યાર બાદ જમણી દુકાનો ખુલશે જ્યારે ઇન્દુ પ્લાઝા, સુર્યનિવાસ કોમ્પલેક્ષ, સુહાસ ચેમ્બર, ફઝલ આરકેડ, સુધરાઇ માર્કેટ વિવેકાનંદ માર્કેટ, સુરભી કોમ્પલેક્ષ, દર્શક કાર્ડ કોમ્પલેક્ષ પહેલા દિવસે એકી અને બીજા દિવસે બેકી એમ ખુલશે.


અમરેલી અવધ નાગરીક શરાફી સહકારી મંડળી દ્વારા કોરોના વોરીયર્સનાં વરદ્દ હસ્તે કીટ અપાઇ

અમરેલી, અમરેલી જિલ્લામાં લોકડાઉનને કારણે અવધ નાગરીક શફારી સહકારી મંડળી દ્વારા જરૂરિયાતમંદ લોકોને કીટ વિતરણ કરવાનું નક્કી થયા મુજબ આજે કોરોના વોરીયર્સ ડો. રાજુભાઇ કથીરીયા અને ડો. કેયુરીબેન કાચા તથા ડો.ક્રિષ્નાબેન ખુંટના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી.
તેથી જરૂરિયાત મંદોમાં ખુશી વ્યાપી ગઇ હતી.


અમદાવાદમાં ફસાયેલા સીનીયર સીટીઝનને હેમખેમ અમરેલી લાવવામાં મદદરૂપ થતા શ્રી પરષોતમભાઇ રૂપાલા

અમરેલી,અમરેલીના વતની એવા 70 વર્ષના સીનીયર સીટીઝન લોકડાઉનના સમયે અમદાવાદમાં ફસાઇ જતા તેમણે દિલ્હી ખાતે શ્રી પરષોતમભાઇ રૂપાલાનો ટેલીફોનીક સંપર્ક કરતા માત્ર 10 કલાકમાં જ તેમને અમરેલી આવવાની મંજુરી અપાતા તેઓ અમરેલી ખાતે આવી ગયા હતા.આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે અમદાવાદના સર્વોતમ નગર વિસ્તારમાં રહેતા મુળ અમરેલીની હાઉસીંગ બોર્ડ સોસાયટીના વતની સોલંકી સગુણાબહેન અમરશીભાઇ નામના 70 વર્ષના નિવૃત શિક્ષિકા ઘરની આસપાસના ઘરોમાં કોરોનાના પોઝીટીવ કેસ આવતા તે પણ આ ગંભીર સ્થિતિમાં ફસાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આથી તેમણે શ્રી પરષોતમભાઇ રૂપાલાનો ટેલીફોન ઉપર સંપર્ક કરતા શ્રી રૂપાલાએ દિલ્હીથી તેમના માટે વ્યવસ્થા કરાવી અને તેમને તાત્કાલીક વતન અમરેલી આવવાની મંજુરી મળે તેવી વ્યવસ્થા કરાવી હતી અને માત્ર 10 કલાકમાં જ સગુણાબહેનને અમરેલી આવવાની મંજુરી મળી જતા તેઓ અમરેલી આવી પહોંચ્યા હતા તેમને નિયમ મુજબ સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં આશ્રય આપવામાં આવ્યો હતો.


અમરેલી પીજીવીસીએલનાં કર્મચારીઓ અને અધિકારીઓને ટેબલેટનું વિતરણ

અમરેલી,અમરેલીમાં પીજીવીસીએલાના અધિકાારીઓ કર્મચારીઓ મલ્ટી વિટામીન ટેબલેટનું વીતરણ કરવામા આવ્યું હતું.કોરોના મહામારી માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવતા પીજીવીસીએલ ના કર્મચારીઓ ની રોગ પ્રતિકારક શક્તિ વધે અને એમને મહામારી થી રક્ષા કવચ મળે એ હેતુ થી ડો. કાનાબાર અને પી પી સોજીત્રા એ એમની સ્વાસ્થ્ય ની ખાસ ચિંતા કરી ને મલ્ટી વિટામિન ટેબ્લેટ નું વિતરણ કર્યું અને સ્ટાફ વતી,શ્રી. કે આર પરીખ (કાર્યપાલક ઈજનેર) અને શ્રી એમ એચ કાલાણી(નાયબ ઈજનેર) એ સ્વીકાર્યું હતુ.તબક્કાવાર તમામ ક્ષેત્ર ને આવરી લઈને સૌની ચિંતા કરનાર ડો.કાનાબાર અને પી પી સોજીત્રાને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.


અમરેલી જિલ્લામાં ગરમીનો પારો અધ્ધર ચડતા વિજ પુરવઠો નિયમિત મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા પ્રયાસો

અમરેલી, અમરેલી પીજીવીસીએલ દ્વારા લોકડાઉનની સાથે સાથે વિજ પ્રવાહ મળી રહે તે માટે રવિવારની રજાઓમાં પણ પીજીવીસીએલનાં અધિકારીઓ, કર્મચારીઓ સેવા આપી રહ્યાં છે. હાલ લોકડાઉન 3 ચાલુ થઈલ હોય અને ગરમીનો પારો પણ ઉંચો ચડી ગયેલ હોય આ સમય માં પીજીવીસીએલ ના અધિકારીઓ તથા કર્મચારીઓ કામગીરી સતત વીજપુરવઠો મળી રહે તે માટે કામગીરી કરે છે અને આ લોકડાઉન ના સમય માં દરેક વ્યક્તિ ઘરમાં રહીને ટીવી,એસી,ઇન્ટરનેટ, મોબાઈલ, પંખા માં આનંદ માણી શકે તે માટે પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા આ ગરમી ના સમય માં પણ પોલ પર ચડી ને કામગીરી કરે છે અને ઘણા વિસ્તારોમાં માં હાલ એસી નો લોડ આવી ગયેલ હોય લો વોલ્ટેજ ની ફરીયાદો સામે આવતા પીજીવીસીએલ ના અધિકારી શ્રી કાલાણી અને તેનો સ્ટાફ ગરમીની અને રવિવાર ની રજા ના દિવસમાં પણ કામિગીરી કરતા માલુમ પડેલ છે અને શહેર ના જુદા જુદા વિસ્તારો જેવા કે અવધ રેસિડન્સ,ખોડિયાર નગર બ્રાહ્મણ સોસિયટી, સ્વામી નારાયણ નગર,યોગી નગર,રણુજા ધામ સોસાયટી, વાત્સલ્ય બંગલોઝ જેવા વિસ્તારોમાં લો વોલ્ટેજ ની સમસ્યા નું નિરારકણ કરી આપેલ અને લોકો તેમના ઘરમાં સુરક્ષિત રહી શકે તે માટે પીજીવીસીએલ પણ કોરોના ની આ લડાઈમાં કોરોના વોરીર્યસ તરીકે કામગીરી કરી રહ્યુ છે.આ ઉપરાંત પીજીવીસીએલ શહેર પેટા દ્વારા જરૂરિયાત મંદ લોકોને ચોથી વખત કીટ નું વિતરણ કરવામાં આવેલ હતું.


અમરેલી નાગરિક બેંક દ્વારા રાહત દરે ચોપડા વિતરણ

અમ૨ેલી,અમ૨ેલી નાગિ૨ક સહકા૨ી બેંક લી. સમાજને મદદ થાય તેવા પ્રયત્નો ક૨વામાં હ૨ હંમેશ અગ્રેસ૨ ૨હેલ છે. અમ૨ેલી જિલ્લાના બાળકોના અભ્યાસ અર્થે વ્યાજબી દ૨ે ઉતમ ક્વોલીટીના ફુલ સ્કેપ ચોપડાનું વેચાણ બેંક દ્વા૨ા દ૨ વર્ષો ક૨વામાં આવે છે, તે અંતર્ગત તા૨ીખ: ૨૩-૦૪-૨૦૨૦ ને ગુરૂવા૨ ના ૨ોજ થી બેંકીંગ કામકાજના સમય દ૨મ્યાન સવા૨ના ૧૦:૦૦ કલાક થી સાંજના ૪:૦૦ કલાક સુધી અમ૨ેલી નાગિ૨ક સહકા૨ી બેંક લી. ની ઓફિસેથી વેચાણ શરૂ ક૨વામાં આવેલ છે. હાલમાં કો૨ોના વાય૨સની મહામા૨ી હોવાથી ચોપડા લેવા આવના૨ વ્યક્તિઓએ સ૨કા૨શ્રીના નિયમ મુજબ યોગ્ય સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું ૨હેશે તેમજ મોઢા પ૨ માસ્ક ફ૨જીયાત બાંધવાનું ૨હેશે.આવી સુંદ૨ કામગી૨ીને બેંકના ચે૨મેનશ્રી જયેશભાઈ એમ઼ નાક૨ાણી, વાઈસ ચે૨મેનશ્રી મનસુખભાઈ એમ઼ ધાનાણી, મેનેજીંગ ડિ૨ેકટ૨શ્રી ભાવિનભાઈ જે. સોજીત્રા તેમજ બેંકના ડિ૨ેકટ૨શ્રી પી. પી. સોજીત્રા સાહેબના વ૨દ્હસ્તે ખુલ્લુ મુક્વામાં આવેલ છે.
અમ૨ેલી નાગિ૨ક સહકા૨ી બેંક લી. અમ૨ેલી જીલ્લાના લોકોને પોતાના બાળકોને સા૨ી ગુણવતાના અને વ્યાજબી કિંમતે ચોપડાઓ આપી શકે તે માટે હ૨હંમેશ પ્રયત્નશીલ ૨હે છે જેના ભાગરૂપે દ૨ વર્ષ્ાની માફક ચોપડાઓનુ વેચાણ ચાલુ ક૨ેલ છે. છેલ્લા સાત વર્ષો થી અમોએ વ્યાજબી કિંમતના ચોપડાઓ લોકોને મળી ૨હે તેવા અમા૨ા સંનિષ્ઠ પ્રયાસને લોકો ત૨ફથી પુ૨તો સહકા૨ મળતા અમોએ આ વર્ષો પણ ચોપડા વિત૨ણનું કાર્ય હાથ ધ૨ેલ છે. વ્યક્તિઓ ખ૨ીદ ક૨વા આવે છે ત્યા૨ે એવુ પણ જણાવે છે કે આવા સા૨ા ગુણવતાસભ૨ ચોપડાઓ આવી મોંઘવા૨ીમાં ખ૨ીદતા પહેલા સામાન્ય વર્ગનો માણસ વિચા૨ ક૨ે છે
ત્યા૨ે આવી ઉચ્ચ ગુણવતાવાળા ચોપડાઓ અમ૨ેલી નાગિ૨ક સહકા૨ી બેંક લી. નહી નફો- નહી નુકશાનના ધો૨ણે વિત૨ીત ક૨ી નાનામાં નાના માણસ ખ૨ીદી ક૨ી શકે તેવા વ્યાજબી દ૨ે વેચાણ ક૨ી ૨હયા છે તે સ૨ાહનીય છે અને આવી સુંદ૨ કામગી૨ી સમાજના દ૨ેક વર્ગના આગેવાનોએ પ્રશંસા ક૨ેલ છે અને તેમના ત૨ફથી અમ૨ેલી નાગિ૨ક સહકા૨ી બેંક લી.ના ડિ૨ેકટ૨શ્રી પી.પી.સોજીત્રાને બિ૨દાવેલ છે.
આ તકે અમ૨ેલી નાગિ૨ક સહકા૨ી બેંક લી. ના ડિ૨ેકટ૨ શ્રી પી.પી.સોજીત્રાએ જણાવેલ છે કે ચોપડાની સંખ્યા ૧,પ૦,૦૦૦ હોય જેથી વ્હેલા તે પહેલાના ધો૨ણે સ્ટોક હશે ત્યાં સુધી ચોપડાઓ વિત૨ીત ક૨વામાં આવશે જેની નોંધ જાહે૨ જનતા લે તેવો અનુ૨ોધ ક૨ેલ છે.


46 દિવસ પછી આજથી અમરેલીની બજારો ખુલશે

અમરેલી,અમરેલીમાં જિલ્લામાં દુકાનો ખોલવા માટે અપાયેલ માર્ગદર્શન અનુસાર ઘણી જગ્યાએ આજે દુકાનો ખુલી ગઇ હતી પણ અમરેલી શહેરે સોમવારે કોરોનાને રોકવા માટે આખા ગુજરાતમાં સર્વ પ્રથમ પહેલ કરી અને ઓડ ઇવન સિસ્ટમ લાગુ કરી છે જેમાં દુકાનોને એક અને બે નંબર અપાયા છે જેમાં એકી તારીખમાં એક નંબરની દુકાન અને બેકી તારીખમાં બે નંબરની દુકાનો ખુલ્લી રહેશે.
અમરેલી વેપારી મહામંડળ દ્વારા એકી અને બેકી સંખ્યાના 4000 ઉપરાંતની દુકાનો ઉપર ગણતરીના કલાકોમાં સ્ટીકર લગાડવામાં આવ્યા હતા અને સોમવારે દુકાનો નથી ખોલવાની તેવી રીક્ષા ફેરવવાની પણ મંજુરી તંત્રએ તાકીદે આપી અને સરકારી તંત્રને મદદરૂપ થતા અમરેલીના વેપારીઓને સરકારી તંત્રએ અભિનંદન આપ્યાં હતા તા.21 માર્ચ અને શનિવારથી બંધ થયેલી અમરેલી શહેરની બજારો 46 દિવસ બાદ ખુલનાર છે જો કે તેમાં પાન માવા, ખાણી-પીણીના લારી ગલ્લા જેવી પ્રતિબંધીત વસ્તુઓ સિવાયની તમામ દુકાનો ખુલી જશે.
અમરેલીમાં ફરસાણ મીઠાઇના વેપારીઓએ જુના માલનો નિકાલ કર્યાની પાલીકા પાસે ખરાઇ કરીને જ વેચાણ કરવાનુ રહેશે તથા અમરેલી


05-05-2020


error: Content is protected !!