Main Menu

Saturday, May 9th, 2020

 

અમરેલીમાં કોરોના વોરીયર્સનું સન્માન કરતુ સદભાવના ગૃપ

અમરેલી,અમરેલીમાં સદ્દભાવના ગૃપ દ્વારા કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમરેલીમાં લોકડાઉન દરમિયાન શહેરના સદાબહાર એવા ચાંદનીચોકના સદભાવના ગૃપની અનોખી કામગીરી શ્રી અજીજભાઇ ગોરી તથા પાલીકા સદસ્ય શ્રી નવાબ ગોરીના નેતૃત્વમાં ચાલી રહી છે સદભાવના ગૃપ દ્વારા અમરેલીમાં કોરોના વોરીયર્સનું સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સદભાવના ગૃપના શ્રી અજીજભાઇ ગોરી દ્વારા લોકડાઉનનો ભંગ કરનારને સમજાવી નિયમોનું પાલન કરાવવું તથા રોગ પ્રતિકારક દવાઓ અને ઉકાળાનું વિતરણ અને સ્વચ્છતા માટે ડીડીટીનો છંટકાવ કરવામાં આવે છે સદભાવના ગૃપ દ્વારા પોલીસ, આરોગ્ય કર્મચારીઓ, ડો. કાનાબાર, શ્રી સોજીત્રા તથા કોરોનાથી લોકોને સતત માહિતગાર રાખનાર અવધ ટાઇમ્સના તંત્રી શ્રી ભરતભાઇ ચૌહાણનું સન્માન કરવામાં આવ્યું હતુ.


અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની મહેનત ફળી : 14 દિવસનો પ્રશ્ર્ન હલ થયો

અમરેલી,કોરોનાની આપતિના વખતે હજારોની સંખ્યામાં રોડ ઉપર રહેલા લોકોને ચા પાણી નાસ્તાની સુવિધા પહોંચાડવા માટે અમરેલી જિલ્લાના ચાવંડ, હીરાણા, દેરડી જેવા ગામોએ માનવતા મહેકાવી અને આંગણે આવેલા વતનીઓને હેતથી આવકાર્યા છે પણ તેની સાથે સાથે અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયાની મહેનત પણ ફળી છે. અગાઉ આવનારા તમામને 14 દિવસ સુધી સરકારી કવોરન્ટાઇમાં રાખવાનો નિર્ણય કરાયો હતો તે પ્રશ્ર્ન હલ થયો છે.
શ્રી અશ્ર્વિન સાવલીયાએ શ્રી રૂપાણી, શ્રી રૂપાલા, શ્રી સંઘાણી, સાંસદશ્રી કાછડીયા અને કલેકટરશ્રીને કરેલી રજુઆતને પગલે જે તે ગામના લોકોની સરપંચોને જવાબદારી સોપવામાં આવી છે અને હવે સુરતથી આવનારા લોકોને 14 દિવસને બદલે માત્ર 14 કલાકમાં જ સરકારી કવોરન્ટાઇન સેન્ટરમાં ચકાસણી કરી ઘેર પહોંચી શકાશે.


અમરેલીના ખેડુત તાલીમ ભવનમાં એસપી દોડી ગયાં

અમરેલી,અમરેલીના લીલીયા રોડ ઉપર આવેલા ખેડુત તાલીમ ભવનમાં સાડા ચારસો લોકો માટે સરકારી કવોરન્ટાઇન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.
તેમાં સુરતથી આવેલા લોકોની મેડીકલ ચકાસણી પુરી થતાં નજીકના ગામના સરપંચ અને અમરેલીના રાજકીય આગેવાને આમની ચકાસણી થઇ ગઇ હોય તેમને જવા દેવા માટે માથાકુટ કરતા અને સેન્ટરમાં ગરમા ગરમી થયાની ખબર મળતા એસપીશ્રી નિર્લિપ્ત રાય ત્યાં દોડી ગયા હતા કાયદાનું પાલન કરવા તેમણે સુચના આપી પોતાની ઢબે મામલો થાળે પાડી દીધો હતો.


અમરેલીમાં પ્રવેશવુ હોય તો નિયમો પાળજો : અમરેલી કલેકટરશ્રી ઓક

અમરેલી,ગ્રીન ઝોન રહેલા અમરેલી જિલ્લામાં ભારત સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન સામે આવ્યું હોય હવે બહારના વિસ્તારોમાંથી જો અમરેલીમાં પ્રવેશવુ હોય તો નિયમો પાળજો તેમ અમરેલી કલેકટરશ્રી આયુષ કુમાર ઓકએ લોકોને અપીલ કરી છે તેમણે જણાવ્યુ હતુ કે લોકો પરમીટ મેળવવા માટે ખોટી માહિતી આપે છે તેવુ સામે આવ્યુ છે અને બિમારીની વિગતો પણ છુપાવે છે જેનાથી કોઇ સંક્રમીત આવી જાય તેવી શકયતા પણ રહેલી છે.કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે ભારત સરકારની ગાઇડલાઇન પ્રમાણે કોઇ પણ ઝોનમાં ગંભીર બિમારી હદય રોગ, બીપી, કેન્સર, ડાયાબીટીશના દર્દી તથા 10 વર્ષની ઉમર સુધીના બાળક, 65 વર્ષની ઉપરની વયના વૃધ્ધ અને સગર્ભા બહેનોને ઘર બહાર નીકળવાની જ અનિવાર્ય સંજોગો સિવાય સદંતર મનાઇ છે આમ છતા અમરેલી જિલ્લામાં ખોટી પરમીટોથી વૃધ્ધો બાળકો અને સગર્ભાઓ મંજુરી મેળવી લેવાય છે.


ચાવંડ ચેકપોસ્ટ પાસે હજારો લોકો રોડ ઉપર : બસના થપ્પા લાગ્યાં

અમરેલી,સુરતથી એક સાથે અપાયેલી પરમીટો અને એક સાથે ઉપડેલી બસોને કારણે ચાવંડ ચેકપોસ્ટ ઉપર અંધાધ્ાુંધીનો માહોલ સર્જાયો હતો સ્ક્રીનીંગ અને રજીસ્ટ્રેશનની ચકાસણીની પ્રક્રિયા વ્યવસ્થિત ચાલી હતી પરંતુ એક સાથે ખડકાઇ ગયેલી 200 થી 300 જેટલી બસોને કારણે લોકોને ચેકપોસ્ટ પાર કરવામાં 10 થી 12 કલાક લાગતા ચાવંડ ચેકપોસ્ટ પાસે હજારો લોકો રોડ ઉપર તડકામાં સેકાયા હતા અને એસટી તથા ખાનગી બસના થપ્પા લાગ્યાં હતા.
ગઇ કાલે રાતથી એક સાથે અનેક બસો આવતા અને એક સાથે હજારોની સંખ્યામાં આવેલા લોકોનું રજીસ્ટ્રેશન અને આરોગ્યની ચકાસણીના સ્ક્રીનીંગમાં થતાં સમયને કારણે ધોમ ધખતા તાપમાં લોકો ભુખ્યા તરસ્યાં હેરાન થયાં હતા 10 થી 12 કલાકે લોકોનો ચેકીંગમાં વારો આવતા સુરત અને અમરેલી વચ્ચેેના સરકારી તંત્રના સંકલનના અભાવે વતનમાં આવતા લોકો ભારે મુસીબતમાં મુકાયા હતા સુરતથી છેલ્લા 48 કલાકમાં 434 બસો અમરેલી માટે ઉપડી હતી માત્ર આજે શુક્રવારે સવારથી રાત સુધીમાં 252 બસોના 8 હજાર જેટલા લોકોને પ્રવેશ અપાયો આ ઉપરાંત 100 જેટલા ફોરવ્હીલને પણ સ્ક્રીનીંગ કરી પ્રવેશ અપાયો હતો અને રાત્રીના હજુ પણ 6 હજાર લોકો રોડ ઉપર વેઇટીંગમાં હોવાનું જાણવા મળેલ છે એસટી અને પ્રાઇવેટ બસની લાંબી કતારો લાગી છે ચેકપોસ્ટ ઉપર પીવાના પાણીની સગવડતા કરાઇ હતી પરંતુ ચેકપોસ્ટ સુધી પહોંચવામાં લોકોએ 12-12 કલાક સુધી તડકામાં સેકાવુ પડયુ હતુ અને ખુબ જ કફોડી હાલતમાં મુકાવુ પડયુ હતુ.


09-05-2020


error: Content is protected !!