Main Menu

Tuesday, May 12th, 2020

 

અમર ડેરીનું છાશ વિતરણ ત્રીજા દિવસે પણ અવિરત શરૂ

અમરેલી,કોરોના થી ફેલાયેલી મહામારી મા બચવા અમરેલી જિલ્લાના પેટિયું રળવા ગયેલા વતન ના રતન ને પરત લાવવા ગુજરાતની વિજયભાઈ રૂપાણીને સંવેદનશીલ સરકાર એ પરવાનગી આપતા હજારોની સંખ્યામાં લોકો વતનમાં પરત ફરી રહ્યા છે સમગ્ર રાજ્યમાં એકમાત્ર અમરેલી જીલ્લો કોરોના મુક્ત છે ત્યારે હંમેશા જ્યારે જરૂર પડી ત્યારે સુરત અમદાવાદના લોકોએ ગામડાની બેઠું કરવા સહકાર આપ્યો છે એવા સમયે આ મહામારીમાં વતનમાં પરત ફરી રહેલા લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે એવું આયોજન અને વ્યવસ્થા કરવાનું કામ અમરેલી જિલ્લાના પનોતા પુત્ર કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા તેમજ નાફસ્કોબ ના ચેરમેન સહકારી આગેવાન દિલીપભાઈ સંઘાણી સુચના આપી હતી અને તે અનુસંધાને ટીમ સહકાર અને ટીમ ભાજપ દ્વારા સતત એક વ્યક્તિને ફુડ પેકેટ પાણી અને છાશ મળી રહે તે અંગેની સુંદર વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે આજે ત્રીજા દિવસે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી હકુભા જાડેજા હા સેવાના સહભાગીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે પ્રવાસીઓને છાશ પાણી તેમજ ફૂડ પેકેટ વિતરિત કરવામાં આવ્યા હતા. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઇ સાવલીયા ,જિલ્લા ભાજપના મહામંત્રી કૌશિકભાઇ વેકરીયા, સ્થાનિક આગેવાન આહિર સમાજના અગ્રણી જીતુભાઈ ડેર, અમર ડેરીના ડાયરેક્ટર ભાવનાબેન ગોંડલીયા, ભુપેન્દ્રભાઈ બસિયા, જે વી કાકડિયા ,તુષારભાઈ જોશી, ઘનશ્યામભાઈ ત્રાપસીયા, જેન્તી ભાઈ પાનસુરીયા ,જગદીશ ભાઈ નાકરાણી, ભરતભાઈ સુતરીયા ,વેપારી મહામંડળના સંજયભાઈ ,ગીરીશભાઈ, ચતુરભાઈ, ચંદુભાઈ રમાણી ,ડેની રામાણી ,કિરીટભાઈ વામજા, સંજયભાઈ રામાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 10000 જેટલા છાશ ના પાઉચ પાણી બોટલ તેમજ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું આ તકે ઉલ્લેખનીય છે કે… અમર ડેરી દ્વારા દરરોજ 10000 છાશ ના પાઉચ વિતરણ કરવામાં આવે છે જીતુભાઈ દ્વારા સ્થાનિક સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કૌશિકભાઇ વેકરીયા દ્વારા ફુડ પેકેટ અને પાણીની વ્યવસ્થા કરી સમગ્ર ટીમ દ્વારા લોકોને જિલ્લામાં સ્વાગત કરવામાં આવે છે સાથે સાથે સ્વચ્છતા જાળવવા તેમજ પોતાના સ્વાસ્થ્ય માટે માસ્ક નો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી.


અમરેલી જિલ્લામાં 40 હજાર હમવતનીઓનું આગમન

અમરેલી, અમરેલી જિલ્લામાં સુરતથી લોકોનો અવિરત પ્રવાહ શરૂ છે અને બસોની લાઇના લાગવાની અને સુરતથી બસો ઉપડવાનું સતત ચાલુ છે જિલ્લામાં આવવા માટે ચેકપોસ્ટ વધારાતા આવનારા લોકોની મુશ્કેલી ઘટી છે અને સોમવાર સુધીમાં સુરતથી અમરેલી જિલ્લામાં 40 હજારથી વધારે લોકો આવ્યા છે.
સુરતમાં સાતમીએથી અમરેલી આવવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ થયો હતો અને જેણે જેણે સંસ્થાઓ દ્વારા ફોર્મ ભર્યા તેને પરમીટ મળી જતા તે દેશમાં આવી ગયા છે અને આવી રહયા છે.
પણ તા. સાતમીએ ઉધના,અડાજણ અને સેન્ટ્રલ ડેપોમાં આવીને લાઇન લગાવી ફોર્મ ભરનારા ના ફોર્મ કલેકટર કચેરીમાં પડયા રહેતા 50 ટકા લોકો રખડી ગયા હોવાનું સુરતથી ઉતારુઓએ અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ.
રાત્રે સુરતમાં બસો મેળવવા માટે લોકોની કતારો લાગી છે અમરેલીથી તંત્રએ વ્યવસ્થા જાળવવા માટે સુરત તંત્ર સાથે સંકલન કર્યુ છે અને જિલ્લા આરોગ્ય તંત્રએ 40 હજાર લોકોનું સ્ક્રીનીંગ કર્યુ હોવાનું ડૉ. અરૂણસીંઘે જણાવ્યું છે. દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર તા.11મીએ 8379 લોકોને 10 ચેકપોસ્ટ ઉપર સ્ક્રિનનીંગ કરાયા


12-05-2020


error: Content is protected !!