Main Menu

Saturday, May 16th, 2020

 

ભોરીંગડા ચેકપોસ્ટ ખાતે ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા સેવાયજ્ઞ

અમરેલી, સતત સાતમાં દિવસે પણ સાવરકુંડલા -લીલીયા મતવિસ્તાર ના ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા કોરોના મહામારી ના કારણે માદરે વતન પરત ફરી રહેલ લોકો માટે લીલીયા તાલુકા ના ભોરિંગડા ગામે ચેકપોસ્ટ સતત 6 ઠ્ઠા દિવસે પણ બહાર થી આવતા લોકો ને જમવાનું, ઠંડાપાણી અને આરામ તેમજ નાના બાળકો માટે ઘોડિયાઘર માટે ની તમામ વ્યવસ્થા કરી પોતાની ફરજ અને પ્રતિનિધિત્વ નિભાવતા ધારાસભ્ય શ્રી ધ્વરા વહીવટી તંત્ર ની સાથે રહીને લીલીયા તાલુકાના ભોરિંગડા ચેકપોસ્ટ વ્યવસ્થા અવરિત પણે શરુ છે જેમાં રોજ રોજે ના 6000 થી વધુ લોકો ભોરિંગડા ચેકપોસ્ટ પર આવી રહ્યા છે તેઓને તમામ પ્રકાર ની સુવિધા ઠંડા પીણા, સરબત, જમણવાર, તેમજ નાસ્તા, અને છાંયડા ની વ્યવસ્થા ધારાસભ્ય શ્રી તરફથી સ્વંખર્ચે કરવામાં આવી છે,. તેમજ આ ચેક પોસ્ટ પર સતત ધારાસભ્ય શ્રીની નિગરાની હેઠળ તમામ સુવિધાઓ મળી રહે અને કોઈ મુસાફરો હેરાન નથાય તેમની તમામ દેખરેખ રાખીને પોતે ખડાપગે લોકોની સેવા અર્થે સવારના 7-00 થી સાંજ ના 7-00 સુધી ચેકપોસ્ટ પર હાજર રહીને વહીવટતંત્ર, આરોગ્યતંત્ર, સાથે સતત સંપર્ક માં રહીને લોકો ને પ્રત્યે ની વતનપ્રેમ હમદર્દી દાખવી ને સ્કેનિંગ તથા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે જેમાં તમામ સોશ્યલ ડિસ્ટન્નટ નું પાલન કરવામાં આવી રહ્યું છે અને લોકો ને તમામ પ્રકાર ની વ્યવસ્થા કરવામાં આવી રહેલ છે, અને લોકો સતત સાતમાં દિવસે પણ ભારે ઘસારો જોવા મળ્યો છે, અને ભોરિંગડા ચેક પર આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા વતન આવી રહેલ લોકોને અભિવાદન કરીને પોતાનો વતનપ્રેમ અને પોતાની કર્તવ્યનિષ્ઠા અને ફરજ સમજીને પ્રતિનિધિત્વ નિભાવી રહ્યા છે ત્યારે લોકો ના કપરા સમયે સાથ સહકાર આપીને લોકોની સતત નિસ્વાર્થભાવે સેવા ની કામગીરી કરતા માદરેવતન આવી રહેલ મહેમાનો લોકો આશ્રયચકિત થઈ ઉઠ્યા અને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત ની માનવધર્મ અને સદાવ્રત સેવા ને બિરદાવાવમાં આવી રહ્યા છે, ત્યારે ધારાસભ્ય શ્રી દ્વારા પોતાની ફરજ અને પ્રતિનિધિત્વ કરીરહ્યાં છે.


અમરેલીમાં ડો. વિજય વાળા 14 દિવસ અવિરત કોરોનાની સારવાર આપશે

અમરેલી,અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપનાર ડોકટરની હાલત પડકારજનક અને સાચા અર્થમાં યોધ્ધા જેવી થવાની છે અમરેલીમાં કોરોનાની સારવાર આપી રહેલ એમડી ડો. વિજય વાળા કોરોનાનો પ્રથમ કેસ આવ્યો ત્યારથી 14 દિવસ અવિરત કોરોનાની સારવાર આપશે અને રહેવાનું પણ હોસ્પિટલ કેમ્પસમાં જ રહેશે અને દર્દીને 14 દિવસની સારવાર આપ્યા પછી તેની જગ્યાએ બીજા ડોકટરની નિમણુંક અપાશે અને ત્યાર પછીના 14 દિવસ માટે તેમને કવોરન્ટાઇન આવશે તે પણ તેમણે હોસ્પિટલ કેમ્પસમાં જ ગાળવુ પડશે એટલે 28 દિવસ સુધી તે બહાર નહી નીકળે અને 29માં દિવસથી પાછા કોરોના વોર્ડમાં જો દર્દી આવ્યા હોય તો વોર્ડનો ચાર્જ લઇ પાછી સારવાર શરૂ કરશે.


અમરેલી જિલ્લામાં કપાસ મગફળીનું બિયારણ આપો : શ્રી સાવલીયા

અમરેલી, અમરેલી જિલ્લામાં લોકડાઉનને કારણે ખેડુતોને કપાસ અને મગફળીનું બીયારણ આપવા અને સબસીડી આપવા કેન્દીય કૃષિ મંત્રી શ્રી રૂપાલાને પત્ર પાઠવી અમર ડેરીનાં ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયાએ રજુઆત કરી છે.
કોવિડ 19 મહામારીના કારણે ઘના લાંબા સમયથી એગ્રો સેન્ટરો તથા બજારો સદંતર બંધ હોવાથી ખેડુતોના ખેતીપાકના બિયારણો મેળવવામાં ખુબ મુશ્કેલીઓ પડતી હોય તેવા સંજોગોમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા ખેડુત, પશુપાલન અને તમામ લઘુ ઉદ્યોગો પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન મુજબ આપણો દેશ સ્વનિર્ભર બને તે માટેની સૌથી વધ્ાુ ક્ષમતા ખેડુત, કિસાનો અને પુશપાલકમાં રહેલી છે.
તેવા સંજોગોને ધ્યાને લઇ નજીકના દિવસોમાં ચોમાસુ બેસતુ હોય અને ખેડુતો પાસે સતત લોકડાઉન રેવાના કારણે બિયારણની કોઇ વ્યવસ્થા ના હોય તેમજ આ સાલ ખેડુતો મોટા ભાગે મગફળીનું વાવેતર કરવા ઇચ્છા ધરાવતા હોય તેવા સંજોગોમાં તાત્કાલીક ધોરણે મગફળી અને કપાસના બિયારણના ખાસ સબસીડીનું પેકેજ આપી સત્વરે ખેડુતોને ખેતી પાકોના બિયારણ ઉપ્લબ્ધ કરાવવા અશ્ર્વિનભાઇ સાવલીયાએ રજુઆત કર્યાનું જણાવ્યુ છે.


અમરેલી જિલ્લામાં હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોને બહાર ન નીકળવા અપીલ કરતા કલેકટરશ્રી આયુષકુમાર ઓક

અમરેલી,અમરેલી જિલ્લામાં રોજે રોજ હજારોની સંખ્યામાં પ્રવેશી રહેલા હમ વતનીઓને હોમ કવોરન્ટાઇનની સુચનાનું પુરૂ પાલન કરવા કલેકટરશ્રી દ્વારા વિનંતી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં હોમ કવોરન્ટાઇન કરાયેલા લોકોને બહાર ન નીકળવા અપીલ કરતા કલેકટરશ્રી આયુષ ઓકએ અન્યોની જિંદગીને જોખમમાં મુકનારાઓની સામે કરાયેલી કાર્યવાહીની તસ્વીર સાથે ટ્વીટ કરી અને ઘરથી બહાર નીકળનાર સામે પગલા લેવા ચેતવણી આપી હતી.


જિલ્લામાં કવોરન્ટાઇનનો ભંગ કરનાર 56 સામે એફઆઇઆર

અમરેલી,અમરેલી જિલ્લામાં પ્રવેશી રહેલા લોકોને અન્યોની અને તેમની જિંદગી જોખમમાં ન મુકાય તે માટે સરકાર દ્વારા હોમ કવોરન્ટાઇનની સુચનાનું પાલન કરવા અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ચેતવણી આપવામાં આવી હતી અને આવા લોકોની તસ્વીરો પાડી પોલીસને મોકલવા કરેલી અપીલને પગલે ઘરની બહાર નીકળી બીજાને જોખમમાં મુકનારા 56 લોકો સામે 45 ગુનાઓ અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવ્યા હતા જિલ્લાના ચલાલા, વડિયા, લીલીયા, લાઠી, વંડા, બાબરા, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, ડુંગર, જાફરાબાદ, અમરેલી શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં આસપાસના લોકો દ્વારા પણ જાગૃતી દાખવી હાથમાં સિક્કો હોવા છતા બહાર નીકળી રહેલા લોકો અંગે માહિતી અપાતા પોલીસે આવા નમુનાઓને શોધી અને તેની ઉપર ગુના દાખલ કર્યા છે.બીજી તરફ એસપીશ્રીએ પણ હોમ કવોરન્ટાઇન કરેલા લોકોને માટે એક નવી સુવિધા સાથે સુચન કર્યુ હતુ કે તેઓ પોલીસ દ્વારા મુકાયેલી લોકમિત્ર એપ્લીકેશન ડાઉનલોડ કરી કવોરન્ટાઇન કરેલ વ્યક્તિએ આ એપ્લીકેશનમાં કવોરન્ટાઇન ટ્રેકર ઉપર ચેક કરવાનુ અને ચેકપોસ્ટ ઉપર આપેલ મોબાઇલ નંબર એન્ટર કરી વેરીફાઇ કરવુ ત્યાર બાદ મોબાઇલ નંબરથી જોડાયેલ આખા પરિવારની માહિતી ઓપન થઇ જશે અને તેમાં નામ સામે ફોટા અપલોડ કરવા જણાવ્યુ છે જેનાથી કવોરન્ટાઇન વ્યક્તિને તંત્ર મદદરૂપ થઇ શકે અને તે પણ બહાર નીકળે તો તેની પણ તંત્રને જાણ થઇ શકે.


16-05-2020


error: Content is protected !!