Main Menu

Wednesday, May 20th, 2020

 

વિજપડીની તબીબ યુવતીનો કોરોના સામે જંગ

વિજપડી,વિજપડીના મનોજભાઇ સેજપાલની ભત્રીજી ડો. નીધી જયેશભાઇ સેજપાલ જે હાલ બી જે. મેડીકલ કોલેજ અમદાવાદમાં એમડીએનએ સ્થેસ્યોલોજી ના બીજા વર્ષમાં રેસીડેન્શીપ કરે છે તેમને હાલ 1200 બેડ કોવિડ હોસ્પિલમાં છેલ્લા એક અઠવાડિયાથી ફરજ સોંપી છે તેથી ડો. નીધી સેજપાલ સેવા આપી રહયા છે. કોરોના સામેના જંગમાં અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.


હવે અમરેલી જિલ્લાની સરહદે કોરોના સામે શ્રી આયુષ ઓક અને શ્રી નિર્લિપ્ત રાયનો જાપ્તો નહી હોય

અમરેલી,16 લાખની વસ્તી ધરાવતા અમરેલી જિલ્લાને આજ સુધી અભેદ કિલ્લા જેવો રાખવામાં રાત દિવસ જોયા વગર સતત દોડનારા અમરેલીના રીયલ હીરો કલેકટરશ્રી આયુષ ઓક અને એસપીશ્રી નિર્લિપ્ત રાય હવે કોરોના સામે નહી ઉભા હોય સરકારના નિર્ણયે તેમને સાઇડમાં કરી દીધા છે તેમણે હવેથી કોરોનાગ્રસ્તોને બચાવવાની અને સંક્રમિત થતા અટકાવવાની લડાઇ લડવાની રહેશે,નહી કે જિલ્લામાં આવતા કોરોનાને રોકવાની.
જ્યાં સુધી આ બંને અધિકારીઓનું નિયંત્રણ હતુ ત્યાં સુધી કોરોના અમરેલી જિલ્લામાં આવી શક્યો ન હતો અને સરકારે બહારથી આવવાની છુટ આપતા સુરતથી કોરોનાના બે કેસ આવ્યા હતા તેમ છતા તેમણે અગમચેતીથી ઓળખી દવાખાને મોકલી બીજાને સંક્રમીત થતા અટકાવ્યા હતા પણ હવે આખુ ગુજરાત ખુલ્લુ છે કંટેનમેન્ટ એરીયાને સરકારે સીલ કર્યો છે પણ બહાર નીકળી ગયેલા અને જેનો કોરોના હજી ડીટેક્ટ નથી થયો તે હાહાકાર મચાવવાના છે અને અમરેલી પણ કમનસીબે આમાંથી બાકાત નહી હોય તે પણ વાસ્તવીકતા છે આવા સમયે કોરોનાથી એ જ બચી શકશે કે જે દરેક વ્યક્તિને કોરોનાગ્રસ્ત સમજી અને જ્યાં સુધી તેનો કોઇ તોડ ન થાય ત્યાં સુધી સ્વયં જાગૃતિ રાખે.


અમરેલીનાં રેવન્યુ વિભાગમાં આવી રહયાં છે મોટા ફેરફારો

અમરેલી,અમરેલીનાં રેવન્યું વિભાગમાં બઢતી સાથે બદલીઓનાં મોટા ફેરફાર આવી રહ્યાં છે. છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લોકડાઉન દરમિયાન સરકારી કચેરીઓના ખોરંભે પડેલા અને સ્થગીત થઇ ગયેલા કામકાજોને પુર્વવત કરવા સરકાર દ્વારા પ્રયાસો કરાઇ રહયા છે ત્યારે રાજ્યમાં 800 જેટલા રેવન્યુ વિભાગનાં કલાર્કને નાયબ મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા છે અને તેમાં અમરેલી જિલ્લા રેવન્યુ વિભાગના પણ 33 કલાર્કનો સમાવેશ થતો હોય આ 33 કલાર્કને પ્રમોશન આપીને નિમણુંકો અપાશે ત્યારે હાલના સેટઅપમાં મોટા પાયે ફેરફારો થનાર હોવાનું જાણવા મળેલ છે.


અમરેલી જિલ્લામાં આજથી એસટી ડેપોથી ડેપો દોડશે : શ્રી ચારોલા

અમરેલી,નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલે જાહેરાત કર્યા મુજબ બહારના જિલ્લામાં આવવા જવા માટે હવે મંજુરીની જરૂર નહી રહે અને કોરોના મહામારીના કારણે લોકડાઉન હોવાથી લાંબો સમય એસટી બસો બંધ રહયા બાદ આજે સવારના 8 વાગ્યાથી ફરી રસ્તાઓ ઉપર એસટી બસો ચાલતી જોવા મળશે.હાલના તબક્કે ઉપરથી મળેલી સુચના મુજબ અમરેલી ડેપોથી જિલ્લાના બીજા ડેપોમાં બસો જશે ગામડાઓમાં નહી જાય જિલ્લાના 7 ડેપોમાંથી ડેપો પુરતી જ બસ સવારના 8 થી સાંજના 6 સુધી દોડશે.બહારના જિલ્લામાં બોટાદથી અમરેલી અને અમરેલીથી વેરાવળ વાયા ઉના, કોડીનારનો સમાવેશ કરવામાં આવેલ છે. બસમાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે બસની કેપેસીટી કરતા 60 ટકા પેસેન્જરોનો સમાવેશ કરવામાં આવશે ડેપો પરથી બેસતા પેસેન્જરોનું સ્ક્રીનીંગ કરવામાં આવશે તેમજ બસમાં મુસાફરી કરનાર દરેક મુસાફરોને માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને પ્રારંભીક તબક્કે 48 શેડયુલ બનાવવામાં આવ્યા છે અને અંદાજિત 180 જેટલી ટ્રીપ દોડશે તેમ અમરેલી વિભાગીય નિયામકશ્રી ચારોલાએ જણાવ્યું હતુ. દરમિયાન જાણવા મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ગામડાઓના દોઢ સો જેટલા પોઇન્ટો ઉપરની આડસો હટાવી લેવાશે અને ચેકપોસ્ટ ઉપર સુરત અમદાવાદથી આવનારનું સ્ક્રીનીંગ કરવામાં આવશે.


અમરેલી જિલ્લામાં પાન-બીડીની દુકાનો ગુરૂવારે ખુલશે

અમરેલી,સુરતથી દોઢ લાખ ઉપરાંત લોકો દેશમાં આવ્યા પછી 20 રૂપીયાની બીડીની જુડી 80 માંથી 120એ પહોંચી ગઇ હતી અને પાન- માવા બીડીના બંધાણીઓ માલની અછત અને કાળાબજારથી ત્રાહીમામ પોકારી ઉઠયા હતા પરંતુ આજથી દુકાનો ખોલવાના સમાચારથી બંધાણીઓએ દોટ મુકી હતી પણ અપુરતો સ્ટોક અને સોશ્યલ ડીસ્ટન્સના અભાવે દુકાનદારો ઉપર ગુનાઓ દાખલ થયા હતા અને અરાજકતા સર્જાતા ખુલેલી દુકાનો બંધ કરી દેવામાં આવી હતી દરમિયાન અમરેલી વેપારી મહામંડળ અને પાન બીડી એસો.એ જણાવ્યુ છે કે અમરેલી જિલ્લામાં પાન-બીડીની દુકાનો ગુરૂવારથી ખુલશે.
આજે સવારના અમરેલીમાં પાન બીડીના એક વેપારીએ દુકાન ખોલતા જેમ મુંબઇમાં દારૂની દુકાનમાં લાઇન લાગી હતી તેવી કતાર લાગતા દુકાનદાર ઉપર સોશ્યલ ડીસ્ટન્સીંગના ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આવી જ હાલત રાજુલા સાવરકુંડલામાં થતાં દુકાનો બંધ કરાઇ હતી અને અમરેલીમાં પ્રાંત અધિકારીશ્રી ઉંધાડના માર્ગદર્શન હેઠળ બેઠક મળી હતી જેમાં અમરેલીમાં પાન-બીડીના વેપારીઓને ગ્રીન કોડેડ એકી બેકી સંખ્યાના સ્ટીકર અપાશે તથા હોલસેલરો પાસે પુરતો માલ ન હોવાથી ખરીદીમાં ગુરૂવારે બઘડાટી બોલવાની શક્યતા હોય વેપારીઓ દ્વારા હોલસેલરને ત્યાં અમરેલી શહેરના દુકાનદારોની લાઇનો લાગે તેની વ્યવસ્થા કરવા અને સોશ્યલ ડીસ્ટન્સીંગની સહિતની કાળજી રાખી આજે બુધવારે સ્ટીકરો લગાડવાની કામગીરી કરવામાં આવશે.અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ શ્રી સંજયભાઇ વણજારા હોલસેલરના જયુભાઇ ચૌહાણ, પાન બીડી એસોસીએશનના રણજીતભાઇ ડેર, હસુભાઇ ડોબરીયા, પોપટલાલ કાશ્મીરા, મનીષભાઇ માવદીયા, ચકાભાઇ ભેળવાળા, અરજણભાઇ શિંગાળા, મેહુલભાઇ માખેચા, ભાવેશભાઇ પડસાલાએ વેપારની વ્યુહરચના ઘડી કાઢી છે અને પાન બીડીના દુકાનદારોને સ્ટીકર મેળવવામાં કોઇ તકલીફ થાય તો રણજીતભાઇ ડેર મો.નં.94261 84550 તથા હસુભાઇ ડોબરીયા મો.નં. 99794 49551 નો સંપર્ક કરવા રણજીતભાઇ ડેરએ જણાવ્યુ છે આ ઉપરાંત અમરેલીમાં ચા,ખાણીપીણીની દુકાનને છુટ અપાઇ છે પણ લારી અને કેબીનોને છુટ નથી અપાઇ દુકાનદારોએ પણ નગરપાલીકામાં જાણ કરી તેની દુકાન સેનેટાઇઝ કરી મંજુરી લઇને વેપાર શરૂ કરી શકાશે.

 


20-05-2020


error: Content is protected !!