Main Menu

Friday, May 22nd, 2020

 

મુંબઇથી હમવતનીઓ સાથેની ટ્રેન રેક ખાલી ન હોવાને કારણે વિલંબમાં પડી

અમરેલી,સુરતથી જે હમવતનીઓ એસટી અને ખાનગી બસો ભરી ભરીને આવ્યા તેવી જ રીતે મુંબઇથી અમરેલી જિલ્લાના વતની લોકોને ભરીને આવનારી ટ્રેન આજે ગુરૂવારે રાત્રીના મુંબઇથી ઉપડે તેવી શક્યતા હતી પરંતુ રેલ્વે તંત્ર પાસે રેક ખાલી ન હોવાને કારણે તે વિલંબમાં પડી છે અને આજે શુક્ર અથવા શનિવારે ઉપડે તેવી શક્યતા સુત્રોએ દર્શાવી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર મુંબઇના બોરીવલીથી સાવરકુંડલા આવનાર ટ્રેનમાં 1659 લોકોનું બુકીંગ થયુ હતુ પરંતુ તે ઘટીને 1321 સુધીનું થઇ ગયુ હતુ અને ટ્રેનની ક્ષમતા 1600 થી વધારે તો નથી જ હાલના તબક્કે યુપી, બિહાર સહિતના અન્ય રાજ્યોમાં રેલ્વેએ રેક ફાળવી હોય બોરીવલીથી સાવરકુંડલાની સ્પેશ્યલ ટ્રેન વિલંબમાં પડી છે પરંતુ તે આવવાની છે તે ચોક્કસ છે જેના કારણે સરકારી તંત્ર દ્વારા આવનાર ઉતારૂઓની મેડીકલ ચકાસણી સહિતની વિધીઓ પતાવી તેને થાળે પાડવા તૈયારીઓ શરૂ કરાઇ છે અને સાવરકુંડલામાં ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઇ વ્યવસ્થાઓ ચકાસી હતી.


અમરેલી જિલ્લામાં આ વખતે શીંગનું વાવેતર વધવાના સંકેત

અમરેલી,

આ વખતે ઓછા ભાવ અને ગુલાબી ઇયળના ઉપદ્રવથી નબળી ગુણવતાને કારણે મોટાભાગના ખેડુતના ઘેર કપાસ વેંચાયા વગરનો પડયો રહયો છે તેવા સમયે ઓણ સાલ અમરેલી જિલ્લામાં શીંગનું વાવેતર વધવાના સંકેત મળી રહયા છે.
હાલમાં અમરેલી જિલ્લામાં સીસીઆઇની ખરીદીથી ખેડુત પુરો સંતૃષ્ઠ નથી એક તો પુરો કપાસ ખરીદાતો નથી અને અઠવાડીયામાં માત્ર બે જ દિવસ ખરીદી થાય છે જયારે ખુલ્લ બજારમાં પુરા ભાવ મળતા નથી માત્ર સાડા પાંચસો થી છસો ભાવ આવે છે. ગયા વખતે આવેલી ગુલાબી ઇયળે પાક બગાડયો હતો અને ઇયળને મારી શકે તેવી કોઇ દવા ન હોવાને કારણે મોંઘા બીયારણ અને કીંમતી દવાઓનો બગાડ થાય છે વળી શરૂઆતમાં જે જમીનમાં 40 મણ બીટી કપાસ થતો હતો તે જમીનમાં આજે 15 મણ ઉતારો જ આવે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, 1998માં તો ગુજરાતમાં બીટી કપાસ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ ખેડુતોને બે પાંદડે કરનારા બીટી કપાસને કોઇ કારણે છુટ અપાઇ હતી જેનું પરિણામ આજે સામે છે. ગયા વર્ષે અમરેલી જિલ્લામાં 5,56,420 હેકટર જમીનમાં સૌથી વધ્ાુ 4,02,022 હેકટરમાં કપાસ, 112910 હેકટરમાં મગફળીની વાવણી થઇ હતી બાકીના 41488 હેકટરમાં અન્ય પાક હતા એમા પણ 23740 હેકટરમાં ઘાસચારો હતો આનો મતલબકે પાકની વિવિધતા પણ જિલ્લાની ધરતતીએ ગુમાવી હતી.પણ આ વખતે ખેડુતો માંડવીના બીયારણ તરફ વળશે જિલ્લાના સૌથી મોટા મહત્વના બીયારણના વેપારી ચલાલાના જેકે વાળા શ્રી જયેશ વાળાએ જણાવેલ કે આ વખતે અમારા ધારી તાલુકા સહિત જિલ્લાભરમાં બીયારણની ખરીદીનો ટ્રેન્ડ જોતા મગફળીનું વાવેતર વધવાનું છે.
જયારે અમર ડેરીના ડાયરેકટર શ્રી રાજુભાઇ માંગરોળીયાએ જણાવેલ કે, એકલા અમરેલી જિલ્લામાં જ કપાસનું એક અબજનું બીયારણ વેંચાય છે. અને આ વખતે કપાસનું વાવેતર ઘટવા પાછળ એક કારણ એવુ પણ શ્રી માંગરોળીયાએ જણાવેલ કે, હાલમાં ભાગીયાઓ ચાલ્યા ગયા છે કપાસની વીણી વખતો વખત લેવાની હોય તે લઇ શકાય તેમ નથી તેના કારણે શીંગનું વાવેતર વધશે જ કારણ કે કપાસની ખરીદી થવી જોઇએ તેટલી થઇ નથી.અને અમુક લોકો ખોડુ બોલીને ગુલાબી ઇયળની દવા હોવાનુ કહી દવા વેંચે છે કોઇએ એ જુઠમાં આવવું નહી આની કોઇ દવા છ ેજ નહી.


હવે ઉંધી ગાડી ચાલું : સુરતવાસીઓ પરત જવાની તજવીજમાં

અમરેલી,લોકડાઉન અને ગ્રીનઝોન અમરેલી જિલ્લામાં હમવતનીઓ હવે દિવાળી સુધી સુરતમાં ધંધા નહી જ ખુલે માની સૌ એ વતન તરફ દોટ મુકી હતી પણ હવે બે દિવસથી સુરતમાં હીરાના કારખાના ખુલ્યા અને ધંધાઓને છુટ અપાતા હવે ઉંધી ગાડી ચાલું થઇ છે અને સુરતવાસીઓ પરત જવાની તજવીજમાં પડયા છે તેનું કારણ એ પણ છે કે, જો કારખાનામાં હાજર થતા હોવ તો તમારી જગ્યા રહેશે નહીતર જગ્યા ભરી લેશુના કાખાનાના માલીકોના મેસેજથી દેશમાં આવેલા રત્નકલાકારો પાછા સુરત જવાની તૈયારીમાં પડી ગયા છે અને સાવરકુંડલાના વાસીયાળી ગામેથી વાયા ગારીયાધારથી સ્પેશ્યલ બસ બાંધી અને એક જુથ સુરત પહોંચ્યું છે જયારે આજની તારીખે પણ હજારો લોકો કવોરન્ટાઇ પીરીયડ પુરો થવાની રાહમાં છે કારણ કે તે કવોરન્ટાઇન હોવાને કારણે તેને પરત જવાની છુટ મળે નહી. બાકી કોરોનાની બીક સાથે સાથે હમવતનીઓના આગમનથી સૌ હરખાયા પણ હતા કે આપણા ગામડાઓ પાછા ધબકતા થશે પણ જો અહી કામ મળે તો જ રત્ન કલાકારો રોકાશે નહીતર હતા ત્યાંના ત્યાં જવાના છે હા અમુક ટકા લોકો જેને કામ નહી મળે તે અહી ખેતીમાં રોકાઇ જવાના છે બાકી માત્ર વાતો નહી પણ સ્થાનિક રોજગારી શરૂ થાય તો જ ગામડા જીવતા થશે.


કપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી

અમરેલી,આપણે જે કંઇ પ્રકૃતિને આપીએ તે આપણને વ્યાજ સહિત પાછુ આપે છે અને એ સંદેશ પણ આપે છે કે, તમે કોઇને ઝેર આપો તો તમને ઝેર જ પાછુ આપે તે કયાંરેય અમૃત થઇ પાછુ નથી આવતુ આનો નજર સામેનો સચોટ દાખલો એ છે કે, કપાસની ખેતીએ કાઠીયાવાડમાં સતત 400 વર્ષથી કેળવેલી ફળદ્રુપ જમીનને ઝેરી કરી નાખી છે કારણ કે જેનો નાશ ન થઇ શકે તેવી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતર સાથે છેેલ્લા ત્રીસ વર્ષથી શરૂ થયેલ કપાસની ખેતી આ વખતે ઘટી જવાની છે કપાસનો હમણા તો હંગામી રીતે કુદરતે મૃત્યુઘંટ વગાડયો છે.કાઠીયાવાડમાં બીનઉપજાવ જમીનોને મુળ નિવાસી કોળી તથા સૌરાષ્ટ્રમાં આવેલા પાટીદાર સમાજે કાળી મહેનત કરી ઉપજાવ બનાવી હતી તેના વાડ,શેઢા અને સીમાડા પ્રકૃતિનું સંતુલન જાળવી રાખતા વિવિધ પશુ પંખીઓ અને સરીસૃપોથી છલકતી હતી અમરેલી જિલ્લામાં ખેતીલાયક જમીન સાડાપાંચ લાખ હેકટર છે ગાયકવાડી સાડાત્રણ વિઘાનો એક હેકટર થાય સોરઠી વિઘા નાના હોય. આ લખનારથી યાદ છે આજથી ત્રીસ વર્ષ પહેલા વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવો મઠીયો કપાસ થતો અને તે પણ ચાલીસથી પચાસ હજાર હેકટરમાં અને મગફળી ત્રણથી ચાર લાખ હેકટર વચ્ચે વવાતી હતી જયારે આજે કપાસ ચાર લાખ હેકટરમાં વવાય છે અને મગફળી સાવ ઓછી થઇ ગઇ છે.આની પાછળ ઘણા કારણો છે પણ મુખ્ય કારણ ભુંડણા અને રોજડાનો ત્રાસ છે તેને કારણે માંડવી અને કઠોળનુંવાવેતર ઓછુ થઇ ગયું કપાસમાં આવુ ન થાય અને બીજુ કારણ કપાસ વેંચાય એટલે તેના રોકડા પૈસા હાથમાં આવે કારણ કે આપણે રૂ બહાર નિકાસ કરતા હતા તેના નાણા તરત હાથમાં આવતા હતા. સાથે સાથે 1970ના દાયકાથી પાટીદાર સમાજે સમય પ્રમાણે તેની પાંખો વિસ્તારી કારણ કે ખેતી તો આકાશી રોજી હતી જો વરસ આઠ આની થાય તો મુશ્કેલી થાય આથી પાટીદાર સમાજે હિરાબજાર સર કરી સુરતથી મુંબઇ સુધી કબજો કર્યો આ સાહસિક પેઢીની ગેરહાજરી અને ગામડાઓમાં માઝા મુકેલી દાદાગીરી વચ્ચે ખેડુતને અસલામતી લાગી રાત્રીના રખોપુ કરવા જવા કરતા કપાસ વાવો એને કયાં ઢોર ખાવાના છે આ ગણીતે પણ કપાસને ઉતેજન આપ્યું.કપાસની ખેતી સારી બાબત છે પણ કપાસને ઉછેરવા તેના રોગને નાથવા અને તેની પાસેથી મોટુ વળતર લેવાની લાયમાં બાપદાદાઓએ લોહી પસીનો વહાવી ફળદ્રુપ બનાવેલી જમીનમાં હળાહળ ઝેર ભરેલી જંતુનાશક દવાઓ અને રાસાયણીક ખાતરો નાખવાનું શરૂ કર્યુ અને અગાઉ લખ્યું છે તેમ શ્રી જિતેન્દ્ર તળાવિયાના 2015ના ફલડ વખતના કથન અનુસાર પ્રકૃતિ કોઇ વસ્તુ સંઘરતી નથી તે પાછુ આપે આ ઝેરને કારણે કેન્સર, ટીબી, હદયરોગ સહિતના અનેક રોગ આવ્યા લોકોએ ઉત્પાદનની લાયમાં શેઢાઓનો નાશ કર્યો જેમા વિવિધ પ્રકાર પશુ પંખીે રહેતા અને ખેતરના પાકમાં આવનારી જીવાતનો નાશ કરતા હતા તેને કારણે ખેતરોમાં દવાઓ છાંટવાની જરુર જ નહોતી. હવે કપાસમાં એવી ગુલાબી ઇયળ આવી છે કે, ઝેરીમાં ઝેરી દવા પણ તેને મારી શકતી નથી તેના કારણે કપાસનો ફાલ પણ બગડયો છે અને બે ચાર વરસ મહેનત પછી જમીન જો છાણીયા ખાતરનો ઉપયોગ થાય તો ઝેરમુકત થવાની શકયતા હોય હાલમાં સરકાર દ્વારા ખેડુતને ગાયના પાલન માટે વાર્ષિક નવ હજારની સહાયની જાહેરાત કરાઇ હોય તેનો લાભ ઉઠાવવો પણ જરુરી છે જેનાથી પશુપાલન અને ખેતી બન્ને બચશે.


શનિવારે અમરેલીનું દત્ત મંદિર એકસો વર્ષ પુરા કરશે

અમરેલી, અમરેલીમાં શ્રી દત્ત મંદિરને સો વર્ષ પુરા થવા જઇ રહયા છે ત્યારે આગામી 28-5-20 ના રોજ સતાબ્દી ઉત્સવ ઉજવવા આયોજન થયુ છે તે નિમિતે શ્રી ગુરૂ લીલામૃત પારાયણ કથા શ્રી દત્તયાગ યજ્ઞ સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાનાર છે
અમરેલીમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા) ની હયાતી દરમિયાન 1920 માં દત્ત મંદિરની સ્થાપના થયેલી તે પહેલા એટલે કે 17 થી 18 વર્ષ પહેલા સને 1902-03 માં અમરેલીમાં એક સાધ્ાુ પુરૂષે આવી વસવાટ કરેલો અને પોતે આ ગામમાં શ્રી ગુરૂદેવ દતાત્રેય મંદિર બનાવવા માંગે છે તે માટે તમેણે ચિતલ રોડની પુર્વ દિશામાં જગ્યા પસંદ કરી હતી તે જગ્યા પર ધ્ાુણી જગાવી મુકામ કર્યો હતો તે સાધ્ાુ એટલે કે વાસુદેવ ચૈતન્ય બ્રહ્મચારી મહારાજે 1915માં મંદિર માટે 18 વીઘા જમીન વેચાણથી લીધી હતી આ જગ્યામાં ગાયો પાળી ગૌશાળા શરૂ કરેલી અને તેઓ પાળેલ ગાયોના દુધનો ઉપયોગ સાંજના સમયે નિર્દોષ બાળકોને પીવડાવવામાં કરતા હતા આ સાધ્ાુને તે વખતના વડોદરા રાજ્યના સુબા (કલેકટરશ્રી) સંપતરાય ગાયકવાડએ મદદ કરવા નક્કી કર્યુ અને આ મદદ શ્રીમત સયાજીરાવ ગાયકવાડના સુચનાથી થયાનું મનાય છે સાધ્ાુ પુરૂષની ઇચ્છા મુજબ હાલ જ્યાં મંદિર નિર્માણ થયેલ છે ત્યાં મંદિર બાંધવા ઇચ્છા પ્રગટ કરેલી અને દત્ત ભગવાનની મુર્તિ જયપુરથી આરસની રૂા. 150ના સ્વખર્ચે લાવ્યા હતા 1915માં તા.13-8-15 ના રોજ મંદિરના પ્રથમ ભાગના બાંધકામ માટે ખાતમુર્હુત શ્રી સંપરાવ ગાયકવાડના હસ્તે થયુ હતુ અને મંદિરના બાંધકામ પુજારીની રહેવાની જગ્યા, સાધ્ાુ સંતો માટે રહેવાની જગ્યા અને ગૌશાળા બાંધવા રૂા. 5 હજાર એકત્ર કરવા જનતા સમક્ષ ટહેલ નાખી હતી અને મંદિરનું બાંધકામ 1920 માં પુર્ણ થયુ હતુ અને પ્રાણ પ્રતિષ્ઠા તા.23-5-1920 ના રોજ થઇ હતી આમ મંદિરનો વહીવટ દત મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા થાય છે જેનું રજીસ્ટ્રેશન ગાયકવાડ રાજ્યમાં 1920માં કરવામાં આવેલ અને 1953માં ચેરીટી કમિશ્નરમાં રજીસ્ટર્ડ થયુ હતુ ભવ્ય અને શ્રધ્ધાવાન તથા પુરાતન ઇતિહાસ ધરાવતા અમરેલીના દત મંદિરને સો વર્ષ પુરા થતાં તા.28-5-20 ના રોજ સતાબ્દી ઉત્સવ ઉજવાશે જેમાં શ્રી ગુરૂ લીલામૃત પાયારણ (કથા) તા.23-5-20 શનિવારના શરૂ થશે અને તા.29-5-20 ના રોજ સાંજના વિરામ થશે દરરોજ બપોરના 4 થી 7:30 કથા રસપાન શ્રી અવધ્ાુત પરિવારના જાણીતા કથાકાર શાસ્ત્રી શ્રી વિરંચીપ્રસાદ (તિલકવાડા) કરાવશે શ્રી દત યાગ યજ્ઞ તા.26-5-20 થી 28-5-20 સુધી સવારના 8 થી 1 સુધી યોજાશે દત મંદિર પરિષર ખાતે દત યજ્ઞમાં ભાવિકો શ્રી દત માલામંત્રથી યજ્ઞને આહુતિ આપશે અને યજ્ઞથી શ્રી દતાત્રેયની મુર્તિની પુન: પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે તેમ દત મંદિર ટ્રસ્ટ અમરેલી દ્વારા જણાવાયુ છે.


જાફરાબાદમાં પોલીસ ઉપર પથ્થરમારો : ટીયરગેસના દસ રાઉન્ડ છોડાયાં

રાજુલા/જાફરાબાદ, જાફરાબાદ શહેર માં ખારવા સમાજ ના આગેવાનો દ્વારા માછીમારોનો 2 માસ નો પગાર કાપવા નો નિર્ણય લેવાતા ખલાસી ઓ ના પરિવારો વિફર્યા હતા અને આગેવાનો ના ઘરે પહોંચી પથ્થરમારો કરતા દોડી ગયેલી પોલીસને પાંચ હજાર લોકોના ટોળાએ નિશાન બનાવી પથ્થરમારો કરતા પોલીસે તોફાનીઓને વિખેરવા માટે હવામાં અશ્રુવાયું દસ જેટલા રાઉન્ડ છોડયા હતા અને સ્થિતિને કાબુમાં લીધી હતી
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, જાફરાબાદ શહેર માં 10 વાગ્યા આસપાસ કામનાથ વિસ્તાર માં 5 હજાર આસપાસ નું ટોળું એકઠું થયું હતુ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી તેને પોલીસનો સમજાવટની કોઇ અસર થયેલ નહી અને ટોળે ટોળા એકઠા થઇ ખારવા સમાજ ના આગેવાનો ના ઘરે પહોંચી પથ્થરમારો શરૂ કર્યો હતો આથી પોલીસે ટોળા ને કંટ્રોલ કરવા બળ વાપરતા ટોળું અને પોલીસ આમનેે સામને આવી જતા ટોળાએ પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતુ આ અસંગેની જાણ એસપી શ્રી નિર્લિપ્ત રાય ને થતા અમરેલીથી ડી.વાય.એસ.પી.શ્રી રાણા તથા શ્રી ચૌધરી, એલસીબીના શ્રી કરમટાઅને શ્રી મોરી, એસઓજીના શ્રી મોરી તથા જિલ્લાની બ્રાન્ચો સહીત રાજુલા કોસ્ટલ વિસ્તાર ના રાજુલા,જાફરાબાદ,પીપાવાવ મરીન,ડુંગર,નાગેશ્રી ખંભા જેવા પોલીસ સ્ટેશન ના અધિકારી ઓ કર્મચારી ઓ સહીત ના પોલીસ દોડી આવી હતી અને ટોળા વિખેર્યા હતા જોકે ટોળા એ પણ અહીં કલાકો સુધી વરવું સ્વરૂપ ધારણ કરી લેતા સ્થિતિ વણસી ગઈ અને ત્યાર બાદ અમરેલી એસપીએ જે વિસ્તાર માં ઘટના બની તે વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતુ અને 10 જેટલા ટીયર ગેસ સેલ છોડ્યા હતા અને સ્થિતિ સંપૂર્ણ કંટ્રોલ માં લીધી હતી.અતિ સેન્સિટિવ જાફરાબાદ માં ભૂતકાળ માં પણ જૂથ અથડામણ સહીત ની અનેક પ્રક્રાર ની ઘટના ઓ બની ચુકી છે અને રાઇટિંગ સહીત અનેક પ્રકાર ના ભૂતકાળ માં ગુન્હા નોંધાય ચુક્યા છે જયારે સમગ્ર મામલે આજે જાફરાબાદ પોલીસ તપાસ કરતા હાલ માં ખારવા સમાજ ની જે રીતે બોટો પડી રહેવા નો નિર્ણય લેવાયો હતો ત્યાર બાદ આજે ખારવા સમાજ ના આગેવાનો દ્વારા 2 માસ નો ખલાસી નો પગાર કાપવા નો નિર્ણય લીધો હતો જેના પ્રત્યાઘારો ખલાસી પરિવારો સુધી પોંહચીયા અને ખલાસી ના પરિવાર સહીત ના તોલા બહાર આવી ગયા હતા અને સ્થિતિ વણસી હતી આવી પોલીસ ની પ્રાથમિક તપાસ માં જાણવા મળી રહ્યું છે રાજુલાના પ્રાંત અધિકારી શ્રી ડાભી તથા મામલતદાર શ્રી ચાવડા પણ દોડી ગયા હતા. પોલીસે જાફરાબાદમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. અને 15 જેટલા તોફાનીઓને રાઉન્ડઅપ કરાયા હોવાનું જાણવા મળેલ છે.

 


22-05-2020


error: Content is protected !!