Main Menu

Saturday, May 23rd, 2020

 

અમરેલીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી બંધ:જગતાત મુશ્કેલીમાં

અમરેલી,અમરેલીમાં સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવની ખરીદી બંધ થતા રજીસ્ટ્રેશન કરાવેલા ખેડતો રખડી ગયા છે અને તેમની વહારે ચડેલા અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલિયાએ શ્રી પરસોતમભાઇ રૂપાલાને રજુઆત કરતા જણાવેલ છે કે, સરકારશ્રી દ્વારા ખેડૂતોને પોતાના માલના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂત સ્વનિર્ભર થાય તેવા હેતુથી ટેકાના ભાવે ચણા વેંચવા માંગતા ખેડૂતોને ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા માટેની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ.
જે અન્વયે ખેડૂતોને ઓન લાઇ રજીસ્ટ્રેશન કરવા માટેની સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવેલ, જે અન્વયે ખેડૂતોએ પોતયાના ચણા વેચવા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવેલ જેમા માત્ર 50 % ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ ત્યાર બાદ સરકારશ્રી દ્વારા તારીખ 01/05/2020 થી ચણાની ખરીદીઓ શરૂ કરવામાં આવેલ છે.
પરંતુ તાજેતરમાં સરકારશ્રી દ્વારા રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતો માંથી 25 % જેટલા ખેડૂતોના ચણા ખરીદવા તેવુ જણાવી અને ખરીદી સેન્ટરો બંધ કરવામાં આવેલ છે. જે ખેડૂતોએ આટલા લાંબા સમયથી રાહ જોઇને બેઠા છે કે અમારો વારો આવે એટલે ચણા ટેકાના ભાવે વેંચવા જઇશું પરંતુ ઉપરોકત નિર્ણયથી ખેડૂતો સ્વનિર્ભર થવાને
(અનુ. પાના નં.7)


રાજુલા તાલુકામાં નરેગા યોજનાનો લાભ લેવા શ્રી હિરાભાઇ સોલંકીનો અનુરોધ

રાજુલા, રાજુલા તાલુકા નિંગાળા કુંભારીયા મોટા રીંગણીયાળા રાભડા ડુંગરપર ડા સહિત 14 જેટલા ગામડાઓમાં નરેગા યોજના તળે તળાવ ઉંડા કરવાની કામગીરી શરૂ છે ત્રણ હજાર જેટલા ગ્રામ્ય વિસ્તારના મજૂરો નરેગા યોજના તળે કામ કરી રહ્યા છે સોશિયલ ડિસ્ટન્સ પૂરેપૂરો અમલ પણ કરી રહ્યા છે આ યોજના ગરીબ માણસો માટે આશીર્વાદરૂપ શે નરેગા યોજના સરકારની છે તેનો પૂરેપૂરો લાભ લેવા ગ્રામ્ય વિસ્તારોમાં વધુ તળાવો ઉંડા થાય અને પાણીનો સંગ્રહ પણ થઈ શકે તે હેતુથી નરેગા યોજના નો લાભ મજૂરોએ લેવા પૂર્વ સંસદીય સચિવ શ્રી હીરાભાઈ સોલંકીએ જણાવ્યું હતું આજે તાલુકા વિકાસ અધિકારીશ્રી એન પી ત્રિવેદી સરપંચ મંડળના પ્રમુખશ્રી વીરભદ્રસિંહ ડાભીયા. મહિપત ભાઈ ધાખડા તથા વેગડા ભાઈ હસ્તે પંદરસો જેટલા માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું માસનો સંયોગ એક સંસ્થા ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો હતો આ નરેગા યોજના ઓ વધુમાં વધુ ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લાવિકાસ અધિકારી પત્ર દ્વારા શ્રી હિરાભાઇ સોલંકી ભલામણ કરી હતી.


કુંડલામાં માસુમ બાળાને વિકૃત હરામખોરે પીંખી નાખી

અમરેલી,સાવરકુંડલામાં ત્રણ વર્ષની માસુમ બાળાને ઉઠાવી જઇ અને તેની ઉપર બળાત્કાર કરી સૃષ્ટી વિરુધ્ધનું કૃત્ય કરાતા હાહાકાર મચી ગયો હતો આ બનાવની ગંભીરતા જોઇને અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયે પોલીસની વિવિધ ટીમોને સક્રીય કરી ગણત્રીના કલાકોમાં વિકૃત હવસખોરને પકડી આગવી ઢબે સરભરા કરાવી હતી. આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં જનતાબાગ પાછળના નદીમાં આવેલ ઝુપડપટૃી વિસ્તારમાં રહેતા ભીક્ષુક પરિવારની ઉ.વ.-3 વર્ષની માસુમ દિકરી રાત્રે સુતી હતી ત્યારે કોઇ હરામખોર તેનીને ઉઠાવીને અપહરણ કરી લઇ જઇ રીક્ષામાં જેસર રોડે લઇ જઇ મોઢુ કાળુ કર્યુ હતુ આ બનાવની જાણ થતા ગુન્હાને ડીટેક્ટ કરવા એસપીશ્રી એ જાતે રસ લઇ અને માર્ગદર્શન આપ્યું હતુ એફ.એસ.એલ. અધિ.શ્રી તેમજ પોલીસ અધિકારીઓ એ ભોગ બનનાર બાળકી તથા તેના મોટા ભાઇને સાંત્વના આપી સાયન્ટીફીક રીતે પુછપરછ કરતા ગુન્હો આચરનાર આરોપી બાઠીયો અને થોડો જાડો એવો તથા થોડી થોડી દાઢી અને મોટા વાળ વાળો તથા ખંભે લાલ કલર જેવો ગમછો રાખેલ, તેવા વ્યક્તિનું વર્ણન બતાવતા તેવા વર્ણન વાળા શંકાસ્પદ વ્યક્તિઓને પુછપરછ માટે પોલીસ સ્ટેશને બોલાવી તે પૈકી ઉપરોક્ત વર્ણન વાળા ઇસમની યુક્તિ પ્રયુક્તિથી સઘન પુછપરછ કરતા રાજુ ઉર્ફે રાજુ કડી નારણભાઇ માંગરોળીયા ઉ.વ.35 રહે.સાવરકુંડલા રેલ્વે સ્ટેશન પાસેએે ગુન્હો આચરેલાની કબુલાત આપતા જણાવેલ કે પોતે ઘણા સમયથી એકલો રહેતો હોય અને ભોગ બનનારના ઝુપડા પાસે તેની બેઠક હોય અને પોતાની દાનત ખરાબ થતા પોતાનું મનસુબો પાર પાડવા રાત્રીના સમયે ઝુપડામાં સુતેલ બાળકીને ઉપાડી રીક્ષામાં બેસાડી જેસર રોડે અવાવરૂ જગ્યાએ લઇ જઇ દુષ્કર્મ આચરેલ ગુન્હાની કબુલાત આપી હતી અમરેલી જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયની સુચના અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તથા ના.પો.અધિ.શ્રી કે.જે.ચૌધરી ના માર્ગદર્શન તળે એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.કરમટા, પો.સ.ઇ. પી.એન.મોરી તથા એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.જાડેજા, પો.સ.ઇ. એમ.એ.મોરી અને સા.કુંડલા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર આર.આર.વસાવાની ટીમની સખત જહેમત બાદ અનડીટેક્ટ ત્રણ વર્ષની બાલીકા ઉપર ગુજારેલ દુષ્કર્મના ગુન્હાનો આરોપી સત્વરે શોધી કાઢી તેને આગવી ઢબે પુછપરછ કરી હતી.આ ગુન્હાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.આર.વસાવા ચલાવી રહેલ છે.


બગસરા નજીક ભાડેર ગામે મહિલા અને કિશોર પર દિપડા દ્વારા હુમલો

બગસરા,બગસરા નજીકના આવેલા ભાડેર ગામે દિપડા દ્વારા વહેલી સવારે એક મહિલા અને કિશોર પર હુમલો કરવામાં આવતા બંને ઘાયલ હાલતમાં બગસરા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. ફરી બગસરા નજીકના વિસ્તારમાં દીપડાઓ દેખા દેતા ખેડૂતો માં ભયનો માહોલ ફેલાયો છે.
વિગત અનુસાર બગસરા નજીક આવેલા ધારી તાલુકાના ભાડેર ગામે આજે સવારે ખેતરમાં રસીલાબેન વજુભાઈ રફાળીયા ઉંમર 40 તેમજ તેમના પુત્ર ગૌરાંગ વજુભાઈ રફાળીયા ઉંમર 17 કામ કરી રહ્યા હતા તે દરમિયાન દિપડા દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બંને ઘાયલ હાલતમાં બગસરા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બંનેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ફરી બગસરા નજીકના વિસ્તારમાં દીપડાએ દેખા દેતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હોવાનું જાણવા મળ્યુ છે.


અમરેલી-જુનાગઢ બંને જિલ્લાને જોડતા રસ્તા ખુલ્લા કરવા માંગણી

અમરેલી, કોરોના વાયરસને કારણે અમરેલી કલેકટર દ્વારા જુનાગઢ જિલ્લાના વિસાવદર, તાલુકા અને ધારી તાલુકાના રસ્તા બંધ કરેલ છે આ બાબતે રાવણીના રહીશ 25 થી 30 ખેડુતોએ તેની જમીન ધારીના મીઠાપુર અને સોઢાપુરા ગામમાં હોવાથી મુશ્કેલી પડે છે. બંને ગામ વચ્ચે રસ્તો બંધ થતા રાવણીના ખેડુતો તેમની જમીનમાં જઇ શકે તેમ નથી આજુ બાજુમાં પણ એક તરફે ગાડા જઇ શકે તેમ ન હોય તેથી પારાવાર મુશ્કેલી પડે છે આ બંધ રસ્તાને થોડે દુર બંધ કરે તો પ્રશ્ર્ન હલ થઇ જાય તેમ છે તેથી યોગ્ય પ્રબંધ કરવા ગુજકોમાસોલના ચેરમેન દિલીપભાઇ સંઘાણીને પત્ર પાઠવી રજુઆત કર્યાનું કરશનભાઇ વાડદોરીયાએ અખબારી યાદીમાં જણાવ્યુ છે.


અમરેલી જિલ્લામાં તીડના આક્રમણ સામે તંત્ર સાબદુ

અમરેલી,અમરેલી જિલ્લામાં તીડના નિયંત્રણ માટે જિલ્લા કલેકટર શ્રી આયુષ ઓક દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી ખેતીવાડી વિભાગ દ્વારા તાલુકા વાઇઝ 11 ટીમની રચના કરીને લીલીયા, સાવરકુંડલા, ખાંભા તાલુકાઓમાં તીડના આક્રમણના વિસ્તારનું નીરીક્ષણ કરીને સર્વે હાથ ધરશે. આ તમામ ટીમ ફિલ્ડમાં છે અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ અંગે ખેતીવાડી વિભાગના શ્રી કે.કે.પટેલનો સંપર્ક સાધતા તેમના જણાવ્યા અનુસાર ઉનાળુ વાવેતરમાં તલ,બાજરી જેવા પાકો વઢાય ગયેલ હોવાથી આ પાકો ઉપર તીડના આક્રમણની કોઇ અસર રહેતી નથી જ્યારે લીલુ પીયત કરેલ હોય તેવા વિસ્તારમાં તીડ ઉતરીને નુકશાન કરે તેવી શક્યતાઓ હોય. જેથી ત્રણ તાલુકામાં 11 ટીમ દ્વારા સીમમાં ખેતીવાડી વિભાગના અધિકારીઓ સર્વે કરી નીરીક્ષણ હાથ ધરશે અમરેલી જિલ્લામાં હવે નવુ વાવેતર 15 જુન પછી થાય છે જેથી હાલમાં પાકો ઉપર સીમ વિસ્તારમાં તીડનો વધ્ાુ કોઇ ખતરો જણાતો નથી તેમ શ્રી પટેલે જણાવ્યુ હતુ. અને વધ્ાુમાં જણાવેલ કે પાકિસ્તાનથી બનાસકાઠા બોર્ડરથી તીડોના ટોળાઓ ગુજરાતમાં પ્રવેશ કરે છે અને સુરેન્દ્રનગર ભાવનગર થઇ અમરેલી જિલ્લામાં પ્રવેશ કયો હતો તેમ જણાવેલ છે.


અમરેલીની ગાંડીવેલે જેસીંગપરામાં ભુગર્ભ જળને ઝેર બનાવી નાખ્યું

અમરેલી,ઓણ સાલ સુરતથી અમદાવાદથી અને રાજ્યભરમાંથી અમરેલી જિલ્લામાં અને અમરેલી શહેરમાં મોટી સંખ્યામાં મહેમાનો આવી રહયા છે અને ઓછામાં ઓછા એકથી બે મહિના સુધી રોકાવાના છે ત્યાારે સ્વભાવિક જ પાણીની જબરી તંગી ઉભી થવાની છે આવા સમયે જે પાણીના સોર્સ છે તેની કાળજી જરૂરી છે પરંતુ અમરેલીમાં જેના રીનોવેશન પછી લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થયુ હતુ તેવા અમરેલીના કામનાથ ડેમમાં છવાયેલી ગાંડીવેલે જેસીંગપરામાં ભુગર્ભ જળને ઝેર બનાવી નાખ્યું છે.
કામનાથ ડેમમાં વડી, ઠેબી અને ખારો એમ ત્રણેય નદીઓમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયેલુ છે જેના કારણે કામનાથ ડેમને કાંઠે આવેલ જેશીંગપરા, ડુબાણીયા પા જેવા વિસ્તારોમાં ભુર્ગભ જળ એટલી હદે દુષિત થઇને દારમાંથી બહાર આવે છે કે તેની દુગર્ંધ માથુ ફાડી નાખે તેવી આવે છે અને ઢોર પણ આ પાણી પીતુ નથી અધ્ાુરામાં પુરૂ અમરેલીની સંધી સોસાયટી,મણીનગર, મીની કસબા કુંકાવાવ રોડ,જેસીંગપરાનો અમુક હિસ્સાનું ગટરનું પાણી સીધ્ાુ નદીમાં ભળી અને કામનાથ ડેમ છલકાવે છે જેના કારણે જે માટે કામનાથ ડેમ બંધાણો છે તે ભુર્ગભ જળ કોઇ કામનું રહયુ નથી.


મુંબઇથી હમવતનીઓની ટ્રેન આજે બપોરે દોઢ વાગ્યે કુંડલા આવશે

અમરેલી,સતત બંધ અને કોરોનાના કહેર વચ્ચે મોહમયી નગરી છોડી શુક્રવારે રાત્રે મુંબઇથી ઉપડી અને હમવતનીઓની ટ્રેન આજે બપોરે દોઢ વાગ્યે કુંડલા આવી પહોંચશે.મુંબઇના બોરીવલી સ્ટેશને શુક્રવારે સાંજથી પોત પોતાના કાઉન્સીલરોની મદદથી બસો બાંધી અને મુંબઇના વિવિધ વિસ્તારોમાંથી સાવરકુંડલા શહેર, ખાંભા, રાજુલા, ચલાલા પંથકના મુંબઇમાં ધંધા માટે ગયેલા હમવતનીઓ પરિવાર સાથે એકત્ર થયા છે અને મુંબઇમાં પણ તમામના મેડીકલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયા હોવાનુ અને ટ્રેનને સેનેટાઇઝ કરાઇ હોવાનું સાવરકુંડલાના વતની શ્રી ભરતભાઇ વાઢેર તથા ખાંભાના શ્રી મુકેશભાઇ કાચાએ મુંબઇથી અવધ ટાઇમ્સને જણાવ્યું હતુ. તેમની ટ્રેન રાત્રે 11 વાગ્યે ઉપડશે અને આજે બપોરે એકથી દોઢ વાગ્યા વચ્ચે આવશે.

 


બે દિવસમાં અમરેલી જિલ્લાના તમામ ગ્રામીણ માર્ગો ખુલ્લા થશે

અમરેલી, કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનની ગાઇડલાઇન અમલ હેઠળ અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.18-4-20 ના રોજ આદેશ કરી જેસીબીથી ખાઇઓ ખોદી પાળા કરી રોડતોડીને અમરેલી જિલ્લાના 130 કરતા વધારે ગ્રામીણ માર્ગો કે જે પડોશના રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લાના ગામડાઓને અમરેલી જિલ્લાના ગામડાઓ સાથે જોડાણમાં હતા તેવા 130 જેટલા ગ્રામીણ માર્ગો બંધ કરવાના નિર્ણય સામે માર્કેટ યાર્ડના ચેરમેનશ્રી દિપકભાઇ માલાણી તરફથી નામ ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હીતની પીઆઇએલ દાખલ કરવામાં આવેલ.
જેની તા.22-5-20 ના રોજ નામ. હાઇકોર્ટમાં મુખ્ય ન્યાયમુર્તિશ્રીની ખંડપીઠ સમક્ષ સુનાવણી થતા આજે નામ.કોર્ટે સરકારશ્રીને પુછેલ કે આ પ્રશ્ર્નનું નીરાકરણ લાવવા માટે તા.1-5–20 ના આપેલ ડાયરેકશન મુજબ નીરાકરણ માટે શુ પગલા લીધ્ોલ છે સરકારશ્રી તરફે સરકારી વકીલે ખંડપીઠ સમક્ષ બે દિવસમાં તમામ માર્ગો ખોલી નાખવામાં આવશે તેવુ સબમીશન કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન જી.પં. અમરેલી ના પત્ર સાથે આપેલ છે. જેનાથી અમરેલી જિલ્લાના અને પડોશી જિલ્લાના ગામો વચ્ચે અવરોધાયેલ માર્ગ વાહન વ્યવહાર પુન: શરૂ થવાની આશા જીવંત બની છે. અને ખાસ કરીને વાવણીનો વરસાદ આવ્યા પહેલા આ નિર્ણય આવી જાય તો ખેડુતોના વાવણી પુર્વેના અટકી પડેલા કામો શરૂ થઇ શકશે. નહી તો કેટલાક ગામોના ખેડુતોની વાવણી જેવી પાયાની કામગીરી કરવાથી વંચીત રહે તેવી સ્થિતી ઉભી થયેલ છે. બે દિવસમાં રસ્તા ખોલી નાખવાની નામ.હાઇકોર્ટને ખાત્રી આપતુ જિલ્લા વહીવટીતંત્રની સબમીશન ગ્રામીણ વિસ્તારના ખેડુતો પશુપાલકો ખેત મજુરો સહિત તમામ વ્યવસાયકારો માટે પુન: સુવિધા આપનારૂ સાબીત થશે. આ પી.આઇ.એલ.માં અરજદારશ્રી દિપકભાઇ માલાણી તરફે હાઇકોર્ટમાં એડવોકેટશ્રી ભૌમિકભાઇ ઢોલરીયા હાજર રહેલ.


23-05-2020


error: Content is protected !!