બાબરા લાઠી બગસરામાં કોંગ્રેસનું સ્નેહ મીલન યોજાયું

અમરેલી,
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમીતી દ્વારા બાબરા લાઠી અને બગસરામાં કોંગ્રેસનાં સ્નેહ મીલનો યોજાયા હતા જેમાં કોંગ્રેસ કાર્યક્નરો અને આગેવાનો ઉમટી પડયા હતાબાબરામાં લુહાર સમાજની વાડી ખાતે બપોરના શહેર અને તાલુકા કોંગ્રેસ નું સ્નેહમિલન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસાના અઘ્યક્ષ સ્થાને યોજાયું હતું તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત સ્નેહમિલન માં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર,જિલ્લા પંચાયતના પ્રમુખ રવજીભાઈ વાઘેલા, પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર,ધારાસભ્ય જે.વી.કાકડીયા, પ્રતાપભાઈ દુધાત,મીનાબેન કોઠીવાળ સહિત જિલ્લા અને તાલુકા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રભ હતા સ્નેહમિલન માં ઉપસ્થિત તમામ ધારાસભ્ય નું પાલીકા પ્રમુખ વનરાજભાઈ વાળા દ્વારા ભગવાન શ્રી રામ ની મૂર્તિ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ શહેર ના અગ્રણી વેપારી સહિત દરેક સમાજના આગેવાનો દ્વારા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતુંઆ સ્નેહમિલન માં ધારાસભ્ય ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી જિલ્લાનેતાત્કાલિક અસરથી અચતગ્રસ્ત જાહેર કરવાની ની માંગ કરી હતી તેઓ દ્વારા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને પડકાર ફેંકી જણાવ્યું હતું કે જો નરેન્દ્રભાઈ મોદી પ6 ઇંચ ની છાતી ધરાવતા હોય તો લાઠી વિધાનસભા માં ચૂંટણી લડી મત મેળવે તાલુકામાં થી વડાપ્રધાન ને મત મળે તો પોતે જાહેરમાં મુંડન કરછે તાલુકા અને શહેર કોંગ્રેસના સ્નેહમિલન નેસફળ બનાવવા પાલીકા પ્રમુખ વનરાજભાઈ વાળા,તાલુકા પંચાયત પ્રમુખ ધીરુભાઈ વહાણી,પ્રભાતભાઈ કોઠીવાળ,કિશોરભાઈ દેથળીયા, જસમતભાઈ ચોવટીયા,જગદીશભાઈ કારેટિયા,ખીમજીભાઈ મારુ,અમિતભાઇ જોગેલ, કુલદીપભાઈ બસિયાસહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી લાઠનાં સ્નેહ મીલનમાં વજુભાઇ વામજા,ધનશ્યાનભાઇ રાજપુત, આંબાભાઇ કાકડીયા, ધીરૂભાઇ ધોળકીયા, ધનશ્યામભાઇ કાછડીયા,હિનાબેન ત્રીવેદી, જેનીબેન ઠુમ્મર,અર્જુનભાઇ સોસા અને ધારાસભ્યશ્રી વિરજીભાઇ ઠુમ્મર, પરેશભાઇ ધાનાણી, શ્રીજે.વી.કાકડીયા, અંબરીશભાઇ ડેર, પ્રતાપભાઇ દુધાત, તથા બગસરાનાં સ્નેહ મીલનમાં કોકીલાબેન કાકડીયા રવજીભાઇ વાધેલા, મુકેશભાઇ રાખોલીયા, અશ્વીનભાઇ ગઢીયા, ભરતભાઇ ભાલાળા, છગનભાઇ હિરાણી, જમાલભાઇ સરવૈયા, રમેશભાઇ કરાણીયા, અશ્વીનભાઇ સાવલીયા અને પાલીકાનાં કોેંગ્રેસનાં ચુટાયેલા સદસ્યો અને આગેવાનો કાર્યક્નરો ઉપસ્થીત રહયા હતા..