Main Menu

સાવરકુંડલામાં ખરીદીમાં ખેડૂતોને અપાતી અપૂરતી સુવિધાઓ સામે રોષ વ્‍યકત કરતા શ્રીધામેલીયા

સાવરકુંડલા
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સરકારશ્રી તરફથી ટેકાના ભાવે શીંગ ખરીદ થતી હોય તેમાં ખેડૂતોને અન્‍યાય થતો હોય તેમહ માર્કેટિંગ યાર્ડ દ્વારા પાણીની તેમજ વાહનો પાર્કિંગ કરવાની તેમજ સમયસર શીગનું વજન તોલમાપ ન થવાની અનેક ફરિયાદો સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી તથા જીલ્લા પંચાયત નાં ઉપ પ્રમુખશ્રી,તેમજ સાવરકુંડલા તાલુકા પંચાયત નાં કારોબારી ચેરમેનશ્રી તથા અન્‍ય કોંગ્રેસ ખેડૂત આગેવાનો પાસે ફરિયાદ આવતા આ આગેવાનો દ્વારા માર્કેટિંગ યાર્ડની અચાનક મુલાકત લેતા તેમાં નજર સમક્ષ જોવા મળ્‍યું કે શીંગ ની વેચાણ કરતા ખેડૂતોને ખુબજ પરેશાન થતા હોય,પીવાના પાણીની કોઈ વ્‍યવસ્‍થા નહોય, રીજેક્‍ટ થયેલ ખેડૂતોની શીંગ ખેડૂતો પોતાના ખર્ચે સાફ કરી વેચાણ માટે મુકવામાં આવતા હોવા છતાં સ્‍થળ પરના શીંગ ખરીદ કરવાવાળા દ્વારા આ શીંગને ખરીદવામાં આવતી નથી,અને તેઓ જાહેરમાં ખેડૂતોના મસીહા બની મસીહા બનાવાનો ખોટો ઢોંગકરતા સહકારી ક્ષેત્ર નાં આગેવાનો અને ડીરેકટરો દ્વારા અખબાર પેપરોમાં પ્રસિદ્ધઓ મેળવા ખોટી જાહેરાતો કરે છે.અને પાછળ થી સરકાર સાથે ઇલુ-ઇલુ કરીને ખેડૂતોને હેરાન કરતા હોય,અને પાછળથી લાગવગ કરી તેઓના મળતીયાઓના માલનું વેચાણ કરતા હોય છે, ગુજરાતી કહેવત પ્રમાણે ગાંડી ડાહીને શિખામણ આપતી હોય તેવું જણાઈ આવેલ છે, પોતે ખેડૂતો નાં હિતેચ્‍છુઓ હોય,તેવો ખોટો ઢોંગ રચી રભ છે, ખરેખર તેઓ ખેડૂતો નાં હમદર્દ હોય તો પાકવીમો કેમ અપાવી શક્‍યા નથી ,સમયસર કેમ લાઈટ અપાવી શક્‍યા નથી .કેમ સમયસર ખેડૂતોના ટેકાના ભાવો અપાવી શક્‍યા નથી.કેમ ખરીદેલી શીંગ નાં સમયસર નાણા અપાવી શકયા નથી,તેમજ કોંગ્રેસ નાં આગેવાનો તરીકે અને ખેડૂતના પુત્ર હોવાથી ખેડૂતોની વેદનાઓ અને મુશ્‍કેલીઓ ને વાચા આપવા માટે લોકો દ્વારા અને લોકો થકી અને લોકો માટે ચુટાયેલા પ્રતિનિધિ દ્વારા ખેડૂતોના હિતો માટે કામ કરતા હોઈએ છીએ ત્‍યારે આ લોકો નાં પેટમાં તેલ રેડાઈ રહેલ હોય, તો તેમાં તેઓ ખેડૂતો નાં ખોટા હમદર્દ બની બેઠેલા લોકો કે જેઓ ખોટી મતદારયાદી બનાવી,ખોટા બોગસ નામો દાખલ કરીને ખરા અને સાચા મતદારોના નામો કમી કરીને પોતાના માનીતાઓના મંડળીઓમાં કારોબારીના સભ્‍યો નો વધારો કરી ખેડૂત નહોવા છતાખેડૂતો બનાવી મતદાર યાદીમાં મસમોટું કૌભાડ આચરીને તેમજ કોંગ્રેસ પક્ષના હોવા છતાં કોંગ્રેસ ની અવગણના કરી સંધ,માર્કેટિંગ યાર્ડ,ભાસકો બેંક,ગુજકો માર્શલ, જેવી જુદી-જુદી સહકારીક્ષેત્ર માં મામકાવાદ લાવીને પોતાનાઓને ડીરેકટરો બનાવી એક હથ્‍થુ શાસન ચલાવાનું કામ તમો કરી રભ છો જેમાં છેલા 10 વર્ષમાં માર્કેટિંગ યાર્ડ માં કોઈ સુધારો,કે પરીવતન આવેલ નથી, તેમજ પ્રજાના કામો ટાઈમસર થતા નથી, તેમાં યાર્ડના પ્રમુખ,તેમજ અમુક ડીરેકટરો દ્વારા દૈનિક પેપરોમાં રદિયો આપતા હોય છેકે,કેટેગરી મુજબ શીંગ ખરીદવી,તેમાં આપના દ્વારાજ આપવામાં આવતી જાહેરાતો મુજબ કોઈ અમલવારી કરવામાં આવતી નથી, જેમાં કોંગેસમાં રહી કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસની વાતો કરનારા,ખેડૂતોની વાતો કરનારા, આજે કોંગ્રેસનો વિરોધ કરી રભ છે,ખેડૂતોનો વિરોધ કરી રભ છે, વર્ષોથી ભાજપ સરકાર સામે વિરોધ કરનારા આજે ભાજપના વખાણ કરી રભ છે,લોકો આજે બધુજ જાણી ગયેલ છે કે ખાવાના અને ચાવવાના દાત આપના અલગ છે, તેમજ વાત રહી ખેડૂતોની સરકારમાં બેઠેલા તેમજ સરકારના ખરીદ કરનારા અધિકારીઓ જન્‍મ જાત ખેડૂત પુત્ર નથી પણ અમો જન્‍મ જાત ખેડૂત પુત્રો છીએ, અને અમો ખેતી કામ પણ જાણીએ છીએ આ કમળ- કોંગ્રેસ નાં આગેવાનોએઅમોને ખેડૂતપુત્રો હોવાનું સર્ટીફીકેટ આપવાની જરૂરીયાત નથી,અમો ખેડૂત પુત્ર છીએ અને ખેડૂત પુત્ર રહેવાના અને ખેડૂત પુત્ર રહીશું.જો તમો ખરા અને સાચા હોય,તો કેમ ખેડૂતોને સમયસર સારા ભાવો નથી અપાવી શક્‍યા,મજુરોને તેમની મંજૂરીના નાણા નથી અપાવી શક્‍યા કે નથી માર્કેટીગ યાર્ડમાં પૂરી સુવિધાઓ અપાવી શક્‍યા માત્ર ખેડૂતોને હાઉ બતાવી ફોસલાવી,ફોન કરીને કે દબાવીને તેમજ માર્કેટયાર્ડ નાં પૈસાથી સ્‍નેહમિલન જેવા તાયફાઓ કરીને લોકોને ગેર માર્ગે દોરવાનું કામ કરી રહયા છો, અને કોંગ્રેસ પક્ષના નામે મત માંગો છો,અને કોંગ્રેસના પાયાના કાર્યકરોને ખેડૂત પુત્રો ના હોવાની વાહિયાત વાતો કરતા ફરો છો, આમ તમામ બાબતે માર્કેટ યાર્ડ અને તેમના અમુક ડીરેકટરો ખેડૂતોના ન્‍યાય અપાવવામાં તદન નિષ્‍ફળ ગયેલા હોય,તેમજ તુવેર દાળ,શીંગમાં સહકારી આગેવાનો બનીને સાવરકુંડલા તથા સમગ્ર ગુજરાતમાં મિલીભગત કરીને ધૂળ નાં ઢેફા નાખીને પૈસા પકવેલા છે,
જેના કારણે કોંગ્રેસ નાં આગેવાનો દ્વારા આ કૌભાંડ બહાર પાડીને પ્રજા અને ખેડૂત પુત્રો સમક્ષ લાવવામાં આવેલ અને ગુન્‍હાઓ પણ દાખલ કરીને ઉપવાસ પર પણ બેઠેલ હોય, તમારા કમળ-કોંગ્રેસના નેતા આ બાબતે ક્‍યાય રજૂઆત કરેલ હોય કે ઉપવાસ પર બેઠેલ હોય,તેમજખેડૂતોને ન્‍યાય આપાવેલ હોય તેવું આજદિન સુધી બનેલ નથી, જેથી ખેડૂતોના પ્રાણ પ્રશ્નો ને વાચા આપવા માટે ખેડૂત પુત્ર હોવાના નાતે સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખશ્રી,જીલ્લા પંચાયતના ઉપ-પ્રમુખશ્રી,તથા તાલુકા પંચાયત નાં કારોબારી ચેરમેનશ્રી તથા અન્‍ય ખેડૂત કોંગ્રેસ આગેવાનો ખેડૂતોના પ્રાણ પ્રશ્નોના નિરાકરણ માટે સરકારશ્રી સામે ન્‍યાય મેળવા માટે ગયેલા અને ઉગ્ર રજુઆતો પણ કરેલ છે. જો આ પ્રશ્ન નું નિરાકરણ નહિ આવેતો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચારેલ છે
અંતમાં જણાવેલ છે કે માત્ર દૈનિક પેપરોમાં ખોટી રજુઆતો,ખોટી વાતો, અને ખોટા આકડાઓ આપવાથી અને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું કામ કરવાથી ખેડૂતોના પર્શ્નો નો હલ થતો નથી, આમ ન્નયાં સુધી ખેડૂતોને અન્‍યાય થતો હશે ત્‍યાં સુધી નિયમિત યાર્ડમાં તથા જાહેરમાં જુદા-જુદા પ્રશ્નો માટે રજુઆતો કરવા પોતાની ફરજો સમજી ખેડૂતો ને થતા અન્‍યાય સામે ન્‍યાય મેળવા માટેના કામો કરતા રહીશું,


error: Content is protected !!