Main Menu

અમરેલી નગર પાલિકાના પુર્વ પ્રમુખ શ્રીજિતુભાઇ વિછીયાના આંગણે લગ્‍નોત્‍સવ

અમરેલી,અમરેલી નગરપાલિકાના પુર્વ પ્રમુખ અને હરીૐ કંસ્‍ટ્રકશનના માલિક શ્રી જિતુભાઇ વિછીયાના સુપુત્ર ચિ. સત્‍યજીતભાઇનો શુભવિવાહ પ્રસંગ રજવાડી ઠાઠથી ઉજવાશે અને આ પ્રસંગે રાજયના પુર્વ મુખ્‍યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા તથા પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા અને અમરેલી જિલ્લાના તમામ ક્ષેત્રના આગેવાનો તથા રાજકીય મહાનુભાવો ઉપસ્‍થિત રહેનાર છે.આગામી તા. આઠમીએ સ્‍વામીનારાયણના બહેનો લગ્‍ના ગીતો ગાશે અને નવમી ડીસેમ્‍બરે સાંજે છ વાગ્‍યે રજવાડી ફુલેકુ પરંપરા અનુસાર નિકળશે અને રાત્રીના રાસોત્‍સવનું આયોજન કરાયું છે જયારે 10મીએ સવારે જાન ચોટીલા મુકામે જશે જયા ચિ. સત્‍યજીતભાઇના શુભવિવાહ ચોટીલા નિવાસી દ.શ્રી જનકભાઇ આપાભાઇ ખાચરના સુપુત્રી ચિ.મહેશ્‍વરીબહેન સાથે યોજાશે દસમીએ રાત્રીના સ્‍નેહ ભોજન તથા નવદંપતિનો સત્‍કાર સમારોહ યોજાશે અને રાત્રીના દસ કલાકે કિર્તીદાન ગઢવી તથા રાજભા ગઢવી લોકડાયરાની જમાવટ કરશે. અમરેલી પાલિકાના પુર્વ પ્રમુખ શ્રી જિતુભાઇ વિછીયાના પિતાશ્રી સ્‍વ. વાજસુરભાઇ વિછીયા શ્રી શંકરસિંહ વાઘેલાના નજીકના સાથીદાર હતા અને અમરેલી જિલ્લાના રાજકીય ક્ષેત્રે પણ વિછીયા પરિવાર મોભાભર્યુ સ્‍થાન ધરાવે છે.


error: Content is protected !!