રાજુલામાં ઝૂંપડામા આગ લાગતા મહિલાનુ મોત

રાજુલા,રાજુલા તાલુકા માં આવેલું મજાદર ગામ ન્નયાં રહેણાંક મકાન માં મજૂર એ ઝૂંપડું બનાવ્યું હતું ન્નયારે તેમના પતિ કાળાભાઈ મજૂરી કામ કરવા ગયા હતા
અને પુત્રી પુત્ર શાળા માં અભ્યાસ કરવા ગયા હતા તેવા સમયે આ હિરબાઇબેન 36 વર્ષીય મહિલા ઝૂંપડા માં ચા મૂકી અને બાજુ માં બેસી હતી અને ધુમાડા ખૂબ થયા જેના કારણે આગ લાગી ગઈ અને આ મહિલા ને આંખો માં ધુમાડા ઘુસી ગયા અને રીતસર આ મહિલા ને દેખાવા નું બંધ થયું અને આગ ની લપેટ માં આ મહિલા આવી ગઈ અને ગામ લોકો એકઠા થયા અને ટોળા રાજુલા ફાયર બ્રિગેડ ને જાણ કરતા રાજુલા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પોહચ્યું અને ત્યાં સુધી માં આ મહિલા ને ગામ લોકો એ બહાર કાઢી લીધી અને ફાયર બ્રિગેડ દ્વાર આગ ને કાબુ માં લીધી જેના કારણે આસપાસ માં આવેલા મકાનોમાં આગ લાગે તે પહેલાં આગ કાબુ માં લીધી અને ઘટના ની જાણ થતાં રાજુલા એમ્બ્યુલ્સ મારફત રાજુલા હોસ્પિટલ પોહચાડી પરંતુ ત્યાં સુધી માં આ મહિલા નું મોત થયું હતું કેમ કે આખી મહિલા બલી ને ભડધુ થઈ હતી જેના કારણે તેમનું મોત થયું હતું
ચારણ સમાજ ની મહિલા હોવાને કારણે ચારણ સમાજ માં શોક છવાયો હતો સાથે સાથે મજાદર નાનકડા ગામ માં શોક છવાયો હતો અને આ પરણિત મહિલા ને ર સંતાનો છે જેમાં પુત્ર અને પુત્રી હોવાનું જાણવા મળ્યું છે અને બંને સંતાનો શાળા માં અભ્યાસ કરવા ગયા હતા તેવા સમયે આ બનાવ બન્યો હતો અને ઘટના ને પગલે ડુંગર પોલીસ ને જાણ થતાં ડુંગર પોલીસ દોડી આવી તપાસ હાથ ધરી છે