Main Menu

ગણિકા દેહ વેંચતી હશે પરંતુ દિલ નહી : પુ. મોરારીબાપુ

વેળાવદર,
પુ. મોરારીબાપુ માત્ર કથાકાર નથી પરંતુ સમાજોસ્‍થાન સામાજીક લોક ક્રાંતિના પ્રણેતા તરીકે સાંપ્રત સમય તેને નવાજે છે. રામ કથાના માઘ્‍યમથી સાહિત્‍ય, શિક્ષણ, સમાજ કલ્‍યાણના અનેક વિષયોને ઉપાડીને માનવ સંવેદનાને ઉજાગર કરવાની તેમણી મથામણ નોંધનીય છે. આગામી રર ડિસેમ્‍બરથી 30 ડિસેમ્‍બર દરમ્‍યાન રામ જન્‍મભુમિ અયોઘ્‍યામાં તેઓ ગણિકા ( સેકસવર્કર) નેકેન્‍દ્રીત કરીને માનસગાન કરવાના છે. આ માનસ ગણિકા સંદર્ભે પત્રકારતખ્‍ખુભાઈ સાંડસુરે પુ.શ્રી સાથે વિશેષ વાર્તાલાભ કર્યો હતો. પ્રશ્‍ન : બાપુ માનસ ગણિકાના સ્‍ફુરણનનું પાયો કોને ગણવો ? શા માટે ? પુ. મોરારીબાપુ : રામચરિત માનસ માટે કોઈ ઉપેક્ષીત નથી. વ્‍યાસ પીઠની કરુણાપામવાનો સૌને અધિકાર છે. વંચિત, પીડીત, ઉપેક્ષીત માટે પણ સદભાવ જરૂરી છે. આગળ આવી જ રીતે વિચરતી જાતી માટે સને ર011 માં દેવળા, ગોંડલ, કિન્‍નરો માટે સને. ર016 થાણામાં કથાઓ થઈ છે. એટલું જ નહી કેન્‍સર, સ્‍વરધતા, ગાંધિ દર્શન વગેરે વિષયને લઈને સંવાદ કર્યો છે. તો ગણિકા બહેનો માટે ધાર્મીકતાને બેડી સંવાદ કેમ ન થાય? તુલસીદાસ જીએ પણ વાસંતી નામની ગણિકાના અંતિમ સમયે રામ નામનું મહીમાં ગાન કરી આપદધર્મ નિભાવ્‍યો હતો. મારી વ્‍યાસપીઠ પણ આજ દિશામાં કદમ ઉપાડી રહી છે. પ્રશ્‍ન : ગણિકાના વ્‍યકિતત્‍વને આપ કઈ રીતે વ્‍યાખ્‍યાયિત કરો છો ? પુ. મોરારીબાપુ : પહેલા પણ હું કહી ચુકયો છુ કે ગણિકા એટલે માત્ર દેહવ્‍યાપાર માં સંકાળાયેલા સ્‍ત્રી કે મહિલાનું નહી પરંતુ આપણે તેને લિંગથી ઉપર ઉઠીને જોઈએ છીએ. જયારે કોઈ પુરૂષ પણ પૈસા માટે પોતાના ઈમાનને વેચે તો તે ગણિકા છે. જેમ કે સેવકે પોતાની સેવા માટે સાધુ પોતાના વ્‍યાખ્‍યાન માટે પોતાનીનિષ્ઠાને, ઈમાનને પૈસાથી વેચે તો તે ગણિકા જ છે. હા, ગણિકા બહેનો કયારેક પોતાની લાચારીથી , મજબુરી થી કે ટેવ વશ પોતાનો દેહ વેચતી હતી. પરંતુ તે પોતાનુ દિલ કયારેય વેંચતી નથી પ્રશ્‍ન : ગણિકા જેવા વિષય ને સ્‍પર્શતા આપ કોઈ સામાજીક સંકોચ નો અનુભવ કરો છો ? શા માટે નહી ? પુ. મોરારીબાપુ : ના જરા પણ નહી. રામ બધાનો છે તેથી રામકથાએ બધા પાસે જવુ જોઈએ. ભગવાન બુઘ્‍ધ પણ ગણિકા પાસે ભિક્ષા લેવા ગયા હતા. સમાજને તેણે ખુબ સુચારુ ઉતર આપી ને નવો સંદેશ આપ્‍યો હતો. તળાવમાં દુધનો લોટો નાખવાથી તે તળાવ દુધિયુ ન થાય પણ થોડો રંગ બદલે અરે.. તે પણ ન થાય પણ સ્‍વયં ને શાંતિનો અહેસાસ થાય. સૌએ આ કરવુ ંજોઈએ તેવો નિદેશ માનસ કરે છે. પ્રશ્‍ન : બાપુ માનસ ગણિકાનુ સ્‍થળ અયોઘ્‍યા પસંદ કરવા કોઈ ખાસ હેતુ અભિગમ ? કયો ? પુ. મોરારીબાપુ : સૌ જાણે છે કે રામચરિત માનસ નું ભાવકેન્‍દ્રઅયોઘ્‍યા છે. મર્યાદા પુરૂષોતમ રામજીની જન્‍મભંમિ, બીજુ સંત પુ. તુલસીદાસજીએ અહી નગરના છેવાડે રહેતી વાસંતી નામની ગણિકાની અંતિમ ઈચ્‍છા મંજબ પુજયશ્રી તેના ઘરે ગયા હતા. માનસની ચોપાઈઓ સંભળાવી હતી. વાસંતીને તુલસીદાસજીના આગમનના સમાચાર મળ્‍યા ત્‍યારે તે ખુબ પ્રસન્‍ન થઈ હતી. વો રસ્‍મે તોડકર મેરે ઘર આને વાલે હૈ, મૈ ડર રાહ હુંકી ઝાલિમ જમાને વાલે હૈ, અને રામચંદ્ર કૃપાલુ ભજનમના ગાન સાથે વાસંતીની આખો બિડાઈ ગઈ હતી. એક આવુ પણ કારણ ગણી શકાય. પ્રશ્‍ન : આ કથા સમાજને કોઈ ખાસ સંદેશ આપશે ખરી ? ગણિકા સમુહ માટે કોઈ કલ્‍યાણક પ્રવૃતિ માટે અપીલ થશે ? પુ. મોરારીબાપુ ઉ સૌ માટે કરૂણા માનસની ભાવબિંદુ છે. સમાજે પણ તેને અનુસરવુ જોઈએ. કલ્‍યાણ પ્રવૃતિઓ પણ હાથ ધરાશે તેવી શ્રઘ્‍ધા છે. પ્રશ્‍ન : માનસ કિન્‍નર, માનસ વિચરતી પછીની આ કથા એક ઐતિહાસિક તવારીખમાં નોંધાશે તેને આપ કઈ રીતે જુઓ છો ? પુ. મોરારીબાપુ : સિર્ફ હગામા ખડા કરના મેરા મકસદ નહી મેરી કોશિષ હૈ કી યે સુરત બદલની ચાહીએ આપણ. દુષ્‍યંતકુમારની આ પંકિતઓને અનુસરીએ. પ્રશ્‍ન : બાપુ આ વિચારબિદુઓની કથાઓનું પરિણામ કઈ રીતે આલેખી શકાય ? અથવા તેની ફલશ્રુતિ ? પુ. મોરારીબાપુ : ઉપેક્ષીત વર્ગ સમાજ તરફ લોક જનસમુહનું ઘ્‍યાનાકર્ષણ થાય છે. તેમના શ્રેય માટેની વિચારશૃંખલાને બળ મળે છે. માનસ કિન્‍નર જેવી કથા પછી આ વર્ગ તરફનો લોક અભિગમ બદલાયો છે. તેઓ પણ આપણા પૈકીના એક છે. તેવી ભાવના નિર્માણ પામી છે. થાણાની એ કથા પછી સરકારી મશીનરીમાં કિન્‍નર સમાજને તૃતિય લીંગ તરીકે સ્‍વીકારવામાં આવ્‍યો છે. તેવી વાત મારા ઘ્‍યાન પર લાવવામાં આવી છે. આઆવકારદાયક જ ગણી શકાય. પ્રશ્‍ન : બાપુ આ કથાના યજમાન કે વ્‍યવસ્‍થામાં કોઈ નોંધપાત્ર બાબત ? ગણિકા બહેનોનો રોલ કથામાં કેવો હશે ? પુ. મોરારીબાપુ : કથા સ્‍થળ ભકત માર્ગની બગીચી, પરિક્રમા માર્ગ અયોઘ્‍યા છે. તેના યજમાન કોલકતાના બંગાળી શ્રેષ્ઠ છે. તેઓ પોતાના કાર્યને કોઈ વિશેષ મહત્‍વ આપે તેમ નથી. બાબુજીએ ર00 ગણિકા બહેનોને નિવાસ ભોજન મુસાફરીની વ્‍યવસ્‍થા કરેલ છે. કથા સ્‍થળે મંડપમાં અગ્રભાગે તેમની સુચારૂબેઠક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. રામકથાના ઉપક્રમો પોથીજીની ભાવવંદના, આરતી વગેરેમાં પણ તેઓ સંમેલિત થાય તેવો પ્રયાસ કરાશે. સામાજીક પુનરૂત્‍થાન માટે સંઘમાં પ્રયત્‍નો થશે. અગાઉપણ આવી બહેનો માટે તલગાજરડા કરૂણતા પ્રગટ કરી ચુકયુ છે. પ્રશ્‍ન : વ્‍યાસપીઠ હવે નવા મુકામે કયાં જશે ? આપનો કોઈ મનસુબો ? પુ. મોરારીબાપુ : ના કઈ નિશ્‍શ્રીત નથી હોતુ. ફરી કોઈ નવા વર્ગ કે સમુહ માટે ગુરૂકૃપાથી સ્‍ફરણ થશ ત્‍યા તલગાજરડા માનસ પહોંચવા પ્રયત્‍નશીલ હશે. પ્રશ્‍ન : બાપુ કથા પુર્વે શ્રોતાઓને કોઈ સંદેશ ? પુ. મોરારીબાપુ હા સૌને કથા શ્રવણ માટે ઉમળકાભેર સાદ સૌ આવો જય સિયારામ.


error: Content is protected !!