Main Menu

બાબરા મા નવનિયુક્ત લેડી મહીલા સીંધમ નો સપાટો 70લાખો નો ઇગ્લીંશ દારૂ નો જથ્થો ઝડપી પાડયો

બાબરા તાલુકાના દરેડ ગામના અશોકભાઇ નટુભાઇ વાળાની વાડીમાંથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના થતાં કંટીગને રૂ.૬૯,૨૯,૦૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે પકડી પાડતી બાબરા પોલીસ
              અમરેલી જીલ્લાના પો.અધિ. સાહેબ શ્રી નીર્લીપ્ત રાય સાહેબે અમરેલી જીલ્લામાં દારૂ જુગારની બદ્દી નાબુત કરવા જુંબેશ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે બાબરા પો.સ્ટે. ના નવનિયુક્ત પો.સ.ઇ. જી.ડી.આહીર સાહેબ તથા પો.કોન્સ. પરવેઝભાઇ મહંમદભાઇ સૈયદ તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઉદયસિંહ સોલંકી તથા પો.કોન્સ. ભાવીકભાઇ લાલજીભાઇ ખેરને મળેલ સંયુક્ત બાતમી આધારે તા.૦૯/૦૧/૨૦૧૯ ના શરૂ રાત્રીનાં અશોકભાઇ નટુભાઇ વાળા રહે.દરેડ વાળાની દરેડ ગામે આવેલ વાડીએ રેઇડ કરતાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ ત્રણ બ્રાંડની પેટીઓ નંગ – ૯૮૭ જેમાં (૧)રોયલ જનરલ (૨)પાર્ટી સ્પેશીયલ (૩)બોર્ન ફાયર બ્રાંડની કુલ બોટલ નંગ – ૧૧૮૪૪ ની કુલ કિ.રૂ. ૩૭,૨૯,૦૦૦/- તથા સદરહું દારૂંની હેરફેર માટે ઉપયોગમાં લીધેલ પાંચ નાના મોટા ટોરસ વાહન સહીત ની કિ.રૂ.૩૨,૦૦,૦૦૦/- જે કુલ પ્રોહી મુદ્દામાલ મળી કિ.રૂ.૬૯,૨૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી રમેશભાઇ મનોરભાઇ સોલંકીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને અન્ય આરોપીઓ જેમાં (૧) અશોકભાઇ નટુભાઇ વાળા તથા (૨) રણજીતભાઇ ઉર્ફે લાલો બાલુભાઇ ધાધલ તથા બીજા અન્ય આરોપીઓ અંધારાનો લાભ લઇ નાશી છુટેલ હોય તેના વિરૂધ્ધ બાબરા પો.સ્ટે.માં પ્રોહી ધારા તળે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
               સદરહું તમામ કામગીરીમાં પો.સબ.ઇન્સ. સાહેબ જી.ડી.આહીર તથા હેડ.કોન્સ. જયદેવસિંહ ચંદુભા સોલંકી તથા હેડ.કોન્સ. બી.પી.વાંજા તથા પો.કોન્સ. રવિરાજસિંહ ઉદયસિંહ સોલંકી તથા પો.કોન્સ. પરવેઝભાઇ મહંમદભાઇ સૈયદ તથા પો.કોન્સ. ભાવીકભાઇ લાલજીભાઇ ખેર તથા પો.કોન્સ. પ્રકાશભાઇ રાવતભાઇ ગરૈયા તથા પો.કોન્સ. સંજયભાઇ રણછોડભાઇ ચાવડા તથા પો.કોન્સ. હિંમતભાઇ રામજીભાઇ તથા પો.કોન્સ. મહેશભાઇ મધુભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. સંદિપભાઇ લખુભાઇ તથા પો.કોન્સ. શૈલેષભાઇ દડુભાઇ કામળીયા વિ. માણસો જોડાયા હતાં.


(Next News) »