Main Menu

1974માં કુંકાવાવ-લુણીઘાર વચ્‍ચે ચાલું ટ્રેને ડીઆઇજીનું ખૂન થયેલ

અમરેલી,સયાજીનગરીએકસપ્રેસમાં અબડાસાના પુર્વ ભાજપી ઘારાસભ્‍ય જયંતી ભાનુશાળીની થયેલી રહસ્‍યમયી હત્‍યાથી અમરેલીના જુના જમાનાના લોકોને અમરેલીના કુંકાવાવ નજીક ચાલુ ટ્રેને સોમનાથ મેઇલમાં ફસ્‍ટર્કલાસના ડબામાં 44 વર્ષ પહેલા થયેલી એ જમાનાની બહુચર્ચીર્ત ડીઆઇજી વાઘેલાની હત્‍યાના કેસની યાદ આવી છે આ હત્‍યાકેસ પણ તે જમાનામાં બહુ ગાજયો હતો.તેની ઉપર આજે એક નજર નાખીએ.
પરમ દિવસે રાત્રે એક વાગ્‍યાના અરસામાં કચ્‍છના સુરજબારી અને કટારીયા વચ્‍ચે સયાજીનગરી એકસપ્રેસમાં કચ્‍છના અબડાસાના ભાજપના પુર્વ ઘારાસભ્‍ય જયંતી ભાનુશાળીની હત્‍યા થઇ હતી અને હત્‍યા કોણે અને શા માટે કરી તે સવાલ સૌરાષ્‍ટ્રભરમાં ચચાર્ના ચગડોળે છે ત્‍યારે અવઘ ટાઇમ્‍સે અમરેલી પાસે એ જમાનામાં ચાલતી વેરાવળથી અમદાવાદ ટ્‍ેન કે જે સોમનાથ મેલ તરીકે ઓળખાતી હતી તેમાં 1974માં બનેલા ડીઆઇજી વાઘેલા હત્‍યાકેસને નજીકથી જોનારા લોકોને શોઘી અને તે બનાવ અંગે જે તે વખતે ચર્ચાયેલી, લોકમુખે ગવાયેલી વિગતો મેળવી હતી તે અનુસાર જોઇએ તો 1974ની સાલના શ્રાવણ માસમાં જુનાગઢ જેલની વીઝીટ કરી અને અમદાવાદ જઇ રહેલા તે વખતે રાજયકક્ષાના જેલ વિભાગના મોટા અઘિકારીે ડીઆઇજી વાઘેલાની કુંકાવાવ નજીક ચાલુ ટ્રેને છરીના ઘા ઝીકી હત્‍યા કરાઇ હતી અનેરાજયભરમાં હાહાકાર મચી ગયો હતો.
ખાખીનો રોલો પડતો હતો એ જમાનામાં બનેલા આ બનાવની વિગતો કંઇક આવા પ્રકારની હતી કે, વેરાવળથી કેશોદ, જુનાગઢ,જેતપુર-જેતલસર વડીયા,કુંકાવાવ, લુણીઘાર ખીજડીયા,ઢસા ઘોળા બોટાદ થઇ અમદાવાદ એ રીતે સોમનાથ મેઇલના નામે ઓળખાતી રેલવે અને એક સુપરફાસ્‍ટ નામની તથા ચાર લોકલ રેલવે ચાલતી હતી. જુનાગઢમાં સરકારી કામે ગયેલા જેલ વિભાગના ડીઆઇજી વાઘેલા જુનાગઢથી સોમનાથમેઇલ ફર્સ્‍ટકલાસ ડમ્‍બામાં બેઠા હતા આ ફર્સ્‍ટકલાસ ડમ્‍બામાં ડીઆઇજી વાઘેલા એકલા જ હતા અને સોમનાથ મેઇલ કુંકાવાવથી ઉપડી અને લુણીઘાર નજીક પહોંચી ત્‍યારે તેના ડમ્‍બામાં બે અજાક્કયા શખ્‍સો આવ્‍યા હતા બે માંથી એક ટોયલેટ તરફ ગયો અને બીજો ડીઆઇજી વાઘેલા પાસે આવ્‍યો હતો અને તેની પાસે માચીસ માંગી હતી ડીઆઇજી વાઘેલા માચીસ કાઢી રહયા હતા ત્‍યારે તે અજાક્કયા શખ્‍સે તેને તાકાતથી છરી મારી દીઘી હતી પોલીસ અઘિકારી એવા વાઘેલાએ પ્રતિકાર કર્યો અને ટ્રેનની ઇમરજન્‍સી સાંકળ ખેંચી ટ્રેન ઉભી રહી કે બન્ન્‌ો અજાક્કયા શખ્‍સો નાસી છૂટયા હતા.
લોહીલુહાણ ડીઆઇજી વાઘેલાને છાતીમાં છરી ભોંકી દીઘેલી હાલતમાં જ દવાખાને ખસેડવાના હતા આથી હવે નજીક આવનારા લુણીઘાર સ્‍ટેશનેથી જ તેને દવાખાને લઇજવા તેવું નકકી થયુ હતુ લુણીઘાર સ્‍ટેશને પહોંચેલા સોમનાથ મેઇલમાંથી વાઘેલાને ઉતારી અને ત્‍યાથી સાવ નજીક જ આવેલા ચિતલના પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્ર ખાતે તેને લઇ જવામાં આવ્‍યા ગંભીર ઇજા પામેલ ડીઆઇજી વાઘેલાને છાતીમાં છરી સાથે ચિતલના પીએચસીમાં ખસેડાતા ફરજ ઉપરના તબીબે તેની છાતીમાંથી છરી કાઢવામાં આવે તો તેનું મૃત્‍યું નિશ્ચીત છે તે જાણી ગયેલા તબીબે શ્વાસ લઇ રહેલા વાઘેલાનું ડાંઇગ ડેકલેરેશન (મરણોતર નિવેદન) પહેલા લઇ લેવાની સલાહ આપી હતી અને તે પ્રમાણે તેનું નિવેદન લેવાનું શરૂ થયું કે મારનાર કોણ હતા ? તેવા પહેલા સવાલના જવાબમાં બે દાઢીવાળા…. આટલું જ કહી અને ડીઆઇજી વાઘેલાએ દેહ છોડી દીઘો હતો.
પોલીસ બેડાના જેલ વિભાગના મોટા અઘિકારીની આ પ્રકારે થયેલી હત્‍યાને પગલે હાહાકાર મચી ગયો હતો લોકો પણ સતત હત્‍યારા કોણ ?ની ચર્ચા કરી રહયા હતા જે તે વખતે ચિતલ આઉટપોસ્‍ટ પોલીસ સ્‍ટેશનમાં ગુનો નોંઘાયો તપાસ તે વખતે અમરેલી સીટી અને રૂરલ બન્ન્‌ો પોલીસ સ્‍ટેશન એકજ હતુ ત્‍યા તપાસ શરૂ કરાઇ પણ કોઇ કડી ન મળી મરણોતર નિવેદનમાં બે દાઢીવાળા એવુ બોલી શકેલા વાઘેલાના કથનથી કુંકાવાવમાં દાઢીવાળાઓનું આવી બન્‍યું પોલીસે દાઢીવાળાઓને શોઘી શોઘીે અને અને સર્વિર્સશરૂ કરી દીઘી કુંકાવાવમાં તે સમયે પોલીસ સ્‍ટેશન હતુ નહી અને તપાસ માટે પોલીસના ઉચ્‍ચ અઘિકારીઓના ટોળા આવતા કુંકાવાવની ઘર્મશાળામાં દાઢીવાળાઓને અને દાઢી કરાવી આપનાર વાણંદને બોલાવી અને પોલીસની ભાષામાં પુછપરછ થતા હોબાળો મચ્‍યો હતો આ સમયે બરાબર શ્રાવણ માસ ચાલતો હોય અનેક લોકો દાઢી રાખતા અને દાઢીવાળાને જોઇને પોલીસ તુટી પડતી તેને કારણે પણ હોબાળો મચ્‍યો હતો. આ મામલાને લઇને અમરેલીના જે તે સમયના ડીએસપી પાસે દોઢસો લોકોનું ડેપ્‍યુટેશન આવ્‍યું અને પોલીસના અતિરેક સામે રજુઆત કરતા આ બનાવની તપાસ સીઆઇડીને સોંપવાનો હુકમ થયો.
તપાસ સીઆઇડીના પીએસઆઇ એમ. જે. ખાચર પાસે આવી એ જમાનામાં પોતાની આગવી પઘ્‍ઘતીને કારણે વખણાતા ફોઝદાર મુળુભાઇ ખાચરે તપાસ શરૂ કરી અને ટપાલો તથા જેલમાં રહેલા કેદીઓ અને અઘિકારીઓની તપાસ કરી છ આરોપીઓની ઘરપકડ કરી હતી અને એ છએ છ માથા હતા સરમણ મુંજા તેનો ભાઇ અરજણ મુંજા તથા કેશોદના ચકચારી ગરબી ખૂનકેસના બે આરોપીઓ પ્રાગજી જેરામ તથા જેલ સુપ્રિટેન્‍ડન્‍ટ બેચર રામજી પટેલ અને જુનાગઢના ડીસમીસ પોલીસમેન રાવત દેવાયત સામે ગુનો નોંઘાયો અને તેમા રાવતને તાજનો સાક્ષીે બનાવાયો સરમણ મુંજાનેઅમરેલી જેલમાં રખાયેલ અને અરજણ જામનગર જેલમાં હોય તેને મુદતે અમરેલી લાવવામાં આવતો આ હત્‍યા પાછળ એવુ કારણ અપાયેલ કે, આરોપીઓ સરમણ મુંજા અને જેન્‍તી ખેરાજ વીગેરે જેલમાં હતા ત્‍યારે મરનાર ડીઆઇજી વાઘેલા તેને હેરાન કરતા અને આરોપી જેલર પટેલના હત્‍યામાં સામેલ થવાના કેસમાં એવુ કારણ બતાવાયેલ કે, તેના પ્રમોશનમાં વાઘેલા આડા આવ્‍યા હતા. સૌ આરોપીઓ જેલમાં હતા અને1975ની સાલમાં આ કેસ અમરેલીના સેશન્‍સ જજ શ્રી એમ.કે.દેસાઇ સમક્ષ ચાલ્‍યો હતો. આ કેસમાં આરોપીઓએ અમરેલીના તત્‍કાલીન વિદ્‌્‌વાન ઘારાશાસ્‍ત્રી સ્‍વ. બાવચંદભાઇ વડેરાને રોકયા હતા.
અમરેલી પોલીસ બેડાની શાન ગણાતા નિવૃત એએસઆઇ અને વિદ્‌વાન એડવોકેટ શ્રી હનુભા વાળા આ કેસને યાદ કરતા કહે છે કે, તેણે 1972માં પોલીસની સર્વિસનો પ્રારંભ કરેલ અને પ્રારંભીક તબકકે પોલીસ હેડ કવાર્ટરના આર્મ યુનીટમાં હતા અને અમરેલીની સબજેલના ગાર્ડની જવાબદારી અપાઇ હતી.તેને ખાસ મોટામાથાઓ ઉપર નજર રાખવાની રહેતી હતી. સરમણ મુંજા જેવા માથા અને આ હત્‍યાકેસના આરોપીઓ માટે ખાસ ગાર્ડ બેસાડવામાં આવતા અને એ ખુનકેસના આરોપીઓને કોર્ટ મુદતમાં લઇ જવાતા ત્‍યારે જેલ પાસે કાયમ ઇસ્‍ત્રીટાઇટ કપડામાં સજજ સરમણ મુંજા અને જેન્‍તીખેરાજ સહિતના આરોપીઓનેજોવા માટે લોકોના ટોળા ઉમટતા.
આ કેસ રાજયભરમાં ચકચારી કેસ હતો આ સમયે કોર્ટરૂમના બોર્ડ ઉપર બેસતા વિદ્‌્‌વાન એડવોકેટ શ્રી વ્‍યાસદાદા એ અવઘ ટાઇમ્‍સને જણાવેલ કે જયારે કેસ ચાલતો ત્‍યારે કોર્ટરૂમ તો ચિકકાર ભરાઇ જતો પણ કોર્ટ બહાર પણ દલીલો સાંભળવા લોકોની લાઇનો લાગતી અને કોર્ટરૂમ લોકોના શ્વાસોશ્વાસને કારણે ગરમ બની જતો.
આખા બનાવમાં કોઇ આઇવીટનેસ ન હતા અને તાજનો સાક્ષી બનાવાયેલ રાવત ફર્યુ ફર્યુ બોલતો હોય કોર્ટે આ બનાવ વણ ઉકેલ છે તેમ જણાવી અને આરોપીઓને નિર્દોર્ષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો. જોકે આ જજમેન્‍ટ પછી જેના નામ હત્‍યામાં હતા તે આરોપીઓ પૈકીના જેન્‍તી ખેરાજની વેરાવળ બસસ્‍ટેન્‍ડે હત્‍યા થઇ ગઇ હતી.
જો કે જાણકાર અને આ બનાવ સમયના સમકાલીન લોકો કહે છે કે ચર્ચા ત્‍યારે ખુબ ચાલતી સરકારના આવડા મોટા અઘિકારીની હત્‍યામાં કોર્ટે છોડેલા આરોપીઓ ખરેખર ખૂની ન હતા પણ આ બનાવ વણઉકેલ રહે તો સરકારની આબરૂને ઘકકો લાગે તેમ હોવાને કારણે આ મોટા માથાઓને ફીટ કરી દેવાયા હતા અને ખરેખર હત્‍યારાઓ કોણ હતા તે આજ સુઘી ચચાર્નો વિષય છે.કોઇ કહે છે કે લાઠી બાજુના સામાન્‍ય લુટારુએ લૂંટ કરવાનાઇરાદે હત્‍યા કરી હતીે તો કોઇ ડીઆઇજી વાઘેલાની પારિવારીક બાબતો ઉપર ઇશારા કરતા હતા. પણ આ ઘટના આજે પણ કુંકાવાવ અને અમરેલીની પીઢતાને આરે પહોંચેલી પેઢી અને નિવૃત થયેલા સરકારી કમર્ચારીઓ, અઘિકારીઓને યાદ છે. આજે 45 વર્ષે આ ઘટના ફરી ચર્ચામાં આવી છે.« (Previous News)error: Content is protected !!