Main Menu

અમરેલીના વિદ્‌્‌વાન એડવોકેટ શ્રી જશુભાઇ કાનાબારની ચિરવિદાય

અમરેલી,અંતિમ શ્વાસ સુઘી વ્‍યસ્‍ત એવા અમરેલીના જુની પેઢીના વિદ્‌્‌વાન આદરણીય ઘારાશાસ્‍ત્રી શ્રી જસવંતરાય કાનાબારનું ૮૯ વર્ષની વયે નિઘન થતા અમરેલી શહેર સહિત સૌરાષ્‍ટ્રભરનાં રઘુવંશી સમાજ અને રાજકીય વર્તુળો સહિત તમામ ક્ષેત્રમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.નખશીખ સજજન તથા કાયદાના પ્રખર જ્ઞાતા અને અનેક પ્રકારના ચેન્‍જેબલ કેસો લડી સફળતા મેળવનાર અમરેલીના આદરણીય વડીલ એવા શ્રી જશુભાઇ કાનાબારને ગુરુવારે રાત્રે હદયરોગનો હુમલો આવ્‍યો હતો જે પ્રાણઘાતક સાબીત થયો હતો અને તેમણે પાર્થિવ દેહ ત્‍યાગી દીઘો હોવાના સમાચારે અમરેલીમાં ઘેરા શોકની લાગણી જન્‍માવી છે.
શ્રી જસવંતરાય કાનાબાર ભાજપના પ્રદેશ આગેવાન અને જાણીતા સર્જન ડો. ભરતભાઇ કાનાબાર તથા ગુજરાત હાઇકોર્ટના વિખ્‍યાત ઘારાશાસ્‍ત્રી શ્રી પ્રકાશભાઇ કાનાબારના પિતાશ્રી હતા આજે તા. ૧૧ને સવારે ૧૦ કલાકે સદગતની અંતિમયાત્રા રખાઇ છે.(Next News) »error: Content is protected !!