Main Menu

ભારતમાં પહેલી સાયન્‍સ પાર્કની થીમ શ્રી હિરાલાલ શાહે આપી હતી

અમરેલી,અમરેલીને કમર્ભુમી બનાવનારા શ્રી હિરાલાલ શાહની ચિરવિદાયથી અમરેલીએ વિરલ વ્‍યકતિત્‍વ ગુમાવ્‍યુ હોવાનો અહેસાસ અમરેલી કરી રહયું છે ત્‍યારે સાવ સાદાઇથી રહેતા અને પોતાને મળેલા સન્‍માનની કોઇને પણ જાણ ન કરનારા શ્રી હિરાલાલ શાહની અજાણી એવી કેટલીય બાબતે પ્રકાશમાં આવી છે.યુવાનીમાં અમરેલીને તેની પુરાતત્‍વીય ઓળખ આપનારા શ્રી હિરાલાલ શાહનું મુળ વતન તો અમરેલીથી ઘક્કાુ દુર હતુ છતા આયુના છ-છ દસકાઓ તેમણે અમરેલી માટે સમર્પિત કરી દીઘા હતા વડોદરાની યુનિવર્સીર્ટીમાં જયારે મ્‍યુઝીયોલોજીનો અભ્‍યાસક્રમ શરૂ થયો ત્‍યારે તેની પહેલી જ બેચના તેજસ્‍વી વિઘ્‍યાથીં એવા શ્રી હિરાલાલ શાહને પરમ વિદુષી એવા વડોદરાના દિવાન શ્રી મનુભાઇ મહેતાના પુત્રી અને અમરેલીના સપુત ડો. જિવરાજ મહેતાના ઘર્મપત્‍ની શ્રી હંસાબહેન મહેતાએ અમરેલીને કર્મભુમી બનાવાવાની પ્રેરણા આપી હતી.
યુવાનીમાં અમરેલીમાં ગીરઘરભભાઇ સંગ્રહાલયના 1 એપ્રીલ 1955ના પહેલા દિવસથી જ જોડાયેલા તથા શહેરની વિવિઘ શૈક્ષણિક સંસ્‍થાઓમાં શ્રી હિરાલાલ શાહે પાયાના પથ્‍થર જેવી ભુમીકા ભજવી હતી અને કાઠીયાવાડની સંસ્‍કૃૃતિનો ઓળખ આપતા કાઠીેઘર સહિતની કાઠીયાવાડની સાંસ્‍કૃૃતિકવિરાસતને જાળવવાનું મહત્‍વનું યોગદાન આપ્‍યુ હતુ.અમરેલીમાં ગીરઘરભાઇ સંગ્રહાલય પછી બાલભવન અને વિજ્ઞાનકેન્‍દ્ર સ્‍થાપી શ્રી હિરાલાલ શાહે અમરેલીને રાષ્‍ટ્રીય તખ્‍તે મુકી દીઘુ હતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ભારતમાં સાયન્‍સપાર્કનું કોઇએ નામ પણ નહોતુ વિચાર્યુ ત્‍યાારે શ્રી શાહે અમરેલી બાલભવનમાં સાયન્‍સપાર્કની થીમ તૈયાર કરી હતી જે ભારતમાં સૌ પ્રથમ હતી તેના ઉપરથી પછી અનેક મોટા શહેરોમાં આ થીમ ઉપરથી સાયન્‍સ પાર્ક બન્‍યા હતા.અને તેના કારણે જ બાબાપુર આવેલા મીસાઇલમેન ડો. અમ્‍દુલ કલામ અમરેલી બાલભવનની મુલાકાતે આવ્‍યા હતા. હાજરજવાબી એવા શ્રી હિરાલાલ શાહને બેસ્‍ટ સીનીયર સીટીઝન ઓફ ઇન્‍ડીયાથી સન્‍માનવામાં આવ્‍યા હતા પણ તેનો કોઇ પ્રચાર કે પ્રસાર કર્યા વગર શ્રી શાહે આ સન્‍માનને બાળકોની વચ્‍ચે ઉજવ્‍યું હતુ.

 



« (Previous News)
(Next News) »