Main Menu

ચલાલા દાનમહારાજની જગ્‍યાને ઘ્‍યાનબાપા એવોર્ડ એનાયત કરાશે

સૌરાષ્‍ટ્ર ગુજરાતની દેહાણ જગ્‍યાઓ ધમંની, સમાજની અનન્‍ય સેવા કરતી આવી છે. જયાં ટુંકડો ત્‍યા હરિ ઢુકડોના સુત્રને ભેદભાવ વિના ચરિતાર્થ કર્યુ છે. અભાવ ગ્રસ્‍તોના હામી થઈને આંસુ લુછયા છે. સાંપ્રત સમયમાં પણ વિવિધ સેવાઓ ર્ેારા ઝુંપડીઓમાં અજવાળા પાથર્યા છે. આવી જગ્‍યાઓને એવોર્ડ અર્પણ કરીને તેમની વંદના કરવાનો ઉપક્રમ પ્રતિવર્ષની જેમ માધપુર્ણિમા દિવસે સેંજળધામ તા. સાવરકુંડલામાં પુ.મોરારીબાપુની પ્રેરણા અને માર્ગદર્શનમાં થાય છે. આગામી તા. 19 ફેબ્રુઆરી, મંગળવારના રોજ વર્ષ ર019 નો અને સંળગ નવમો એવોર્ડ સંતશ્રી દાનમહારાજની જગ્‍યા મુ. ચલાલા, જિ. અમરેલીને અર્પણ થશે. આ જગ્‍યાના મહંત પુ. વલકુબાપુ, મંગળુબાપુ ભગત આ એવોર્ડ સ્‍વીકારશે. સવારના 10:00 કલાકે પુ. બાવકુવાળા એવોર્ડ અર્પણ વીધીમાં જગ્‍યા ( ટ્રસ્‍ટ) ના પ્રતિનિધિને તીલક, સુત્રમાલા, શાલ, સ્‍મૃતિચિહન ( એવોર્ડ )અને એવોર્ડ રાશિ સવાલાખ રૂપિયા સાથે દેહાણ જગ્‍યાના મહંતો , વર્િેાનો અને ભકતજનોની ઉપસ્‍થિતીમાં સેંજળધામમાં યોજાનાર સમારંભ દરમીયાન મોરારીબાપુના હસ્‍તે અર્પણ થશે. ર011 ની શાલ થી પ્રારંભાયેલ ઘ્‍યાન સ્‍વામીબાપા એવોર્ડ થી અત્‍યાર સુધીમાં પીપા ભગતનીજગ્‍યા- પીપાવાવ, રૈદાસની જગ્‍યા કુંડ સરસઈ – વિસાવદર, દેવતણખીદાદા, લિરબાઈમાની જગ્‍યા મજેવડી,રૂગનાથ સ્‍વામીની જગ્‍યા, વડવાળાદેવની જગ્‍યા – દુધરેજ, લોહંગરી મહારાજની જગ્‍યા ગોંડલ, મહાત્‍મા મુળદાસજીની જગ્‍યા સમાધી સ્‍થાન અમરેલી, મેકણદાદા અખાડાની જગ્‍યા ધ્રંગ તા. ભુજ ( કચ્‍છ) , તેમજ ગત વષત્ર્ય સંતશ્રી ભાણ સાહેબની જગ્‍યા (ભાણતીર્થ) ની વંદના કરવામાં આવી છે.
નિમ્‍બાકાચાર્ય હરીવ્‍યાસજી મહારાજના શિષ્‍ય પુ. ઘ્‍યાનસ્‍વામીએ વ્રજ માંથી વિચરણ કરી ને વષત્ર્યા પહેલા સેંજળ ગામને પોતાની સાધના ભુમી બનાવેલીે. આજે ત્‍યા એમની ચેતન સમાધી છે. તેવો મોરારીબાપુની ભકિત પરંપરાના મુળ પુરૂષ છે. તેમના અધિકારી શિષ્‍ય પુ. જીવનદાસજી ના વંશમાં મોરારીબાપુનો જન્‍મ થયો. એ મુળ પુરૂષના પુણ્‍ય સ્‍મરણ સાથે આ એવોર્ડનું નામ જોડવામાં આવ્‍યુ છે. અને એવી જગ્‍યાઓ કે જયા સવોત્ર્યના સ્‍વીકાર સાથે સદાવ્રત(અન્‍નક્ષેત્ર)ચાલતુ હોય, માનવ સેવા, ગૌસેવાના કાર્ય ર્ેારા ધર્મસિંચન થતુ હોય તેની વંદના કરવાનો આ પ્રવીત્ર અને સન્‍માન યુકત ઉપક્રમ છે.