Main Menu

યુવતીએ નીચલી જાતિના યુવક સાથે લગ્ન કરતા પિતાએ મોતન્ો ઘાટ ઉતારી

અમરાવતી,તા.5આંધ્ર પ્રદૃેશના પ્રકાશમ જિલ્લામાં નીચલી જાતિના યુવક સાથે લગ્ન કરવા ઇચ્છતી પુત્રીની સગ્ગા બાપે હત્યા કરી હોવાની ઘટના બની હતી.
પોલીસે જણાવ્યા મુજબ સોમવારે સવારે પિતા પુત્રી વચ્ચે જોરદૃાર દૃલીલો થઇ હતી. વાત વધી જતાં ઉશ્કેરાટમાં આવી જઇને વેંકટ રેડ્ડીએ પોતાની પુત્રી વૈષ્ણવીનું ગળું દૃબાવીને એની હત્યા કરી હતી. પોલીસે વેંકટ રેડ્ડીની ધરપકડ કરી લીધી હતી.
વૈષ્ણવી કાલેજમાં ભણતી હતી અને એને એક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. આ યુવક વૈષ્ણવીના સમાજ કરતાં નીચલી જાતિનો હતો એટલે વૈષ્ણવીના પિતાને એની સામે વાંધો હતો. એથી પિતા પુત્રી વચ્ચે સતત ચડસા ચડસી થતી હતી. આવી દૃલીલો દૃરમિયાન પિતા ઉશ્કેરાઇ ગયા હતા અને પુ્ત્રીનું ગળું ઘોંટી નાખ્યું હતું.
પિતાએ અગાઉ એક કરતાં વધુ વખત પુત્રીને ચેતવી હતી કે આ યુવકને મળવાનુ બંધ કર. પરંતુ વૈષ્ણવીએ આ ચેતવણીની અવગણના કરી હતી.


error: Content is protected !!