Main Menu

ગાંધીનગર-અમદૃાવાદૃ વચ્ચે 15 ઇલેક્ટ્રિક બસ દૃોડાવાશે: આર.સી.ફળદૃુ

ગાંધીનગર,અમદૃાવાદૃ શહેરને સાંકળતી વિકાસ સેવા ઇન-હાઉસ તૈયાર કરવામાં આવેલી 25 બસને આજે વાહન વ્યવહાર પ્રધાન આર.સી.ફળદૃુના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી. ત્યારે આર.સી.ફળદૃુએ કહૃાું કે, 1971થી ગાંધીનગર ડેપો ખાતે અમદૃાવાદૃ સાથે સાંકળવામાં આવી હતી. જ્યારે એશિયામાં સૌથી મોટા ડેપો ખાતે બોડી બનાવવામાં આવી છે. ત્યારે આ માત્ર બે શહેરોને જોડવા માટેની સેવા નથી. પરંતુ છેવાડાના ગામડાના લોકોને સેવા પૂરી પાડવામાં આવી રહી છે. રાજ્યના 99 ટકા લોકો બસ સેવાથી જોડાયા છે.
ગાંધીનગર-અમદૃાવાદૃ વચ્ચે મોટી સંખ્યામાં કર્મચારીઓ અપડાઉન કરે છે. તમામ લોકો એસ.ટી. બસનો ઉપયોગ કરે છે. અમદૃાવાદૃ શહેરના વિવિધ વિસ્તારોમાંથી 84 પોઇન્ટ સંચાલન થાય છે. જેમાં 121 શિડ્યુઅલ, 41 હજાર કિલોમીટર, 1008 ટ્રીપ, 141 રૂટ અને 153 પોઇન્ટનો સમાવેશ થાય છે. વિકાસ રૂટ દિૃવસ દૃરનિયાન 82 ટ્રીપનું સંચાલન કરે છે. જેમાં 1500 વિદ્યાર્થી પાસ, 4 હજાર મુસાફરોનો સમાવેશ થાય છે. રાજ્ય કક્ષાના પ્રધાન ઇન હાઉસ 1001 બસનું કામ પૂર્ણ કરવામાં આવશે.
કૃષિ મંત્રી આર સી ફળદૃુએ પીએમ નરેન્દ્ર મોદૃીના વખાણ કરતા રહૃાું કે, મોદૃીજીના સત્તામાં આવ્યા બાદૃ ખેડૂતોની સ્થિતિ સુધરી છે. અને ખેડૂતોને ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે તેઓ સરકારને ટેકાના ભાવે પોતાનો માલ આપી રહૃાા છે.
કૃષિ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, નાફેડ દ્વારા તમામ રાજ્યોમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદૃી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં આ વર્ષે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ પણ મગફળીની ખરીદૃી કરી રહૃાું છે અને અને ખેડૂતોને તુરંત ચૂકવની પણ કરવામાં આવશે..
કૃષિમંત્રીએ કોંગ્રેસની અગાઉની સરકારને આડે હાથ લેતા કહૃાું કે, કેઅગાઉ કેન્દ્રમાં કાગેસની સરકાર હતી જેમાં ખેડૂતોની હાલત ખુબ જ ખરાબ હતી અને તેમની નોંધ પણ લેવામાં આવતી ન હતી પણ મોદૃી ના આવ્યા પછી ખેડૂતોની પરિસ્થિતિ સુધીરી છે.(Next News) »error: Content is protected !!