Main Menu

ઇતિહાસમાં પહેલી વખત દલખાણિયા રેન્જ સિંહો વગરની

અમરેલી જિલ્લો કાઠીયાવાડ કહેવાય છે અહીના વટ વચન અને વેર વખણા્ય છે અહીના માનવીની લાગણી પણ અનેરી હોય છે ઝવેરચંદ મેઘાણીની વારતા સિંહ સાથે દોસ્તી એ ભલે જગ્યા ગમે તે હોય પણ હશે કાઠીયાવાટની જ ઘટના, તથા તે સત્ત્ય જ હશે તેમ માનવું પડે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે. ધારી તાલુકાના ગીરના જંગલની શરુઆત જયાંથી થાય છે તેવા ગીરના હટાણાના ગામ દલખાણિયા હાલમાં નવા પ્રકારની ખામી મહેસુસ કી રહયું છે. સામાન્ય રીતે સિંહ કે દીપડા દેખાય એટલે ગ્રામજનો અને આસપાસદના ખેડુતો એવી રજુઆત કરે કે આ જાનવરોને પકડી જંગલમાં મુકી આવો પણ દલખાણીયાવાસીઓએ એવી માંગ ઉઠાવી છે કે અમારા એ 33 સિંહોને પાછા અમારા વિસ્તારમાં મુકી જાવ નહીતર જોયા જેવી થશે ! ત્રણ ચાર માસ પહેલા ગીરના જંગલમાં અમુક ભાગમાં આવેલા રોગચાળામાં વનતંત્ર દ્રારા કોડીનાર રોડે ખોડીયાર મંદિર પાસેની ચેકપોસ્ટ બાજુના ડુબકયામાંથી સિંહોને પકડી લેવાયેલ અને જામવાળા સારવાર અને વેકસીન માટે લઇ જવાયા હતા.
આ સમયથી ઇતિહાસમાં પહેલી વખત જ દલખાણિયા અને આસપાસના ગામડાઓ તથા નેસડાઓએ સિંહોની ડણક કે ગજર્નાઓ સાંભળી નથી અહીના સિંહો ગયા તે ગયા હજુ પાછા ન ફરતા લોકોને ચિંતા થઇ રહી છે અને તેનું કારણ પણ એ છે કે, આ ગામના લોકો સિંહોની સાથે સદીઓથી હળીમળીને રહે છે અને આ વિસ્તારમાં સિંહે વગર કારણે કોઇ માનવી ઉપર હુમલો કર્યો હોય તેવો એક પણ બનાવ આજ સુધીે નોંધાયો નથીવળી સિંહોનીે હાજરીને કારણે અહી રોજડાઓની અને રેઢીયાળ ઢોરનો ઉપદ્રવ પણ નહીવત હતો તે શરૂ થયો છે અને સિંહોની હાજરીથી ટેવાયેલા ગ્રામજનો પણ ચિંતાતૂર બન્યા છે.અહીના ગ્રામજનોની હાલત વિશે અવધ ટાઇમ્સના દલખાણિયાના પત્રકાર યોગેશ સોલંકી તેમના અહેવાલમાં જણાવે છે કે, દલખાણીયા ગામના લોકોએ જણાવેલ છે કે, અમો દલખાણીયા ગામના 2હેવાસી વષાથી સિંહો સાથે શાંતિથી 2હીએ છીએ અને સિંહો તેમજ અન્ય વન્યપ્રાણીઓનું કાળજી પુર્વક જતન ક2ીએ છીએ. આ વિસ્તા2ના 3પ જેટલા સિંહોને વન વિભાગ દ્વા2ા ચા2 મહિના પહેલા પકડી લેવાયા છે અને હજી સુધી આ નિદાષ સિંહોને છોડવામાં આવ્યા નથી. અમા2ો વિસ્તા2 ઈતિહાસમાં પહેલીવા2 સિંહો વગ2નો થઈ ગયો છે.ે આ સિંહોએ ક્યા2ેય કોઈને 2ન્જાડયા નથી. આથી વિનંતી ક2વામાં આવે છે. કે આ તમામ વન2ાજને વહેલી તકે છોડવા. ગામ લોકોના સહકા2થી અત્યા2 સુધી ગી2 અને સિહોંનું જતન થયું છે. નિદાષ સિંહોને પાંજ2ે પુ2ી 2ાખવા એ પાપ છે. જો તેને મુકત નહી કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા જોયા જેવા પગલાઓ લેવામાં આવશે અને તેના માટે જવાબદાર વનતંત્ર રહેશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજ સુધી આ વિસ્તારના લોકો કે માલધારીઓએ પોતાના ઢોરને મારનારા સિંહો માટે કદાપી દ્વેષ રાખ્યો નથી ઉલટાનું તેમનું જતન કર્યુ છે ત્યારે સરકાર અને સબંધીત તંત્ર શુ પગલા લે છે તેની ઉપર સૌ કોઇ ની મીટ મંડાઇ છે.« (Previous News)error: Content is protected !!