Main Menu

કાઠીયાવાડનો શોક ભાંગ્યો,લોકસભા પહેલા પાકિસ્તાનમાં શોકસભા

અમરેલી,
છેલ્લા બાર બાર દિવસથી શહીદોનો શોક મનાવી રહેલા અમરેલી જિલ્લાભરમાં એર સ્ટ્રાઇકને કારણે દિવાળી જેવો માહોલ છવાયો હતો આજે સાંજે પાંચ વાગ્યે જૈશના આતંકી મસુદ અઝહરના પુતળાને અમરેલીના રાજકમલ ચોકમાં જાહેરમાં ડૉ. ભરતભાઇ કાનાબાર તથા શહેરીજનોએ ફાંસીએ લટકાવ્યુ હતુ. અને રાજકમલ ચોકમાં પેંડા વહેંચી અને શહીદોનો શોક ભાંગી અને એર સ્ટ્રાઇકને વધાવી હતી.
ભારત માતાકીે જય, નરેન્દ્રભાઇ મોદી જીંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા. મસુદના પુતળાને ફાંસી આપવા માટે માચડો અને મસુદનું પુતળુ મહીલા ગૃહઉદ્યોગવાળા અમરેલીના ડો. કલામ વિઠલભાઇ બાંભરોલીયા અને દિલાભાઇની ટીમે તૈયાર કરેલ અને રાજકમલ ચોકમાં જ આતીશબાજી કરી પેંડા વહેંચાયા હતા આ પ્રસંગે ડો.ભરતભાઇ કાનાબાર, અમર ડેરીના ચેરમેન અશ્ર્વીનભાઇ સાવલીયા, ડો. હર્ષદ રાઠોડ, દીપકભાઇ વઘાસીયા, ડો. દવે, મુકુંદભાઇ મહેતા, અલ્કાબેન દેસાઇ, મોટાભાઇ સંવટ, નરેશદાદા, અજીજભાઇ ગોરી, ભગીરથભાઇ ત્રિવેદી, વીપુલભાઇ ભટી સહીતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પાકિસ્તાન વિરૂધ સુત્રોચ્ચાર કરેલ.અમરેલી વિશ્ર્વ હિન્દુ પરિષદ, બજરંગદળ અને આરએસએસ દ્વારા દેશપ્રેમના નારા લગાવી રાજકમલ ચોક ગજાવી દેવામાં આવ્યો હતો તથા કોંગ્રેસે પણ આતીશબાજી કરી લશ્કરને બિરદાવ્યું હતુ
આમ નાગરીકોએ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બોલેલું પાળી બતાવ્યું છે અને આતંકીઓને ઘરમાં ઘુસીને માર્યા છે તેની ખુશી વ્યકત કરી હતી.અમરેલીના યુવાન એડવોકેટ અને ભાજપ આગેવાન શ્રી હિતેશ સોલંકીએ પણ ભારતીય સૈન્ય અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આતીશબાજી કરી ખુશી મનાવી હતી. આ પ્રસંગે ધારી બગસરા- ખાંભા ના ધારાસભ્ય જે.વી. કાકડીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુનભાઇ સોસા, દલસુખભાઇ દુધાત, લલીતભાઇ ઠુંમર,ભરતભાઇ હપાણી, જમાલભાઇ મોગલ, મહિલા મોરચાના હંસાબેન જોષી, માધવીબેન જોષી, અમીનાબેન સંઘાર, શ્રી સંદીપ પંડયા સહીતના અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહયા હતા.



« (Previous News)