Main Menu

અમરેલીના દેશપ્રેમી રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી આવ્યા

રાજકમલ ચોકમાં આતિશબાજી અને પેંડા વહેંચી ડૉ. રાઠોડે દિવાળી મનાવી

અમરેલી,
ભાજપના આગેવાન અને વોઇસ ઓફ કિશોરકુમાર તરીકે ઓળખાતા અમરેલીના વિખ્યાત રેડીયોલોજીસ્ટ ડૉ. હર્ષદભાઇ રાઠોડે એર સ્ટ્રાઇકના સમાચાર મળતા જ પોતાના ધર્મપત્ની શ્રીમતી મનીષાબહેન રાઠોડને “આજે રનીંગ વસ્ત્ર નહી આજ નવા વસ્ત્રો લાવો…’જણાવી અને અમરેલીના આ દેશપ્રેમી ડૉ. હર્ષદ રાઠોડ નવાનકોર વસ્ત્ર ધારણ કરી શહેરના રાજકમલ ચોકમાં આવ્યા હતા અને આતિશબાજી સાથે પેંડા વહેંચી ડૉ. રાઠોડે દિવાળી જેમ ડો. પિયુષભાઇ ગોસાઇ તથા ડો. ચંદ્રેશભાઇ ખુંટ તથા મોબાઇલ મેજીકવાળા ટેકનોલોજીના તર્જજ્ઞ શ્રી શૈલીન આદ્રેજા સાથે આજના પ્રસંગે આનંદ વ્યકત કર્યો હતો.






error: Content is protected !!