Main Menu

મોદી હૈ તો મુમિકન હૈ: પીઓકેમાં આતંકીઓનો સફાયો

(જી.એન.એસ)ન્યુ દિલ્હી ,જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના 40 જવાનોનો ભોગ લેનાર પાકિસ્તાન સ્થિત ત્રાસવાદીઓની સંડોવણીને પગલે ભારતે આજે પાકિસ્તાન વિરુદ્ધ મોટું લશ્કરી પગલું ભર્યું છે. ગઈ વહેલી સવારે લગભગ 3.30 વાગ્યે ભારતીય હવાઈ દળે પાકિસ્તાને કબજે કરેલા કશ્મીરમાં ઘૂસીને ત્યાં બોમ્બમારો કર્યો હતો. હવાઈ દળનના 12 મિરાજ-2000 વિમાનોએ અંકુશ રેખા પરના ત્રાસવાદી અડાઓ પર 1000 કિલો બોમ્બ ઝીંક્યા હતા અને અડાઓનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે.ભારતીય એરફોર્સે મિરાજ વિમાનોનો ઉપયોગ કરીને સમગ્ર ઓપરેશનને ર1 મિનિટમાં અંજામ આપ્યો હતો. ભારતીય વાયુદળોનાં વિમાનોએ મુજ્જફરાબાદૃમાં મોડી રાત્રે 3.48થી 3.પપ સુધી, બાલાકોટમાં 3.4પથી 3.પ3 સુધી અને ચકૌટીમાં 3.પ8થી 4.04 સુધી હુમલાને અંજામ આપ્યો હતો.વાયુસેનાનો આ હુમલો સંપૂર્ણપણે સફળ રહૃાો હતો અને પાકિસ્તાનના આતંકી કેમ્પો સંપૂર્ણપણે તબાહ થઇ ગયા હતા. મંગળવારે વહેલી પરોઢિયે ભારતીય વાયુદળોએ એલઓસી પાર કરીને પાકિસ્તાન સીમામાં આવેલા આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના કેમ્પ પર હુમલો કરીને કેમ્પોને સંપૂર્ણપણે સાફ કરી દીધા હતા. પ્રાથમિક અહેવાલો અનુસાર ર1 મિનિટમાં 1ર મિરાજ વિમાનનો ઉપયોગ કરીને 1000 કિલો બોમ્બ ઝીંકીને 300થી વધુ આતંકીઓનો ખાતમો કરી દેવાયો હતો.ભારતીય વાયુદળના આ હુમલાના સમાચાર સંપૂર્ણપણે સાચા હોવાનું એટલા માટે માનવામાં આવી રહૃાું છે. કારણ કે પાકિસ્તાને પણ આ વાત સ્વીકારી છે કે ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતા અને અંકુશરેખા ઓળંગી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. જૈશના આલ્ફા 3 ના ઠેકાણાને સંપૂર્ણપણે નષ્ટ કરી દૃેવામાં આવ્યું છે. આ હુમલા કરીને જવાનોએ મૌલાના મસુદ અઝહર ખાનના 4 સગા ભાઈઓને ઠાર માર્યા છે.ભારતીય વાયુસેનાના 1ર મિરાજ ર000 ફાઇટર વિમાનો આજે સવારે 3.30 કલાકની આસપાસ પાક. હસ્તકના કાશ્મીરમાં ઘૂસ્યા હતા. આ વિમાનોએ મુજ્જ્ફરાબાદ બાલાકોટ અને ચિકૌટી પર 1,000 કિલો બોમ્બ વરસાવ્યા હતા અને જૈશના આતંકી કેમ્પોને નિશાન બનાવ્યા હતા. હુમલા બાદ વિમાનો ભારતીય સીમામાં સુરક્ષિત પરત આવી ગયા હતા.ગાઢ જંગલની વચ્ચે બનેલા આ આતંકી કેમ્પમાં સુસાઇડ એટેકની ટ્રેનિંગ અપાતી હતી. અહીં રસ્તા પર કેટલાંય દેશોના ઝંડા પણ મળ્યા છે. કહેવાય છે કે જૈશના સરગના અહીંથી કેટલાંય દેશોમાં આતંકી ગતિવિધિઓનું પ્લાનિંગ કરતાં હતા.સૂત્રોનું કહેવું છે કે જે સમયે ભારતે આતંકી કેમ્પ પર હુમલો કર્યો એ સમયે મૌલાના અમર અને આતંકી મસૂદ અઝહરના ભાઇ મૌલાના તલ્હા સૈફ કેમ્પમાં હાજર હતો. ગુપ્ત એજન્સીઓ દ્વારા રજૂ કરાયેલ ડોઝિયરમાં મૌલાના મસૂદૃ અઝહરની ગાડીઓ મોટભાગે અહીં આવવાની પણ તસવીરો હાથ લાગી છે.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રામનાથ કોંવિદ અને ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકૈયા નાયડુને પાકિસ્તાન ઉપર ભારતીય એરફોર્સે કરેલ સર્જીકલ એર સ્ટ્રાઇકથી માહિતગાર કર્યા હતા.



(Next News) »



error: Content is protected !!